મુંબઈ લોકલમાં ખૂન… અને ઈશ્વર ની મરજી

Railway-2

[English]

હચમચી ગયેલી ચાયનીઝ આરામ ખુરશી માં બેઠાં બેઠાં  બિમલ બક્ષી ને હવે અકળામણ થવા લાગી. સસ્તી જોઈને ક્યાંક થી ઉપાડી લાવ્યો તો ખરો પણ પહેલેજ દિવસે એનો એક બોલ્ટ નીકળી ગયો અને એવી જગાએ ગબડી ગયો તે મળ્યોજ નહિ. શું થાય? ચાયનીઝ માલ પાછો તો પેલો લે નહિ. ગેરંટી નું નામ નિશાન નહિ. આમાં તો દેશી જુગાડ વૃત્તિ પણ કામ નહિ લાગી. વાપરો તો પછી જેવી છે તેવી.

પણ પેલી અકળામણ ને આરામ ખુરશી સાથે કોઈ નિસ્બત નહતી. તો શાની હતી અકળામણ?

લગભગ જીન્દગી આખી ભેદભરમ વળી વાર્તા લખ્યા કીધી પણ કોઈ દિવસ આવી પરિસ્થિતિ પેદા થઇ નહતી. રહસ્ય કથા માં કઈંક એવું આકાર લઇ રહયું હતું જે એને બેચેન બનાવી ચૂકયું હતું. લગભગ અડધી સ્ટોરી તો લખાઈ પણ ગઈ અને અચાનક એને એવું લાગવા માંડ્યું કે કોઈ અનોખા રહસ્ય ની જેમ એની નવી સ્ટોરી માં જાણે એની પોતાની વાત આવવા માંડી છે. અજાણતા માં એની સ્ટોરી પોતાની જીન્દગી માં વણાવા લાગી.

બિમલ બક્ષીએ પોતાની નવી સ્ટોરી લખવાનું જેમ તેમ આગળ વધાર્યું:

ગંગાધર ઈંગ્લે એની વાઈફ પ્રાજક્તાએ સાથે સાયકાયટ્રિસ્ટ ની ક્લિનિક માં આમ તેમ જોતો દાખલ થયો. મોઢાં પર મૂઝવણ હતી કે પ્રાજક્તા આટલે બધે દૂર છેક ગિરગામ તરફ ડોક્ટર પાસે કેમ લાવી. વાઈફ પર અપાર વિશ્વાસ અને પ્રેમ, બીજૂં શું ?

ડોક્ટ વિવેક ચૌધરી પોતાના ચસ્મા એડજસ્ટ કરીને ગંગાધર ની નજીક વળ્યા.

બોલો શું તકલીફ છેપૂછતાં પૂછતાં ડોક્ટરે પ્રાજક્તાએ ના ચહેરા પર લૂચ્ચી નજર મારી લીધી.

મૂંઝાયેલો ગંગાધર કાંઈ જવાબ આપે પહેલાં પ્રાજક્તાએ બનાવટી લાડ થી ગંગાધર ને કોણી મારીબોલ ને હવે? ચિંતા કર. હું ડોક્ટર સાહેબ ને સારી પેઠે ઓળખું છું

ડોક્ટર સાહેબ આછું હસ્યા અને ડોકી હલાવી.

ગંગધારે પોતાની મૂંઝવણ છુપાવવા જતાં પાણીના ગ્લાસ ને હાથ લાગી ગયો, ગ્લાસ ફૂટી ગયો  અને અણઘડતા નું પ્રદર્શન થઇ ગયું.

કઈ વાંધો નહિ તમે આગળ ચાલો સરકહીને ડૉક્ટર સાહેબે ઘંટી મારીને ટેબલ સાફ કરવા ચપરાશી ને બોલાવ્યો.

પેશન્ટ નેસરકહીને જરા રિલેક્સડ મૂડ માં લાવવા પ્રયત્ન કર્યો.

ડોક્ટ મને કોઈ મારી નાખવા માગે છે.” ગંગાધર  ગળું ખોંખારી ને ઉતાવળ માં બોલી ઉઠ્યો, સાથે એણે પ્રાજક્તા તરફ નજર કરીને સંમતિ લઇ લીધી.

અરે તમારા  જેવા સદ્ગૃહસ્થ ને મારી નાખવામાં કોને રસ હોય? મને બધી માંડી ને વાત કરો, ગંગાધરજી

 

અહીં આપણો રહસ્ય કથા લેખક બિમલ અટક્યો અને  કપાળ પરથી પરસેવો લૂછ્યો. દહિસર માં આવેલો એનો નાનકડો રૂમ બંધિયાર અને ગરમ હતો.

એકલો રહેતો હતો. એના ફેમિલી વિષે આજુબાજુના લોકો ને કાંઈ ખબર નહતી. લોકો ને માટે તો બિમલ પોતેજ એક રહસ્યમય તરંગી માણસ હતો જે ઘણી વાર એકલો એકલો હસતો અને કોઈ વાર પોતાની સાથે વાતો કરતો.

વાર્તાઓ લખવા માટે હંમેશા લોકો નું નિરીક્ષણ કર્યે રાખતો. સામે ના એપાર્ટમેન્ટ માં રહેતો રત્નાકર એને પોતાની આગલી વાર્તા ના પાત્ર  માટે બરાબર બંધબેસતો લાગ્યો.

બેઠી દડી ના રત્નાકર ના કપાળ પર કાયમ કરચલીઓ દેખાતી રહેતી. એના એપાર્ટમેન્ટ ની બારી બિમલ નાક્રિશના પાર્ક  ની બરાબર સામે પડતી હતી. બિમલ ના પ્રકાશક અપૂર્વ જોશીની ઓફિસ પણ ચર્નીરોડ હતી એટલે કોઈ વાર લોકલમાં રત્નાકર  સાથે થઇ જતો. રત્નાકર સ્ટેશન થી પાંચ મિનિટ દૂર આવેલી એક સરકારી ઓફિસ માં ક્લાર્ક તરીકે કામ કરતો. આમતો રત્નાકર બહુ વાતગરો   હતો પણ બિમલ સાથે જરા છૂટ થી કરતો.

રોજના લોકલ ગાડી ની મુસાફરી થી તે ખૂબ કંટાળી જતો. બિચારો સેકન્ડ કલાસ માં આવજા કરતો એટલે લગભગ હંમેશા એને ભાગે ડબ્બા ના પાટિયા પર આખે રસ્તે મુસાફરી કરવાનું આવતું. “બળી જીન્દગી ઘણી વાર કોષતો. ઓફિસ માં પણ કેટલા બોસ ને ખુશ કરવાના જે પાછા દર બે ત્રણ વર્ષે બદલાયા કરે.

અધૂરા માં પૂરું ડાયાબિટીસ નો દર્દી હતો. સુનિતા જેવી સુંદર પત્ની ને પામીને તો ખુશ હતો પણ કાયમ માટે એમ વિચારતો કે તેને જીન્દગી માં ખુશ કરી શક્યો.   

સોસાયટી ના એક ફંક્શન માં રત્નાકરે સુનિતા ની ઓળખાણ બિમલ સાથે કરાવી ત્યારથી બસ બિમલ ના મનમાં સુનિતા વસી ગઈ હતી. બિમલ ની નીરસ જિંદગીમાં જાણે કૂપળો ફૂટી.

રત્નાકર જેવા ડફોળ ને ભાગે સુનીતા જેવી સ્ત્રી આવી પણ એક વિચિત્રતા હતી ને?” બિમલ વિચારતો પણ વિચારવા ઉપરાંત બીજું કાઈં કરી શકવાની હિમ્મત બતાવી શકે એમ હતું નહિ. એટલે નવરાશ ની પળોમાં સુનીતા વિષે ના વિચારો કરી ને fantasy માં મસ્ત રહેતો.

બિમલ બક્ષીએ ફરી પાછી  પોતાની વાર્તા આગળ વધાવી:

લગભગ એક વકીલ ની અદા થી પ્રાજક્તાએ ફરી પાછું ઝમ્પલાવ્યુંટૂંકાણમાં, ડોક્ટર મારા પતિ રોજ રોજ ની લોકલ ગાડી ની મુસાફરી થી અને ઓફિસ ના કામ થી સખત કંટાળી ગયા છે. એમનું મન હવે સહન નથી કરી શકતુંડોક્ટર સાહેબ ને શબ્દો રૂપા ની ઘંટડી જેવા લાગ્યા. ચાલો જરા વધુ સાંભળું, ઊંડો શ્વાસ લઈને તો હવે?”

રોજ આવીને થાકી જાય છે અને ભર ઊંઘમાંથી અચાનક જાગી જઈને બૂમ મારે છે કેઅરે હું પડી જઈશ, કોઈ મને બચાવો, મારો હાથ પકડમાંથી સરકી જશે  પ્રાજક્તાએ ની આંખમાં એક ચમક હતી, ચિંતા નહિ. ડોક્ટર તો લગભગ ચમક થી અંજાઈ જઈને એના ચહેરા ને પી રહ્યો.

હવે હું શું કરું? એમને સાંત્વન આપું કે તો એક સપનું છે, મુઠ્ઠીઓ ઢીલી કરી નાખો, ચિંતા છોડો અને સુઈ જાઓ“.

ડોક્ટર થી વ્યંગ માં પૂરું કર્યા વગર રહેવાયું નહિ.અને પછી તમે બંને જણા પાછા સુઈ જાઓ, બરાબર?” બંને’ શબ્દ પર મુકેલા ભાર ને પ્રાજક્તા વાગોળી રહી.

હા બરાબર, ડોક્ટર.જાણે ખરાબ સપના માંથી હમણાજ જાગ્યો હોય તેમ શ્રમિત અને  ભોળો  ગંગાધર આખરે બોલ્યો.

રાતના અગિયારેક થવા આવ્યા એટલે બિમલે લખવાનું બંધ કર્યું. વાર્તા લખતાં એનું મન સુનિતાને યાદ કરીને આવેશ માં આંખ સામે જોવા માંડ્યુંજો પેલો રત્નાકર સુનિતા ની લગોલગ અત્યારે સૂતેલો હશે. છી છી આવા છે મારા વિચાર! પણ બીજી કઈ રીતે હું સુનીતા ને પામું? હે માં કાલી”.

સાહિત્ય સર્જન કરતાં કરતાં નવી વાર્તા લખો એટલે મનમાંહું ઈશ્વર કરતાં કાંઈ કમ નથી એવો વિચાર આવે. જેમ ફાવે તેમ પાત્રો પેદા કરો, એને મન ગમતો રંગ આપો અને બે ચાર પાત્રો સાથે જીન્દગી જીવાડો. હવે કોઈ પાત્ર ને નાઇન્સાફી થાય તો થાય, મારી, એટલે કે ઈશ્વર ની મરજી!”

રત્નાકર ને કાંઈ સારું નરસું થઇ જાય અને પછી સુનિતા ને હું…?” ભીષણ ગંદા વિચાર છે તારા, બિમલ.

“Whatever will be, will be, que sera sera… the future’s not ours to see”, બિમલ ગણગણ્યો.

હું મારી વાર્તા નો ઈશ્વર. હું તો ફાવે તેમ સ્ટોરી બનાવી શકું ને? મારા જીવન માં પણ મારી વાર્તા જેવું થઇ જાય તો? તો રત્નાકર ના પણ એજ હાલ થાય જે હું ગંગાધરના કરવાનો છું કે પછી કરી શકું.

રત્નાકર વળી ડાયાબિટીસ નો દર્દી છે. ગાડી ના પાટિયા ઉપર એક પગ લટકતો રાખીંને મુસાફરી કરતાં જો એને હાઇપોગ્લેસેમિયા નો એટેક આવે તો શું થાય?

અરે આવા ગુંડા જેવા વિચાર થાય, બધું તો ઈશ્વર ના હાથ માં છે. પણ મારી વાર્તા માટે તો હું ઈશ્વર નથી?

આમ લખતાં લખતાં રાત ના બાર વાગ્યા. બિમલ ની આંખ ઘડી ઘડી મીંચાવા લાગી. એણે લેપટોપ બંધ કર્યું અને એના અસ્તવ્યસ્ત ખાટલા પર લંબાવ્યું. થોડી વાર માં ઘસઘસાટ ઊંઘી ગયો અને નસકોરાં બોલાવવા લાગ્યો…

સપનામાંચર્ની રોડ સ્ટેશન પર રત્નાકર એની સાથે છે અને બંને ચર્ચગેટ થી આવતી લોકલ ની રાહ જોતા પ્લેટફોર્મ પર ઉભા છીયે. અરે પણ રત્નાકર ની બાજુમાં સુંદર સ્ત્રી કોણ છે? બિમલ તરફ એક લોભામણું સ્મિત કરીને સ્ત્રી રત્નાકર ને રેલવે ના સ્ટોલ પર ખેંચી ગઈ અને બિસ્કિટ નું એક પેકેટ લીધુંવળી કદાચ રસ્તામાં જરૂરત પડી જાય તોઆહા!

પણ ઊભા રહો. સ્ત્રી રત્નાકર ને છોડી ને મારી સાથે કેમ થઇ ગઈ? શું મારી સાથે ગાડી માં ચઢશે? છી છી. પાપ લાગશે.

રત્નાકર એકદમ ઢીલો લાગે છે, બિલકુલ ફિક્કો અને મને અને પેલી સ્ત્રી ને કઈંક કહેવા મથે છે. શું અમારી મદદ માગે છે? લોકલ તો આવી. અમે બે ફટાફટ બાજુના ફર્સ્ટ ક્લાસ માં ચડી જઈએ છે અને બિચારો રત્નાકર હાંફતો હાંફતો દોડી ને જેમ તેમ સેકન્ડ ક્લાસ નો ડબ્બો પકડે છે. એના હાથમાં ફક્ત એક સ્ટીલ નો થાંભલો આવે છે પણ દોડા દોડી માં એના હાથમાંથી પેલું બિસ્કિટ નું પેકેટ પડી જાય છે પ્લેટફોર્મ પર. નજારો જોઈને મારી સાથી પેલી સ્ત્રી અને  હું,  બન્ને ખડખડાટ હસીએ છીએ.

ગાડી સ્પીડ પકડે છેગ્રાન્ટ રોડ, બોમ્બે સેન્ટ્રલલટકતો રત્નાકરહસતા અમે બે. અરે કોઈ પડી ગયું, ચેન ખેંચો, કોઈ ગાડી માંથી પડી ગયું… આટલી બધી ગીર્દી માં કોણ કોને સાંભળે? એવા તો કેટલાય મારતા હશે રોજ. છૂટ્યા ઘટમાળ માંથી. અમે બે તો છૂટયા રત્નાકર ની જંજાળ માંથી; પહોંચી ગયા અમારા ઘરે, ફૂલો થી શણગારેલા પલંગ પર

Whatever will be will be, the future’s not ours to see , que sera sera…

ધામ દઈને બિમલ ખાટલા પરથી નીચે પટકાયો. શરીરે પરસેવો વળી ગયો.સાલું ખરું સપનું આવી ગયું,” બિમલ બબડ્યો. અરે આજે તો મારે અપૂર્વ જોશી ને મળવા જવાનું છે.

જલ્દી જલ્દી તૈયાર થઇ ને બાકીની સ્ટોરી પતાવવા બેસી ગયો:

ગંગાધરજી તમને ખરેખર કોઈ પ્રોબ્લેમ નથી. નોકરી નું ટેન્શન છે બસ. અને હા, પ્રજાકતા, તમે બહુ સરસ રીતે બધું સંભાળી લ્યો છો.હું એક ગોળી લખી આપું છું જે દિવસ માં બે વાર લેવાની છે. આનાથી તમારા ભયજનક સપનાઓ ધીમે ધીમે ઓછા થતી જશે. લ્યો, મારી પાસે એક સ્ટ્રીપ છે, કોઈ એમ. આર. ફ્રી આપી ગયો છે તે તમને કામ લાગશે. એક ગોળી હમણાં લઇ લ્યો ને?

બીજી એક વાત, જયારે આવું સપનું આવે ત્યારે શાંત રહેવું અને પ્રાજક્તા કહે છે તેમ હાથ પગ એકદમ ઢીલા કરી નાખવા, એકદમ શાંત, શાંત. યાદ રાખવું કે તો એક સપનું છે, સમજ્યા?”

ડોક્ટર સાહેબ હું બધી સલાહ યાદ રાખીશ અને ગોળીઓ પણ નિયમિત લઈશ.” એક કહયાગરા સ્કૂલબોય ની જેમ  બોલીને ડોક્ટરે ધરેલી એક અજાણી ગોળી ગંગાધર ગળી ગયો. ડોક્ટરે એક હાથ પ્રાજક્તા ની પીઠ પર કઈંક વધારે પડતા લાંબા સમય સુધી મૂકી રાખ્યો અને બીજે હાથે ગંગાધરની પીઠ થપથપાવી.

બેઉ ડોક્ટર ની ક્લિનિક માંથી બહાર નીકળ્યા ત્યારે પ્રાજક્તા કોઈ જૂનું હિન્દી ફિલ્મ ગીત ગણગણતી હતી જયારે ગંગાધર ના મન માં એક મૂંઝવતો સવાલઆટલે દૂર છેક ગિરગામ શું કામ આવ્યા?

લોકો સ્ટેશન પર આવ્યા તયાં સુધીમાં સાડા પાંચ વાગી ગયા હતા અને ગાડીઓમાં ભીડ પુષ્કળ થવા લાગી હતી.

થાકેલો ગંગાધર વિચારતો હતો કે ગીર્દી માં પ્રજાકતા ને કેવી રીતે લઇ જઈશ? લેડિઝ ના ડબ્બા માં? ના ના. મારી સાથેજ આવશે. એના પગ લથડતા હતા. “ગાડી ની મુસાફરી પહેલા મારે ગોળી લેવા જેવી નહતી.” પ્રાજક્તા ને લેડીસ ના સ્પેસીઅલ ડબ્બામાં ઠીક રહેશે પણ એને એકલી જવા દેવામાં મન માનતું ના હતું.

સ્ટોરી લખતાં મોડું થઇ ગયું તેનું ભાન રહયું અને 8 વાગી ગયા. આજે તો રત્નાકર સાથે ચર્નીરોડ જવાનું હતું. નિત્ય કર્મો જલ્દી જલ્દી પતાવીને તૈયાર થઇ ગયો અને રત્નાકર ને ફોન જોડ્યો.

कस काय रत्ना, मी  आता  येण्या  साठी  तयार  आहे. what about you ?” સામેથી સુનિતા નો મધ મીઠો  અવાજ આવ્યો જરા હમણાં નાહીને નીકળ્યા, કહે છે કે તમને બરાબર  સવા નવ વાગે નીચે મળશે. અને હા બિમલજી તમે આજે આપણા સોસાયટી ના સાંજના પ્રોગ્રામ માં તો આવવાના ને?”    

હા હા કેમ નહિ? તમે હો અને હું આવું એવું બને?” બિમલ થી બોલતાં બોલાઈ ગયું પણ જવાબ માં છુપાયેલી છૂટછાટ પોતાને જરા ખટકી. “સુનિતા ને અણસાર તો નહિ આવ્યો હોય ને? આવ્યો હોય તોય શું? Whatever will be, will be… અહોહો, પાછલી રાત નું ઘેલું સપનું! માં કાલી મને માફ કર.”

ખરેખર બિમલને આજે પ્રકાશક ને ત્યાં જવાનું કાંઈ કોઈ પ્રયોજન હતું પણ પછી થયું કે લાવ એર કન્ડીશંડ ઓફિસ માં બેસી ને પેલી સ્ટોરી પૂરી કરી નાખું.

એટલામાં રત્નાકર દેખાયો અને બેઉ રીક્ષા માં ઉપાડયા દહિસર સ્ટેશન.

દાદા આજે તમે કઇંક થાકેલા દેખાઓ છોરીક્ષા ઊભી રહી એટલે એન્જિન ના કાન ફાડી નાખે એવા અવાજ વચ્ચે બિમલે રત્નાકર ને પૂછયું . ઘણા બારે માસ બીમાર માણસોને કોઈ વારંવાર તબિયત વિષે પૂછે તે બહુ ગમતું હોય છે.

અરે શું કરું? કાલે મોતીચૂર લાડુ જરા વધારે પડતા ખવાઈ ગયા એટલે sugar high થઇ ગઈ. Exhaust ની ઝેરીલી હવા થી બચવા મોઢું રૂમાલ થી ઢાંકતાં રત્નાકર બોલ્યો.

બેઉ બેસી ગયા એટલે રસ્તા પરના બીજા વાહનો ને ગાળા ગાળી કરતાં ડ્રાઇવરે રીક્ષા મારી મૂકી.

અરે આવી જિંદગી અમારી? ગંદા કીચડ વાળા રસ્તાઓ; રેલવેના પાટા ઓળંગીને સામેના પ્લેટફોર્મ તરફ દોડ લગાવવી; રેલવેના સ્ટોલ પાસે ગોકીરો કરતા માણસો; વડા પાવ તળાવાની વાસ; આખી માણસાઈ કાન આગળ મોબાઈલ ખોસીને વાત કે ગાયનોના સંગીત માં વ્યસ્ત; એક પછી એક સામેના પ્લેટફોર્મ પરથી ગાડીઓનું ધસમસવું; ચાલુ ગાડીએ દરવાજા માં ઊભેલા તોફાની છોકરાઓ ની બાજુ ઊભેલી છોકરીઓની ગંદી મસ્તી; — સ્વપ્ન નગરી? બિમલે નાકનું ટેરવું ચઢાવ્યું અને પોતાની ગંગાધર વાળી સ્ટોરીને પતાવવા ના વિચારોમાં મન પરોવ્યું.

દેખીતી રીતે થાકેલો રત્નાકર ઊભા ઊભા ઝોકું ખાઈ લેતોનજીકમાં ઊભેલા એક ઊંચા પુરુષના એક ખભા પાર માથું ઢાળીને. પેલા પુરુષના બીજા ખભા સાથે ચસોચસ અડીને એક નાજુક છોકરી ઊભી ઊભી વાતોમાં પરોવાયેલી હતી.

ચર્ની રોડ સ્ટેશન આવ્યું એટલે રોજની જેમ બંને ચાલુ ગાડીએજ ઉતરી પડયા અને ગાડીની ઝડપ સાથે ઉતરીને પ્લેટફોર્મ પર દોટ મૂકી છેક સ્ટેશન ની બહાર દરવાજા સુધી.

बर, आता आपण  पुन्हा  केव्हवा भेटू?  બિમલે પૂછયું.

बस , मी  फोन  करतो, पाच  वास्ता,” રત્નાકર નો થાકેલો અવાજ બિમલના કાને પડ્યો.

બિમલ તરતજ રીક્ષા કરીને પ્રકાશક ની ઓફિસે પહોંચ્યો અને એક ખાલી ખુરશી પર ગોઠવાયો. એના આગમન ની કોઈએ નોંધ લીધી હોય એવું લાગ્યું નહિ. અપૂર્વ જોશી હજી આવ્યા નહતા. સેન્ડવીચ અને એક કટિંગ ચાય ઓર્ડર કરીને એણે લખવા માંડ્યું.

ધસમસતી ગાડી પ્લેટફોર્મ પર દાખલ થઇ. પ્રાજક્તાએ ગંગાધરને હાથ આપ્યો. ગાડી પકડવા સખત ધસારો હતો. જેમ તેમ કરીને બંને અંદર તો ઘૂસ્યા પણ દરવાજા થી બહુ અંદર આગળ વધી શક્યા. ચપળ પ્રાજક્તા જરા અંદર જઈ શકી. ગાડીએ ઝડપ પકડી. ગંગાધર પરાજકતાનો હાથ પકડી ને લટકતો રહ્યો. વિચિત્ર ગોળીની અસર હેઠળ ગંગાધર બેહોશ થવા લાગ્યો, પ્રાજક્તાએ એની પકડ કોઈ જુએ તેમ ઢીલી કરવા માંડી.

અરે પ્રાજ…ગંગાધારે ડચકાં ખાધાં પણ ભીડ માં એનો અવાજ કોઈએ સાંભળ્યો નહિ.

ડરીશ નહિ, ગંગા.. તો સપનું છે, તું તારે હાથ ઢીલા કરી દે.” કપટી સ્ત્રી ફક્ત ગંગાધર સાંભળે રીતે બોલી.

, ઓ…ધમ.. ખેલ ખતમ.

ક્ષણે બિમલ નો અંતરાત્મા જાગ્યો. હું ઈશ્વર સ્ટોરી માટે તો. પ્રાજકતા હાથ છોડી દે કે પછી ભારતીય નારી ની જેમ એની અંદર નો ઈશ્વર એને પોતાની ફરજ યાદ અપાવે અને એના પતિદેવ ને અંદર ખેંચી લે? તારી લખેલી સ્ટોરી છે કે તારા મન નું પ્રતિબિંબ? શું તારે રત્નાકર ને પણ આમજ મોત ને ઘાટ ઉતારી દેવો છે? તો પાપ કહેવાય, બિમલ. તું કદી સુનિતા ને પામવા નો નથી. તારા મન નો વહેમ છે. હે માં કાલી…

લ્યો બિમલ જી, ચોકલેટ. આપણા જોશી સાહેબ નો આજે બર્થડે છે. નાસ્તા ની પ્લેટ પણ આવે છે. પરફ્યુમ થી મહેકતી અપૂર્વ જોશી ની સેક્રેટરી બાજુમાં આવીને હસી રહી હતી. બિમલ ની વિચાર ધારા તૂટી.

વિચારો ના ઝંઝાવાત માં બિમલે સાંભળ્યુંન સાંભળ્યું કરીને ચોકલેટ ને યંત્રવત ખીસા માં મૂકીને સેક્રેટરી ને લહેરાતી જતી જોઈ રહ્યો.

ઘડિયાળ પોણા પાંચ નો સમય બતાવી રહયું હતું એટલે સફાળું લખવાનું બંધ કરીને  ઊભો થયો. સુનિતા કહયું હતું કે મોડા પડતા. હજી રત્નાકર નો ફોન કેમ આવ્યો? સ્ટોરી તો પછી પતાવીશ પણ સાંજ ની મુલાકાત એળે જાય.

બધો સરંજામ એકઠો કરીને લિફ્ટ માં સડસડાટ નીચે ઉતારી ગયો. જુના જમાના ની લિફ્ટ નો દરવાજો જલ્દી થી ખુલ્યો નહિ. ખૂબ ઠોકયું પણ દરવાજો ખુલ્યો તે ખૂલ્યો. સપડાયેલા પ્રાણી ની જેમ હવે તો સબૂરી રાખ્યે છૂટકો અને બહાર થી કોઈ આવીને ખોલે ત્યારે ખરું. ઓફિસ છૂટવા ને હજી થોડી વાર હતી એટલે જલ્દી થી કોઈ ફરકતું હતું.

પાંચ ને ટકોરે એક પ્રૌઢ સજ્જન પહેલે માળે થી ધીમે ધીમે ઉતારતા દેખાયા. એમને ઈશારો કરતાં નજીક આવ્યા. રોજ કરતા હશે એમ કાઇંક ટ્રીક કરીને એમણે લિફ્ટ નો દરવાજો ખોલી નાખ્યો. ઉતાવળે આભાર વ્યક્ત કરીને બિમલ બહાર ભાગ્યો અને એક રીક્ષા ને હાથ કરીને બેસી ગયો. રીક્ષા માં આગળથી બેઠેલા બે જણે જરા જરા ખસી ને એને જગ્યા કરી આપી.

સ્ટેશન આવ્યું એટલે બિમલે પૈસા ચૂકવીને રીતસર દોટ મૂકી. પણ હજી રત્નાકર કેમ દેખાયો નહિ? મોડું થશે તો સુનિતા ને કેવું લાગશે? સવારે તો નાજુક લાગતો હતો. એની તબિયત તો બગડી નહિ હોય ને? ફોન પણ કર્યો. બિમલે એને ફોન કરવા મોબાઈલ ફોન કાઢ્યો પણ પછી થયું કે કદાચ આટલા બધા અવાજ માં નહિ સાંભળે.

જો કે હજી થોડો સમય હતો ગાડી આવવાને.

બિમલ ના મન માં ફરી પાછું પેલું તુમુલ યુદ્ધ શરુ થઇ ગયું.

ગંગાધર ને મરવા દઉં કે પ્રાજક્તા દ્વારા બચાવી લઉં?  ગંગાધર જો ગાડી તળે ઈશ્વર નો પ્યારો થઇ જાય તો પેલા બિચારા પ્રેમ પંખીડાં ભેગાં થઇ જાય. આવું તો  સ્ટોરી માં લખવાનું પણ પાપ લાગે? મરવા દઉં? બચાવું? મરવા દઉં? બચાવું? મરવા દઉં? બચાવું?…

ઊભો રત્નાકર! ખાસ્સો બીમાર લાગતો હતો અત્યારે. ચાલવાની પણ જાણે તકલીફ પડતી હતી.

અરે શું કહું, બિમલ. આજે તો બહુ વ્યસ્ત દિવસ રહ્યો. ખાવા નો પણ પૂરતો સમય મળ્યો. સાંજનો નાસ્તો ખાવાના ફાંફા હતા. કાંઈ નહિ ચાલો આપણે સ્ટોલ પરથી એકાદ બિસ્કિટ કે એવું લઇ લઈએ. “રત્નાકર ના અવાજ માં જરાપણ જોમ હતું. બેઉ અંદર સરક્યા.

એક મિનિટ માં ગાડી આવી જશે.

અચાનક રત્નાકર નો ફોન રણક્યો. ફટાક દઈને રત્નાકરે ફોન કાઢ્યો, જોયું તો સુનિતા!

हो  हो , मी  येतोय . मी  निगालो  आहे . तू  काळजी  करू  नको. Function सुरू  होण्या  पूर्वी  नक्की  पोचून  जाईन. बिमल  पण  माझा  बरोबरच   आहे.  चल.” કહીને રત્નાકરે ફોન ગજવામાં સેરવ્યો.

બેઉ જણા દોડયા. ગાડી લગભગ આવી ગઈ. સ્ટોલ પર રોકાવાનો સમય નહતો. હંમેશ મુજબ, 1st અને 2nd કલાસ નો કમ્બાઇન્ડ ડબ્બોજેમાં બે કલાસ વચ્ચે ફક્ત એક મેટલ ની જાળી હોય આવ્યો. બિમલ તો આસાનીથી એના 1st કલાસ માં ચડી ગયો પણ બાજુના 2nd કલાસ માં ચડતાં રત્નાકર ને જંગ ખેલવો પડ્યો. ગાડી ચાલુ થઇ ગઈ ત્યાં સુધીમાં રત્નાકર હેન્ડ રેલ ને પકડીને લટકી રહેવા માં સફળ થયો.

બિમલે જોયું. આમ અડધો કલાક કેવી રીતે લટકી રહેશે? ખરાબ તબિયત ને લીધે જો પડ્યો બડયો તો? બિમલ ને ગઈ કાલ નું સપનું યાદ આવી ગયું. એક લખલખું જેવું આવી ગયું. જો કે આજે સુનિતા સપના મુજબ સાથે હતી. તો ક્યાં હતી?  તો ઘેર રાહ જોતી બેઠી હશે – “કોની રાહ? રત્નાકર ની કે પછી મારી?”

ગાડી ફૂલ સ્પીડ પકડી.

બિમલ ને જાળી માંથી બધું ચોકખું દેખાતું હતું. રત્નાકર ની હાલત કફોડી હતી. આજુબાજુના માણસો બૂમ પાડવા લાગ્યા. “અરે ખસો ખસો, જલ્દી ખસો. માણસ પડી જશે. કેવા લોકો છો તમે લોકો?

બિમલ બેબાકળો બની ગયો. રત્નાકર ને હવે બોલવાનું સાનભાન હતું. બિમલ વગર કોઈને ખબર હતી કે રત્નાકર ને શું પ્રોબ્લેમ હતો. જો કાંઈ ગળી વસ્તુ મળી જાયપણ સ્ટોલ પરથી લેવાનો સમય હતો. હવે?

મારી સ્ટોરી  ની જેમ, આને બેભાન રહેવા દઈને  ને મરવા દઉં? ગાડી  ફાસ્ટ હતી. હજી ગંગાધર ને મરવા દઉં કે નહિ એની ગડમથલ ચાલતી હતી ત્યાં આ!

જો ગયો તો એક એક્સીડંટ કેસ માં ખપી જશે. અને પછી બિમલ ની લાઈન ક્લીઅર!

Whatever will be will NOT be.

બિમલે પોતાના ગજવા માંથી લગભગ ભુલાઈ ગયેલી ચોકલેટ કાઢી અને જાળી માંથી માણસો ને ધરીલ્યો લ્યો. હું એને ઓળખું છું. એને ગળી વસ્તુ આપો એટલે સ્વસ્થ થશે“.

ઈશ્વર આખરે જીત્યો. બિમલેકામઉપર વિજય મેળવ્યો. પાપી વિચારો ઉપર વિજય મેળવ્યો. શું પોતાની સ્ટોરી નો end બદલશે? શું ગંગાધર પણ બચી જશે? પ્રાજકતા ના હૃદય માં રહેલો ઈશ્વર પણ જાગશે?

હવે ગંગાધરના એક્સિડેન્ટલ મૃત્યુ ની કોઈ ડિટેકટિવ દ્વારા તપાસ નહિ કરાવવી પડે? પ્રાજકતા અને ડોક્ટર ચૌધરીને ગિરફ્તાર નહિ કરવા પડે?

સોસાયટીનો સમી સાંજનો પ્રોગ્રામ ગીતો અને સંગીત થી ગૂંજી ઉઠ્યો.

સર્વ શક્તિમાન ઈશ્વર મૂછમાં હસ્યો.


3 thoughts on “મુંબઈ લોકલમાં ખૂન… અને ઈશ્વર ની મરજી

Leave a Reply