આખરી ટ્રામ સફર

 

માર્ચ ૩૧, ૧૯૬૪. ભરત આજે ઘણો દુઃખી હતો. એની મોટી  બહેન ખબર લાવી કે દિવસે કિંગ્સ સર્કલ થી દાદર ટી ટી વચ્ચે છેલ્લી ટ્રામ દોડશે. કપોળ નિવાસના પહેલા માળની બારીમાંથી રોજ ટ્રામને આવતી જતી જોવાની એક અજબ મઝા હતી. સ્કુલે જતાં, આવતાં, અનેક વખત ટ્રામને થન થન કરતી મંથર  ગતિએ જતી જોઈ રહેતો. અરે ટ્રામ ના કેટલાક ચાલકો તો એના દોસ્ત થઇ ગયા હતા. જાણે ટ્રામ એના જીવનનો એક હિસ્સો થઇ ગઈ હતી.

નીચે બે બિલ્ડીંગ ની વચ્ચે બેટ બોલ રમતાં ઘણી વાર બોલ પકડવા જતો ત્યારે ટ્રામ સાથે નજીકથી મુલાકાત થઇ રહેતી.

ટ્રામ હવે બંધ  થઇ જશે?

કોઈક વાર મોકો મળતાં કિંગ્સ સર્કલ પહોંચી જતો અને ટર્મિનસ પર ટ્રામનું  મોઢૂં ફેરવવાનું દ્રશ્ય તો ખૂબ અદભૂત હતું. ટ્રામ દાદર ટી ટી થી આવે અને બધા પેસેન્જરો ઉતરી જાય એટલે કંડક્ટર સિસોટી વગાડીને ઉતરે અને ધીરે રહીને ટ્રામની ઉપરથી પેન્ટોગ્રાફને ખેંચીને છૂટો  કરે અને પછી કેબલનો બીજો છેડો  હાથમાં લઈને ધીરે ધીરે ચાલતો જઈને પાછો ઉપરના ઓવરહેડ વાયરોની સાથે સામેની બાજુએ ફિટ કરી દે ત્યાં સુધીમાં ટ્રામનું મોઢું ગોળ ફરીને ઉંધી સાઈડ થઇ ગયું  હોય. ઇલેક્ટ્રિક વાયરો છુટા પડે અને પાછા ભેગા થાય ત્યારે વીજળીના કડાકા જેવો અવાજ થાય અને તણખા પણ ઝરે જોવાની જે મઝા પડે!!

એની કોલેજીઅન મોટીબેને સમાચાર આપ્યા. ખરેખર?

એમાંય પ્રજાસત્તાક દિવસની રાતે તો કમાલની શણગારેલી ટ્રામ નીકળતી જેને કોણ જાણે કેમ પણઅમેરિકન ટ્રામકહેતા. એમાં બેસીને લાઈટોથી શણગારેલું મુંબઈ શહેર એક સ્વર્ગની ઝળાંહળાં થતી રમણીય નગરી જેવું દેખાતું.

બધું હવે લુપ્ત થઇ જશે?

મંગળવારનો દિવસ હતો અને આપણા ભરતભાઈએ  છેલ્લી ટ્રામમાં મુસાફરી કરવાનું નક્કી કરીજ રાખ્યું હતું.’એક વાર દાદર ટી ટી પહોંચું પછી ચાલતા ચાલતા પાછા કપોળ નિવાસ આવી જવાનું.’

એના ગોઠિયાઓને એના પ્લાન વિષે ખબર હતી. અધૂરામાં પૂરું સાંજે બધાએ એને પૂછયા વગર સામેના મકાન ની ટીમ સાથે એક મહત્વની ટેનિસ બોલ ની ક્રિકેટ મેચ રાખી હતી. ‘અરે જરા મને પૂછવું તો હતું, ગાંડાઓ.’ ભરત કપોળ નિવાસનો ડોન બ્રેડમેન ગણાતો એટલે એને માટે મેચ માંથી છટકવું અશક્ય હતું.

wall and ball

સાંજ પડી. બધા છોકરાઓ નીચે ભેગા થઇ ગયા. નરેશે બે હાથના ખોબાથી ભૂંગળું બનાવીને એને જોરથી બૂમ પાડી ભરત , અરે ભરત. શું કરે છે હજી. ચાલ નીચે આવ. મેચ શરુ થવાની છે.”

તમે લોકો રમો, મારી તબિયત બરાબર નથીકહીને ભરતે ગેલેરીમાં મોઢૂં  બતાવ્યા વગર સામે બૂમ મારી.

નરેશ ગાંજ્યો જાય એવો હતો. બબ્બે પગથીઆં કૂદાવતો ભરતના ફ્લેટમાં આવી પૂગ્યો. મુંબઈની પચરંગી પ્રજા માં પણ હજી દિવસના ટાઈમે ઘરના બારણા લોક રાખવાનું ક્લચર આવ્યું હતું.

અરે તને શું થયું છે. સાલા તું બરાબર ચકાચક દેખાય છે, ચાલ ચાલ હવેકરીને નરેશ એને બળજબરીથી હાથ પકડીને નીચે રમવા ખેંચી ગયો.

બિચારો ભરત. હવે તો ટ્રામ ની છેલ્લી રાઈડ ગઈ.

કપોળ નિવાસની ટીમ જબરી ગણાતી. જલ્દીથી હારતી નહીં. ભરત ટીમનું હુકમ નું પત્તું!

દાવ શરુ થયો. પહેલી બેટિંગ કપોળ નિવાસની. અમ્પાયર હંમેશા બેટિંગ સાઈડનો હોયચીલા ચાલુ રીતે. બોલિંગ ટીમ એલ બી ડબલ્યુની ગમે એટલે અપીલ કરે તો નોટ આઉટ આપવાનું એનું મુખ્ય કામ. આવી પરિસ્થિતિ આવે એટલે અમ્પાયર નોટ આઉટ જાહેર કરે કે તરત બોલિંગ ટીમઅમ્પાયર ચેન્જની માગણી કરે અને જે નવો આવે પણ બેટિંગ ટીમનો હોય અને એનું કામ પણ એજ!

આજે ભરતનું મન રમવામાં હતું. પેલી ટ્રામ!

ભરત બેટિંગમાં પહેલો આવ્યો પણ ઝીરો રન કરી આઉટ થઇ ગયોઆજે તો ભરતે ઉકાળ્યું. આખી ટીમ  57  રન માં ખખડી ગઈ. આજે તો નક્કી હારવાના, ભાઈ.

સામે વાળી ટીમ બેટિંગમાં આવી. ભરતે યુક્તિ કરીને પોતે છેક દૂર, ટ્રામના પાટાની નજીક ફિલ્ડિંગ પોઝિશનમાં ગોઠવાઈ ગયો. ટ્રામના આવવાનો ટાઈમ થવા લાગ્યો અને સામેની ટીમે ઝૂડવાનું શરુ કર્યું. ‘ચાલો સારું થયું. હવે મેચ જલ્દી પતી જશે,’ ભરતે વિચાર્યું

એકાએક સામેની ટીમની વિકેટો ટપો ટપ ખરવા લાગી.   58 રન નું  ટાર્ગેટ નજીક આવે ત્યાં સુધીમાં છેલ્લા બેટ્સમેન ને છોડતાં બધા આઉટ થઇ ગયા. થન થન કરતી ટ્રામનો અવાજ પણ નજીક આવતો ગયો.

સ્કોર  56  પહોંચ્યો , હવે બે રન જોઈએ.   છેલ્લા બેટ્સમેનને અચાનક ઉતાવળ આવી ગઈ અને જોરદાર ફટકો મારવા ગયો, ચૂક્યો અને રન બનાવવા દોડ્યો, બોલ પાછળ વિકેટ ની ગરજ સારતી દીવાલની સાઈડ માંકોલસા થી ચીતરેલી વિકેટથી  દૂરઅથડાઈ અને  રિબાઉન્ડ થઈને પાસે ઉભેલા ફિલ્ડરે તે લઈને બોલર તરફની રીતસરની (official proper)   વિકેટ તરફ ઘા કરીને ખેરવી. છેલ્લો બેટ્સમેન આઉટ! લોકો હાર્યા! પણ પેલો  બોલ તો ગબડતો ગબડતો મકાનની  બહાર નીકળી ગયો અને છેક ટ્રામના પાટામાં જઈને ભરાઈ ગયો.

હવે તો જીતી ગયા પણ બોલ ટ્રામ નીચે કચરાઈ જાય તો બધાએ ભરતી ( penalty ) ભરવી પડે. ભરત દોડ્યો, ટ્રામના પાટા સુધી. ટ્રામ પણ એકદમ નજીક આવી ગયી. ભરત સ્તબ્ધ. શું કરવું?

એણે ટ્રામ ચાલાકને જોયો, હાથથી ઈશારો કર્યો, ‘બોલ પડ્યો છે પાટા પર‘ .

ટ્રામ ચાલાક ભરતને ઓળખે? સમજી ગયો. બ્રેક મારીને એને ટ્રામને ઉભી રાખી, ભરતને ઈશારો કર્યો એટલે એણે બોલને ઝડપથી હાથમાં લઇ લીધો. યાર, બેડો પાર!

જીતી ગયા! બોલ પણ માંડ માંડ બચી ગયો! – વિચારી ને ભરત બોલ લઇને ઉભેલી  ટ્રામમાં ચડી ગયો!

આખરી ટ્રામ ચાલીભરતને લઈને. એણે પોતાના સાથીઓ તરફ જોઈને જોરથી હષૉલ્લાસમાં મુઠ્ઠી વાળી ને ચિચિયારી કરી અને ચાલ્યો ટ્રામમાં  દાદર ટી ટી.

આખરી ટ્રામ  કિંગ્સ સર્કલ થી દાદર ટી ટીસ્વપ્ન ફળ્યું


7 thoughts on “આખરી ટ્રામ સફર

  1. Hello Rajen, Wonderful narration and captivating. Coming from Navsari during summer holidays the tram was a great attraction to us as children in 1950s My grandfather used to take us by the tram from Dadar to Girgaum chaupati. Thanks for reminding those wonderful days.
    Ravi Wartikar

Leave a Reply