ફ્લેમિંગો અને આદુવાળી ચા

Car 2

અમદાવાદ સ્થિત સ્વપ્નની નગરી જેવાપેરિસ ગાર્ડનમાં આખરે લગ્નનું રિસેપશન સમાપ્ત થયું.  રાજેશ હવે બધા થી કંટાળ્યો  હતો એટલે પત્ની રેખાને નીકળવાનો ઈશારો કર્યો. સ્ટેજ પર કલાકો ઉભા ઉભા વારંવાર અવિરત ફોટા પડાવતાં થકાન ભર્યું સ્માઈલ આપતાં બોર નહિ થઇ જતાં હોય નવ દંપત્તિઓ ? “

પણ હવે અનિલભાઈ ને ક્યાં શોધવા? આપણી સાથે પાછા સુરત આવવાના છેકિંમતી સાડી અને આભૂષણો થી શોભતાં શ્રીમતી રેખા દલાલે પ્રૂચ્છા કરી,

હવે તો તારો મોટોભાઈપોતાના કઝીનના લગ્નમાં ખાસ હાજરી આપવા પધારેલ NRI  અનિલભાઈ ની વધુ ઓળખાણ આપતાં રાજેશે વ્યંગ કર્યો. રેખા થી  તસુ વેંત ઊંચા રાજેશે  એડી ઊંચી કરીને આજુબાજુ નજર માંડી;  મહેમાનોના મહેરામણમાં રેખાના મોટાભાઈને શોધવા.

અરે હું અહિંયાજ છું. ” બોલતાં  અનિલભાઈ હસતાં હસતાં હાજર થયા.

આપણો અશોક છે ને કહે છે કે હું એની ગાડી માં એને બરોડા સુધી કંપની આપું. એમેય અમદાવાદ થી બહાર નીકળવાનો રસ્તો ગૂંચવી નાખે એવો છે. ચાલો અમે તમને follow  કરીએ?” અનિલભાઈએ એમનો stock ઓલ ઓકે નો અગુંઠો બતાવ્યો.       

અનિલભાઈ આપ કેટલા વર્ષે ઇન્ડિયા આવ્યા? હવે બરોડા નહિ પણ વડોદરા કહેવાય છેએમ કહી ને રાજેશે રેખાની સામે જોયુંએને માઠું લાગે છે કે નહીં જોવા. ગમે એમ પણ અનિલભાઈ મોટા.

આખરે અગણિત મહેમાનો ને બાય બાય કહેતાં વેન્યુ ની બહાર આવ્યા.

પાર્કિંગ માટે બહાર એક મેદાન ને એક કામચલાઉ જેમ તેમ લેવલ કર્યું હતું એટલે પુષ્કળ ધૂળ ઊડતી હતી.

લોકો કેમ પ્રોપર પાર્કિંગ પ્લોટ  નથી બનાવતાએવો ઘણા પ્રશ્નોમાનો એક અનિલભાઈ પૂછતાં પૂછતાં રહી ગયા.આવા બીજા ઘણા પ્રશ્નો લાંબે ગાળે પરત થતા NRI ને થતા હોય છે.

અશોક એની નવી નક્કોર નવા  મોડેલની ફ્લેમિંગો ગાડી લઇને આવી પૂગ્યો. અનિલભાઈ એમાં ગોઠવાયા એટલે રાજેશે એની મીડ સાઈઝ ગાડી પિન્ટો મારી મૂકી. અશોક આમેય ગાડી બદલવાનો શોખીન હતો એટલે તો બે ત્રણ અઠવાડિયા પહેલા બહાર પડેલી તદ્દન નવી ચમચમાતી સફેદ ફ્લેમિંગો ચલાવતો હતો. કદાચ એકલો હશે જેણે મોંઘી દાટ ગાડી ખરીદી લીધી હોય.

અમદાવાદ ના ચેલેન્જિન્ગ રસ્તાઓ અને ટ્રાંફિક માં અશોક ને વારે વારે ધીમા પડી ને તકલીફ તો થતી હતી પણ શું થાય?

પાછળ પેલી ફ્લેમિંગો આવે છે કે નહીં એની સતત કાળજી રાખી ને રાજેશ સિફત થી ચલાવતો હતો. ફ્લેમિંગો જેવી ઠસ્સાદાર ગાડી ને ગોકળગાય ની ઝડપે હંકારતા અશોક નું મોઢૂં જોઈને રાજેશ ને હસવું આવતું હતું.

અનિલભાઈના મનમાં એક નવા પ્રશ્નનો ઉમેરો થયો લોકો કેમ ડિસિપ્લિનમાં એક લેઈનમાં નથી ચલાવતા ?”

આખરે બંને ગાડીઓ એક્સપ્રેસ વે ના એપ્રોચ પાસે આવી પહોંચ્યા.

ટોલ ની વિધિ પતાવી ને રાજેશે રીતસર પિન્ટો ને મારી મૂકી. જોઈએ તો ખરા કે હવે ફ્લેમિંગો એને પકડી શકે છે કે નહીં. પૌરુષત્વબીજું શું?

અશોક કેવળ હજી ધીમો ચલાવતો હતો પણ થોડી વાર માં રિઅર મિરર માં દેખાતો પણ બંધ થઇ ગયો.

વડોદરા નો માણસએને એક્સપ્રેસ વે ની તો ખબર હોય નેવિચારીને રાજેશે પૂરપાટ હાંકે રાખ્યું.

રેખા એના વહાલા પતિ નું પૌરુષત્વ નિહાળી રહીપણ પાછળ પેલા લોકો આવે છે એનો તો ખ્યાલ રાખવો જોઈનેરેખા બબડી.

રાજેશ ધીમે ધીમે ઘણો આગળ નીકળી ગયો. મહેમદાવાદ, નડિયાદ, સુક્કી ભટ્ટ નદીઓ પસાર થઇ ગઈ.

Traffic 2

એકાએક પાછળથી ફ્લેમિંગો ક્યારે સુપરસોનિક જેટ ની જેમ આવીને પાસ કરી ગઈ તે ખબર પડી. રાજેશે એને  પકડવા એક્સલરેટોર દબાવ્યું.

રાજેશ તારી પિન્ટો માં ફ્લેમિંગો ને પકડવા પાવર નથી, સમજ્યો?” રેખાનો ટોણો સાંભળતાં રાજેશ ધૂંધવાયો અને ઓવરસ્પીડ કરી ને દૂર ફ્લેમિંગો દ્રષ્ટિગોચર થઇ ત્યારે સંતોષ થયો. આણંદની એક્ઝીટનું બોર્ડ દેખાયું.

અરે પણ અશોકે આણંદની એક્ઝીટ કેમ લીધી? બેઉને ભૂખ બૂખ લાગી છે કે શું? આવા સવાલનો જવાબ હતો.

રેખાએ પટ દઈને મોબાઈલ જોડ્યો પણ અશોકે ફોન ઉપાડ્યો નહીં.

ચાલ હવે આપણે પણ એની પાછળ એક્ઝીટ લઇ લઈએ. ” રેખાનું ફરમાન.

બહુ દૂર થી સ્પષ્ટ દેખાતું હતું પણ એક્ઝીટ લેતાં લેતાં ફ્લેમિંગો ના ટાયર ની ચરચરાટી સંભળાતી હતી.

આટલી  બધી  ફાસ્ટ એક્ઝીટ લેવા ની શી જરૂર હતી?  જાણે કે અશોક પાર એક ભૂત સવાર હતું.

નાના ગામ માં પણ અશોક ધીમો પડ્યો. આટલી બધી સ્પીડ? પિન્ટો ખૂબ પાછળ હતી પણ બધું જોઈ શકાતું હતું.

અશોકની ગાડીની આગળ એક રેલવે ક્રોસિંગ બંધ થવાની તૈયારી માં હતું પણ આપણા અશોક ભાઈ તો ઉપર થી ફાટક બંધ થાય થાય ત્યાં  તો જેમ તેમ  ગાડી ને ક્રોસિંગ પાર કરાવી દીધી. પિન્ટો છૂટકે બાજુ ગાડી પાસ થવાની રાહ જોતી ઉભી રહી.

એક બાઈક પર રાહ જોતા પોલીસે ફ્લેમિંગો ને હાથ કરી ને પકડી. બાજુ એક ગૂડ્ઝ ટ્રેઈન આવી અને બે ડબ્બા વચ્ચે થી જે  દેખાતું હતું તે પરેશાન થવાય એવું હતું.

ગાડી બહુ લાંબી હતી એટલે પકડાયેલી ફ્લેમિંગો ને પોલીસ ક્યાં લઇ ગઈ તે ખબર પડી.

કેટલીયે વારે ફાટક ખુલી એટલે ગભરાયેલા રાજેશે જલ્દી પાસ કરી. થોડે દૂર ગયા ત્યાં એક પોલીસ ચોકી આગળ ફ્લેમિંગો ઉભેલી જોઈ.

પણ અશોક અને અનિલભાઈ ક્યાં? અંદર દાખલ થતાં ફરજ પરના જુનિયર પોલીસે અટકાવ્યા.

અરે વો હમારા આદમી હૈ. જાને દો

નહીં , સાબને કિસીકો ભી અંદર આને સે મના કિયા હૈ

અરે ઉસને કિયા ક્યાં હૈ? ઐસે તો ફાટક કે નીચે સે હર રોજ ગાડી ઔર સ્કુટર નીકલ જાતે હૈરાજેશેરઘુ કુળ રીતી સદા ચાલી આયીવાળું બ્રહ્મ સત્ય ઉચ્ચાર્યું.

મેં કુછ નહિ જાનતા. આપ લોગ યહાં બૈઠીયે ઔર સાબ કો અપના કામ કરને દીજિયેપોલીસ ટસ થી મસ થયો.

અંદર શું ચાલતું હશે એની કલ્પના કરવી રહી.

રેખા, તારો કઝીન પણ ખરો છે ને? શું જરૂર હતી ગાડી ને આવા નાના ગામ માં સ્પીડ માં ચલાવવાની? અને ફાટક આગળ તો….”

તે તારે લોકો ની આગળ રહેવું જોઈતું હતું ને? અનિલભાઈ ઇન્ડિયા ના લોકો વિષે કેવું વિચારશે? ” રેખાએ અસલી મુઝરિમ રાજેશ ને પૂરવાર કરી દીધો.

રાજેશ ખાસિયાણો પડી ગયો.

લાય મારતી ગરમી અને અજ્જડ પોલીસ! હે ભગવાન!

એટલા માંજય જગદીશ હરે..” ના ટ્યુન માં રેખાનો મોબાઈલ ફોન  રણક્યો.

રેખાએ ઝટ દઈને ઉપાડી ને કાને ધર્યો

સામે થી અશોક નો અવાજઅરે તમે લોકો ક્યાં છો? ટાયર પંક્ચર થયું કે કેમ? જલ્દી આવો અહીં તમારે માટે આદુ વળી ગરમા ગરમ ચા બની રહી છે!”

માળું તો જબરું થયું. આપણે તો બીજી કોઈ ફ્લેમિંગો ને પાછળ ભટક્યા, રાજેશ!”

રાજેશ બીજું કાંઈ પણ કહે પહેલા રેખાએ  હાથ લંબાવી ને લોભામણું  સ્મિત કરતાં  સૂચવ્યુંચાલ હવે, આપણી આદુવાળી ચા ઠંડી થઇ જશેકે વહેલું આવે વડોદરા!


5 thoughts on “ફ્લેમિંગો અને આદુવાળી ચા

  1. Read the story today. I prefer reading Gujarati version. As always, I enjoyed reading.

    With best regards,

    R. G. Vyas

  2. Excellent short story, Rajen. Short stories have to tell things in a very few number of words, without missing the message.That you have achieved. Like in O. Henry’s short stories, the the twist is in the tail, in the end.
    Keep it up

Leave a Reply