બળબળતા તાપમાં માવડીને તગારું ઊંચકી આપતી બાળા ને

દીકરી, આકરા  તાપમાં માવડીને સાથ?

ના કોઈ તારું સપનું ? ન સમજાયું મને.

દાઝતા તારા કોમળ હાથ બનાવશે આ

રસ્તો પહોંચાડે અમીરો મહેલ સુધી?

ઝળક્યું એક મધુર સ્મિત વદન પર

પ્રસ્વેદ બિંદુઓમાં ચમકતું,  તરવર્યું;

કોમળ હાથ તારો સરક્યો ઘડીક,

હળવું હાસ્ય  માંનું “એ તો એમજ

શીખાય, ભૂલો કરતાં કરતાં ને?

જિંદગી છે લાંબી, ઊંચકશે  તું ય

તગારાં તારા પાંખડી સમ હાથ થશે 

ખરબચડા ખબરે  નહિ પડે  ક્યારે;

તારી દીકરી પણ ઉભી હશે આમ જ

મદદે પ્રેમથી, કઠોર તાપમાં, તું આમ જ

પુનર્જન્મ લેતી રહેશે નિરંતર કાળ ચક્ર


Leave a Reply