વીરેન ઘરેથી ભાગ્યો હીરો બનવા

Movie starનાનપણ  માં   હું  જાસૂસી  કથાઓ  બહુ  વાંચતો.  ડિટેકટિવ   ચંદ્રનાથ, ડિટેકટિવ  અભય  વગેરે ના  નામો    જાસૂસ  કથાઓમાં  ખુબ  જાણીતા  હતા. આવી  જાતના  વધારે  પડતા  વાંચન ને  લીધે  મારા  મનમાં  કલ્પના ના  ઘોડા  દોડતા. શું  કોઈ  દિવસ  આવું  રહસ્ય મારી  આજુબાજુ  ગૂંથાશે?

અને  ખરેખર  એક  દિવસ  આવ્યો  જયારે  મારી  કલ્પના  હકીકતમાં  બદલાતી   દેખાઈ .

ચાલો , જરા  માંડી  ને  વાત  કરું?

વાત  છે  એક  વીરેન  નામના  એક  નાના  ગામડામાં  બારેક  વર્ષના   છોકરા ની. બોલિવૂડ  નો  જાદુ  તે  વખતે  પણ  ખુબ  ફેલાયો  હતો . વીરેન  ભાઈને  ખાસ  કૈં  ભણવા  ગણવામાં  ઇન્ટરેસ્ટ  ના   હતો . સમ  ખાવા  પૂરતું  સ્કૂલમાં  જતો  પણ  બાકીનો બધો  વખત    એના  જેવા  દોસ્તારો  સાથે  આખો  દિવસ  ધીંગા  મસ્તી  કરીને  ફરી  ખાતો  . બાપની  સારી  એવી  જમીન  હોય  તો  પછી  શા  માટે  સ્કૂલમાં  માસ્તરોનાં  બોરિંગ  ક્લાસમાં બગાસાં ખાવા ?

અને  એક  દિવસ  વીરેન  ઘરેથી  ભાગી  ગયો! ખરેખર! સ્કૂલના  માસ્તરોને  તો  શાંતિ  થયી  ગયી  કે  ચાલો  એક  તોફાની  છોકરો  ગયો .

બિચારા માં બાપ ! 

હવેતમે પૂછશો આમાં  હું  ક્યાં  આવ્યો ?

જરા  ધીરજ  ધરો .

વીરેન    મારી  બાના  કાકાનો  છોકરો  થાય  એટલે  મારો  તો  મામો  થયો  ને ? એટલે  આખું  પ્રકરણ  મારા  મુંબઈના  ઘરની  આસપાસ  ચકરાવો  લેવાનું  હતું .

વીરેનના  બાપા , જેને  આપણે  જીજાકાકા  કહીંશું , સ્વાભાવિક  રીતેજ  હાંફળાફાંફળા  થઇ  ગયા  અને  વીરેનને  શોધવાના  તરફડીઆં  મારવા  મંડ્યા . અમને  વીરેનના  પરાક્રમની  ખબર  જીજાકાકાએ  લખેલા  એક  પોસ્ટલ  કાગળ દ્વારા  મળી . પૂરું  એક  અઠવાડિયું  લાગયું    કાગળ  અમને  મળતાં . નાનકડા  ગામમાં  તો  ઉત્સાહની  ( હા  હા ,  ઉત્સાહ  નહીં  તો  બીજૂં  શું ?) એક  લહેર  ઉઠી . મુંબઈ  release   થયેલા  પિકચર્સ  એક  બે  મહિના  પછી  ગામના  તાલુકા  મથકે  આવેલા  theatre   માં  આવતા  પણ  એથી  કૈં  ગામ  લોકો  ને  હિન્દી  પિકચર્સ  અને  હીરો  હિરોઈનની  પૂરી  ખબર  ન હોય  એમ  થોડું  બને ?

ગામ  માં  અફવાઓએ  જોર  પકડ્યું .

“વિરીઓ  બાવો  બની  ગયો “

“વિરીઓ  જરૂર  હીરો  થવાના  સપનાં  પુરા  કરવા  મુંબઈ  નાસી  ગયો ”

“વિરીયાને  ગૂંડા  ઉપાડી  ગયા  અને  હવે  છોડાવવા  પૈસા  માગશે ”

“બધી  વાત  હાચી  પણ  જાણે  વીરેન  જબરો  નિકર્યો ”

  બધી  theory  માં  ગામ  લોકોને  સૌથી  મોટી  આશા     હતી  કે  વિરીઓ  ભાગ્યો  તો  ખરો  પણ  જરૂર  એક  દિવસ  દિલીપકુમાર  જેવો  હીરો  બનીને  ગામનું  નામ  રોશન  કરશે

ચાલો  મુંબઈમાં  શું  થયું  તે  જોઈએ :

જીજા કાકા  નો  કાગળ  વાંચીને  બાએ  નિ:સાસો  મુક્યો . “ કેવો  સરસ  છોકરો ! નક્કી  કોઈની  સોબતમાં  આવીને  બગડી  ગયો . બિચારા  જીજાકાકા ! આ ઘરડે  ઘડપણમાં  આવું  દુઃખ  આવી  પડ્યું ”

બાએ  તરતજ  જવાબ  લખી  નાખ્યો  કે  “ અમારાથી  કાઈં  પણ  થતું  હોય  તો  કહેજો ”

મારા  father, ભીખુભાઇ, જેને  અમે  બધા  ભાઈ  બહેનો  “ભાઈ ” કહેતા , ભગવાન  ના  માણસ  એટલે  આવી   માથાફૂટમાં પડવાનું  બહુ  ગમ્યું   નહીં  પણ  બાએ  લખી નાખ્યું , આખરે  પોતાનો  ભાઈ  ખરો ને?

  બાજુ  જીજાકાકાને  પણ  કદાચ  ખાતરી  થયી  ગયી  કે  વિરીઓ  હીરો  થવા   મુંબઈ  પહોંચ્યો  હોવો  જોઈએ .

જીજાકાકા , એક  દિવસ  અમારે  ઘેર  આવી  લાગ્યા, વીરેનને  શોધવા

થોડુંક  અમારા   ઘર  અને   આસપાસના  માહોલ  વિષે :

એક  રૂમ  અને  રસોડામાં  અમે  પાંચ  જણ  રહેતા. ભાઈ, બા અને અમે ત્રણ;  બે  ભાઈઓ  અને  એક  બહેન. આ  નાનકડા  ઘરનો  એક  મોટો  ફાયદો    કે  એમાં  એક  સ્વતંત્ર  સંડાશ હતું. બીજી  આજુબાજુની  ચાલ  માં  સાત  આઠ  ઘર  વચ્ચે  કોમન  હતું.

ગામ  તરફથી  કોઈને  પણ  મુંબઈનું  કામ  હોય  એટલે  અમારે ત્યાં ધામા  નાખે. બા  હોશિયારીથી  બધું  સંભાળતી. ભાઈ  બિલકુલ  નિસ્પૃહ, એમના  Chemistry ના  ચોપડાં  વાંચવામાં  અને  ઘરની  અંદરજ  જાતજાતના  એક્સપેરિમેન્ટ  કરવામાં

  જમાનામાં  જેમ  બધા  ગુજરાતી  ફેમિલીમાં ચલણ  હતું  તેમ  ફ્લેટમાં રહેવા  છતાં  માહોલ  તો  ગામ  જેવોજ  રહેતો . એંક  માળ  પાર  ચાર  ફ્લેટ  અને  દરેક  ઘરના  દરવાજા  સવારથી  ખુલી  જાય  અને  આખો  દિવસ  ખુલ્લાજ રહે. કોઈ  પણ  ફ્લેટનો  કોઇપણ  મેમ્બર  at any given time ગમે  તે  ફ્લેટમાં  દેખાઈ  શકે. મન  ફાવે  ત્યારે   entry મારે, મન  ફાવે  ત્યારે  નીકળી  જાય, paper વાંચે, chit chat કરે, પથારી  પર  લંબાવે  પણ  ખરા. બધું  નોર્મલ.

અમારા  એકદમ  પાડોશમાં  એક  દોલતકાકા  અને  એમનું  બહોળું   ફેમિલી  રહે, દોલતકાકા, એક  બાહોશ  Engineer   અને  government માં  એક  ખુબ  ઊંચી  post પર. એકદમ  આપણે  જેને  કહીયે  ને  કે  Straight forward અને  સરકારી  માણસ  એવા  કે  પેલું  કહેવાય  ને  કે  “ખિસ્સામાં  બે  પેન  રાખે, એક  કામ  માટે  અને  બીજી  પર્સનલ  કામ  માટે ”; એવા  straight forward. સરકારે  એમની  position ને   અનુરૂપ  ગાડી  આપેલી  જે    જાતેજ  ચલાવતા .

દોલતકાકા  પણ  કોમન  પ્રેકટીસ  મુજબ, રજાને  દિવસે  આવ-જા  કરતા  રહેતા.

વીરેન  ના  પરાક્રમના   સંજોગોમાં  દોલતકાકાએ  મોતીઆનું  operation કરાવ્યું  હતું  એટલે  2- 3 week ની  compulsory રજા  લઈને, મોટા  ડાબલા  જેવા  goggles પહેરીને  આમ  તેમ  ફરતા  રહેતા . સરકારે  ટેમ્પોરરી  રીતે  એમને  એક  ડ્રાઈવર  પણ  ફાળવેલો  પણ  straight forward અને  sincere દોલતકાકા  પોતાના  personal કામ  માટે  એનો  ઉપયોગ  કરવાનો  વિચાર  સુદ્ધાં  કરે  તો    દોલતકાકા  કહેવાય ?

હવે  તમે  આવો  detective કથાના  મેઈન  પ્લોટ  તરફ :

  બાજુ  જીજા કાકા, વીલે  મોઢે  અમારા  ઘેર  પધાર્યા  અને  પૂરી  વાત  કરવા  આતૂર  અને  દોલતકાકા  મારા  ભાઈ  સાથે  કોઈ  તત્કાલીન  political development નું discussion માં  મશગૂલ. જીજાકાકા  અને  બા  ઊંચા -નીચા  થાય,  પણ, બાની  ભાષામાં, “આ  બે  જણા પોતાની  political વાતનો  તાર  તોડે  નહીં.”

દોલતકાકા  ગમે  તેવા  ઘરના  જેવા  માણસ  હોય  પણ    જાતની  આબરૂને   બટ્ટો  લાગે  એવી  વાત  તો  એમની હાજરીમાં  ફટ  દઈને  થોડી  થાય ?

બાએ  જીજા કાકા  ને   ચાનો  કપ  ધર્યો  એટલામાં  તો  દોલતકાકાને  કાંઈ  અચાનક  યાદ  આવ્યું  એટલે  એમણે ચાલવા  માંડ્યું , એક  સૈનિક  ની  અદા  થી  – એ  એમની  લાક્ષણિકતા, અચાનક  નક્કી  કરે , no dilly dally ,you see.

જીજાકાકા  અને  બાએ  રાહતનો  દમ  લીધો .

બધો  ઉભરો  ઠાલવ્યો  જીજાકાકાએ. હું   સાઈડમાં  બેસીને  સાંભળ્યા  કરું  પણ  મને  કોણ  પૂછે ?

ભાઈને  આવી  જાતની  ઉપાધિમાં  બિલકુલ  રસ  નહીં  અને  આમાં  તો  બહુ  ખતરો  હતો .

વિસ્તૃત  discussion  પછી  એવું  નક્કી  થયું  કે  news paper માં  ખોવાયાની  જાહેરાત  આપવી . જો  પરાક્રમી  વીરેન  hero બનવા  મોહમયી મુંબઈ  આવ્યો  હોય  તો    અથવા  કોઈ  માઈનો  લાલ  જરૂર   જાહેરાત  વાંચશે.

મારો  તો  excitement નો પાર  નહીં. જાસા  ચિઠ્ઠી, ભેદી  સંદેશો. વાહ!

જાહેરાતમાં  લખવા  જેવું  બધુંજ  હતું  – માહિતી  આપનારને  યોગ્ય  ઇનામ, અમારા  ઘરનું  address અને  એવું બધું .

ભાઈ  ને  ફિલ્મ  બિલમમાં  કોઈ  રસ  નહીં  પણ  “Filmfare” નામનું  ફિલ્મી  magazine મંગાવતા.

પૂછો  શાને  માટે ?

Chemistry ના  experiment માં  બારીક  chemical પાવડરનું  વજન  કરવું  જરૂરી  હતું  અને    fine balance માં  glossy paper પર  powder મૂકીને  વજન  કરીને  ચંબુ  માં  ઠાલવવાથી  powder કાગળને  ચોંટતો  નહીં  અને  accurate  વજન થઇ  જતું .

મારી  collegian મોટી  બહેન, glossy પાનાઓના ટુકડા  થાય    પહેલાં  આખું  વાંચી  જતી  અને  ક્યુ  picture ક્યારે  release થવાનું  છે  વગેરે  માહિતી  યાદ  રાખતી  અને  મને  સંભળાવતી.  જ્યારે મને  picture કરતાં  એમાં  આવતા  ગીતોમાં  વધુ  રસ.

આમ આપણા ભવિષ્યના હીરો કદાચ   Filmfare   ના અંકમાં આવી શકે.

Excitement, Excitement,  કેવી મઝા?                                                    

જાહેરાત  પેપરમાં  આવતાની  સાથે  અમારા  ભોગ લાગ્યા . બીજાજ  દિવસથી  રોજના  થોકબંધ  કાગળો  આવવા  માંડયા  – જાણે  કાગળનો  વરસાદ.

“વીરેનની  ચિંતા  ના  કરશો. એ  એક  જબીન  નામની  actress ને  ત્યાં   કામે  લાગી  ગયો  છે. નવું  નવું  કામ  છે  એટલે  પૈસાની  સખત  જરૂર  છે. આ  જવાબ  મળતાની  સાથે  અમને  ફલાણી  ફલાણી  જગ્યાએ  મળો .” વગેરે  વગેરે

કોઈ  કાગળમાં  તો  જાણે  વીરેને  જાતે  લખ્યું  હોય  એવું  લખાણ  પણ હોય .

શું   કરવું  હવે ?

detective  તો  બધાની  મૂંઝવણમાં  વધારો  થઇ ગયો, જીજાકાકા અને  બા  ખૂબ  upset. ભીખુભાઇ, મારા “ભાઈ ’ , એટલા  માટે  upset કે  હવે  ગૂંડાઓને  અમારા  ઘરનું  address   મળી  ગયું .

મને  તો    બધું  જાસૂસી નવલકથા  જેવું  લાગવા  માંડ્યું . હવે  ડિટેકટિવ   ચંદ્રનાથ  જો  હોત  તો  શું  કરત? . ડિટેકટિવ  અભય  હોત  તો  શું  કરત? આ  તો  ખરી  excitement – જે  ફક્ત  નોવેલોમાંજ  વાંચેલી .

ભારે  હૈયે, જીજાકાકા  એવા  નિર્ણય  પર  આવ્યા  કે  જે  પણ  મજબૂત કડી હોય    તપાસ  કરવી . એક  સમાચાર  પ્રમાણે , જીજાકાકા  અને  ભાઈ  એક  ભેદી  studio પાસેના  restaurant માં  બેસીને  ચિઠ્ઠીઓની  આપલે  કરી  આવ્યા.  કોઈ  સ્ટુડિયોમાંથી  બહાર  નીકળી  ને  ખબર  લાવ્યું  કે  ” દેવ  નો  દીધેલ “  વીરેન  અંદર  છે  પણ  બહાર  આવી  શકે  એમ  નથી  અને  એને  થોડા  પૈસા  જોઈએ  છે. આ  બધી  ભાંજગડ  માં  જીજાકાકાનું  માથું  ફરી   ગયું. શું  કરવું ? પૈસા  આપવા  કે  નહીં ? પોલીસને  બોલાવવી? ( ભાઈ  ને    છેલ્લા  ઉપાયમાં  સખત  અણગમો)

કોઈ  પણ  જાતના  નિષ્કર્ષ  વગર  સિનિયર  ડિટેકટિવો  પાછા   ઘરે  આવી  ગયા . થાક્યા , પાક્યા  અને  નિરાશ .

હવે  જરૂરત  હતી  Think tank માં  એક  એવા  મેમ્બરની  જેનું  thinking clear   હોય  અને  લાગણી  માં  તણાયા  વગર  નવી  રાહ  બતાવી   શકે.

અને  આમ, દોલતકાકા  વ્યૂહ  રચનામાં  જોડાઈ  ગયા .

દોલતકાકા  ની  આગેવાની  માં  વિચારોનો  પ્રવાહ  શરૂ  થયો. એક  વાત  નક્કી  હતી  કે  લાગણીમાં  આવીને  કોઈ  પગલું  ભરવું  નહીં  અને  કોઈ પણ  પરિસ્થિતિથી  ગભરાવું  નહિ. શાંત  ચિત્તે  વિચારણા  કરવી  અને  systematically આગળ  વધવું  – you see? આંખ , કાન  ખુલ્લા  રાખવા , રખે  ને  ક્યાંકથી  બાતમી  મળી  જાય .

“You see?” એ  દોલતકાકાનું   બહુ  પ્રિય  phrase હતું . ભીખુભાઇનું  પ્રિય  phrase હતું  “ Follow  me?”

રોજ  નવી  વ્યૂહ  રચના, રોજ  નવી  બેઠક  – મને  તો  મઝા  પડી  ગયી. મારો  અભિપ્રાય  કોઈ  પૂછે  એમ  હતું  નહીં  પણ  હું   પણ  મારી  કાલ્પનિક  વ્યૂહ  રચનામાં  મસ્ત  રહેતો .

મુઝરિમ  પકડાયો ”?:

દોલત  કાકાની  આવન-જાવન  વધી  ગયી. મોટા  મસ  કાળા  ચશમા  પહેરીને  આવીને  ઊંડા  વિચારમાં  ડૂબી  જતા,   ઘણી  વાર  આંખ  બંધ  કરીને  સુઈ  પણ  જતા.

એક  દિવસ,

દોલતકાકા  અમારી  balcany  માં  બેઠા  બેઠા  વિચારે  ચડી  ગયા. અગિયાર  બાર  વાગવા  આવ્યા  અને  તડકો  સીધો  balcony માં  પડવા  લાગ્યો.

અચાનક, દોલતકાકા, જે  balconyના  કલાત્મક  cement concrete ના  કઠેરા  માંથી  બહાર  રસ્તા  તરફ  અવલોકન  કરી  રહયા  હતા , કાઇંક  જોઈને  સળવળ્યા .

થોડી  વાર  ચૂપ  રહીને  ધીમે  રહીને  ભીખુભાઇને  ઈશારો  કર્યો. ભાઈ  એમના  કોઈ ચોપડાંમાં  માથું  ઘાલીને   બેઠા  હતા .

“You see, ભીખુભાઇ , જરા  આસ્તે  રહીને  અહીં  આવો  તો ”

“હું  જરા  આટલું  વાંચવાનું  પતાવીને  આવું , follow me?”

“You see, જરાક  વહેલા  આવો  ની ”

ભાઈ  ધીરે  રહીને  balcony માં  ગયા .

“ જુઓ , you see, પે ….લા  રસ્તા  પર . એક  ગૂંડા  જેવો  માણસ  દેખાય  છે ?”

“ત્યાં   તો  તમારી  ગાડી  ઉભેલી  છે, follow me?”

“હા  હા , પણ  જરા  ધ્યાન  થી  જુઓ, એક  માણસ  ગાડીની  પાછળ  છુપાઈને  ઉભેલો  છે  અને  થોડી  થોડી  વારે  આપણી  balcony તરફ  જોયા  કરતો  છે”

આંખ  ઝીણી  કરીને  ભાઈ    જોઈને  બોલ્યા  “કોઈ  છે  ખરું ”

“ You see  ધ્યાન  દઈ  ને  જુઓ . હમણાં    બાજુ  જોશે  અને  જેવું    આપણને  જોશે  કે  તરત  મોઢું  ફેરવી  લેશે ”

“જવાદો  ની  દોલતભાઈ , હશે  કોઈ,follow me”

“અરે  ભીખુભાઇ , જરૂર  એને  પેલા  વીરેનના  પ્રકરણ  સાથે  કાઈં  સંબંધ  હોવો  જોઈએ, You see? Otherwise એવા  ત્રાહિત  માણસને  આપણી  તરફ  જોયા  કરવાનું  કામ  શું  ?”

“પણ ….”

“ભીખુભાઇ , મને  તો  લાગે  છે  કે  જરૂર  કાંઈ  દાળમાં  કાળું  લાગે  છે. આપણે  પોલીસેને  બોલાવવી  જોઈએ ”

પોલીસનું  નામ  સાંભળતાં  ભાઈ  જરા  ગભરાયા. એમને  બધી  government   agencies જેવી કે   Income tax, Police, નો  ખૂબ  ડર  હતો

“ તો  તો  સાલું  બહુ  હો   હા  થઇ  જશે , Follow me?”

“ થાય  તો  થાય , પણ  વીરેન  નું  કોકડું  ઉકલી  જાય  ને, You see?”

સાઈડ  માં  બેઠેલો  હું , આ  તાલ  જોયા  કરતો  હતો. વાહ , જો  વીરેન  ખરેખર  મળી  જાય, અને  પછી  ઘેર  પાછા  આવવાની  આનાકાની  કરે  અને  પછી  થોડા  વરસ  બાદ  મોટો  હીરો  થઇ  જાય. એની  આત્મકથામાં    બધી  રસીલી  વાતો  આવે, અમારા  ઘર  નો  reference  આવે, અને    રીતે  અમારું  ઘર  પ્રખ્યાત  થઇ  જાય. કેવી  મઝા !

એટલા  માં  તો  anti climax:

દોલતકાકાને  શોધતાં શોધતાં  એમના  ધર્મપત્ની , ડાહીકાકી  નું  આગમન . 

દોલતકાકાને  balcony માં  બેઠેલા  જોઈને  તાડુક્યા  “ તમે  અહિયાં  કેવા  બેસી રહેલા? આટલો  દઝાડે  તેવો  તડકો  અને  તમને    કાઈં  ભાન  ખરું  કે  ની ? હમણાજ  તો  મોતિયાના  ઓપેરશનમાંથી  બેઠા  થયેલા છો  ને  આવા  તડકામાં  બેસી  રહી  ને  પાછી  આંખ  બગડશે   તેનું  શું?”

ડાહીકાકીની  વાકધારા  આગળ  વધે    પહેલાં , દોલતકાકાએ  એને  balcony માં  આવવા  ઈશારો  કર્યો.

ડાહીકાકી  ગાંજ્યા  જાય  તો  બીજા .

“તમને  કહ્યું  ને કે  ખાવાનું  ઠંડુ  થાય,  ને  અહીં  બેસી  ને  શું  ગપ્પા  માર્યા  કરો  છો ?”

ભીખુભાઇ  ને  પણ  લાગ્યું   કે    સરસ  મોકો  છે  પોલીસેના  લફરામાંથી  છુટકારો  મળવાનો.

“You see, જરા  એક  વખત  તો  આવીને  જો,  પે …લુ   કોઈ   અજાણ્યું  માણસ  ત્યાં  ઉભું  ઉભું  અહીં  જોયા  કરતું  છે, જો  જરા  જો ”

“તમે  હો  ખરા  છો . જોઉં  શું  છે ” ડાહી  કાકી  એમ  કહીને  એમના  પતિદેવની   નજીક  સરક્યા .

કંટાળો કરીને “શું  છે?”

“જો, જરા  ધ્યાનથી  જો,  પેલો  કોઈ  લફંગો  રસ્તા  પર  આપણી  ગાડીની   પાછળ  છુપાઈને    બાજુ  નજર  માર્યા  કરતો  છે ”

મારી  અધીરાઈ  નો  પાર    હતો .

સાલું , આ  તો  તખ્તો  બરાબર  ગોઠવાયો

જમાનાના  ખાધેલ, પાકટ  વાળ  વાળા  ડાહીકાકી , એમના  પ્રિય  પતિદેવની  આજ્ઞા  અનુસાર  પાસે  ગયા  અને  ખુલ્લી  balcony માંથી  ઝાંકીને    દિશામાં  નજર  મારી .

“ તમે  હો  ખરા  છો. એ  માણસ  તો  તમારો  નવો  driver. એ  ત્યાં  નહીં  હોય  તો  કોણ  તમારો  કાકો  હોય? એક   તો  ક્યારની  તમને  શોધું  અને  તમે  અહીં  તડકા માં  બેઠાં  બેઠાં આવા  તરંગી  વિચારે  ચડીને  ઉત્પાત  કરો  છો. ચાલો  હવે  જમવા”

ડાહી  કાકીએ  એક  ફરમાનથી  બધી  excitement ને  કડડડ  ભુસ  કરી  નાખી.

મારે  માટે  જેમ  તેમ  પ્લોટ  બરાબર  પરિપક્વ  થયેલો  હતો  ત્યાં  ….

ડિટેકટિવ   દોલતકાકાને  ડાહીકાકી  એમના  ફ્લેટમાં  દોરી  ગયા.

ભીખુભાઇને  નિરાંત  થઇ  કે  પોલીસના  લફરા  માંથી  બચી  ગયા,

બા  ane જીજા  કાકા  પાછા  હતા  ત્યાંના  ત્યાં

ઇતિ:

વીરેન  છેવટે  મળ્યો ઠેઠ દિલ્હીથી. એરપોર્ટ ની  આસપાસ  શંકાશ્પદ રીતે આંટા  મારતો  એને  પોલીસે  પકડી  લીધો. ગામના  લોકો વીરેન પાછો  પધાર્યો  ત્યારે  જોવા  ઉમટયા  – એક  વસવસા  સાથે  કે  એમનો  હીરો  થવા  ગયેલો  વિરીઓ  એમજ  પાછો  આવી  ગયો.

વીરેન  પાછો  પહેલાની  જેમ  રખડપટ્ટી  કરતો  રહ્યો  અને  દોસ્તારોને  દિલ્હીની   વાતોથી  આંજતો  રહ્યો.

એની  હીરોગિરીની  વાત  ભલે  એની  આત્મકથામાં  નહીં  આવે  પણ  મારા    બ્લોગમાં  જરૂર  આવી  ગયી. ગામને  તો  કદાચ  કોઈ  નવો  હીરો  મળશે  ત્યાં  સુધી….. “કહીં  લાખો  નિરાશા  માં  bollywood ને  હીરો  બક્ષવાની અમર  આશા  છુપાઈ  છે.”


3 thoughts on “વીરેન ઘરેથી ભાગ્યો હીરો બનવા

  1. पुणे दादरके बसमे पढते मेरा समय अच्छा बीत गया| आपकी निरिक्षण शक्ति बडी अच्छी है और आपकी भाषा सीधी व सरल| कहानीमे ट्विस्ट आएगा इस अपेक्षा केसाथ पूरा पढ तो लिया परंतु थोडा अॅटीक्लायमॅक्स हुआ| आपने सभी charactersका बडा अच्छा वर्णन किया है|
    आपका लेखन पढनेसे मेरी गुजराती भाषाका ज्ञान बढेगा और मेरी उस भाषामे दिलचस्पी.
    लिखते रहो. हम तुम्हारे वाचक है|

    1. Arun, Appreciate your comments. The episode actually did occur but I have changed the names of other characters, except those of my father, mother, sister and of course I am the protagonist. The anticlimax is deliberate so as to let the reader share my own frustrations. The same story appears in my blog uploaded just two weeks back (Whodunit!) but apparently the contents were not alluring enough. You are the first one to read and comment. Now onward I intend to release my blogs, mostly in the form of interesting stories, simultaneously in English and Gujarati. See you at the concert.

  2. Nicely crafted words and flow is great. You feel as if, you are part of the story . Only sad part, Viren did not get anywere. He is the same Viren back like old 500 Rs note,
    He must plan for second escape!!!

Leave a Reply