ઊર્મિકાવ્ય – રંજના ની યાદમાં

[English]

img_2231-e1500276619690.png

(રાજકોટ ના બહેન ભાર્ગવી પુરોહિત-વાઢેર દ્વારા ભાવાર્થ) :

અવારનવાર આવતું એક સ્વપ્ન…
ફરીથી એ જ તરબતર સમય,
તારો મધુરો અવાજ, એક જ ગીત ગાતો,
‘ઘરે આવો મારા વ્હાલા!’…
ફરી એ જ કાળાડીંબાગ વાદળો,
ફરીથી એ જ રચતાં સાજીશ,
સમય પાક્યો છે યાત્રાનો,
એક વાર ફરી, એક સાથે…

પથારીમાંથી ઉઠતો હું,
રાત્રીના અંધકારમાં, મારા માર્ગની તલાશમાં,
ચાલ્યો જઉં છું વિજળીના ચમકારે,
ક્યાંય ન પહોચતો હું,
દોડ્યા કરતો રાત્રિના અંધારે,
તે છે! ક્યાંક ત્યાંજ…
ત્યાં તો કાળી રાત પુરી
ને સુરજ ઉગમણે આવ્યો..

ત્યાંજ મેં તેને જોઈ,
સવારના સુંદર મેઘધનુષ્યમાં,
ભીની હવામાં વ્યાપેલી
ભીની માટીની ખુશબૉ માં,
જો! મેઘધનુષ્ય સુધી મંડાયેલા આ પગલાં,
‘આવજો વ્હાલા!’ તે બોલી,
આકાશને પેલે પાર થી,
એ અગૂઢ સ્મિત સ્વપ્નને ‘આવજો’ કહી ગયું.

હવે તું થઈ ફરીસ્તાઓના સામ્રાજ્યની,
મેઘધનુષ્ય અને એથીય આગળનાં આકાશની,
ગલગલીયા કરતાં વાદળોની,
ને બની ગઈ રહસ્યમય સ્વર્ગની,
કે જ્યાં કોઈ પીડા નથી,
એક આંસુ નથી, ફક્ત શાશ્વત આનંદ છે,
પણ હ્રદયની એક જ તમન્ના,
ઝંખે છે તારો સાથ, બેસી રહે તારી સાથ,
ફરતાં રહીએ રથમાં,
ગાતા રહીએ અશ્રુત ધુનો…


5 thoughts on “ઊર્મિકાવ્ય – રંજના ની યાદમાં

  1. Dear Rajendrabhai,
    We really appreciate your gesture by posting your heartfelt feelings for your beloved better half Ranjanaben in your block which admired by all known to you and close to you in your most active field say music.
    We have witnessed your hidden love and affection to her in your active life past and present .
    We shall share our experience for you both as and when time comes.

    1. All because of good wishes from Hinaben, you and friends like you. We shared a lot of time together, visiting places of interest that made our bonding stronger and stronger. Many thanks for sparing your time in making appreciative comments on my blog page

Leave a Reply to rajendranaikCancel reply