ભીખુ પ્રકરણ ૨: માં દીકરો મુંબઈ ની સફરે:

પૂરા પાંચ વર્ષ બાદ……

જમના માં આજે રાજીની  રેડ હતી. કેમ હોય? ભીખુ મેટ્રિકની  પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો.

ખૂબ જીવજે દીકરા,  તેં આપણા કૂળ નું નામ ઉજાળ્યું.

ભીખુએ પણ તબિયતે હવે જરા કાઠું કાઢ્યુંપાતળો એવો પણ મૂછ નો દોરો એને એક નવી છાપ આપતો  હતો . જરાક માં હોઠ હસું હસું થઇ જતાબિલકુલ એના બાપની જેમ.

વિજ્ઞાન અને ગણિત માં એને ડિસ્ટિંક્શન માર્ક મળ્યા તો ઠીક પણ પાંચમાં પૂછાય એવી હિમ્મત આવી હતી. સોલિસિટર થવા બધાની વચ્ચે બોલતાં આવડવું જોઈએજમના નો તર્ક ખોટો હતો. પણ ભીખુ ને શું થવું હતું કોણ પૂછે એને?

મજૂરો પાસે ખેતી કરાવી ને જમના ખપ પૂરતા ભાત ઉગાડી ને આટલાં  વરસ ચલાવ્યું. હવે ભીખુ ને નવસારી કોલેજ માં જવા પૈસા કેવી રીતે કાઢવા? ભીખુએ મોટા માણસ થવું હોય તો નવસારી કોલેજ માં દાખલો લેવો જરૂરી હતુંબીજા સુખી ઘર ના છોકરા કરતા તેમ.

ઠાકોરજી ની પાસે ભીખુની કોલેજના એડમિશન માટે ભીખ થોડી મગાય? ” જમના રૂઆબ થી કહેતી

ભગવાન તો આપણા મન ની શાંતિ માટે છે, માગણી કરવા નહિ. મહેનત કરો ને પામો. કૃષ્ણ ભગવાને કયું છે ને? મારા પર ભરોસો રાખો પણ મારા ભરોસે બેસી રહોબધાને રોકડું પરખાવતી.

પાડોશી નાથુ કાકા હવે ઉમર વધતાં ઓછી નૌટંકી કરતા પણ ભીખુને કોલેજ ની ફી ભરવાની ઓફર કરવાની તક ગુમાવી નહિ.

ભીખુ, જો જે આવા અવળચંડા લોકો થઇ દૂર રહેવાનું, હમયજો?”

પુખ્ત થવા આવેલો ભીખુ હજી એટલો સમજણો થયો હતો. નાદાન એવો , નાથુકાકાને આદર થી જોતો.

તે દહાડે તાર વાળો પોસ્ટમેન ઘેર આવી પહોંચ્યો. જમણાને ફાળ પડી.. તાર ઘણે ભાગે દુઃખી થાય એવા સમાચાર લાવતો. નક્કી કાંઈઅજુગતું થયું લાગે છે.

ભીખુ ડરતાં ડરતાં તાર ફોડ્યો અને જેવું આવડતું હતું તેવા અંગ્રેજીના જ્ઞાને વાંચ્યો.

મોટામામા ને ઘેર થી તાર હતો. તેમનો નેનો દીકરો રણજિત અચાનક ભગવાનનો વહાલો થઇ થઇ ગયો.   

હે ઠાકોરજી હૂં થઇ ગયું? ” ભાઈ નો મોટો દીકરો અમરત ખાસ્સો વરસ મોટો અને રણજિત તો બરાબર ભીખુ જેવડો. તો ગજબ થઇ ગયો. જમના જેવી આઝાદ સ્ત્રી માટે પણ આઘાત જીરવાય એવો હતો. એના નસીબ માં દુઃખ લખાયેલું હતું કે કેમ?

ભીખુ રડતાં રડતાં કહેઅરે છેલ્લા વેકેશન માં જ્યારે રણજિત અહીં આવેલો ત્યારે  કેટલું રમ્યા હતા?’

આપણે મોટામામા અને મામીને દિલાસો આપવા મુંબઈ જવું જોઈએઅચાનક મોટા થઇ ગયેલા ભીખુએ સૂચવ્યું.

પણ ભીખલા, તો મુંબઈ જવાની વાત છે, નવસારી બવસારી નહિ.” કુળદિપકને પુખ્ત થઇ ગયેલો જોઈને એક અજબ પ્રકારની નિરાંત થઇ;  પણ સાથે ચિંતા પણ. દયાળજી નું આલીશાન મકાન  મલબાર હિલ પર હતું.

મામી જમના માં ની દૂર ની બહેન થતી હતી એટલે જવું તો જોઈએ

માં તૂ ફિકર ની કર. આપણે જશું નક્કી

પણ જવાના પૈસા?”

ચાલ માં, નાથુ કાકા ને પૂછીએ, કે દાડે કામ લાગવાના?” ભીખુ બોલતાં બોલી ગયો.

તૂ એનું નામ ની લેતો પાછો. ઊં હજુ બેઠલી છે હમયજો?” જમના માં ઊકળી પડ્યાં.

પણ મુંબઈ સુધી એકલા જવાનું….?”

તમે ફિકર નો કરો માજી. મારો ફૂયાત રવજી કાલે મુંબઈ જવાનો છે તેની હાથે તમે જજોપોસ્ટમેન મકનજી  માંદીકરા ની વાત સાંભળ્યા કરતો હતો તે એકદમ વહારે ધાયો.

ચાલો તો પાકું. ઠાકોરજી તમારું ભલું કરે મકનજી

જમના બા મક્કમ પગલે એક અંધારી ખોરડી તરફ ડગ માંડ્યા. અંદર જઈ ને કેડે લટકાવેલી ચાવીથી એક મોટો ભારેખમ  પેટારો ખોલ્યો અને સાવધાનીથી ૫૪ રૂપીઆ ની રકમ કાઢી. મૂડી તેણે કોઈ પ્રસંગ માટે સાચવી રાખી હતી.

લે ભીખા, એટલા બો થઇ રહે. તૂ હવે તૈયારી કર જવાનીમાં પાસે બધી આફતનો સામનો કરવાનો રસ્તો  હતો.

બાજુ આખા કસબા માં હલચલ મચી ગઈ.

ખરાં હે માંદીકરો. ભાયના ખરાબ વખતે છેક મુંબઈ હુધી દોડવાનાલોક બધું કહેતું થઇ ગયું.”જબરી આઝાદ બાઈ છે

અરે જમની, તે…. હાથે પાણી ને થોડો નાસ્તો રાખી મૂકજેપોયરો ભૂખો થહે રસ્તેપોયરાઓ હવે મરદ થઇ ગયો તે ગામ લોક ને કેમ ખબર?

એલાં મને બધું આવડે. અમથી સલાહ સૂચન નો આયપા કરો તમે બધાં ભેગાં થઈને

ભીખુ એક કાપડાં ની થેલીમાં જોઈતો સામાન ભર્યો. એનો મેટ્રિકનો રિપોર્ટ કાર્ડ પણ સાથે અંદર સરકાવી દીધો. ‘મોટામામા ખુશ થશે

જમનાએ ભીખુ નું ખમીસ સરખું સાંધી દીધું – ‘પોયરો હવે મેટ્રિક હારા માર્કે પાસ થઇ ગીયો તે એમ ગમે તેવું ખમીસ થોડું ચાલે? તો  દયાળજી સોલિસિટરનો ભાણેજ. હૂં હમયજા? ” જમનાનો હરખ સમાતો હતો.

ગામમાં ગમે એવા પ્રસંગે ઘર બંધ રખાય નહિ. ભેંસ નો પણ રોજ દોહવાની.

જમનાએ તરત કાશીને બોલાવી મંગાવી. કાશી, જમનાની જેમ વિધવા અને ઘર માં દીકરાની વહુ સાથે રોજ ઊઠીને કકળાટ.

થોડા દહાડા  તેને નિરાંતકકળાટ થી

તે તો તરત રાજી થઇ ગઈ.

જો કાશી, આને તારું ઘર માનજે, ભેંસ ને દોહવાનું ભૂલવાનું નહિ. તો તારે નિરાંતે રહેજે. અમે થોડાક દહાડા  માં પાછા આવી જહું  આઝાદ જમનાનો  રૂઆબ ગજબ નો હતો. પુરુષો તો પોતાની વહુ વારુઓને જમના થી દૂર રાખવા મથતા – ‘નખે ને એના જેવી આઝાદ થઈ  ગઈ તો? બૈરાં ની જાત, ભગવાને  જુદી બનાવેલી  તેને હાના આટલા ચાળા

બીજે દિવસે ગામ નો બ્રાહ્મણ મંત્ર બોલીને. આશીર્વાદ આપીને  સીધું લઇ ગયો પછી માંદીકરો એસ ટી ડીપો પર પહોંચી ગયા.

અગિયારની લોકલ પકડવાની હતી.

ફાસ (ફાસ્ટ ટ્રેઈન ) નું ભાડું તો બો ભારી, આપણને  ની પોહાયજમનાનું ગણિત.

ક્રમશ :


4 thoughts on “ભીખુ પ્રકરણ ૨: માં દીકરો મુંબઈ ની સફરે:

  1. Always a treat to read the colloquial use of language.. a nice story.. read the two parts, awaiting rest of the story! This time you are back to my favorite version of Rajendra Naik writings✌👍

    1. Thanks, Karuna. I keep going out and back depending on the choice of the readers. Anything with flavour of our own soil interests readers. This time I have received a lot of flak on whatsapp for making the two episodes too short. It is like hurtling towards a peak of pleasure and suddenly falling to the ground with a thud. I guess some readers love to know the end rather than going through the journey in a leisurely fashion – soaking in the customs and little conversations that bring out the emotions in the characters.

  2. This is excellent story (rather it’s reality). I can visualised whole story. It’s magical, very nice. I like so much.

Leave a Reply to rajendranaikCancel reply