ભીખુ: પ્રકરણ ૪ રેલ ગાડીની મઝા

તે જમાનામાં રેલવેની, ‘લોકલતરીકે ઓળખાતી ધીમી ગાડી; બીજી તે… ‘ફાસ‘ (હવેની સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) તરીકે ઓળખાતી.

ઘણા કહેતાં કેલોકલ માં જવું વધારે સારું. ઓછા પૈસા અને વધારે બેસવા મળે તે નફામાં. બધા સ્ટેશને ગાડી ઊભી રહે એટલે જોવાનું હો કેટલું ફાઈન? પાલઘરની માતબર ચા પીવા મળે, દહેણુંની દાળઆહા હા!”

ફાસ તો બો ફાસ, ભાય. નાના સ્ટેશને ઊભી  રહેવાનું નામ નહિ. આપણે ફાસ માં બેઠા હોય ત્યારે ગાડી જ્યારે  નાના સ્ટેશનને તૂચ્છકારથી પાસ થતી હોય ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલા બધા મોઢું વકાસીને જોતા હોય જોવાની મઝા પડે બાકી.

પણ આપણી વાત પેલી લોકલની ચાલે છે.

લોકલ નાના સ્ટેશને ઊભી રહે અને ઘણી વાર સાઇડીંગમાં  ખાસ્સી ઊભી રહેબીજી ભારીમાંની  (દહેરાદૂન એક્સપ્રેસ જેવી) ગાડીને આગળ કઢાવા દે.

પરિસ્થિતિ આવે એટલે આપણી સાથે બેઠેલા રેલવેમાં કામ કરતાસાહેબો‘ (જે અદા.. થી મફતમાં મુસાફરી કરતા હોય) તે  અચૂક બોલી ઊઠે  પાંચઅપ ને કાઢવાના કે હૂં?” કેટલા જ્ઞાની સાહેબો!

ઘણી વાર તો નાના સ્ટેશનનાં પ્લેટફોર્મ એટલા ટૂંકા હોય કેપાણી, પાણી કરતી, ભીછરા વાળ વાળી, કાંખમાં સરસ મઝાનો  છલકાતો ઘડો લઈને દોડતી છોકરીઓનો હાથ પણ આપણી સીટ સુધી જેમ તેમ  પહોંચે. અને પાણી પીવડાવીને બિચારી બધી  ક્યાંય સુધી ગાડી સાથે દોડતી રહેફેંકેલા સિક્કાઓને લેવા.

પાણી પીને કોઈ માંદુ  પડતું નહિ!

હરિ .

કારણ ગમે તે હોય પણ જમનામાંએ લોકલમાં જવાનું નક્કી કર્યું.

દીકરા ભીખુ માં થઇ રહેલા બદલાવ જોઈને મલકાતી પણ મનમાં એના ભવિષ્યની ચિંતા પણ ખરી.

રવજી  બિચારો  અવઢવમાં  કે આવી  આઝાદ  જમના નું  ધ્યાન  તે વળી  કઈ  રીતે  રાખવું ?

પોતાની સીટ પર થી ઊઠીને ઘડી ઘડી લોકોને જોઈ આવે.  સાથે બેઠેલા કહેઅરે હૂં માયડું છે તમે? જુએ કે ની અમે કેટલા દુઃખી થીયે તે?”

અરે ભાય, જરાક ખમી લેવ ની. મારા હગાં જિંદગી માં પેહલી વાર ગાડી માં બેઠેલા છે.” ગલવાયેલો રવજી બોલ્યો

તે તારી સીટ અદલાવ બદલાવ કરી લે. ઘડી ઘડી દુઃખી કરે તે ની ચાલે

આઝાદ અને આખા બોલી એવી જમનાની બાજુ માં બેસવાના વિચાર માત્રથી શિયાંવીયાં થઇ ગયો.

ભાય ભાય, થોડાક કલાક છે બધો ખેલ.”

જમના બેઠી હતી ત્યાંથી કાંઈ ગડબડ સંભળાઈ.

એય, તે ગાડી તારા બાપની છે? બારી બંધ કર ની? એન્જિન માંથી ગાલ્લી  ભરીને  કોલસી ઊડીને અંદર આવે તે જોય કે ની? મારો પોયરો ક્યારનો આંખ ચોરી ચોરી ને દુઃખી થઈ ગીયો” 

જમનાનો અવાજમિલિટરીના જનરલ જેવો

જુઓ જરા જીભ પર લગામ રાખો. બારી ને બંધ કરવા ઊં ક્યારનો મથતો છે. હાહરી બંધ ની થાય તે ની..  થાય. ને બંધ થઈ ગઈ તો ગભરામણ થેઈ તો? વાત કરે તે મોટી?”

ગાડીમાં નવા સ્ટેશનેથી ચઢનારાને આવો પ્રતિકાર સામાન્ય હતો. આગળથી આવતા લોકો ને પોતાની જગ્યા સાચવવાની અને નવા ચઢનારા લોકોને બારણું બંધ કરી દેવું કે બીજી રીતે ઘૂસવા  નહિ દેવા. થોડી વાર આવો ગજગ્રાહ ચાલે પછી કોઈક રીતે બધું થાળે પડે.

જમનાભીખુ ને પણ આવો અનુભવ થઇ ગયોનવસારી સ્ટેશને.

અંદર ચઢયા તો બારી આગળ કોઈનો રૂમાલ, જગ્યા રોકીને પડેલો. કોઈ વળી પ્લેટફોર્મ પર ઊતરી ને નાસ્તો લેવા ગયું હશેસાવ સામાન્ય બાબત. પણ જમનાએ પટ દઈને રૂમાલ ખસેડી ને આસાન જમાવ્યું.

પેલો તો આવી ને ઊકળી પડ્યો.

તો મારી સીટ તે તમે કેવા બેહી ગિયા? વહેલો આવીને બારી ની સીટ લીધેલી તે કાંઈ તમારે હારૂ? ની ચાલે. અહીંથી ખહી જાવ ને બીજી જગ્યા હોધોતે પણ ગાંજ્યો જાય એવો હતો.

ઊં તો બેઠી તારાથી થાય કરી લે. તારે બેહવું ઓય તો અહીં બેસ પાહેં

એટલા માં રવજી વચ્ચે પડ્યો.

અરે અરે, તમે હો હૂં? બેન માણસ હાથે આમ વાત થાય? બેહો ને શાંતિથી; થોડા કલાક છે

જમનાએ માથે ઓઢેલું તે જરાક ખસી ગયું અને એનો સુડોળ ચહેરો જોઈને પેલો બાજુ માં બેસી ગયો.

ચાલ બો હારું.”

પછી જમના તરફ નજર ફેરવી ને પૂછે  તે તમે ક્યાં જવાના?”

બસ, હવે મામલો પાટે ચઢી ગયો. શરૂઆતની ધમાલ પછી બધા એક બીજા ને આમ પૂછતા થઇ જાય. હવે આગળ આવતા સ્ટેશન સુધી શાંતિ  અને પાછું  પુનરાવર્તનકોઈને કોઈ સ્વરૂપે.

ગાડીમાં મુસાફરી કરવાની મઝા. થોડી વારમાં બધા એક બીજાનાં આત્મીય સ્વજન હોય એટલી છૂટથી વાતો કરે. “તમે ક્યાંના? તે બોમ્બે તમારું કોણ છે? હેં? બોરીવલી માં? ઓહ ત્યાં તો મારા કાકાનાં દીકરા નું પણ  ઘર છે. હૂં?

હું  તો મૂળ ગંગાધરાનો પણ વર્ષોથી અમે સુરત આવી રહેલા. હા, અમારું ઘર ભાગળથી તદ્દન પાસે. આવજો, કોઈ વાર. મોહન મીઠાઈ ની દુકાનની ઉપર. કોઈને બી પૂછોપેલા રણછોડ પટેલ નું ઘર કયું ?- તરત બતાવી દેશે.”

ભૂલે ચૂકે જો આપણે ભાગળ  જઈ પહોંચીએ અનેકોઈને બી પૂછીએતો કોઈ કાકાને ખબર હૉય રણછોડ પટેલ એટલે કોણ! લોકો પોતાના અસ્તિત્વ પર એટલા મુસ્તાક હોય કે પૂછો વાત.

બોમ્બે સુધી ની મુસાફરી હવે સુખ રૂપ પસાર થવા ની હતી. એક અજબ ટાઈપ નું  equilibrium – (સંતુલન) લોકો કેળવી  લે છેઆપણી સભ્યતાની વધુ એક નિશાની. – લડી ઝગડી ને પાછા એક!

થોડી વાર માં એક પ્રૌઢ કાઠિયાવાડી યુગલે ટીન નો એક મોટો ડબ્બો ( પાર્લે બિસ્કિટ વાળા જત્થા માં ગ્લુકોઝ બિસ્કિટ વેંચતા એવો )- અને રસ ઝરતા થેપલા અને અથાણું કાઢી ને આજુબાજુનાં તમામ લોકોને આગ્રહ કરી કરીને આપવા માંડ્યા. એમાં ચા વાળો આવ્યો તો પૈસા આપવા પણ એટલી રસાકસી બધા વચ્ચે!

હરિ .

વસઈ ની ખાડી આવતી છે , વસઈ ની ખાડી  કોઈએ મીઠા મધુરા અવાજ માં બૂમ પાડી.

મોટા ભાગ ની મહિલાઓ છૂટા  પૈસા કાઢવા ની મથામણ માં પડી ગઈ.

જમનાએ સાંભળ્યું હતું કે વસઈની ખાડી પસાર થાય થયારે છૂટા પૈસા પધરાવવાથી બહુ પુણ્ય મળે છે અને મુસાફરી સારી રીતે પર પડે.

એણે પણ વહેલી વહેલી પૂડી માંથી થોડા છૂટા પૈસા કાઢ્યા  અનેલે  ભીખુ , તું લાખી દેજે અંદર. જો બારી ની બહાર બો ડોકાવતો નહિ. બીજી ઉપાધિ થેઈ જહે, ની તો.”

ખાડી આવી એટલે બધાએ સમૂહમાં છૂટા પૈસા ફેંક્યા. જમનાએ હાથ જોડ્યાજે ઠાકોર જીઆંખ માં કાઇંક પુણ્ય કમાયાનાં ભાવ અને સંતોષ  સાથે.

જુના જમાના ની ખટારા જેવી બહારગામની ગાડીમાં મુસાફરી કરવા નાં અનેક લાભ હતા:

એક તો રોજ બરોજ ની રગશિયા  ગાડાં  જેવી જિંદગીમાં કાંઈ નવું.

બહાર નીકળો એટલે બચ્ચાઓ માટે તકલાદી  રમકડાં ખરીદવાની ખુશી મળે

અલગ અલગ સ્ટેશનની વખણાતી ચીજો ખાવાપીવા મળેજેમ કે પાલઘર ની મસાલા ચા, દહેણું ની દાળ, ઘોલવાડ નાં ચીકુ,

વળી ગાડીમાં ચઢી ગયેલા ભિખારીનાં ભજન ? એક અકાળે વૃદ્ધ માણસએની નાની અમથી દીકરી દોરવે ત્યાં જઈ ને ભજન ગાતાં ગાતાં હાથ લંબાવે અને લોકો બિચારા પૈસા  આપેય ખરા

બેઉ ભીડમાંથી રસ્તો કાઢતાં  આગળ વધે તેમ જેમતેમ હકડ઼ે ઠઠ બેઠેલા મુસાફરો એને રસ્તો કરી આપેકોઈ જાતના વિરોધ વગર.

હતો આપણો સમાજ; નાની નાની  વાતમાંથી આનંદ અને સંતોષ.

બોમ્બે સેન્ટ્રલ પર આગમન:

આખરે લોકલ ટ્રેન છુક છુક કરતી બોમ્બે સેન્ટ્રલ નાં વિકરાળ જંક્શન પર આવી પહોંચી. ભીખુ ની નજરોમાં તો સ્ટેશન વિકરાળ કરતા પણ વધુ ડરામણું હતું પણ મન મક્કમ કરીને માં સાથે ઊતર્યો. રવજી હવે સાથે ને સાથે હૉટ કરે નારાયણ અને આવડા મોટા જંગી શહેર માં ભૂલા પડી ગયા તો?

જમના ને થોડો ડર તો હતો પણ બતાવ્યો નહિ. ઊતરતાં ઊતરતાં એક મહાકાય ફૂલી દોડીને ચડી ગયો.

એય જરા ઊતારવા તો દે અમને?”

જમના બા તો અહીં બધું એવું . બધા જલ્દીમાં હોય. ” રવજીએ સુફિયાણી સલાહ આપી.

ભીખુ આજુબાજુ ની માયા જોઈ રહ્યો પણ સ્થિતપ્રજ્ઞ ભાવે.

ચળકાટ મારતી દુકાનો, અસંખ્ય માણસોની ભીડ, સ્ત્રીઓ રૂઆબ થી એકલી અહીં તહીં ફરે,  ખાણી પીણી ની લોભામણી હોટલો, જયાં ને ત્યાં હાથ લંબાવતા ભિખારીઓ, રૂઆબમાં સોટી હલાવતા પોલીસ જમાદારો ! અને સ્ટેશન ની છત કેટલી ઊંચીઅધધધ !

ત્રણે જાણ બહાર નીકળ્યા. હવે મલબાર હિલ કેમ જવું?

જમનાએ  એક યુનિફોર્મ પહેરેલા  પુરુષને તેમનો સામાન ઊંચકતો જોયોએય, ચોર.. ચોર.. અમારા સમાન ને કેમ હાથ લગાયડો તેં?” જમના તાડૂકી ઊઠી. સાંભળ્યું હતું મુંબઈમાં અડધા લોકો ચોર હોય છે. ભીખુ પણ અવાચક થઇ ગયો. આટલી બધી હિમ્મત અહીંના લોકોમાં?

રવજીથી હસવાની રોકી નહિ શકાયું.

અરે,  તો દયાળ સાહેબનો ડ્રાયવર લાગે છે, જુઓ ની એના ખમીસ પરદયાળજી દીપચંદલખ્યું છે.

ડ્રાયવરે બે હાથ જોડીને નમન કર્યા અને કહેસાહેબે મને કહૂયું હતું કે એક લાલ લૂગડાં વાળા બેન દેખાય તે મારા બેન જમના હશે. સાથે છોકરો ભીખુ છે ને?”

જમના ના  જીવ માં જીવ આવ્યો.

રવજીએ માથું ધુણાવ્યું. “હું રવજીપેલા પોસ્ટમેન ભાઈ સાહેબ ને ટેલિગ્રામ મોકલ્યો હતો ને ? એનો હું ભાઈ

તાર વાળા પોસ્ટમેન નો ભાઈ ગર્વ લેવા જેવી બાબત.

હતપ્રભ જમના અને ભીખુ સાવધાની થી ડ્રાયવરે ખોલેલા બારણામાંથી અંદર જઈને સીટ પર ગોઠવાયાઆંખ ત્રાંસી કરીને જોઈ પણ લીધું કે બધો સામાન પાછળ મૂકાઈ ગયો. કાંઈ કહેવાય નહિ ભાઈ. ચેતતા રહેવું અને ચોર કોઈને કહેવું નહિ.

ખુલ્લી બારીમાંથી રવજી ને કહેજોયો મારો  ભાય, દયાળજી સોલિસિટર ?- જાતની બહેનની કેટલી માયાતે લેવા આવડી મોટી મોટર મોકલી આપી

હા બહેન હવે તમે નિરાંતે ભાઈ ને ત્યાં પહોંચો. ચાલો આવજો

આવજે ભાઈ, ઠાકોરજી તારું ભલું કરે

પાણી ના રેલા માફક ગાડી રસ્તો કાપવા માંડ્યો. ઓહો તો જુઓ દરિયો , એને કહેવાય કે શું? અરે આતો ગાડી ઢાળ ચડવા મંડી! જુઓ જુઓ અહીંથી તો આખી મુંબઈ નગરી દેખાય!

થોડી વારમાં ગાડી દયાળ મેન્શાનનાં ગેટ પર આવી પહોંચી.

ભાભી બહાર ઓટલા પર ઊભી હતી તે જમનાને જોઈને દોડી આવી ને વળગીને રડવા લાગી. જુવાન જોધ છોકરો ખોયો બિચારીએ.

ચાલ રેહઈ જા હવે; ઠાકોરજીને જે ગમ્યું તે ખરું ભાભી. આપણું કાંઈ ચાલે છે એમાં? મન કઠ્ઠણ કર

હળવે હળવે  ભાભીને વાંસે હાથ ફેરવ્યો  તે ડૂસકાં ભરતી બંધ થઇ ત્યાં સુધી.

ભીખુ કાંઈ બોલ્યો નહિ.

અચાનક મામીએ એને જોયો અને બોલી પડીઅરે, તો જો આપણો ભાણેજ?  કેટલો મોટો થઇ ગયો? બરાબર મારા રણજીત જેવડો

જમના ટાપસી પૂરીમેટ્રિક હો થેઈ ગીયો, તારો ભાણેજ

ખાસ્સો  જુવાન લાગે હવે તો

તેં ભાય ને અમ્રત કેમ છે?

સારા  છે. .. તો કોઈ મિટિંગ માં ગયેલા છે. આવી જશે થોડી વારમાં. કાલે બેસણું રાખેલું તેમાં તો બોમ્બે નાં બધા શેઠીઆઓ હાજરી આપી. ”

ભાભી ની ભાષા મુંબઈ માં રહી રહી ની અહીં ની થઇ ગઈ લાગી.

વાતો કરતાં બધાં મેનશનમાં આવ્યાં.

તમે બેઉ થાક્યા હશો. જરા હાથ પગ મોઢું ધોઈને આરામ કરો એટલે .. આવશે

જમના માં હાથ મોં ધોઈ ને પગ લંબાવ્યા. ભીખુ મેન્શાનમાં ફરી ને બધું જોઈ આવ્યો.

ક્રમશ:


6 thoughts on “ભીખુ: પ્રકરણ ૪ રેલ ગાડીની મઝા

  1. લોકલ ટ્રેઈન ની સફરનું અદ્દલ દૃશ્ય! વાહ ભાઈ વાહ… દહાણું ની દાળભેળ.. સ્ટેશને સ્ટેશને ઉભતી ટ્રેઈન.. સહપ્રવાસીઓના લડાઈ ઝગડા અને મિલાપ.. નાસ્તાપાણી ની આપ લે..છેલ્લે ઘેર આવજો સુધીની મિત્રતા.. વસઈની ખાડી માં સિક્કા પધરાવવાની વિધિ… મુંબઇ નું આપણને સાવ વામન હોવાનો અનુભવ કરાવતું વિરાટ સ્ટેશન..
    ભૂતકાળ ના અમારા લોકલ ટ્રેઈન મુસાફરી ના અનુભવો: દર વેકેશન માં નવસારી થી મુંબઇ મામા અને માસી ને ઘેર જતા.. તમારા લખાણમાં ફરીથી વાંચવા મળ્યા!

  2. દરેક યુગ ની અલગ મઝા છે . ઉંમરલાયક લોકોને જૂની વાત ને (“કેવું સરસ હતું એ જમાના માં”) વાગોળવાની કંટાળાજનક ટેવ હોય એ સ્વાભાવિક છે. આજ ના એ સી કૂપે માં કુદરત નિહાળવાનો અને માણવાનો મોકો નથી મળતો. આભાર

  3. Smt. Hetal Desai of Navsari has penned her comments by Whatsapp msg – reproduced below:

    ખરેખર ટ્રેન ની સફર માં મોજ પડી ગઈ. એમ તો ગામ ની બસ પકડીને જવાની સફર પણ, ને મને તમારી ‘જમના ‘ નું પાત્ર ખૂબજ ગમ્યું . ‘લાચાર વિધવા’ ના બદલે આઝાદ જમના. વાહ! 5 માં પ્રકરણ ની રાહ જોઈ રહ્યા છે.

  4. The English version of this story on my blog has evoked the following reaction from my good friend R G Vyas of Vapi:

    One of my regular reader R G Vyas has some technical difficulty in writing his comments here so with his permission I am pasting below his comments that I received on whatsapp:

    I read both, chapter 3 and 4 in Gujarati.
    Liked train journey description excellent. It creates the “mahaul” of old train journey. Remembered good old days of traveling III class from Mumbai Central to Jetpur, my hometown in Saurashtra during my schooldays. There was no system of reservation in those days.
    Enjoyed reading.

    Thanks, R. G. Vyas for your valuable and encouraging comments

  5. Greetings Rajenbhai,

    Thanks for sharing,
    However would prefer whats app if possible without additional burden to
    you.

    Regards,
    Priti Doshi

    On Tue, Jul 30, 2019 at 4:01 PM Musings, Music & More wrote:

    > rajendranaik posted: “તે જમાનામાં રેલવેની, ‘લોકલ’ તરીકે ઓળખાતી ધીમી ગાડી;
    > બીજી તે… ‘ફાસ’ (હવેની સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) તરીકે ઓળખાતી. ઘણા કહેતાં કે
    > “લોકલ માં જવું વધારે સારું. ઓછા પૈસા અને વધારે બેસવા મળે તે નફામાં. બધા
    > સ્ટેશને ગાડી ઊભી રહે એટલે જોવાનું હો કેટલું ફાઈન? પાલઘરની ”
    >

Leave a Reply