ગણદેવીની તવાયફ

પ્રકરણ

MIghty Ambica river and the bridge across

સ્કુલનું વેકેશન આવે એટલે બા સાથે તોરણગામ મોસાળ જવાની મઝા.  અસંખ્ય મામા માસીઓ સાથે  રમવાની મઝા તો ખરી પણ બાના ફૂયાત  ભાઈ છગન મામા સાથે મને વધારે ગમ્મત આવતી. ડઝનેક મામા માસીઓમાંથી  ઘણા તો મારા કરતાં પણ ઉંમરમાં નાના પણ બાની કડક સૂચના -” બદ્ધાં ને ફલાણા મામા અને ફલાણી માસી કહેવાનું? ની તો કાકુજી બોલહે  કાકુજી એટલે બાના પિતાશ્રી અને મારા આજા.

છગન મામા તોરણગામ ની નજીક આવેલા અઝરાય ગામમાં બા ના  માતા સમાન ઈચ્છા ફૂઇ સાથે રહેતા. વેદનાની મૂર્તિ ફૂઇ બા નાની ઉંમરે વિધવા થઇ ગયેલા એટલે મારે માટે તો એમની ઓળખપેલાં લાલ લૂગડાં વાળા ફૂઇતરીકે હતી. મૂંડાવેલું માથું, લાલ લૂગડાં વાળા ફૂઇ બા અને માથા ઉપર કાયમ સાડી નો પાલવ ઓઢી રાખેલું એમનું મોઢું મને મારા દાદીમાની યાદ અપાવતા.  મારા દાદીમાએ તો એમની આગવી જબરાઈ થી વૈધવ્ય પચાવીને આખી જીંદગી કોઈની સાડી બાર વગર જીવી ગયા પણ ફૂઇ બાની પ્રકૃતિ શાંતપુરૂષો સમક્ષ તો બિલકુલ શાંત ભલે પછી પોતાનો સગો દીકરો હોય કે ગામના બીજા પુરુષો હોય. “બરી ગીયૂ તો એવું હોય ને ખરા? મરદ એટલે મરદ. આમન્યા તો રાખવી પડે

ભાઈ, છગન મામાને મારી બહુ માયા. એનું સૌથી મોટું કારણ કહું? તબલા પેટી સરસ વગાડતા અને  મારી એટલે કે એક નાના સરખા બુલ બુલ તરંગ વાદકની ઈજ્જત કરતા. “મારો ભાણેજ તો બો ફાઈન વગાડે , તમે જોજો નીએમ આખા અઝરાય ગામમાં ઢંઢેરો પીટાવતા ફરતા.

ગામ જઈએ એટલે મુંબઈનો દાઢે વળગેલો આઈસ હલવો તો લેવાનો . એમાંથી થોડો તો હું નીકળતા પહેલાં ખાઈ લેતોગામ ગયા પછી મને તો ક્યાંથી મળવાનો ? “ભરત તો રોજ આઈસ હલવો ખાયએટલે મને આપવાનો પ્રશ્ન હતો. અલબત્ત, બા નું  ગણદેવી ઉતરીને પહેલું કામપાણીયાના સેવ ખમણ અચૂક બંધાવવાનું.. પણ એવા  તીખા ફરસાણમાં મને રસ હતો. બા જયારે નાની હશે ત્યારે એને કોણ સેવ ખમણી લાવી આપતું હશે? કદાચ એટલે ફરસાણ લેતા બાનું હસું હસું મોઢું જોવા મળતું. આપણને બધાને બધી બાઓ માટે એવી ભ્રમણા  હોય છે કે બાને ભાવે એવી કોઈ વસ્તુ હોઈ શકે અને એને બહુ ભાવે એવી વસ્તુ ની માગણી કરી શકે? બા એટલે આદર્શ વ્યક્તિ જેને સ્વાદ પરત્વે કોઈ રૂચિ હોય.

Sign on road to Torangam

તોરણગામ પહોંચી ને આગતા સ્વાગતા ની વિધિ પૂરી થઇ,  પોતાની લાડકી લલી (બા નું પીયર નું નામ)  અને નાલલા દોહીતર ને જોઈને  કાકુજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. નાના નાના મામા માસીઓ મને વીંટળાઈ વળ્યાં કે વખતે ભરત રમવાની કઈ નવી વસ્તુબોમ્બેથી  લાવ્યોનવા પત્તા , નવો રબર નો બોલ? મુંબઈમાં રહેતા લોકો ભલે મુંબઈને મુંબઈ  બોલે પણ ગામના સર્વે બોમ્બે કે મમબોય  બોલે!

હેં બા,  છગન મામા ક્યારે આવશે? મને એની સાઇકલ પર અઝરાય લઇ જશે ને? ” ભરતનો તત્કાળ સવાલ.

અરે ગાંડો થયો છે કે શું? બધા મામા માસીઓ સાથે વાત કર, રમો પહેલા.” બાએ મારા સવાલનો જવાબ આપવાને બદલે વાતને બીજે પાટે ચડાવી.

કાકુજીના બીજા બે નાના ભાઈઓએમાં સૌથી નાના ભાઈ જેને બધાનાનાકહેતા; પરણ્યા હતા કે પછી તેમને કન્યા મળી હતી. પુરુષોની ટકાવારી સ્ત્રીઓ કરતા ઘણી વધારે એટલે લગભગ દરેક બહોળા, હર્યાંભરા કુટુંબોમાં આવા એકાદ વાંઢા રહી જતા. ભાઈઓમાં પણ જ્યેષ્ઠ અને છેલ્લા ભાઈની ઉમરમાં ખાસ્સો તફાવત, તે એટલે સુધી કે જયેષ્ટ ભાઈ દાદા બની જાય  ત્યાં નાના ભાઈના લગન પણ થયા હોય!  હવે સમજાયો મારા બચુકડા મામા માસીઓ નો ભેદ? હરિ .

મુંબઈગરો છોકરો ભરત, બધાનો લાડકો ખરો પણ સાથે અચરજ હતું બુલ બુલ તરંગ પર સિફતથી  ફરતી આંગળીઓનું. “પાછો  મારો હારો ભણવામાં હો પહેલો નંબર. હિખો ડોબાઓ હિખો કાંઈ બાબા પાહેં થીવડીલો ની આવી ટકોર થી છોકરાં ટેવાઈ ગયેલાં.

વાળુપાણીનો વખત થયો પણ એકલા રાતા  ડખુ   ચોખા ખાવાના?  હું આગળ કાંઈ બોલું પહેલાં બાએ મારા હાથમાં પાર્લેના ગ્લુકો બિસ્કિટનું પેકેટ પકડાવી દીધું અને સાથે દૂધનો મોટો ગ્લાસ!

તો કાલથી ખાશે, ક્યાં જવાનો પછી?” બાનો વિશ્વાસ અને મારી આડોડાઈ? કાલે વાત. ચાલો આજનો દિવસ તો નીકળી ગયો

બાપા, એટલે ઘરમાં બધાના કાકુજી, દોઈતરને ઘરમાં રમતો જોઈને ખુશ ખુશાલ. આખા કુટુંબનો પહેલો દીકરો !

પોતે રિટાયર્ડ સ્કુલ માસ્ટર. જુના ખખડી ગેલા  ડોહલાઓ કેહતા કેએનો રૂઆબ ભારે ઉતો“. ગામના તે પહેલા મેટ્રીકયુલેટ અને પછી બન્યા  સ્કુલ માસ્તર; દૂધ જેવી  કફની અને ધોતિયું પહેરતા  અને માથે કાળી ટોપી, ચમચમતા જોડા પહેરીનેનિહારજવા નીકળતા ત્યારે એનો  રૂઆબ જોવા જેવો. અંગ્રેજી હો ફાંકડું બોલે. એની પોરી લલીને હો ગણદેવીની કન્યા શાળામાં ફાઇનલ (ધોરણ ) સુધી ભણાવીને ગામમાં વટ પાડી દીધેલો. જબરા ઉતા કસનજી માસ્તર.

લલીની માં ઘણી નાની ઉંમરે સ્વર્ગે  સિધાવી એટલે એને ઉછેરવાનું કામ મૉટે ભાગે ઈચ્છા ફૂઇએ સ્વેચ્છાએ કરેલું. કાકુજીને દેખીતી રીતે  ઈચ્છા બહેન પર અગાધ માયા. ઇચ્છાએ લલીને લાલભાઈ કબીલાની દીકરીને શોભે એવા બધા સંસ્કાર રેડયાકેમ  ઉઠવું, કેમ બેસવું, પુરોષોની હાજરીમાં શું કરવું, બૈરાંની જાતકોઈ અભિલાષા નહિ, કોઈ તકરાર નહિ, બસ કુટુંમ્બમાં બધાને સાચવવાના અને બસ , આપતા રહેવું. ગામની બધી બાઓ આમ બીબા ઢાળ ઉછેરાતી રહેતી.

બાપાએ બીજે દિવસે સવારે મનેઅરગ દેઈને બોલાયવો‘, એક અંધારી ખોરડીમાં લઇ ગયામને  તો અંદર  પગ મૂકતાં ડર લાગ્યોસાલું કોઈ ઉંદરબંદર, સાપબાપ પર પગ પડી ગયો તો ? ઝાંખા પ્રકાશમાં તેમની ટેવાયેલી આંખોથી એક ડબ્બો ખોલીને મારા હાથમાં બે લાડવા મૂક્યા. બીજા કોઈને   બાબત ખબર   હતી. ખાલી કાકીએ બનાવી આપેલા એટલે એને ખબર, નીચા નમીને એક કરંડિયામાંથી એક ચૂસવાની પાકી દેશી કેરી કાઢીને આપી અને અમે બહાર આવ્યા. કેરીને બરાબર ઘોળી ને ઉપરથી ડિચકું કાઢી ને મને આપીલે ચૂસીને  ખાવાની, બાબા

દોહીતર માટે આટલું બધું મમત્વ સ્વાભાવિક હોય પણ છગન મામા જેવા પોતાના ભાણેજ પરત્વે એમનું વર્તન જરા વિચિત્ર લાગતું. દર વેકેશન માં બાબાને અઝરાય રહેવા લઇ જતા તે તેમને ગમતું નહિ પણ છગન મામા એના કેમ અળખામણા હોવા નું બીજું પણ કોઈ કારણ હતું  મારા નાના મગજ માં બેસતું હતું.

રાતે સૂતાં  પહેલાં  મારા ખાટલા પાસે આવીને મને કહેદીકરા તને  કાલે અઝરાય જવાની કેમ ઉતાવળ છે જો ને અહીં આટલા બધા છોકરાઓ સાથે રમવાનું છે. તને લાડવા ભાવ્યા? હું તને બીજા લાડવા આપીશ કાલે

બાપા બોલતા બોલતા હાથ મારા માથા પર ફેરવતા ગયા અને હું મંડ્યો ઊંઘવા.

પ્રકરણ :

પક્ષીઓના ગાન થી મારી સવાર જલ્દી પડી. નાના વાત કરવા માટે મારી પાસે આવીને પૂછેઅરે બાબા તને ઊંઘ તો આવી ને?”

મેં ફક્ત માથું હલાવીને હા પાડી અને અંદર ઘરમાં દોડી ગયો. એક ખૂણામાં બા કાકુજી સાથે કાંઈ ગુસપુસ કરતા હતા પણ લોકોનું  ધ્યાન મારા તરફ  નહિ ગયું. બાપા ઘડી ઘડી આંખ  લૂછતા હતા અને બા એના વાંસા ઉપર હાથ ફેરવતી હતી. એવી તે વળી શી વાત હોઈ શકે? જરા જરા વાતમાં રડી પાડવાની ટેવ કદાચ આખા કુટુંબમાં હતી. બા નું પણ એવુજ હતું.

અચાનક મને જોઈનેઅરે બાબા તું એટલો જલ્દી ઊઠી ગયો? ભૂખો  થયો હશે. કાલે  રાતે કાંઈ ખાધું પણ નહિ.” બાપા ની આંખોમાં હવે ચિંતા હતી.

એક બિલાડી ઘરની આરપાર દોડી ગઈ અને સાથે દૂધનું વાસણ ઉલટાવતી ગઈ એમાં મોટો અવાજ થયો એટલે બાકીના બધા ઊઠી ગયા.

માખી ઉડાડવા ખેસ આમ તેમ ફંગોળતા નાના આવી પૂગ્યા. “કેમ લલી, નાયક તો હાહરે આવે ની કે હૂં? કોઈ વાર તો ભીમભાઈએ મલવા આવવું જોઈએ. (‘નાયક જમાઈઓ માટે એક સન્માનયુક્ત સંબોધન હતું

અરે બાબા એમ ગાલ ઉપર  આંગળી થી ડીંગલી કરશે તો મચ્છર નો ડંખ પાકશેકાકીએ મને ગાલ પર હાથ ફેરવતો જોઈને ટકોર કરી.

પાણીયારા પાસે જઈને મેં દાતણ હાથમાં લીધું અને આમ તેમ બે ચાર વખત મોઢામાં ફેરવી ને જલ્દી જલ્દી કોગળા કરી નાખ્યા. દાતણ અને  કૂવાના  પાણીનો સ્વાદ મને બિલકુલ ગમતો નહિ.

ઘર ના બીજા બધા હવે ઉઠી ગયા એટલે કાકીએ ચા બનાવવા એક મોટું તપેલું ચૂલા પર ચડાવ્યું અને બાજુમાં ઉભડક પગે બેસી ગઈ. મને કોણ જાણે કેમ બળતા લાકડા ની સોડમ વાળી ચા ખૂબ પસંદ હતી. ડખુ   ચોખા  તો સમજ્યા પણ ગજબ ની સોડમનું મને કોઈ અદભૂત વળગણ હતું. છાણથી લીપેલી ફરસ પર બેસી તો ગયો પણ ઉબડખાબડ લેવલ પર ચા ના કપ ને ગોઠવવા માં હજી મને મહાવરો હતો જે  કાકીએ ગોઠવી આપ્યો.

લે હવે કપ ઊંધો ની વરી  જાય, બાબાકાકી મારા અણઘડ પણા પર હસી.

કાકી વાળા કાકા એટલે મોહન કાકાની કદાવર કાયા રસોડાના દ્વાર રોકી ને ઉભી. વાડીએ જવા કાકા તૈયારધોતિયું બંડી, હાથમાં ડંગોરો અને પગમાં કાળા મસ જાડા ચામડા ના જોડાબરાબર કસાયેલું શરીર અને

અવાજ ઘોઘરો પણ જોરદાર!

બાબા, હું કાલે રાતના આયવો  ત્યાર તો તુ ઊંઘી ગેલો. હારો છે ને તું?” અને પછી માથા પર ટપલી મારી ને કાકીને કહેવા લાગ્યાતું હારો બો જબરોભણવા માં હો પ્હેલો  નંબર !”

કાકી તરફ જોતાં મોટેથીલલી નો પોયરો ઉશીયાર  ખરો હેં? એના આજા જેવો તો” . ઈશારો કાકાકાકીના જેમતેમ પાસ થતાં છોકરાઓ તરફ હતો પણ મને શું જવાબ આપવો તે સમજ નહિ પડી.

લાલભાઈ કબીલાના બધા સભ્યો આવીને ચા પી ગયા. આજીવન કુંવારા નાના કાકા રસોડા માં દાખલ થયા. ખભા પરનો ખેસ સરખો કરીનેઅરે મારી ભાભી, એકલી એકલી આટલું બધું કામ કરીને થાકે ની કે કેમ? તારી કાળજી રાખતી થા. થોડો આરામ હો કરતાં હીખઅને પછી કાકી ની છેક નજીક જઈને નીચા વળી નેલાવ બધા ખાલી કપ ભેગા કરીને બ્હાર મૂકી આવું

નાના કાકાની નજરથી પરિચિત કાકી સમજી ગઈ.

ના ના, રેહવા દો ને દેવરજી, મારે તો રોજ નું થિયું.” એમ સાચોખોટો છણકો કરીને નાનાની બિલકુલ  નજીક જઈને કપ પોતે લઇ લીધાં. નાનાએ ઊંડો શ્વાસ લીધોકાકીના દેહમાંથી પરસેવા યુક્ત મહેક!

હવે કાકી ને ખરેખર આવું બધું ગમતું હતું? તે દિવસે કાકી ને તાવ આવ્યો અને ઘર માં બીજું કોઈ પુરુષ માણસ હતું. ત્યારે નાનાએ સેવા ચાકરી કરી હતી ને? ભાભી, ભાભી કરીને ઓછા ઓછા થઇ ગયા હતા નાના; ઘડીક માં માથા પર હાથ ફેરવે તો ઘડીકમાં કાકીના અસ્તવ્યસ્ત વાળને ચોકસાઈથી સરખા કરે. સારું તો લાગતું હતું કાકીને. એનો ધણી તો બસ રાત પડે ને બાથમાં લઇ ને સૂઈ  જાયપેલી અંધારી કોટડી માં ; હા હા દરેક રાતે.

સહાનુભૂતિના બે શબ્દો પણ મોંમાંથી નીકળ્યા કોઈ દિવસ? ઘણી વાર તો કાકીને થતું કે તાવ રોજ આવે તો….?

ભરતે તો બધું જોયેલું પણ સમજણ કેમ પડે એને?

કર્મણ્યેવાધિકારસ્તે …”શ્લોક બબડતાં  બબડતાં  નાનાએ કાકી તરફ એક છેલ્લી નજર મારતાં બહાર નીકળી આગલે બારણે જઈને બાંકડા પર આસન  જમાવ્યું. માખી ઉડાડતાં આવતા જતા લોકો ને નીરખવા નું પાછું શરુ.

પ્રકરણ :

પિયર આવીને બાને કોઈ ખાસ કામ હતું નહિ. આદુ મસાલા ની ગળી ગળી ચા નો કપ લઇ ને કાકુજી ને હાથ માં આપ્યો. કોણ જાણે કાકુજી ને એમની સ્પેસીઅલ ચા કોઈ રોજ બનાવી આપતું હશે કે નહિ? આવી સેવા કરવાનો મોકો લલીને પિયર આવે ત્યારે મળતો.

હવે હું અધીરો થયો હતો. હજી છગન મામા કેમ આવ્યા નહિ?

છગન ને અમારા તોરણગામ પહોંચ્યાની ખબર તો હશે ને?” બાને થયું.

મેં બા પાસે સરકી ને સવાલ કર્યો.

જો હવે આવવા  જોઈએ.  તું જરા વાડામાં જઈને થોડી વાર રમ તો બેટા. તેં દૂધ પીધું કે નહિ? ”

બા ને જવાબ આપવા ને બદલે કચવાતે મને હું વાડા માં ગયો. થોડાક મામા માસીઓ આમલી ના ઝાડ નીચે બેસી ને છુટા કરેલા નમાવેલા બળદ ગાડા પાસે બેસી  કાંઈ રમતા હતા. બાજુ બળદ વાગોળયે જતા હતા.

એક છેડે જૂની સ્ટાઇલ નું જાજરૂ હતુંનીચે ગંધાતા તગારા સાથે.

માથે મેલું ઉપાડવાની પ્રથા હજી ચાલુ હતી. અરે મુંબઈ જેવા શહેરો માં પણ ફ્લેટ ની ડિઝાઇન એવી કરવામાં આવતી કે ઘરની અંદર નું જાજરૂ રસોડા થી ઓઝલ હોય.

Bullocks resting place

મને હવે કંટાળો આવતો હતો એટલામાં મનુ દોડતો આવ્યો અને મને મીઠી વિલાયતી આમલી આપીચાલ રમવા જઈએ , ભરત

પણ મારી નજર દૂર વાડાને છેડે થી સાઇકલ પાર આવતા મારા છગન મામા પર પડી અને  મોં માંથી ખુશાલી નો ઉદગાર નીકળી  ગયો. “આવી ગયા બા, આવી ગયા

ઘરમાંથી બાપાની બૂમ સંભળાઈજો જે બાબા, દોડ નો, પડી જહે

પણ હું તો દોડ્યો, છગન મામાએ સાઇકલ દીવાલ ને ટેકવી મને ઊંચકી લીધોઅરે બાબા તૂ હો આવલો  છે કે હું ?” બોલી ને ખોટું હસ્યા.

બા ભાવથી હસી. કાકી પાણી નો પ્યાલો લઇ આવી. ઘરમાંથી બીજા કોઈએ મામાની આગતા સ્વાગતા નહિ કરી. બાપા અંદર બેઠા રહયા.

કેમ છે લલી? હારી છે ને? નાયક હારા છે ને. કેમ કોઈ દાડો બાજુ દેખાતા નથી?”

ઊં તો હારી. તૂ કેમ છે છગન. ફૂઈબા મઝામાં ને?”

ઉમર થેઈ એની, ચાયલા કરે. તારી દૂધેલી હજુ ફાઈન બનાવતી છે, ચાલ તૂ આવવાની અઝરાય?”

ફૂઈબા ના આટલા ઉપકાર છતાં બા કોઈક વાર અઝરાય જતી. “વરસ માં એક વાર પિયર આવું તે કાકુજી હાથે બરાબર રહું ને?” કાંઈ ગળે ઉતારે એવું કારણ હતું?

પણ બાબો તો આવહે, કેમ બાબા?”

છગન મામા, હું તો હમણાં  ચાલ્યો તમારી સાથેકરીને હું એમને બાઝી પડ્યો.

બા વધારે બોલે પહેલ હું અંદર દોડ્યો અને બાએ તૈયાર કરેલો મારો થેલો લઈને બહાર!

જો જે તાં બો ની રહેતો બાબા. વહેલો આવી જજે. અહીંયા બધા હાથે રમવાની મઝા આવહેબાપા શિખામણ આપી.

મને બાપાને જવાબ આપવાની જરૂર નહિ લાગી.

છગન મામાઊંચી કાયા, શ્યામ વરણ, પાન થી લાલચોળ મોઢું, પાટલી પાડેલી ધોતી અને કફની  ઉપર ભૂરી બંડી , વાંકડિયા વાળ, પગમાં કોલ્હાપુરી ચંપલ અને એમની ચાલ માં પણ એક અગમ્ય તાલ હતોપણ મારા તો વ્હાલા મામા હતા, ભાઈ.

ગામની બાઈઓને  એને જોઈને શું થતું હશે ભલા મને કેમ ખબર?

અરે છગન ચા લાખવાનો  ને કે ની  બા બૂમ મારી પણ બાને સાંભળે કોણ?

હું તો છગન મામા સાથે સાઇકલ પર  સવાર થઇ ને .. ચાલ્યો.

Rivulet on way to Ajrai

ઢળતી બપોર થવા આવી હતી પણ સુરજ દાદા હાજી થોડા કોપાયમાન હતા. સાઇકલ ના આગળના લોખંડ ના બાર  ઉપર હું સવાર હતો એટલે ગરમ લોખંડ  થી ઢગરા  બરાબર શેકાતા હતા. એને ગણકાર્યા વગર  મારી નજર અંબાચીકુ ની હરિયાળી વાડીઓ પર હતી. વચ્ચે એક મઝાનું ઝરણું આવ્યું જેને પાર કરી ને અમે હાઇવે ને પેલી બાજુ પહોંચી ગયા. અઝરાયના સાઈન બોર્ડથી સાઇકલ અંદર વળી અને આવ્યું અઝરાય!

અઝરાય આમતો તોરણગામ જેવું ગામડું તે ગામડું પણ જરાક નાનું. મકાનો ઓછા  પણ વધારે પાકાં અને મોટા પણ ખરા. લાકડા ના ધંધામાં ઊંચી આવક; નદી સાવ બાજુ માંચોમાસામાં એકાદ વાર અંબિકા ગાંડી તૂર થાય  પણ જમીન ને વધારે ફળ દ્રુપ કરતી જાય.

ઈચ્છા ફુઈ નું ઘર ફળીયાની ઉગમણી હરોળ માં  વચ્ચો વચ.  જ્યારથી ભગુ ફુઆ  એને  પરણીને લાવેલા ત્યાર થી અહિયાં રહે. પણ વાતને તો દાયકાઓ વીતી  ગયા. ઘર નો વિચિત્ર આકાર જોઈને લોકો કહેતા પણ ખરા કે તો વાઘમુખી ઘરઅપશુકનિયાળ. ઘર ના પ્રવેશ દ્વાર આગળ પહોળું અને જેમ અંદર જાવ તેમ સાંકડું થતું જાય. “ગૌમુખ  ઘર હારૂઆગળ થી સાંકડું પણ અંદર જાવ એટલે પહોરુ થાય.” ગામ લોકને કોણ કહે? ભગુ ફુઆ  ગામતરે ચાલી  ગયા પછી  ઈચ્છા ફુઈ એના છગન સાથે છૂટકે તેમાં રહે.

વાત ને વર્ષો વીતી ગયા. હવે તો ઈચ્છા ફુઈ નું શરીર પહેલા જેવું કામ કરી શકતું નહિ. ઘૂટણ માં તકલીફ એટલે જેમ તેમ ચાલે. જેટલી વખત  નીચે થી ઉભી થાય ત્યારે  ટચાકડા ફૂટે અનેઆય હાયએમ મોઢા માંથી અચૂક બોલાઈ જાય. પોતાનું પોતાનું અને દીકરા  છગનનું કરી લેતા ઈચ્છા ફુઈ.

જો કે આંખ નું તેજ એવું ને એવુંરોજ રામાયણ તો વાંચવાનું એટલે વાંચવાનું.

તૂ  આયવો દીકરા, ” સાઇકલ ઘરના આગલા બારણા પાસે આવી એટલે ફુઈ બાએ સ્વાગત કર્યું. હંમેશ મુજબ ના લાલ લૂગડાં માં હવે ફુઈ ઉમરવાળાં   દેખાતા હતા. હું સાઇકલ પરથી કૂદીને નીચે ઉતાર્યો અને ફુઈ ની પાસે દોડી ગયો. ફુઈએ છાતી સરસો ચાંપીને વહાલ કર્યું.

ફુઈ બા મારે હારૂ દૂધેલી ક્યારે બનાવવાનાહાંગણ હુગણ માં હું પડું   નહિ.

અરે હજુ હમણાં તો તું…” છગન મામા કાંઈ બોલવા ગયા તેને ફુઈ બાએ રોક્યો. “અરે બાબા. તું કેય તેટલી વાર. તૂ એમ જાણ કે થેઈ ગઈ.” કરીને ફુઈ બોખા મોઢે હસ્યા.

હું અંદર આખા ઘર માં ગબરડી મારી ને આવું એટલે ફુઈએ ધીમે થી મામા ને પૂછ્યુંતે તૂ આજે હો ગણદેવી જવાનો કે? માંડવાળ  કરની ?”

છગન મામા ની આંખ થોડી નીચી નમી  બા, જો ની, આજે તો નહિ પણ કાલે ઊં ની જવા ને આખ્ખો દાડો બાબા હાથે રહેવા. ”

ફુઈ બા નો આંખો સ્પષ્ટ કહી રહી હતીઊં જાણતી ઊતી તો; ઓરખુ ને તને?”

નાના એવા ભરત ને આટલો બધો ભાવ મળતો તે ગમતું તો ખરું. ફુઈ બા અંદર ઘર માં ગયા એટલે મામાએ સામે વાળા ઘર તરફ ફરી ને બૂમ મારી લાલુ, લાલુ, જો કોણ આયવું. આપણો બાબો આવલો છે, કાલે તારું બુલ બુલ તરંગ લેઇ ને હવારે આવી જજે. ફાઈન ફાઈન નવા ગાયનો વાગળહું

આવેએવો સામે થી સાદ થયો એટલે વળી પાછા મામાભાય , કયું ને?  આજે ની, કાલે; કાલે હવારે. આજે બાબો થાકેલો છે

થોડી વાર માં છગન મામાએ સાઇકલ પર ગણદેવી ના રસ્તે મૂકી આપ્યું. મામાની સાઇકલનું પાછલું ટાયર જોઈને ભરત ને પોતાની ગમતી રમત યાદ આવી. સાઇકલ ભીંતને ટેકવી ને મૂકેલી હોય ત્યારે એના પાછલા ટાયર ને હાથથી  જોર થી ઘુમાવવાનું અને ટાયર સાથે જોડેલા ડાયનેમોથી પેલી આગળ ની લાઈટ દેખાય એટલે ભરત  ખુશ. કૈં કેટલી વાર ટાયર ને ફેરવતો રહેતો. જેટલી ફાસ્ટ ફેરવે એટલું તેજ વધારે.

હવે હું ટાયર કાલે ફેરવીશ. એમ મન મનાવ્યું.

ફુઈબા થાકેલા ભરત ને જલ્દી જમાડીને હાલરડું ગાઈ ને સુવડાવી દીધો.

ભરત ને લાગ્યું કે મધરાતે જાણે કોઈ ઘરમાં દાખલ થયું, થોડો  ખખડાટ પણ થયો, લાઈટની સ્વીટ્ચ કોઈએ ફંફોસી અને  પછી જરાક  વાર માં બધું શાંત. આખા ઓરડા માં એક વિચિત્ર દુર્ગંધ ફેલાઈ ગઈ. ભરત સૂતો રહ્યો; એને લાગ્યું કે બધું સપનાના ભાગ રૂપે હતું.

પ્રકરણ

Rivulet pix 1

પક્ષીઓના ગાન થી વહેલી સવારે મારી ઊંઘ ઊડી ગઈ. ફૂઈબા ઊઠીને હલક માં કોઈ ભજન ગાતા હતા. મારા સંગીતકાર ના જીવ ને થોડું બેસૂરું લાગ્યું પણ ગાતાં ગાતાં એમનો ચહેરો ગજબનો સુંદર લાગતો હતો, હંમેશ ની લાલ સાડી, માથા પરથી પાલવ વારંવાર ખસી જતો અને બા કહેતી તેમ ફૂઈબા જુવાની માં ખૂબ સુંદર લાગતાં હશે.

મામા તો નસકોરા બોલાવતાં સૂતા હતા. મેં દોડીને બ્રશ કરીને મોઢું ધોયું.

આજે તો હું બુલ બુલ તરંગ પર નવા નવા ગાયનો વગાડી ને બધાને ચકિત કરી નાખવા નો હતો. છગન મામા  જેવા તબલચી સાથે હોય  પછી શું જોઈએ? ઘણી વાર પ્રશ્ન થતો કે મામા આટલી  બધી મુશ્કેલ અટપટું તબલા વગાડવાની પ્રેક્ટિસ ક્યારે કરતા હશે?

સાચું કહું તો છગન મામા જેવા માણસ મને કોઈ વાર વધારે ભેદી લાગતાં હતા. હું ની  જાણું બધું ?

ફૂઈબા મારા હાથમાં તાજા દૂધો ગ્લાસ પકડાવતાજ  હું ગટગટાવી ગયો. “નાના બચ્ચાંઓ દૂધ પીએ, ચા નહિ. અરે પણ આટલું ઉતાવળમાં કેમ પીયે. અંતરસ આવશે?”

મેં દોટ મૂકી આગલા બારણે. સામે વાળા લાલુ ના દરવાજા પર નજર રાખી. વહેલી સવાર નું સુંદર દ્રશ્ય હતું.

સાવ પાસે થી વહેતી અંબિકા ના પાણી નો અવાજ શાંતિ માં સંભળાતો હતો. એક ભરવાડ થોડા ઢોર લઈને કાંકતો હાંકતો પસાર થયો. ચરાવવા લઇ જતો હતો; એની સાથે  ચાલતો હતો એક હટ્ટો કટ્ટો કૂતરો. સિસોટી વગાડતા એને આખા ટોળાં  ને ફળીયા માંથી પાર કર્યું, આગળ જઈને સડક ના વળાંક સાથે વળી ગયો. સવાર ના કૂણા તડકા માં ઢોર થી ઊડેલી ધૂળ જાદુઈ લાગતી હતી. “ લોકો સાથે મને જવાનું મળે તો કેવી મઝા આવી જાય?’ પ્રકૃતિની બધી કમાલમાં મને રગદોળાવાનું બહુ ગમતું.

આજે તો નહિ , ફરી કોઈ વાર

કેમ બાબા, ઊંઘ આવી ને બરાબરછગન મામાએ પાછળથી સાદ પાડ્યોહું ચમક્યો.

આવા બહુ ઔપચારિક સવાલો નો જવાબ આપવો મને જરૂર લાગી  નહિ.

હારૂ, ચાલ આપણે હવે તારી સંગીતની બેઠક ની તૈયારી કરીએ. તું નવાણિયા માં જા એટલે તને ફૂઈબા નવડાવહે.”

નહાવા ની વિધિ પતાવી ને હું તરત આગલા ઓરડા માં દાખલ થયો તો જોયું કે લાલુએ એનું નવું નક્કોર કાળા રંગનું બુલ બુલ તરંગ તૈયાર કરીને ટેબલ  પર મૂક્યું હતું

મેં જરાક તાર છેડયાઅહીં કોઈને તાર મિલાવ વા નું આવડતું નથી લાગતુંમોટા ઉસ્તાદ ની અદા થી મેં કહ્યું,

તાર ને મેળવી ને મેં વગાડવાં નું શરુ કર્યું, છગન મામા તબલા પર જબરો સાથ આપતા હતા.

નવા નવા ગાયનો ની રમઝટ બોલાવી દીધી.

હારો પોયરો આવું સરસ વગાડે ને પાછો ભણવામાં હો પહેલો નંબર; જબરો ભાય તુંલાલુથી વખાણ કરતા રહેવાયું. ,

તો ભગવાન ની ભેટ, હમજ્યો ભાયમામા તબલા ની થાપ આપતાં લાલુ ને વટ થી  પરખાવ્યું. આખરે ભાણેજ કોનો?

આપણા માટે કોઈ આવું સારું સારું બોલે તે કોને નહિ ગમે? છગન મામા ની જેમ મને પણ કોઈએ પદ્ધતિ સર શીખવ્યું હતું. સંગીતનો એક હોનહાર કલાકાર છું એમ છગન મામા કહેતા.

બૈઠક પતી અને આવેલા બધા તાળી પાડીને મને વધાવી લીધો.

તું આજનો દાડો  તૂણ  તુણીયું તારી પાંહે રાખ, ભરત  લાલુ બહુ મોટા દિલ નો નીકળ્યો.

રસોડા માંથી દૂધેલી ની મીઠ્ઠી સોડમ આવી એટલે હું બધું મૂકીને દોડ્યો.

એક પછી એક દૂધેલી ના ચકતાં મોઢામાં મૂકવા લાગ્યો.

જો જે દીકરા, બો ની ખાઈ પાડતો. કાલ ઊગવા ની કે નીમને આવેલો  એક મોટો  ઓડકાર સાંભળી ને ફૂઇએ લાડથી ટોક્યો.

આગલા બારણા પાસે થી કોઈ બૂમ પાડીઅરે તોરણગામ થી રવજી કાકા આવેલા છેગાલલીના હાંકનાર ને પણ ઈજ્જત થી કાકા કરીને બોલાવવા ની સંસ્કૃતિ હતી.

છગન મામા ચમક્યા કોણ? કેમ રવજી, હું થિયું  જે

કઈં ની, તો કસન બાપા કેહેય કે જા બાબા ને લી આવ . આજે હાંય ના પોયરાંઓની પાર્ટી છે તે?”

“”આજુ કાલે તો આયવો.” છગન મામા તાડૂક્યા. “કસન માસ્તર હો ખરા છે.”

ફૂઇ બા વધારે ચર્ચા માં ઉતરવા  કરતા મારી થેલી ભરવા જતી રહી. એક નાના ડબ્બા માં દૂધેલી ભરી આપી અને આંખમાં પાણી સાથે મને વિદાય કર્યો. જતા જતા હું પેલા તૂણ  તુંણીયા ને જોતો ગયો.

ગાડાંની પાછળ છગન મામા પાછા સાઇકલ લઇ ને નીકળી  પડયાગણદેવી જવા.

પ્રકરણ :

Front veranda of old type house

અરે શાની પાર્ટીબાપાએ મને એક બે લાડુ હાથમાં પકડાવ્યા અને કહેયતારે હારું દીકરા ખાસ બનાયવા

તો પાર્ટી હતી!

અરે લલી જો જો , બાબો અઝરાય થી પાછો આવી ગીયો

ગુસ્સા થી મારું મોઢું લાલચોળ થઇ ગયું.

બા જાણતી હતી કે કાકુજી ને મારા  અઝરાય જઈને પેલા છગન સાથે ગાવા બજાવવાનું બિલકુલ પસંદ હતું.

પછી છગન ની જેમ આપણો પોયરો હો બગડી  ગીયો તો?”

મારી સમજની બધું બહાર હતું. સમસમીને મેં અસહકાર ની લડત આદરી. બોલવાનું બંધ કર્યું, રિસાઈને એક ખૂણા માં બેસી રહ્યો. બા આઈસ કેન્ડી લઇ આવી પણ મેં પાછી હડસેલી; રાતના પેલા લાલ ચોખા તો ખાધા નહિ અને વહેલો સૂઈ ગયો. આજે બાપા ને હિમ્મત નહિ હતી મારી પાસે આવીને માથા પર હાથ ફેરવવાની.

અરે, સવાર સવારે  ગામ માં એટલો બધો શોર કેવો? આંખો ચોળતો હું ઊઠી પડ્યો. બાપા ધોતિયાની પાટલી સરખી કરતાં આગલા બારણે બહાર નીકળ્યાપાછળ હું. ગામના નિશાળપાદરે થી એક ટોળું દોડતું આવતું હતું. આપણો મનુ આગળ દોડતો આવ્યો એને બાપાએ પૂછ્યું બધું હું છે?”

અરે કાકુજી, હામે વારા અહલ્લુ કાકાને કોઈએ અંબા વાડીમાં કાલે રાતના  મારી લાયખાએટલું બોલ્યો એમાં તો એને શ્વાસ ચઢી ગયો.

અરે અહલ્લુ કાકા? એને વરી કોણે માર્યા? શું કામ? કાકુજીના દોસ્તાર તો.

કેરી પાડતા પહેલા કેરી ની ચોરી નો ત્રાસ તો હતો . સારી આવક વાળા ખેડૂતો રાત દરમ્યાન ચોકીદારો રાખતા. પણ જરાક તરંગી  એવા  અહલ્લુ કાકા માને તો ને ?  જાતેજ વાડીમાં ખાટલો નાખી ને સૂઈ રહેતા. ચોર નું ટોળું આવ્યું; કાકાને બાંધ્યા અને મોઢામાં કપડા નો ડૂચો ઠોસી ને માંડયા કેરી પાડવા.  સિત્તેર ની ઉમર વાળા કાકાએ  કેવી રીતે પોતાના શરીરને બંધન માંથી છોડ્યું હજી કોઈને સમજાતું હતું. તે તરત  ઊઠયા અને ચોરને પડકાર્યા. આમ અણધાર્યો સામનો થતાં ચોર ગભરાયા અને હૂમલો કર્યો. છેવટે આજુબાજુ ના ચોકીદારો ધસી આવ્યા પણ ત્યાં સુધીમાં કાકા પરવારી ગયા.

ટોળાં ની આગળ ચાર પાંચ લોકો કાકા ને એક ઝોળી માં નાખી ને લાવી રહયા હતા. સામેના ઘરમાં દેખીતી રીતે  બધા સ્તબ્ધ અને જેવું  કાકાનું  નિશ્ચેતન શરીર જોયું  રોકકળ શરુ થઇ ગઈ.

બિચારાં પાલી બા પર ઘરડે ઘડપણ હું દુઃખ આવી પડ્યું? અહલ્લુ કાકાએ હો એખલા એખલા તાં વાડીમાં હૂવા નું  હું કામ?” ગામ માં વાતો ચાલુ થઇ ગઈ. કાકાનો  દીકરો સતીશ બિચારો ગૂમસૂમ બેસી રહ્યો.

સતીશ ના મોટાભાઈ ને પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવા જવું પડ્યું.

કોણ જાણે કેમ મને નાનપણ થી  શબને જોવાની ખૂબ બીક લાગતી. કદાચ શબ માંથી માણસ ઊભું થઇ ગયું તો?

સતીશ તો મારો જીગરી દોસ્ત પણ મારી બીકે મને એની પાસે જતાં રોક્યો. મારી બા પાલીબા ની ભારે ઈજ્જત કરતા. હૈયા ફાટ રુદન કરતા પાલી બા પાસે પહોંચી ગઈ જ્યાં ગામ ની બીજી સ્ત્રીઓ પણ આવી ગઈ હતી.

ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ માં પણ ગામ લોકો વિધિ પ્રમાણે કે લોકાચાર પ્રમાણે કરવાનું હોય તે સમય બગાડવાને બદલે કરી નાખતા. અહીં એક તો મને બીકે લગભગ મારી નાખ્યો હતો એમાં વળી બહારથી બોલાવાયેલા  રડવા વાળાની આકાશ તોડી  નાખે એવી રોકકળ સંભળાવા માંડી. તાલ બદ્ધ છાતી ફૂટતા અને હૃદય વલોવી નાખે તેવા પોકારો કરતા આવ્યા. ” અહલ્લુ કાકા, અહલ્લુ કાકા, તમને હું હૂયઝુ? અહવેઆ પાલી બા નું કોણ? બાપડા સતીશ નું કોણ? રે, ગામના તો દાદા ગિયા…” જેવા પોકારો કરી કરી ને વજ્ર જેવી છાતી વાળાને પણ રડાવી મૂકવાનું સામર્થ્ય હતું લોકો માં.

હું તો ભય થી ધ્રુજી ઊઠ્યો. ડર નો માર્યો  પાછલા બારણા ના વાડા માં જઈને ખાલી ગાલલીમાં જઈ ને બેસી ગયો. બાપા અને બા થી રીસાયેલો તો હતો . બધાની સાથે ચોખા ખાવા નહિ ગયોઊંઘ આવતા ગાલલી ના ઘાસ ભરેલા ગાદલા પર સૂઈ ગયો. જાત જાત ના સપના આવ્યા. એમાં એકમાં તો હું બુલ બુલ તરંગ પર ગાયનો વગાડી રહ્યો છું અને બેઠેલા બધા તાળી ના ગડગડાટથી મને પોરસાવે છે.

એક બે કલાક પછી ઊઠી ને ઘરમાં ગયો તો મારી જોરદાર  શોધ ચાલતી હતી.

અરે બાબો તો રહીયો. અરે  લલી બેન, બાજુ આવો; આટલે આટલે …”

બા બાવરી બાવરી આવી ને  મને બે છાતી સરસો ચાંપીને   ને ચૂમવા લાગી. ” ક્યાં જતો રેલો? ભૂખ હો ની લાગી તને? તારું મોઢું જો, તારો વેહ જો? ”

ચા….લો…, કોઈ રીતે તો બધાનું ધ્યાન મારા તરફ તો ગયું! મનમાં એક સમજાય એવો ભાવ આવ્યો.

રીસ પૂરી ગઈ હતી.

ચાલ બાબા, આપણે ગણદેવી જવાના અને તારે હારું નવા ચંપલ લી આવીયે. ગણપત મોચી બો ફાઈન ચંપલ બનાવતો છે. મારે હો થોડાં હાક ભાજી લાવ વાના છેમેં જોયું કે પિયર આવીને બા ની ભાષા ધીરે ધીરે ગામ ના લોકો જેવી થવા લાગી હતી.

અબ જબ ભગવાન દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ, ના? નવા જોડા, ચંપલ બધું મને બહુ પસંદ; મારા ભાઈ (પિતાજી) ને જેમ. બીજું બંધુ તો ઠીક પણ અમને બેઉ ને જોડાચંપલ માટે અજબ નો લગાવ. તેમાં ભાઈ નું તો બહુ ચોક્કસ  બ્રાઉન લેવાનું કારા કારા  જોડા તો ભેંહ ના ચામડા જેવાં દેખાય.

હવે હું બરાબર ફોર્મ માં આવી ગયો. બા ની મદદ વગર તૈયાર થઇ ગયો. બા પણ તૈયાર. બાજુ મૂળકાવતરાખોરબાપાએ ગાલલી પણ તૈયાર રખાવી. અમે તરત અંદર ગોઠવાયા અને ધીર ધીરે વાડા ની બહાર રસ્તા પર આવી ગયા

વાછરડા (જોતરાયેલા જુવાન બળદ) નવા નવા ટ્રેઈન કરાવેલા હતા એટલે બા ને જરા ફડક  હતી  કેરવજી ને  ગાંઠહેં  કે કેમ?”

મારે શું? રવજી સાથે આગળ બેસી ને હું તો સવારી ની મઝા લઇ રહ્યો હતો; કેમ ચલાવે છે, કેમ ડાબે જમણે વાળે છે; બળદ ને કેટલી વખત પરોણી મારી ને દોડાવે છે? અને રસ્તા ની બની બાજુ લીલોતરી લીલોતરી.

ગામ ની બહાર ગાલલી બહાર નીકળીએ ત્યાં સામેથી એક મોટર ગાડી આવતી દેખાઈ.

મોટર વરી કોની આવી? ” જમાનામાં મૉટે ભાગે ગામ માં મોટર આવતી તે ગણદેવી વાળા અજિત ડાક્ટરની.

ગાડી પાસે આવીને પસાર થઇ એટલે વાંકા વળીને રવજી પાકું કર્યું.

હમણાં વરી કૉને ત્યાં ડાક્ટર ? અરે હા, બિચારા પાલી બા ની તબિયત બગાડી ઓહે. બિચારાં બો રયડા તે ગભરાટ થિયો ઓહે.” બા નું ગણિત બરાબર હતું.

અમારી ગાલલી ધીરે ધીરે ગણદેવીની  એકતાક ગલ્લી માંથી પસાર થવા લાગી. તાક  એટલે કે ટાંક નો  અપભ્રંશ શબ્દ. – જેમાં ગણદેવી ના જાણીતા કંસારા આખો દિવસ ટાંક ટાંક ટાંક એમ હથોડી લઈને પિત્તળ ના વાસણો બનાવ વાનું કામ કરતા. લાઈનસર બંને બાજુ કંસારાઓ ની દુકાન માંથી એક ધારો એક અજબ પ્રકાર ના તાલ માં ટાંક ટાંક થતું રહેતું. મારું સંગીત નો જીવ  તાલ ને કોઈ ને કોઈ ગાયન  માં બેસાડવા પ્રયત્ન શીલ રહેતો.

છેવટે અમે ગણદેવી ની ઓળખાણ સમા ચોતરા પર પહોંચ્યા. ચોતરો એટલે એક જીવન થી ધબકતું બસ સ્ટેન્ડ જ્યાં ઘરડાઓ અને બીજા લોકો આવી આવી ને બેસતાઅલક મલક ની વાતો કરતા, બીડી પીતા અને બસ ની રાહ જોતા. બસ આવે એટલે આંખો  ઉપર હાથ મૂકીનેકાંથી આવી બસ, કાં જવાની, ચાલો ચાલો વહેલા ચાલોવિગેરે સાંભળવા મળતું. પીપળા નું ઝાડ નીચે બેઠેલાઓને છાંયડો  પૂરું પાડતું.

બાએ ગાલલી ને ગણપત મોચીની નાની દુકાન તરફ વળાવી જે  બા જ્યાં ભણેલી કન્યા શાળાની બરાબર સામે હતી. પોતે કન્યા શાળા માં  ફાઇનલ ભણેલી તે વાત બા ઘણી વાર હોંશે હોંશે કર્યા કરતી.

ગણપત કાકા બાબા ને ફાઈન ચંપલ બતાવો તો?” બા ગણપત કાકા ને આવતા ની સાથે ઓર્ડર આપી દીધો.

હું ચંપલ ની હારમાળા માંથી સરસ ચંપલ શોધવાની પ્રવૃત્તિ માં લાગી ગયો એટલે બાને એની કોઈ ગડત ની જૂની બેનપણી મળી ગઈ. બા જાણે અહીં બધાને ઓળખતી હતી. પ્રિય એવા પોતાના તાલુકા ગામ માં પોતે ભણેલી કન્યાશાળા પાસે જૂની બેનપણી મળી જાય તેના જેવું બીજું ક્યુ સુખ  હોય ?

ખૂબ ફેરવી ફેરવી ને મેં આખરે એક ચંપલ ની જોડી પસંદ કરી.

બાબા ની નજર તો કહેવી પડે, લલી. શું એની પસંદગી? ખરો હેં આપણો બાબોગણપત કાકાએ ઘરાક ને પાણી પાણી કરી નાખવાની વર્ષો જૂની યુક્તિ અજમાવી.

મારી પૂરાણી આદત મુજબ મેં નવાં ચંપલ ને પગમાં ઘાલી દીધા ને બા સાથે શાકભાજી માર્કેટ તરફ ચાલવા માંડ્યું. નવા ચંપલચમ ચમ બોલે ને વટ પડેકોઈ જુવે  કે નહિ જુવે !

શાકભાજી માર્કેટ તરફ જવાનો રસ્તો જરા ખાબોચિયા વાળો હતો એટલે નવા ચંપલ બગડી તો નહિ જાય મારી દ્વિધા બા સમજી ગઈ.

જો તું છેક હુધી ની આવ, ચંપલ બગડી જહે. તું એમ કર,” પછી રસ્તા થી જરાક દૂર એક જૂનું મકાન બતાવી નેતું અહીંયા ઊભો રહે, ઊં હમણે આવી. બીજે કેથે ની જતો બેટા. ઊં પૂંઠે આવતી છે. થાકે તો મોટા પથરા પર બેહી જજે

ચાલો મારા ચંપલ પહેલે  દાડે બગડતા બચી ગયા એમ વિચારતો હું ત્યાં ઊભો. ધન્ય હતો મારો જોડા પ્રેમ !

હમ હાલે દિલ સુનાયેંગે..” એક મધુરું મુજરા ગીત કોઈ ગાઈ રહ્યું હતુંઆજુ બાજુમાં ક્યાંક. જૂના મકાનની ગેલેરી ના ખુલ્લા દરવાજા માંથી ગીત સંભળાઈ રહ્યું હતું. તબલા ની થાપ પણ જોરદાર હતી. કોણ એટલું સરસ ગાતું હશે. ગીત તો હું પણ બુલ બુલ તરંગ પર વગાડું  છું. હું મનોમન ગીતને કાલ્પનિક બુલ બુલ તરંગ પર આંગળીથી વગાડવા માંડ્યો.

ગીત પૂરું થયું એટલે થોડાક લોકો ની વાહ વાહી સંભળાઈ. બધા કોણ હશે અંદર? ઉપર જાઉં તો ખબર પડે.

મકાન ની સીડી પર થી એક મારા જેવો નાનો છોકરો દોડી ને ઊતર્યો. એને રોકી ને પૂછયા વગર મારાથી રહેવાયું નહિ.

એય ગાયન કોણ ગાય ઉપર?”

તો મારી માયએણે લગભગ દોડતા દોડતા જવાબ આપ્યો.

ઘડી ભર માં છોકરો ઘણા બધા પાન લઈને પાછો આવ્યો.

એય હું ઉપર આવું?”

ના ના , તારાથી ની અવાય ઉપરકરીને સડસડાટ દાદરા ચઢી ગયો અને બારણું બંધ.

ખરો મારો હારોમાર્રી ભાષા પણ ધીરે ધીરે બદલાતી જતી હતી.

બા હજુ પાછી આવી હતી.

એટલામાં ઉપર થી બીજું મુજરા ગીત ઊપડ્યું.

નઝર લાગી રાજા તોરે બંગલે પર…”

ઓહો તો ફિલ્મ કાલા પાણીનું  મુજરા ગીત ; સરસ! મારી આંગળીઓ પાછી ગાયન ના સૂર પર ફરવા માંડી.

બા ઉપર ની ગેલેરી છેને ત્યાં કોઈ સરસ ગીત ગાઈ ને ડાન્સ કરે છે. સાંભળથેલી માં શાક ભાજી ભરી ને બા પરત થઇ એટલે મારાથી એકી શ્વાસે કહેવાઈ ગયું.

છેક ત્યારે બા ને ભાન થયું કેઆવીજગાએ ભરત ને મૂકી જવા જેવો હતો.

ચાલ ચાલ આપણ ને બો મોડું થઇ ગિયું.”

બને એટલી ઉતાવળ સાથે મારી આંગળી પકડી ને ચોતરા તરફ ચાલવા માંડ્યું.

મારો જીવ તોનઝર લાગી  રાજા ..” ગાયન મસ્તી થી ગણગણતો  હતો.  જો કે બાએ જે રીતે વાત ને દાબી  દીધી તે જોતાં ચૂપ રહેવા માં હોશિયારી હતી.

ગાલલી તોરણગામ ડોલતી ડોલતી પહોંચી ત્યારે લગભગ મોડી સાંજ થઇ ગઈ હતી. સામે ફળિયામાં અવરજવર થોડી ઓછી થઇ હતી. ફક્ત એક પોલીસ નો માણસ ખુરશી  પર બેસી ને કાંઈ લખ્યા કરતો દેખાયો.

ઉથલ પાથલ વાળો દિવસ મને જલ્દી સૂવા દેતો હતો. સપનામાં પણ હું બુલ બુલ તરંગ પર પેલા  મુજરાગાયનો વગાડતો હતો અને છગન મામા હસતાં હસતાં તબલા પર. સ્ત્રોતાઓ હંમેશ મુજબતાળી પર તાળી

પ્રકરણ :

અશોક મામાએ સવારે જરા વહેલો ઊઠાડી પાડ્યો.

બાબા પાછળ ચોક માં ઝાડ પર જમરૂખ પાકેલાં દેખાતાં છે. ચાલ આપણે પાડી ને ખાઈએ.”

ઝાડ પર ચડવા માં મને બહુ રસ હતો પણ ખાટલા પર બેઠા થતા ની સાથે મારા નવા નક્કોર ચંપલ પાછા જોયા એટલે મૂડ માં આવી ગયો. આમ તેમ રખડતા ઉંદરો થી ચંપલ કેવી રીતે બચી ગયા?

પણ ઉપર ચડવામાં તો જોખમ!

પણ અશોક મામા મને તો ખરા પાયકા હોય એમ લાગતું નથીમારી ભાષા હવે વધારે ને વધારે ગામઠી ભાષા ની હરોળ માં આવવા માંડી.

અરે પૂરા પાકે એટલે પેલા કૂદાકૂદ કરતા વાંદરા ફળીયા માં આવહે ને તે તારે કે મારે હારૂ રહેવા દેહે કે? તો થોડાક કાચા ઑય તો હો મીઠા  લાગે. ચાલ તો ખરો.”

અહીંની ગામઠી ભાષા ની એક મહત્વની ખાસિયતમાંવાક્ય નું સાદું ક્રિયાપદછે‘, ‘હતા ઊડાડી દેવાનું. નો કરવો તો બહુ સામાન્ય બાબત.

અશોક મામા મને ઝાડ પર ચઢતા ની આવડે

હારો તમે બધ્ધા મમબોય ના પોયરાઓ ગભરુ ને બાયલાઓ. ચાલ તો ઊં ચડું  ને તું નીચે ઊભો રહીને ઝીલજે. “

હારૂ ચાલ પણ મારા માથા  પર નો ફેંકતો, ” ગભરુ ભરત બોલ્યો.

અમારું સંયુક્ત સાહસ સુખ રૂપ પત્યું.

Jamrukhi

ફળીયા માં પેલે પાર મરણવાળા ઘર માં ઘણા આવતા જતા દેખાયા. પાલી બા હવે થોડા સ્વસ્થ દેખાતાં હતાં. બે હાથ જોડીને બધા ને પ્રણામ કરતાં સહાનુભૂતિ ઝીલતા. જુવાન લોકો આવી આવીને પાલી બાને નમી ને પ્રણામ કરતા. બિચારા  સતીશે રિવાજ મુજબ માથું મૂંડાવ્યું એટલે ઓળખાતો  હતો.

રોજ ની જેમ માખી ઉડાડતા નાનાએ  વરંડા માં બેસી ને સામેના ઘર તરફ જોયા કીધું.

કોઈક દેખાઈ જાય તો આજનુંગુજરાત મિત્રમંગાવી લઉં.” કસન બાપા અને અહલૂ કાકા પેપર ની એક કોપી મંગાવતા અને પછી બંને જણ વારા ફરતી વાંચતા. પણ આજે કાઈં મેળ પડે એવુંય લાગતું  હતું. છૂટકે ખુલ્લા ડીલ પરથી માખી ઉડાડતા બેઠા રહયા.

પાછલે બારણે થી મનુ દોડતો આવ્યોઅઝરાય વાળા બાફુઈને ઘેરે થી કોઈ આવેલું છે

સમાચાર સારા હતા. ઈચ્છા ફુઈ ની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હતી એટલે બધા મોટાંને તાબડતોબ બોલાવ્યા હતાં. એક દિવસમાં ફુઈબાને વળી શું થઇ ગયું ? ઉમર વાળો જીવ; કાઈં કહેવાય નહિ.

તાત્કાલિત  ત્રણ  ગાલલી તૈયારમને કોઈ રોકી શકે? હું પણ અંદર ગોઠવાયો.

પ્રસંગ ને અનુરૂપ ઝડપ કરી ગાલલી જલ્દી અઝરાય પહોંચી ગઈ. ત્યાં ઘર ની બહાર વાતાવરણ ગંભીર  હતું.

નાના છોકરાઓથી  અંદર ની અવાય. તું બહાર રમબાએ મને રોક્યો એટલે  હું સમજી ગયો અને બહાર ઊભેલા લોકો તરફ નજર મારી.

અરે, તો પેલો ગણદેવી માં મળેલો છોકરો! રેતીના ઢગલા માં રમતો અહીં ક્યાંથી?

એય , ઓરખે કે મને? ગિયે કાલે અપડે તારા ઘર પાંહે મલેલા તે? તારું નામ હું

વિજયપણ તું…. અહીં હું કરે? અંદર હૂતેલું છે તે તારું કોણ થાય?” એણે હાથ થી બારી તરફ ઈશારો કર્યો જયાં અંદર બધા એક ખાટલા પર  સૂતેલી વ્યક્તિ તરફ ઝૂકેલા દેખાતા હતા.

તો મારા ફુઈ

જા જા, તું તો એટલો નાલલો. તારી ફુઈ ઓય  હું? “

ખબર  ની; મારી બાની ફુઈબા છે મેં સ્પષ્ટતા કરી.

ઘર ની અંદર અચાનક બધા આમ તેમ ખસવા  લાગ્યા. કોઈએ  બહાર આવી ને વિજય ને ઈશારો કર્યોએય પોયરા, ટને  અંદર તેડે. ”

વિજય ની સાથે હું પણ અંદર સરકી ગયો.

કૃશ થઇ ગયેલી  ફૂઈબાને જેમ તેમ બેઠી કરી ને છગન મામા વાંકા  વાળીને ઊભા હતા અને ફૂઇ બા નો હાથ પકડી ને એક બાઈ ઊભી હતીમાથું નમાવી ને.

બા, હામ્ભળ, રેવા એક ગાયિકા  અને નર્તિકા છે અને મેં એની સાથે વિધિવત ભગવાનની સાક્ષીએ લગન કરેલા છે. મારે હારૂ બો હારી બૈરી છે.” પછી વિજય ને આગળ કરીનેજો કોણ છેતારો પોઇત્રો, બા ….તા.. રો પોઇત્રો….. એને આશીર્વાદ આપ

પણ..” ફુઈબા થી આગળ બોલાયું નહિ.

હું જાણું ને બા. ગામ લોકો બધા અહીંયા છે; અને હગાં ને તો ઊં હમઝાવી કાઢા.” છગન મામા કાનમાં ઊંચા અવાજે કહ્યું.

વિજય અને રેવા ફૂઇબાને  પગે લાગ્યા એટલે ફુઈની આંખે ઝળઝળીઆ આવ્યા.

ફુઈ આશીર્વાદ આપવા હાથ ઊંચો કરી શકી નહિ એટલે છગન મામા ઊંચો કરાવી ને બંને ને આશીર્વાદ અપાવ્યા.નજીકના કોઈએ  ડૂસકું મૂકયૂં .

બીજી ક્ષણે ફૂઈબા નું માથું ઢળી પડ્યુંમોઢા પર એક સંતોષ સાથે.

હું વિજયનો  હાથ પકડીને એને બહાર રેતીના ઢગલા પર રમવા લઇ ગયો.


6 thoughts on “ગણદેવીની તવાયફ

  1. એની એ વાર્તા પાછી વાંચવાની પણ એટલી જ મઝા આવી…અનુવાદિત હોય એવો અણસારેય ના આવે! અનાવિલ બોલ-ચાલ નો અદ્દલ લેહકો રોજીંદો અને પોતીકો, કદાચ અન્ય કોઈ ભાષી ના અનુભવી શકે… બહુ જ રસપ્રદ લેખન, પાત્રાલેખન અને વિષય વસ્તુ… તમારા આભાર વશ થવું જ રહ્યું આવું વાંચન ઉપલબ્ધ કરાવવા માટે…

  2. વાર્તાના સમય અને સ્થળ ધ્યાનમાં રાખિયે તો ગુજરાતિ ભાષામાં વાર્તા નૈસરગિક લાગે઼, અનાવિલ ઉચ્ચારોનો ઉપયોગ વાંચનારને સ્વાભાિવક વાતાવરણમા લઇ જાય Transliteration instead of translation had more emotional impact than vice versa
    Thanks for sharing
    Makes me want to be in Ajarai where I had my own real life memorable adventures

    1. આભાર જનુભાઈ. તમારી જેમ ઘણા લોકોને આ પ્રકારનો ભાવ થાય છે – આ કથા વાંચીને. અંદર મૂકાયેલા ફોટાઓ આજકાલ માં જાતે પાડયા છે

      1. Well wetting and photography combination may take you into photojournalism!

  3. One step at a time Janubhai! Music, Poetry , short stories, longer stories and now photo journalism!! At the moment I can’t see myself as a photographer even in the distant future. I clicked all the photos on my iphone in hurry. Thanks for egging me on though. Perhaps the closeness of the places in your memory makes you feel that they are good photos

Leave a Reply