ગંગારામ નું ભૂત

two people dressed as ghost
Photo by rawpixel.com on Pexels.com

આ એક કાલ્પનિક મનોરંજન કથા છે. કથામાં આવતા પાત્રો, નામો , ધંધાઓ , જગ્યાઓ , ઘટનાઓ અને બનાવો લેખક ની કલ્પનાશક્તિ મુજબ આલેખાયા છે. જીવિત કે મૃત કોઈ પણ વ્યક્તિની સાથેની સામ્યતા કેવળ સાંયોગિક છે . કોઈની ધાર્મિક માન્યતા કે લાગણી દુભાવવાનો લેખક નો કોઈ ઈરાદો નથી

 

અમદાવાદની શિયાળાની સાંજ સહેજ ઠંડી થવા જઈરહી હતી. એમ ટી એસ બસ ની બારીની તિરાડમાંથી આવતી ઠંડી હવાથી બચવા રાજેશે પોતાના કોટના કોલર  ઊંચા કર્યા. ઓઢવ પહોંચતા કોણ જાણે કેમ સહેવાશે ઠંડીનો ચમકારો?

મુંબઈની ગરમીથી ટેવાયેલા  રાજેશ માટે નવું હતું.  ત્યાંની બેસ્ટ બસમાં ભારે ઉકળાટમાં સફર કરવી; આજુબાજુ પરસેવાથી ગંધાતા મુસાફરોને સહન કરવા અને ચારે બાજુ કોલાહલ!  છી…..

પેલા  વિચિત્ર અને તરંગી કંપની માલિક ડી એસ પટેલે  રાજેશ જેવા નવા સવા કેમિકલ એન્જીનીઅરને ઓઢવની ફેક્ટરીમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ નીમી તો દીધો પણ અહીં આવી વેરાન જગ્યાએ આવી ને થોડો અફસોસ જરૂર થયો. ફ્રી કવાર્ટરના લોભે ઓફર સ્વીકાર કરવાનું તરત નક્કી કરી નાખ્યું પણ જેને ઘોડાર પણ કહી  શકાય એવા ક્વાર્ટરને જોઈને જીવ બળી ગયો. ખેર, અમદાવાદ શિફ્ટ થઇ ગયો.

બે મહિના પછી તો એનું લગ્ન થવાનું હતું એટલે નવી નવેલી દુલ્હન સાથે ગમે એવું  ઘોડાર જેવું ક્વાર્ટર પણ સ્વર્ગ લાગશે એમ મન મનાવી લીધું રાજેશે.

ડિપાર્ટમેન્ટ હેડ  જેવું મસ મોટું પદ નાની ઉમરમાં મળવા નો આનંદ પણ ઠગારો નીવડ્યો. એન્જીનીઅરીંગ ભણવું અને સાચીમાચી કેમિકલ ફેક્ટરીમાં ભાતભાતના કારીગરો, સ્ટાફ પાસે કામ લેવું બેમાં આસમાન જમીનનો ફરક હતો.

પી. ડી. એટલે કે હાલના હેડ પી ડી રાજકોટીયા આમ તો સૌમ્ય  વ્યક્તિત્વ ધરાવતા લાગ્યા. પરંતુ એમની મીઠી વાતોમાં રાજેશને નવા એન્જીનીઅરને પછાડવાનું કાવતરું આકાર લઇ રહ્યું હોય એવો ભય સતાવતો હતો.

તો જેવા પડશે એવા દેવાશે  રાજેશે ગાંઠ વાળી.

શેઠાણીઓમારી માંઓઢવ આઈ ગયું. ચાલો હેંડો હવો બધાસદા હસમુખ કંડક્ટરે  ટોપલાઓથી બસ ને પચાવી પડેલી બાઈઓ  તરફ હાક મારી.

હોવે હો ભૈલા આમ રાડો ના પાડ્યબાઈની ભાષામાં કાઠિયાવાડી મીઠા  લહેકાએ આખી બસને જાણે તરબોળ કરી નાખ્યું

….. પધારજો પાછા કાલેદાઢીવાળો મીઠડો કંડક્ટર ખડખડાટ હસ્યો. રાજેશ કંડકટરને ટાઈમે રોજ જોતો અને  એની કાર્ય શૈલી પાર આફ્રીન થઇ જતો. પોતાના કામમાં ખુશ રહેવું તો કોઈ એની પાસે શીખે. કદાચ મારે પણ

ઓઢવ પછી છેલ્લું બસ સ્ટોપ કઠવાડા હતું. અહીં સ્ટોપ ઉપર ઉતરતાં  ફેક્ટરીનું ગેટ આવે અને અંદર જતાં  થોડું આગળ કંપનીની કોલોની નજરે પડે . સમૂહની આજુબાજુ કાંઈ હતુંબધું વેરાન, વેરાન.

દૂર કાળા વાદળોમાં વીજળીના ચમકારા જોવામાં આવ્યા. વખતે અમદાવાદ અને આસપાસસના ઇલાકામાં વરસાદ વહેલો આવશે કે શું? અમદાવાદ ? અને વરસાદ? મુંબઈના રાજેશના એક મિત્રે  ટકોર કરી હતી કે કદાચ છત્રી વસાવવી નહિ પડે!

આસ્તે, આસ્તે …” રાજેશે બસ મયૂર  કેમિકલ્સના સ્ટોપ પર ઉભી રખાવવા બૂમ પાડવી પડી. એમ ટી એસ ની બસોની ખાસિયત હતીમુંબઈ ની બેસ્ટની બસો  કરતા જુદી. અહીં બસો વચ્ચેના સ્ટોપ પર સંપૂર્ણ રીતે ઉભી રહે. ખાલીઆસ્તેથાય એટલે બસમાંથી ઉતરવા માગતા માણસોઆસ્તેએમ બોલી ને ઝટ ઝટ ઉતારી જવાનું. અમદાવાદ જરી જુદુંજબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદ શાહને શહર બસાયા!

રાજેશે જોયું કે ધીરેન દવેફેક્ટરીનો સ્ટોર કીપર બસ માં ચડી ગયો.

ધીરેન દવે આટલો મોડો ? કેમ રોકાવું પડ્યું હશે એને? ફેક્ટરીમાં હજી દીવાબત્તી થયા હતા.

વિચિત્ર!

ફેક્ટરી  થોડા વખત માટે ટેમ્પરરી બંધ થવાની હતી એવી ગુસપુસ આજે એણે સાંભળી હતી યાદ આવ્યું.

અરે રાજેશભાઈ તમે જમીને આવી ગયા?” કવાર્ટર ની બહાર કુંડાળામાં ગ્રુપમાં બેઠેલા પી ડી દૂર થી એને આવકાર્યો.

હા પી ડી સાહેબ. પણ ફેક્ટરીમાં કોઈ હલચલ નથી. બધું બંધ કેમ છે?” રાજેશે દૂર કેકટરી તરફ નજર કરીને હાથ કર્યો

કોસ્ટિક સોડાનો સ્ટોક ખાલી થઇ ગયો અને આજે ટેન્કર આવવાની હતી તે આવી એટલે ફેક્ટરી બંધ! તો હર હંમેશ ની વાત છે રાજેશ ભાઈ. ચાલ્યા કરે. સારું ને ? રોજ ની પ્રોડક્શનની જંજાળમાં થી બ્રેક! ” કહેતાં કહેતાં પી ડી ના પેટ નું પાણી પણ હાલ્યું.

મોટા ભાગ ના ટેમ્પરરી મજૂર ને ટેમ્પરરી છૂટ્ટી  પગાર વગર ! રાજેશથી વિચાર્યા વગર રહેવાયું.

આવો ચા પીએ

રાજેશ છૂટકે મંડળીમાં જઈને બેઠો.

તો તમે લગન કરવા ક્યારે જાઓ છોપંચાતની શરૂઆત થઇ ગઈ.

હજી વાર છેમાર્ચ મહિના માંરાજેશે ટૂંકો જવાબ આપ્યો.

કાળા ડિબાંગ વાદળો હવે સ્પષ્ટ દેખાતા હતા, સાથે વીજળીના ચમકારા વધી ગયા. લાઈટો વગર નું ફેક્ટરી નું મકાન ચમકારામાં ક્યારેક ઝગમગ દેખાઈ જતું.  બાજુ માં શાંતિથી સૂઈ રહેલું  એક કૂતરું અચાનક ઉભું થઇને ભસવા લાગ્યું. સાંભળીને ક્યાંય  દૂરથી બીજા કુતરાઓ ભસવા લાગ્યા. વાતાવરણ જરા ભય પમાડે એવું થઇ ગયું.

પી ડી ફેક્ટરી  બિલ્ડીંગ તરફ ઈશારો કર્યોઅરે જુઓ પેલા ઝંડના તોફાનનો અણસાર તો નથી ને?”

ઝંડરાજેશે પૂછ્યું વળી શું છે?

લ્યોહર્ષદ પટેલ ટાઈમ કીપર  હર્ષદ પટેલે  પી ડી તરફ જોઈને કહે નવા જુવાન સાહેબને આપણા ભૂતની ક્યાંથી ખબર હોય ?”

શેનું ભૂત? બધી કપોળ કલ્પિત વાતો છેરાજેશ મજાકમાં હસ્યો.

મંડળીમાં સોપો પડી ગયો.

હવે વાતનો ફોડ પાડવાનો વારો પી ડીનો હતો

રાજેશ ભાઈ તમે નવા છો અહીં. ફેક્ટરીનો ઇતિહાસ છે કે છાસવારે કોઈને કોઈ કારણે બંધ થઇ જાય છે અને બંધ ફેક્ટરીમાં ગંગારામનું ઝંડઅરે ભૂતરાતે આવીને હેરાન કરે છે.”

ગંગારામ વળી કોણ?” રાજેશના પ્રશ્ને હર્ષદ ભાઈએ ડોકી હલાવી

આપણે ત્યાં એક એક વાયરમેન હતો. આમ કેકટરી બંધ થાય તેવી રીતે એક વાર બંધ ફેક્ટરીમાં એકલો રાતે કાંઈ રિપેર કરાવવા આવ્યો હશે  તે શી ખબર અચાનક મરી ગયો. ત્યારથી જયારે જયારે ફેક્ટરી બંધ થઇ જાય ત્યારે રાતે તે ભૂત થઇને અચૂક  આવે છે અને જો કોઈ ફેક્ટરી તરફ જવાની હિમ્મત કરે તો તેને  બીવડાવીને હેરાન કરે છે.” પી ડી વિસ્તાર થી વાત કરી.

રાજેશ જરૂર કરતા જોરથી હસ્યોતમે બધા શું ભૂત ભૂત માંડીને બેઠા છો. ભૂત જેવું કાંઈ હોતું નથીબધા મનના વહેમ. ….”

પી ડી રાજેશને બોલતો અટકાવીને બોલ્યાઅરે હું પણ એમ માનતો હતો અને બધાંને સમજાવતો હતો પણ જ્યારથી મને પોતાને અનુભવ થયો ત્યારથી  હું પણ માનતો થઇ ગયોકહી ને ચાની છેલ્લી ચૂસ્કી મારી.

અરે તમે પણ શું પી ડી સાહેબ, ભણેલા ગણેલા થઇને આવી વાતોમાં વિશ્વાસ કરો છો?” રાજેશે હવે પી ડી પર સીધું નિશાન તાક્યું.

અરે મારા સાહેબ, હસવાની બાબત નહીં. હું એક વાર બંધ ફેક્ટરી તરફ જતો હતો ત્યાં ગંગારામેમતલબ કે એના ભૂતેમને પડકાર્યોમારી બિલકુલ પાસે અચાનક આગ લાગી એટલે હું તો એવો બીધો   કે મૂઠીઓ વાળીને ઘર ભેગો…”

મારી સાથે પણ આવુજ થયું હતું —— હા રાજેશ સાહેબમાળી અને પાર્ટ ટાઈમ સિકયુરિટી મોતીરામ ભયથી થથરતો  બોલ્યો.

બધો બકવાસરાજેશે તિરસ્કારથી બોલ્યો.

હવે નિશાન તાકવાનો વારો પી ડીનો હતોતો થઇ જાય કાલે મુકાબલો? ચાલો કાલે રાતે એકલા ફેક્ટરીમાં જઈને બીજે માળે ચડીને ત્રણ વાર લાઈટ ચાલુ બંધ કરી બતાવો તો ખરા

કબૂલરાજેશે પડકાર ઝીલી લીધો.

રાજેશ કાલે ગંગારામ ના ભૂત સાથે ટક્કર લેશે?


4 thoughts on “ગંગારામ નું ભૂત

  1. Interesting and gripping! Let’s read the second part for the revelation of the suspense. Very lucid narration. Impressive.

    Like

  2. Episode no. 2 in English is already posted. Its Gujarati version will be posted tomorrow. And the last and final episode where Rajesh tackles the Ghost will be posted after that..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s