એડ્રેસનો જવાબ નહિ

old design post card

આજ કાલના ઈમેલ અને વોટ્સએપના જમાનામાં પોસ્ટ કાર્ડ જેવી કોઈ ચીજ છે ઘણાને ખબર નહિ હોય. એક આનાના પોસ્ટ કાર્ડમાં કેટલી બધી વાતો, કેટલી વ્યથા કૈં કેટલા આનંદના સમાચાર લખી શકાતા ગુજરા હુઆ જમાનામાં.

પોસ્ટ કાર્ડ એટલે એક ઓપન સિક્રેટ. તમે કોઈને પોસ્ટકાર્ડ લખતા હોય ત્યારે તમારી બાજુમાં બેઠેલો વાંચી શકે. “અરે આવું કેમ લખે  છે ? કોને લખે  છે ? સરખા વંચાય એવા અક્ષરમાં લખ ને?” એવા  સવાલ/કૉમેન્ટ્સ  પણ કરી શકે.

પોસ્ટ કરવા કોઈને આપીએ પણ લખાણ વાંચી શકે. પોસ્ટ ઓફિસ માં તો ખેર બધા વાંચી  શકે. પોસ્ટમેનને તો વાંચતા આવડતું હોવું જરૂરી છે. કમ સે કમ,  સરનામું વાંચી શકવો જોઈએ. જો પોસ્ટકાર્ડ ગુજરાતથી લખાયેલ હોય અને ગુજરાતીમાં સરનામું કરેલું હોય તો પેલા મરાઠી પોસ્ટમેન ને ભાંગ્યું તૂટયું, ખપ પૂરતું ગુજરાતી આવડવું જોઈએ. લખનાર બધી ચિંતા ઈશ્વર પર છોડી દેતો.

પણ તોરણ ગામના પ્રથમ મૅટ્રિક પાસ મારા બાપા ની વાત અલગ હતી. મુંબઈમાં માટુંગામાં રહેતી એમની લાડલી દીકરીને (મારી  બા ને ) કાગળ લખવાનો હોય ત્યારે બધું ઈશ્વર પર થોડું છોડાય?

મેઈન મેટરમાં તો ઝળકતા પ્રેમ ઉપરાંત ઘણી બધી વાતો હોય જેમ કે ” …..તે લલી, ભીખુ નાયક હારા છેને? નોકરી બરાબર ચાલતી છે ને? તાં હજુ પાણી ની આપદા ખરી કે? બબલી કોલેજ જતી ઓહે. રસ્તે ચાલતાં કપડા વ્યવસ્થિત પેરી ને જવાનું હેં કે. જમાનો બો ખરાબ આવેલો છે. બાબો (એટલે કે હું બ્લોગ લખનાર પોતે) હું કરે? નિહારે જાય કે તોફાન કરે? ધીરૂનો (ધીરૂભાઇ, બા ના ભાઈ / મારા અંધેરીમાં રહેતા મામા) બો વખત થી કાગળ નથી. ઓણ તો બો.. તાપ પયડો. કેરીમાં વરહે મઝા ની મલે . ઘેરે ખાવા તેટલી થઇ પડહે મારી તાંબિયાત ચાયલા કરેનરમ ગરમ …. “વિગેરે

ઓહોપોસ્ટ કાર્ડ લખ્યા  પછી સરનામું કરવાની એક મોટી પ્રક્રિયા.

ખરી મઝા તો એડ્રેસ માં આવે.

અલબત્ત ઘણા  મહાન વ્યક્તિ માટે એમ કહેવાતું કેમહાત્મા ગાંધી, ઇન્ડિયાએમ એડ્રેસ કરો એટલે પહોંચ્યો સમજો. પણ અહીં તો લાડલી દીકરી ને પોસ્ટ કાર્ડ  લખ્યો છે. વળી એડ્રેસ લખવામાં કાંઈ ભૂલ થઇ અને મળ્યો તો? કેટલી ફિકર થાય?

તો?

તો લખો:

રાજમાન રાજેશ્રી ભીખુભાઇ મોરારજી નાયક. M Sc

(હા જમાઈ તો બહુ બધું  ભણેલા તે એમની ડિગ્રી તો લખવી જોઈને ને? બીજા કોઈ ભીખુભાઇ ને ત્યાં પોસ્ટકાર્ડ પહોંચી જાય તો?)

બ્લોક નંબર ૧૧, નરેન્દ્ર વિલા, બીજે માળે (અમારો ફ્લેટ ૧૧ બીજે માળે હતો પણ લખી મૂકેલું  સારું!)

રાઘવજી કાનજી એસ્ટેટ. (નરેન્દ્ર વિલા એસ્ટેટમાં આવેલું એક મકાન)

કપોળ નિવાસની બાજુમાં  (કપોળ નિવાસ એક બહુ જાણીતું આજે પણ મકાન મોજૂદ છે એટલે રેફરન્સ આપવો જરૂરી છે!)

હવે ચાલો આગળ:

વિન્સેન્ટ રોડ ( ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રોડ) નામ ૧૯૫૬ માં બદલાઈ ગયેલું પણ કદાચ પોસ્ટમેનને ખબર હોય તો?

આગળ;

માટુંગા જી આઈ પી  ( સેન્ટ્રલ રેલ્વે) પહેલાં સેન્ટ્રલ રેલ્વે જી આઈ પી એટલે કે  ‘ Great Indian Peninsula ‘ રેલવે તરીકે ઓળખાતું

એટલું બધું લખી ને વાત નો સંતોષ કે પોસ્ટકાર્ડ  બી બી માટુંગા નહિ પહોંચી જાય!

બી બી એટલે BB & CI રેલવે – Bombay Baroda & Central India  રેલ્વે. હવે સમજાયું ? માટુંગા બી બી એટલે જેને આજે માટુંગા વેસ્ટર્ન કહી છીએ !

છેલ્લે,

બોમ્બે (મુંબઈ) ૧૯

આટલે થી અટકવાનું? અરે હોય?

પોસ્ટમેન નવો સવો હોય તેને માટે ખાસ:

બહાર બદામ નું મોટું ઝાડ છે

લો ત્યારે કરો વાત. હવે કોઈ પોસ્ટમેન ની મજાલ છે કે પોસ્ટકાર્ડ ગેરવલ્લે જાય?

આટલી બધી વિગતો લખવા ઘણી જગ્યા જોઈએ પણ તો આડું. ઉભું, ત્રાંસુ પણ વચ્ચે લખી શકાય ને? અને થોડીક વિગતો જરા પોસ્ટકાર્ડ ની મેઈન મેટર ની સ્પેસ માં આવે તો શું?

લખવાની જરૂર નથી કે બાપાના એક પણ પોસ્ટકાર્ડ મળ્યા હોય એવું બન્યું નહિ. મરાઠી પોસ્ટમેન  નું ગુજરાતી પાકું થતું ગયું નફામાં. અને દિવાળી પર બક્ષિશ પણ પાકી!

ચાલો હવે. પછીના બ્લોગમાં બા મારી પાસે પોસ્ટકાર્ડનો કઈ રીતે જવાબ  લખાવતી તે વાત આવશે.


13 thoughts on “એડ્રેસનો જવાબ નહિ

  1. બહુ સાચી વાત છે. એડ્રેસમાં આજુબાજુના લેંડમાર્ક પણ લખાતા. અમારા અડ્રેસમાં બધું લખ્યા પછી “મુલતાનીના માળાની બાજુમાં” અને “સ્વદેશી મારકીટની સામે” અચૂક લખાતું. મુંબઇ-૨ ગુજરાતીમાં અને પછી અંગ્રેજીમાં Bombay-2 લખતા.

    1. Yes, Vyas Saheb. There was a personal touch in those postcards, so little but so much was crammed in that space the recipient would not be tired of reading it again and again till the next postcard arrived

  2. Your article shows the emotions that went in writing a letter and so much of minute detailing was given importance in writing the address.

  3. બહુ મજા આવી ! It was hilarious yet made me nostalgic. Wandering, the post card days are no more!! No more hand written letters.
    Well, we call it progress in terms of technology, but we seriously need to give a thought to it. The fact remains that no typed letter can ever replace the warmth of those written words. While copping up with the pace of the world around, we’re missing these small joys and pleasures of writing, aren’t we? With virtual world around, we’re missing the personal touch.
    Post cards are part of history now and we can for sure say…
    “Once upon a time…..”

  4. Was so picturesque and nostalgic.
    Family ties, close knit traditional culture…a lot I could feel. I too slipped into my childhood days when we used to write postcards to friends.

    1. Thanks Poorvi. ALmost everyone has a story like this from the good old days. Read comments from my friend R G Vyas on his post as well as the English version of the same post

  5. Rajendrabhai, “પોસ્ટકાર્ડ” ખુબ આનંદ આપી ગયો. લાગણી નીતરતી સ્પષ્ટ દેખાય.વપરાતી ભાષા લખાણને જીવંત બનાવે છે. અને
    સરનામાના સાચા વખાણ કરવા,શબ્દો શોધવા પડે. તમારા જવાબનીરાહ જોવા માંડી છે.બહુ તરસાવતા નહિ. અટકવાનો તો વિચાર સુધ્ધા ના કરતા. દિપક ઠોકિયા.

    1. દીપકભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. જોયેલી, જાણેલી અને અનુભવેલી વાતો લખવાનો એક અદબૂત લહાવો છે. મારો આ પછીં નો બ્લોગ The Invisible Postman પોસ્ટ થઇ ચૂક્યો છે. આપણા પ્રતિભાવ ની રાહ જોઇશ.

Leave a Reply