ભીખુ

પ્રકરણ

સરભોણ ની જમના

રાત્રે અચાનક ઝાપટું પડ્યું. ફળિયામાં સૂતેલો ભીખુ ઉતાવળમાં અસ્તવ્યસ્ત ગોદડી સંકોરીને દોડીને ઘરમાં ભરાઈ ગયો.

બેટા  પ્હેલ્લાં માથું  નૂછ, ની  તો  શરદી થેઈ જહે  બધી માઓની પખણ  જમનાએ  લાડથી ટકોર કરી. પણ ભીખુ  એને ગણકાર્યા વગર ગોદડી  બિછાવીને સૂઈ ગયો. આમ તો ભીખુ ડાહ્યો ડમરો, કહ્યાગરો છોકરો હતો પણઆટલી અમથી છાંટી પડી તેમાં હું ?” એમ કરી ને ચૂપચાપ સૂઈ ગયો.

લગભગ બાળ વિધવા એવી જમના ઉપરથી શાંત પણ અંદરથી ઝંઝાવાતી સ્વભાવ માટે પ્રખ્યાતકે પછી  કહો  કે કસબા તરીકે  ગર્વથી ઓળખાતા  સરભોણમાં  કુખ્યાતહતી.  ફાંકડા એવા મોરારને પરણીને આવતાં એની ગણના  એકઆઝાદબૈરીમાં થવા માંડી હતી. અરે બીજાને વાત છોડો, એના વર મોરારની વાત પણ ઘણી વાર માનતી નહિ. પાછું  મોરારને વહાલ પણ એટલું જબરજસ્ત.

રોજ સવારે વહેલી ઉઠીને ઘંટી ફેરવતાં ભજન ખૂબ હલકથી ગાતી.

બાજુ પેલા કોઈ ગાંધીજીની અહિંસાની વાત સાંભળીને ઘણી વાર ઉકળી પડતી – “તે એમ હરખું  લયડા વગર કાંઈ આઝાદી મળવાની છે કે? હારા નિકરી પયડા તે

બોડા માથા ઉપર લાલ લૂગડાંનો પાલવ ઓઢેલી જમના  મનમાં પારાવાર દુઃખ ,પણ બહાર  એને ડોકીયુ કરવા દેતી. .

બિચારીને જાણે સુખ નસીબમાં લખ્યું હતું.

પહેલું  સંતાનબાબોમરેલો જન્મ્યો . બીજી બેબી આવી તે થોડાક મહિનામાં મગજના તાવમાં પરલોક સિધાવી ગઈ.

ત્રીજો, તે આપણો ભીખુ જન્મ્યો ત્યારે તેનું નામ તો નારણ રાખ્યું પણ વરસનો થયો ત્યાં  મોરાર પ્લેગ માં દેવ થઇ ગયો.

અરે માથાના વાળ ઉતારવા આવ્યા ત્યારે કેટલું  તોફાન  કર્યું  હતું  જમનીએ? એના રેશમ જેવા કાળા ભમ્મર વાળના ગામમાં ઘણા દીવાના હતા. લાલા રંગનું લૂગડું પહેરવાનું આવ્યું તો ઘસીને ના પડી દીધી એણે. પછી તો જેમ તેમ ઠાકોરજીનો ડર બતાવીને લાલ લૂગડું પહેરાવી દીધું.

ભીખુ હવે દસ વરસનો થયો. હા એનું નામ નારણમાંથી ભીખુ કેવી રીતે થયું હશે તે તો બધાને ખબર હશે.

ભીખી ને લાવેલાએટલે ભીખુ. કપડાં વિગેરે સગા સંબંધી તરફથી ભીખીને  આણેલો  એટલે વિધાતાને પણ ફોસલાવતા કે અમારો  દીકરો નથી  ભાઈ, જુઓને એના કપડાં અને બધું બીજા લોકો કરે. એને મારતા નહિ ભગવાન

સવારના પહોરે નાહી ધોઈ ને પહેલું કામ તે ઘોડીઆં  કરતા ઠાકોરજી ને બે હાથ જોડવાનાપેલા બાજુ માં ગોઠવેલા હાર પહેરાવેલ મોરાર ના ફોટા ને જરા પગે લાગી ને યાદ કરી લેવાના.

ત્યાં તો બારણેથી પાડોશી વિધુર નાથુ કાકા અચૂક ડોકિયું કરેઅલી જમના, હૂં કરે? કાંઈ કામ કાજ ઓય તો કેજે હેંકે

દુઃખી નોખે થતીએક વેધક નજર નાખી ને બો હારુકહીને એને વિદા કરતી. મોરાર ની વિદાય પછી આવા નાથુ કાકાઓની લંગાર ચાલુ ને ચાલુ.

જમનાએ નાના અમસ્તા તકતા (અરીસા) માં ડોકિયું કર્યુંસુંદર મઝાનો સુડોળ ચહેરો, એક અકાળે આથમી ગયેલો ચાંલ્લો, – એક નિસાસોસખ્ત ભીડેલા હોઠ. માથે ઓઢેલો લાલ ચટક સાડીનો પાલવ ચહેરા ને એક અજબ ચમક આપતો. ગામ આખાએ હવે એને ગંગા સ્વરૂપ તરીકે સ્થાપી દીધી હતી પણ ગંગા માતા કાંઈ વિધવા થોડી હતી? પવિત્ર થવા માટે વિધવા થવું પડે? – બધા નાથુ કાકાઓની જમાત માં ?

આંખો ચોળતો ભીખુ ઊઠ્યોમાં , આજે નિહાર  માંડી વારુ?”

હૂં બોયલો તૂ ? એમ નિહાર અમથી અમથી પાડવાની ની, દીકરા? તારે તો ભણી  ગણીને તારા મોટામામા દયાળજી ની પખણ  મોટા સોલિસિટર બનવાનું છે, હૂં?”

ચાલ વહેલો તીયાર થઈ જા. જો તને ભાવતું વેંગણ નું ભથ્થું છે તે ખાજે રોટલા હાથે

થોડા કટાણા મોઢે ભીખુમાંનો શિસ્તનો રંગ ચઢતો જતો હતો. નંબર તો પહેલો લાવતો .

રમતગમતમાં ભીખુ નું બહુ ઊપજે નહિ પણ એમ જમના છોડે નહિ. બધા છોકરાઓ રમતા હોય તેમાં ભીખુ જવાનું,

એક વાર તો ભીખુને પગ માં સખત વાગ્યું; દોસ્તારો એને ટીંગાટોળી કરીને ઘેર લાવ્યા. ભીખુ તો એવો કકળે પણ અચળ એવીગંગા સ્વરૂપજમનાએ સ્વસ્થ મને ગોળહળદર નો લેપ લગાવ્યો, પાટા પિંડી કરીને ભીખુને તાકીદ કરી તો રમતાં જરાતરા  વાગે. કાલ તો હારુ થઈ જહેનિહાર માં જવાનું ને ?”

મરદાનગીના પાઠ હો જમના બા ભણાવે.

જો કે ભીખુને પોતાને કસર લાગતી. એકવડિયા બાંધાનો ભીખુ, પહાડ જેવા દોસ્તારો આગળ ભીરૂ લાગતો.

દિવંગત થયેલા બાપુજી ની યાદ એને સતાવતી કે કેમ?

જમનાને ગળા સુધી ખાતરી હતી કે એનો ભીખુ બહાદુર થશેબિલકુલ પોતાના જેવો અને સોલિસિટર બનશે એના ભાઈ  દયાળજી જેવો

ક્રમશ :


Leave a Reply