હવે આ ઉંમરે?

હવે આ ઉંમરે?

બોલિવૂડ નું એક જૂનું ગીત યાદ આવી ગયું

गुजरिआ कटती जाए रे
उमरिया घटती जाए रे
काम कठन है जीवन थोड़ा
काम कठन है रे
काम कठन है जीवन थोड़ा
पगला मन घबराये

ગીત માં બેશક દર્દ છે, વાસ્તવિકતા છે
જો કે વધતી ઉમર સાથે એવું જરૂરી નથી કે માણસ ની બધી ઇન્દ્રિયો એકી સાથે નબળી પાડવા માંડે
કોઈક ના કાન, તો કોઈક ના પગ તો વળી કોઈક ની આંખ તો કોઈક ના (કે પછી ઘણાના) બીજા કૈં કેટલા અંગો નબળા ….. હવે વાત ને અહીં અટકાવીએ!
મજા ત્યારે આવે છે જ્યારે ધોળા વાળ ને જોતાં સાથે જુવાન / પ્રૌઢ માણસો એમને એક લાકડીએ હાંકે છે.
ધોળા વાળ જોયા નથી ને ડોસાને સર્વ રીતે બેહાલ (ડોસા ને અનુરૂપ સર્વ ગુણ સંપન્ન) માની બેસે છે.
જેમ કે:
કાકા / દાદા નું સાંભળવા નું કમજોર હશે .
એમને નવી ટેક્નોલોજી માં તો કશી સમજણ નહિ પડતી હોય.
ચાલવા માં પણ ઘૂંટણ ની તકલીફ તો હશે હશે ને હશે .
આંખે સરખું દેખાતું તો નહિ હોય.
અમારે બધાજ વાક્યો એકથી વધારે વાર દોહરાવવા પડશે.

રસ્તે વ્યવસ્થિત ચાલતી મોટી ઉમર ની વ્યક્તિ ને જોતાં કાકા, જરા જોઈને ચાલોઅને પછે બીજા સાંભળે તેમ કોમેન્ટ કરે ઉંમરે શું કામ ખુલ્લા રસ્તા પર એકલા નીકળી પડતા હશે? એનાફેમિલીવાળા પણ ખરા છેને? શું કળજગ આવ્યો છે, હરિ હરિ હરિ

એક વખત કોઈ સરકારી ઓફિસ માં એક ફોર્મ ભરવાનું હતું. ત્યાંના મેનેજરે તરત પરખાવ્યુંએય કાકા, તો ઓન લાઈન ભરવાનું ફોર્મ છે, તમને નહીં આવડે. તમારાસનને કહેજો એટલે ભરી આપશે
લ્યો કરો વાત! મારે તો કોઈ સન નથી પણ મને બધું આવડે છે ભાઈ!
ઓહો, એમ છે? બહુ સરસ. કાકા કેટલાં થયાં?
જાણે કે અમુક ઉંમરે નવી ટેક્નોલોજી સમજવાની શક્તિ તદ્દન ક્ષીણ થઇ જતી હોય?

સીનીઅર સીટીઝન ને વિવેક થી મદદ કરવા ની તૈયારી બતાવ વા ને બદલે ડગલે ને પગલે મજાક માં અપમાન જનક બોલવું અને આજુબાજુ ના દોસ્તારો ને મજા કરવાવી.

મારો પ્રથમ તરંગ પર શાસ્ત્રીય સંગીત ને પ્રોગ્રામ સંપન્ન થયા બાદ, આભાર વિધિ માંરાજન ભાઈ ઉંમરેપણ રિયાઝ કરે છે!”
ઉંમરે?


5 thoughts on “હવે આ ઉંમરે?

  1. બહુ સરસ લેખ. મઝા આવી ગઇ.
    સરપે બુઢાપા હૈ મગર દિલતો જવાં હૈ!

    1. Thanks for your quick comment. It is claimed that our Indian culture promotes respect for the elders but in reality it is only observed for family elders.

  2. They say age is just a number! But the world has different expectations about what the seniors should and shouldn’t do. I have seen quite a few seniors also derating their capability.
    At our ‘age’, I am glad to see that most of our classmates are physically and mentally active and up to date with technology.
    Sorry, my new Smartphone doesn’t allow me to composure in Gujarati.

  3. મસ્ત લેખ…લોકોની માનસિકતા એવી હોય છે કે વ્યક્તિની ઉંમર પ્રમાણે જ એનાં વિશે વિચારે.

  4. Well, I think it’s not about the old people, it’s about them who have not been to this phase of wisdom and maturity. Those who cannot respect others’ old age eventually may end up themselves as useless oldies in future.
    The ancient varnashram system too was confusing….sanyastashram and vaanprasthashram seem forcefully inflicting retirement from worldly active life.

Leave a Reply