ભીખુ: પ્રકરણ ૪ રેલ ગાડીની મઝા

તે જમાનામાં રેલવેની, ‘લોકલ‘ તરીકે ઓળખાતી ધીમી ગાડી; બીજી તે… ‘ફાસ‘ (હવેની સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) તરીકે ઓળખાતી. ઘણા કહેતાં કે “લોકલ માં જવું વધારે સારું. ઓછા પૈસા અને વધારે બેસવા મળે તે નફામાં. બધા સ્ટેશને ગાડી ઊભી રહે એટલે જોવાનું હો કેટલું ફાઈન? પાલઘરની માતબર ચા પીવા મળે, દહેણુંની દાળ – આહા હા!” ફાસ તો બો … More ભીખુ: પ્રકરણ ૪ રેલ ગાડીની મઝા

પ્રકરણ ૩: ભીખુ નો આત્મ વિશ્વાસ જાગે છે:

સરભોણનો બસ ડીપો ઘરથી નજીક હતો અને રોજ બસ પકડવા આવતા જતા લોકોને જોઈ નાનો    ભીખુ બોલી ઉઠતો ” માં, આપણે બધાને લેવા મૂકવા જવાનું તે આપણે કે દાડે બસમાં જવાના?” ખરેખર, આજે રોજ કરતાં બસ ડીપો કૈંક જુદો લાગતો હતો – જાતે બસમાં જવાના હતા તે? રોજ તો જ્યારે ક્યાંક જવું હોય તો … More પ્રકરણ ૩: ભીખુ નો આત્મ વિશ્વાસ જાગે છે:

ભીખુ પ્રકરણ ૨: માં દીકરો મુંબઈ ની સફરે:

પૂરા પાંચ વર્ષ બાદ…… જમના માં આજે રાજીની  રેડ હતી. કેમ ન હોય? ભીખુ મેટ્રિકની  પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો. ખૂબ જીવજે દીકરા,  તેં આપણા કૂળ નું નામ ઉજાળ્યું. ભીખુએ પણ તબિયતે હવે જરા કાઠું કાઢ્યું – પાતળો એવો જ પણ મૂછ નો દોરો એને એક નવી છાપ આપતો  હતો . જરાક માં હોઠ હસું … More ભીખુ પ્રકરણ ૨: માં દીકરો મુંબઈ ની સફરે: