તારા નામ ની માયા લાગી રે…

તમારા મિત્રના ફોનમાં તમારું પોતાનું નામ કેવા સ્વરૂપમાં  સ્ટોર  થયું  છે જોવાનો મોકો મળ્યો છે કોઈ વાર? ઘણે ભાગે આવો અવસર બહુ સુખદ નહિ હોય.

કેમ? તો સમજાવું તમને.

તમારા મિત્રને તમને ફોન કરવાની ચળ ઉપડે કે તરત તમારું નામ લિસ્ટમાં મળવું જોઈએ. બરાબર? હવે ધારો કે તમારું નામ વિશ્વના હજારો કે લાખો સુનિલ કે પછી રોહિત જેવું હોય તો  લિસ્ટમાંથી ત્વરા થી ખેંચી કાઢવાનો ઉપાય શો? બીજા કોઈ સુનિલ કે રોહિત ને ફોન લાગવો  જોઈએ શરત.  કોઈ એવું લેબલ લગાવે કે જે તમારા સ્વભાવ, દેખાવ, લાક્ષણિકતાને છતી કરે. તમને તો ખબર હોય કે તમારું નામ એના લિસ્ટ માં ” Sunil loud “  કે પછી ” Rohit chasmaa “  વિગેરે હશે.

લાગે ને માઠું? એના કરતાં કોશિશ કરવી એમાં ડહાપણ  છે.

મારા એક મિત્ર શુવીરને કોઈ એક રાજેન્દ્રને ફોન કરવાની ચળ ઉપડે  એટલે ફટ  દઈને લિસ્ટમાં જે પહેલો  રાજેન્દ્ર હોય, એટલે કે મને, ફોન લાગી જાય. આવું એટલી  બધી વાર થયું છે કે એનો ફોન આવે એટલે હું એને સામેથી એના ચાળા પાડુંઅરે  સોરી રાજેન્દ્ર, તો બીજા એક રાજેન્દ્રને ફોન કરવા ને બદલે તને લાગી ગયો!” એક અલગ વાત છે કે ત્યાર બાદ અમે અડધો કલાક ગપ્પાં  પણ મારીએ!

જો કે આમાં શુવીરનો વાંક નથી. એના ફોન લિસ્ટમાં જેટલા રાજેન્દ્ર છે બધાની ફોઈઓએ એક નામ રાજેન્દ્ર કેમ પાડ્યું?

મારા એક નજીક ના મિત્ર ના લિસ્ટ માં મારું નામે એક વાર જોવાઈ ગયું હતું આઘાત માંથી કળ વળતાં ખાસ્સો ટાઈમ લાગ્યો હતો. ચાલો તમને કહી દઉં – ” Rajendra Bore ” !

મને બોર માણસ સમજે  છે? તો મારી કિટ્ટાએવું થાય ભલા માણસ.

આવું સાહસ કરવું નહિ એમ કાન પકડયા.

જો જો પાછા પેલા મહા સાહિત્યકાર શેક્સપીઅરની વાત સામે લાવતા કેનામ માં શું છેગુલાબ…” ….ના હવે તો અવતરણ ટાંકીને તમને બોર નહિ કરું!

મહાશયને ક્યાં આવા મોબાઈલ ફોન સાથે પનારો પડ્યો  હતો? અગણિત જ્હોન, પીટરો કેવી રીતે એના ફોન લિસ્ટમાં સ્ટોર કરી શક્યા હોત?

હવે તો બોર થઇ ગયા ને તમે?

જી  રે…. તારા નામની માયા લાગી રે….


Leave a Reply