અરે સાંભળો છો? હું બદલાઈ રહ્યો છું

ભલા માણસ, કોઈ ગેર સમજ થાય તમને

ઉમર મને ખાઈ નથી ગઈ

હું ઉમર ને પચાવી ગયો છું

હિમ્મત થી કદમ માંડતો હું

બે સાબૂત આંખો હજી કહે

વિશ્વ કેટલું સુંદર છે?

પ્રસારેલા મારા હાથ આવકારે

આવનાર સમય ને, કેટલાં વર્ષો?

હવે કોને પડી છે એની?

અરે સાંભળો છો? હું બદલાઈ રહ્યો છું

વર્ષો થી સંઘરેલી ગ્રંથિઓને ફગાવું

તાજી હવા થી જીવન ભરી દઉં

દૈવી રાગિણીઓ અનુભવું

આવતા જતા સર્વે ને કહું કે

તમારું ભાગ્ય તમે જાતેજ લખી  શકો છો


2 thoughts on “અરે સાંભળો છો? હું બદલાઈ રહ્યો છું

  1. વાહ…ખુમારી…👍

    મારી એવી એક રચના🙏

    વૃદ્ધત્વ એ આંખ મીચકારી
    કયોઁ ઈશારો
    લે હુ આવ્યો જ સમજ
    મેં સામેથી મારી સીસોટી
    આવવુ હોય ત્યારે આવ..
    હું તો રહીશ એવી ને એવી.
    …લતા…’વેલ’

Leave a Reply