ગંગારામ નું ભૂત ભાગ ૨:

two people dressed as ghost
Photo by rawpixel.com on Pexels.com

આ એક કાલ્પનિક મનોરંજન કથા છે. કથામાં આવતા પાત્રો, નામો , ધંધાઓ , જગ્યાઓ , ઘટનાઓ અને બનાવો લેખક ની કલ્પનાશક્તિ મુજબ આલેખાયા છે. જીવિત કે મૃત કોઈ પણ વ્યક્તિની સાથેની સામ્યતા કેવળ સાંયોગિક છે . કોઈની ધાર્મિક માન્યતા કે લાગણી દુભાવવાનો લેખક નો કોઈ ઈરાદો નથી

ભૂતની વાતો પર રાજેશને બહુ નફરત. સાંજની બેઠક માં ભૂત વિષે જે નકામી ચર્ચા થઇ સમયનો બગાડ નહિ તો શું? આવી વાહિયાત વાતોને પડકાર આપ્યો આવા લોકોને મરદાનગીની બડાશ લાગી હોય એમાં નવાઈ નહિ. કદાચ એવું પણ હોય કે આવા નવા સવા લબર મૂછીયા જેવા, બની બેઠેલા ડિપાર્ટમેન્ટ હેડને બીવડાવવાની કોઈ ચાલ હોય. હા, આટલા વર્ષો અમે કાંઈ ફેક્ટરીમાં સાવ  બેસી નથી ખાધું હોં? છોકરો અમને શું નવું શીખવવાનો વળી? અમારા પી ડી સાહેબ હજાર ગણા અનુભવી છે.

રાજેશની કામ કરવાની રીત આવી હતી. ચીલા ચાલુ પ્રક્રિયાને ધ્યાનથી જોવી, સમજવી અને એમાં નવા શાસ્ત્ર પ્રમાણે બદલાવલાવવો એનો મંત્ર હતો. ચાલો થવા  દ્યો ત્યારે.

એના તબેલા જેવા ક્વાર્ટરના કામચલાઉ બેડરૂમમાં આજે ઊંઘ આવવી મુશ્કેલ હતી. એક તો ટાઈમે પણ લ્હાય જેવી ગરમી અને એમાં લોહી તરસ્યા મચ્છરો! તોબા તોબા. બહાર ક્યાંક વીજળીના ચમકારા દેખાતા હતા. પાસે પડેલા હચમચી ગયેલા લાકડાના સ્ટૂલ પર મૂકેલો ટેબલ ફેન એણે ફૂલ સ્પીડમાં ઓન કર્યો પણ વ્યર્થ.

રહી રહીને એનું મન પેલી ભૂત વાળી ચર્ચા તરફ વળી જવા લાગ્યું. શું એને ગભરાવીને ભગાવી મૂકવાની ચાલ હતી? કે પછી બધા અણઘડ  લોકો ખરેખર ભૂતના અસ્તિત્વમાં વિશ્વાસ રાખતા હતા? પેલો ભણેલો ગણેલો પી ડી પણ જાણે સર્કસના રિંગ માસ્ટરની જેમ શો કરવા લાગી ગયો?

અચાનક બહારથી જોરદાર હવાની થપાટમાં બારી ખૂલી ગયી અને ઉઘાડ બંધ થયા કીધી. જોયું તો બારીની સ્ટોપર તૂટી ગયી હતી એટલે તો આખી રાત  આમ રહેવાની.

છૂટકે રાજેશ પથારીમાંથી ઊઠ્યો અને બહાર પરશાળમાં આવીને આંટા મારવા લાગ્યો. અધૂરામાં પૂરું પાવર ડૂલ! બધે ઘોર  અંધારૂ. વીજળીના ઝબકારામાં તબેલા જેવા કવાર્ટરની હરોળ અને સામે પેલી ભૂતાવળ ફેક્ટરી! ગંગારામનું ભૂત ત્યાં આવા વાતાવરણમાં આવતું હશે?  ખરેખર?

રાજેશને અચાનક યાદ આવ્યું બહુ નાનો હતો ત્યારે ભૂતની વાતોથી કેટલું ડરતો! અરે શબને જોવાની હિમ્મત હતી રાજેશમાં. આવા ભય કઈ ઉંમરે ગાયબ થઇ ગયા યાદ આવતું હતું.

સમસ્ત કોલોની શાંતિથી સૂતી હતી. ચારે બાજુ સન્નાટોફક્ત પવનના થોડા સૂસવાટા અને વીજળીના ચમકારા.

અચાનક મનમાં કાંઈ તુક્કો સૂઝ્યો અને એક નાનકડી ટોર્ચ લઇને નીકળી પડ્યો ફેક્ટરી તરફ. થોડા કૂતરાઓના ભસવા અવાજ વગર નીરવ શાંતિ. બહાર પી ડી ના ઘરની બહાર ટેબલ હજી એમનું એમ પડ્યું હતું. એણે   એક નાની પગદંડી પર ચાલવા માંડ્યું ફેક્ટરીના પાછલા ભાગ તરફ. ઝાડી ઝાંખરાંથી બચતો બચતો આગળ વધ્યો.

કોલેપ્સીબલ દરવાજો ખૂલ્લો હતો. કેકટરીના બિલ્ડીંગને તદ્દન અડીને જાણે બાથ ભરતું હોય એવું એક મોટું પીપળા નું ઝાડ વીંટળાયેલું હતું. પવનમાં પીપળાના પાનનો સળવળાટ વાતાવરણને એક અજબ રહસ્યમય બનાવતું હતું.

એકાએક એક માયકાંગલું કૂતરું ત્યાં આવી ચડ્યું અને એની સાથે ફેક્ટરીમાં દાખલ થયું. અરે તો પેલું કૂતરું હતું  જે સાંજે ટેબલ પાસે બેસી રહ્યું હતું. રાજેશને આમ તો કૂતરા ગમતા નહિ પણ આજે એનો સાથ ગમ્યો.

કોઈ પક્ષીનો માળો પવનમાં તૂટીને દરવાજા આગળ પડ્યો હતોઅંડરના ઈંડા તૂટીને ચૂર થઇ  ગયાં હતાં. કૂતરાએ એની આદત મુજબ માળાને સૂંઘ્યો; રાજેશ સાચવીને અંદર દાખલ થયોસાથે કૂતરું પણ.

કુદરતી તોફાન હતું કે પછી પ્રગટ થનારો  ભૂત છડી પોકારતો હતો?

વરસાદનું તોફાન હવે જોર  પકડતું જતું હતું.

અરે આટલી બધી બેદરકારી?” પ્રોડક્ટ્સના ડ્રમ પલેટ પર જયાં ગોઠવેલા હતા તેને કાંઈ ઢાંક્યું હતું.

તે કેવો સ્ટોર કીપર છે? વરસાદી વાતાવરણ તો સાંજ થી લાગતું હતું તે ફેક્ટરી થી નિકળતાં પહેલાં માલને  કવર કરવો  જોઈને? એટલી  બુદ્ધિ નહિ ચાલી મહાશયની ?”

આજુબાજુ કોઈ મદદ કરવા માટે હતું? કોઈ નહિ. ફક્ત પેલું કૂતરું!

એવામાં એની નજર પાસે પડેલી તાડપત્રી પર ગઈ. પણ એને ખેંચી લાવવા માં મદદ કોણ કરશે ? “અલ્યા કૂતરા બિરાદર તુ કરશે?”

બિરદારે ફક્ત એની પૂંછડી હલાવી.

જાતે કર્યા સિવાય છૂટકો હતો. મોમાં નાનકડી ટોર્ચ દબાવીને એના પ્રકાશમાં પૂરી વિસ મિનિટ મહેનત કરીને એણે ધીરે  ધીરે  તાડપત્રી પીપડાં ઉપર ઓઢાડી.

ગંધાતા અને ગંદા હાથ ખંખેર્યા, એના પગ પણ કળતા હતા. પણ કંપનીના વફાદાર નવા મેનેજરે  ટોર્ચ ને મોઢામાં રાખી ને આખો પ્લાન્ટ તપાસી જોયો. બાકી બધું  બરાબર લાગતું હતું.

કૂતરા બિરાદર, બધું  ઓકે છે ચાલ હવે ઘેર જઈએ. આજે તો ગંગારામનું ભૂત આવ્યું નહિ, રામ જાણે કાલે આવશે કે નહિ!”

બેપગા અને ચારપગા પ્રાણીઓ પાછા વળ્યાં. પોતાનાઘરમાં ઘૂસ્યો અને કૂતરો બિરાદર ઘર ની પરશાળ માં ટૂંટિયુ વાળીને સૂઈ ગયો.

જલ્દીથી નાહીને રાજેશ પથારીમાં પડ્યો. ઊંઘ તરત આવી ગઈ. સપનામાં પી ડી અને એના મળતિયાઓ એક બીજાની પીઠ થાબડીને એની મશ્કરી કરતા દેખાયા. કોઈ નહિ ને પેલો કૂતરો બધા સામે ઘૂરકવા લાગ્યો! વિચિત્ર, ભાઇ….. વિચિત્ર!

નવા દિવસની સવાર:

ગરમા ગરમ નાસ્તો અને ચા આવી ગયા, ઊઠોઊઠો.” બારણે કોઈ છોકરી નો મધુર અવાજ.

રાજેશે ઝટ ઊભા થઇ ને બારણું ખોલ્યું તો સામે પી ડી ની દીકરી નાસ્તા ની ટ્રે લઇ ને ઊભી હતી. ચૌદેક વર્ષ ની મુગ્ધા શરમાઈને  નીચું જોઈ ગઈ.

મમ્મી મોકલાવ્યું છે તમારા માટે

ઓહ ક્યાં બાત હૈ. તારું નામ તો કહે

હેમા,,,” કહીને એણે ટ્રે રાજેશના હાથમાં પકડાવી.

અરે તારી, શું વાત છે? પેલી….. હેમા માલિની ની જેમ?” રાજેશ ને ટીખળ સૂઝ્યું

ઓઇ માં ,..” હેમાએ પોતાના ઘર તરફ દોટ મૂકી.

પી ડીની વળી કોઈ નવી ચાલ છે કે શું?” રાજેશ મરક્યો

જલ્દી થી સ્નાનાદિ પતાવી ને પાછો ફેક્ટરી તરફ નીકળ્યોબધું ઠીકઠાક  છે કે નહિ ?

સમગ્ર વિસ્તારમાં કમોસમી વરસાદથી થોડો કાદવ થઇ ગયો હતો.

પહેલા વિચાર્યું કે ફેક્ટરીના મેઈન ગેઇટ તરફ ચક્કર મારું. સિકયુરિટી ગાર્ડ ચમનલાલ  આરામથી ખુરશી પર બેઠો બેઠો બીડી પી રહ્યો હતો. અચાનક પાછળથી આવી લાગેલા મહેતા સાહેબને જોતા સફાળો ઊભો થઇ  ગયો અને હાથમાંથી  બીડીને દૂર ફેંકી દીધી અને સાથે સેલ્યૂટ પણ મારી.

અલ્યા સેલ્યૂટ તો સમજ્યા પણ ફેક્ટરીમાં બીડી પીવાની મનાઈ છે ભાન નથી તને?”

હા સાહેબ પણ અબી હાલ તો ફેક્ટરી બંધ છેને સાહેબ એટલે …..’

અલ્યા મૂર્ખ આજુબાજુ કેટકેટલાય સળગી ઊઠે એવા પીપડાં  પડયા છે તેનું શું?” રાજેશ નો પિત્તો ગયો.

હાજી સાહેબ. સોરી સાહેબ. ફરી પાછી ભૂલ નહિ થાય. માતાજીના સોગંદ

રાજેશ આગળ ચાલ્યો ત્યાં તો ….

સાહેબ એક વાત કહું?” ચમનો બોલ્યો.

હવે શું છે તારે?” રાજેશને બગાસું આવ્યું.

સાહેબ, સાહેબ, મેં કાલે રાતે ફેક્ટરીની અંદર ભૂત જોયુંપે….લા  ગંગારામનુંચમનો  ગભરાયેલો હતો.

અલ્યા તો શું બકે છે તે તને ભાન છે? તેં ભૂત જોયું અને તું હજી જીવતો છે ?”

સાહેબ, માતાજી ના સોગંદ.  હું ખુરશી પર બેઠો બેઠો …..”

ઊંઘતો હતો એમ ને?” રાજેશે વાક્ય પૂરું કર્યું.

ના સાહેબ. હું અહીં ચોકી કરતો હતો પણ  ઠંડી લાગી એટલે સામેની સિકયુરિટી કેબીન માં જઈને કામળો  ઓઢીને બેઠો. “

પછી બોલ?”

લગભગ મધરાતે મેં જોયું કે કોઈ નાના અમથા ફાનસ લઇને ફેક્ટરી ના ભોંય તળીએ આંટા મારી રહ્યું છે. થોડી વાર માં કાંઈ સળવળાટ થયો અને કોઈ જાણે તાડપત્રી ખેંચતું હોય એનું લાગ્યું.”

તેં તને એમ થયું કે લાવ અંદર જઈને તપાસ કરૂં?”

સાહેબ હું બહુ ડરી ગયો હતો.”

અને તને કંપનીના માલિકો  રખેવાળી કરવાનો પગાર આપે છે તેનું શું?”

મારે ઘેર બૈરી છોકરા છે સાહેબ. મને જો ભૂત ખાઈ જાય  તો ?”

સાતમે બધા નકામા લોકો ભેગા થઇને કંપનીની પત્તર   રગડી કાઢવાના  છો કોઈ દિવસ.’

રાજેશ મૂછમાં હસતો ત્યાંથી નીકળી ગયો. ‘સાલું આણે કાલે રાતે મને જોયો હતો  ખરો પણ મારો  બેટો અંદર આવવાની હિમ્મત ક્યાંથી કરે? મેં ભૂત નો રોલ અદા કર્યો. વાહ રાજેશ!’

ગંગારામના કહેવાતા ભૂતની અફવા એટલી પ્રસરી ગયી હતી કે આવા અભણ માણસ પાસે શી આશા રખાય?

પ્લાંટના ગ્રાઉન્ડ ફ્લોર પર આમ તો બધું બરાબર હતું. કોઈક કોઈક જગ્યાએ પાણીના ખાબોચિયા થઇ ગયા હતાછાપરા માં ક્યાંક લીકેજ થી. તો કાલે સિવિલના સુપરવાઈઝર પાસે કરાવી levaashe.

તૈયાર માલના પીપડાં  ઉપર એણે ઓઢાડેલી તાડપત્રી હજી ટકી રહી હતી.

હવે શું કરવું?

ફેક્ટરી તો બંધ હતી અને આખો દિવસ ક્વાર્ટરમાં બેસી રહેવા કરતાં બહાર નીકળી જવું શું ખોટું? મનમાં એક પ્લાન ઝબક્યો. ઘેર થી એક મોટી, પણ વજનમાં હલકી બેગ લઈને ધીરે ધીરે બસ સ્ટેન્ડ તરફ નીકળી પડ્યો.

પરશાળ માં ઊભેલી હેમાએ એને બેગ લઈને નીકળતાં જોયો. એના નાનકડા મનમાં અચરજ થયું.

હવે કોલોની માં શી હો હા થઇ તે જોઈએ:

પી ડી આખી કોલોનીમાં ફરી વળ્યોમોઢા પર ખુશાલીનો પર નહિ.

અરે સાંભળ્યું? અમારી હેમાએ રાજેશને બેગ લઇને જતો જોઈ લીધો.”

આજે રાતે ગંગારામ ના ભૂતનો સામનો પોકળ માણસ કેવી રીતે કરી શકે? આખરે થઇ ગયો ને નૌ દો ગ્યારા?” હર્ષદ ભાઇ ટાપશી પૂરી.

બધા ખુશ ખુશાલ.

લે, રાજેશ ભૈ ડરી ને પૂગી ગયા ?” પી ડી ની સીધી સાદી ઘરવાળી બોલીજ્યારે હેમાના મોઢા પર ચિંતા ચિંતા.

ખાલી પેલું વફાદાર કૂતરું ગુમસૂમ બેઠું હતું.

પી ડી એક રાજવીને છાજે એમ ફેક્ટરીનો રાઉન્ડ લેવા નીકળ્યા. હવે તો આખા ઓપરેશનના એજ સર્વે સર્વા  હતા ને?  પ્લાંટમાં બધું ચકાશી લીધું. હવે કોણ રાજેશ ને કોણ નવો મેનેજર? પી ડીની ખુરશી  હવે સલામત  હતી. એક એવો વિચાર પણ ઝબકી ગયો કે ખરેખર જો રાજેશ ભૂત ને મળ્યો હોત તો? રાતે એકલા બંધ ફેક્ટરીમાં જવાની બડાશ હું તો ભૈ સાબ મારું. ભૂત આવે છે નક્કી.

પણ હવે મારે શું?”

દિવસે થોડો થોડો હલકો વરસાદ પડયા કીધો. વાતાવરણ ખુશનૂમા હતું.

સાંજે પાછી મંડળી જામી.

પી ડી સાહેબ તો ટાઢા પાણીએ ખસ ગઈ. પાર્ટી કરો પાર્ટીહર્ષદભાઈ મમરો મૂક્યો.

પી ડી ઓર્ડર કર્યો સાંભળે છે? ભજીયા બજિયા બનાવો હવે , વરસાદી માહોલ છે

થોડી વારમાં હેમા ભજીયાચા આવીને મૂકી ગઈ.

બધા મોજમાં હતા.

એકા  એક, મોતીલાલની આંખ ચમકી.

અરે કોણ મોટી બેગ લઇને તરફ આવી રહ્યું છે? જુઓ જુઓ.”

બધાએ ડોકી ગેઇટ તરફ ફેરવી.

ખરેખર? રાજેશ હતો. સવાર કરતા જરી ભારી બેગ લઈને મક્કમતાથી ડગલાં માંડતો આવતો હતો.

બધા સ્તબ્ધ !

જેવો રાજેશ નજીક આવ્યો એટલે હર્ષદભાઈએ ઠાવકાઇથી પૂછવાની પહેલ કરી

હો હો હો રાજેશ ભૈ. ચ્યોં જઈ આયા?”

અરે એમોં  મૂંઝાઈ  કેમ ગયા. હું રોજની જેમ શહેર જઈ આયો.” (રાજેશે ખાસ અમદાવાદી શૈલીમાં જવાબ આપ્યો)

મારી ચા છેને આજે પણ?” રાજેશે અદાથી પૂછ્યું?

અરે ના ના રાજેશ ભૈ, અમે શું કામ મૂંઝાઈએ? ચા અબ ઘડી આવી“.

અરે એક કપ ચા આપણા રાજેશ ભૈ માટે મોકલજોરીતસર મૂંઝાયેલા પી ડી ઘર તરફ મોઢું ફેરવીને ઓર્ડર છોડ્યો.

રાજેશનું નામ સાંભળતા મુગ્ધા હેમા ચા નો કપ લઇને બહાર દોડી આવી અને શરમાઈને  એક નજર નાખીને પાછી ઘર માં ભરાઈ ગઈ.

ક્વાર્ટર ખોલીને બેગ પરશાળમાં મૂકીને રાજેશ ઝડપથી મંડળીમાં  જોડાઈ ગયો.

વાહ, વરસાદી માહોલમાં ચા ની ચૂસ્કી ! – કેવી  મઝા, કેમ?”

હેબતાઈ ગયેલી મંડળી શું કહે?

હેં રાજેશ ભૈ, તમે તો લગનની બહુ ખરીદી કરી આયા ને?” પી ડીની ધર્મપત્ની બોલી ; પાછળ હેમા લગનનું નામ સાંભળતા અકળાઈ ગઈ.

તમે શું ભાભી? લગનને તો હજી બહુ વાર છે. તો મને થયું કે તમારા સૌની ભાભી અહીં રહેવા આવે ત્યાં સુધી માં થોડી વસ્તુ ભરી દઉં. એમે ક્વાર્ટરમાં કશું આપ્યું નથી સાહેબોએરાજેશે ચાની ચૂસ્કી  ભરતાં દાવ ફેંક્યો.

મંડળી ચૂપ! ભાગી જવાનું તો દૂર તો હવે રહેવા ની વાત કરે છે મારો બેટો!

પી ડી થી હવે ના રહેવાયું. “ બહુ સારું હો. આજે રાતે ફેક્ટરીમાં જશો  કે નહિગંગારામના ભૂતને જોવા?”

અરે હા. ગંગારામ ના ભૂતને મળવા તો જવાનું મને બહુ મન છે. કેમ પૂછો છો? ” કરીને રાજેશ બંને પગ સામેની ટીપોય પર અદાથી ગોઠવ્યા.

લે તો ખરો માણસ છે. ભૂત જોશે એટલે છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે બિચારા નેપી ડીની મનોવ્યથા માઝા મૂકી.

કોણ જાણે આજે રાતે શું થશે? ભૂત આવીને આના છકા છોડાવી દે એટલે બસ. અરે પણ આને મારી બારી નાખ્યો તો? પી ડી ને પરસેવો વળી ગયો.

મંડળી ખાસિયાણી પડી ગઈ હતી તે હવે ખરેખર મૂંઝાઈ ગઈ હતી.

બાજુ મુગ્ધા  હેમાએ મનોમન હનુમાન ચાલીસાના પાઠ ચાલુ કરી દીધા.

          ——————-

ગંગારામ નું ભૂતના ત્રીજા અને છેલ્લા મણકા માં આપણે જોઈશું રાજેશ કેવી રીતે પરિસ્થિતિ નો સામનો કરે છે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s