‘Allah Tero Naam’ Deciphered on Pratham Tarang – અલ્લાહ તેરો નામ – અટપટી મુરકીઓ પ્રથમ તરંગ ઉપર

Youtube link: https://www.youtube.com/watch?v=9zSnYAnK8kg

(For Gujarati please scroll down the page)

Link to the original song:

(https://www.hindigeetmala.net/song/allaah_tero_naam_ish_var.htm)

Respected Shri Vidyadhar Joglekar jee who has accompanied me on the tabla for many years insists that I must begin my concert with this serene bhajan – Allah Tero Naam., based on the Raag Gaud Sarang. For technical details of this Raag click on

(http://www.tanarang.com/english/gaud-sarang_eng.htm)

JatiSampurna – Sampurna Vakra
ThaatKalyan
Vadi/SamvadiGandhar/Dhaivat
Time(12 PM – 3 PM): 3rd Prahar of the Day: Din ka Tritiya Prahar
Vishranti SthanG; P; S’; – S’; P; G;
Mukhya-AngS G R m G P R S ; m G P ; D P S’ ; S’ D P m G ; G R m G P R S ;
Aaroh-AvrohS G R m G D P N D S’ or ,N S G R m G; P M D M P S’ – S’ N D P M P D P G R m G P R S or S’ N D P M P m g ; m g R m G P R S;

Above information courtesy of Shri Prakash Ringe from his website

My playful urge to start the recital with some other song with a bang literally gets the treatment that it deserves – gets shot  down. I recall even my other tabla wizard, Shri Uday Kangutkar puts me on the mat with the same idea. Mayt the tribe of such accompanists swell.

Being an Atheist of sort, I have some initial hesitation but finally give up and take up this song. As I launch into the song I see some unseen entity guiding my fingers to mimic the finer nuances of melody, the meends , the murkis, the balance between the notes. I can see the listeners in the audience about to shed tears of joy. Perhaps the entity that guides my fingers is God – the divinity manifesting itself through the beautifully crafted song. As I continue my playing I have this feeling of being an instrument of that Music God. 

The modified Indian Banjo that I have renamed as Pratham Tarang, does not easily lend itself to play such songs. One of my avid fans – Shri Upendra Rawal, himself a great tabla wizard and brother of the legendary  Sugam Sangeet vocalist  Janardan Rawal– once pulled me up for playing too many strokes with the right hand in such songs. He heard me play the prelude of a gazal, again by Lata Didi, – Yun hasaraton ke daag – and trolled me for sounding like a marching song. Well, well, well. Munibhai (his pet name) should know. Just like Maa Annapoorna Devi asked the celebrated flautist Pandit Hariprasad Chaurasia to change the way he held his flute (the rest, as they say, is history), I struggled to change the way I played many of these songs. 

“Minimize the use of hard strokes of the right hand, this is not a taan you are playing to show of your skills”, Munibhai exhorted.

You will see the effect of his troll yourself if you watch me carefully. Most of the work of meends, murkis and even the fast avarohas are all done with just one stroke of the right hand, the left hand fingers doing the rest. Can you imagine how the Sitarist in me  had to control my urge to strike with my right hand? With practice, I have been even able to prolong the ‘breath’ of a note without the iriitating fast right hand movement – for example watch the note Ga when I play ‘naam’, and the note upper Sa when I play the first note of alaap in the first interlude. 

The Sarod pieces did require the hard stroks by the right hand – watch the string of notes – 

                               *

MaGaPaMaReSaniDh             (An asterix above the note is for the lower octave, the lower case in ni denotes komal or flat note)

Note how I execute the difficult combination of

DhSani    ……………ni…………

naaaaa    …………..tu……

as in the line “Maa bahano ki aas na tute

The meend “DhaSani” is played with just the left hand; and after the long pause (breath) one stroke on ni (for tu….) 

The cameo appearance of Komal Ni!

Here is something that will shock the purists! The song uses komal ni liberally but the pure form of Raag Gaud Sarang it is the Shuddh ni that is to be used. Well, the music composers had the liberty to use whatever made the song suited to the requirement of the scene. No quarrel with that, you know. 

Read the comments by the musicologist Rajen S Parrikar at https://www.parrikar.org/hindustani/gaudsarang/ and you will realize that there is no dearth of controversies surrounding the Raag structure of many raags. About the komal Ni he writes “Finally, the komal nishad may occasionally make a cameo appearance as a vivadi swara in phrases such as S”, D n D P.”

You may enjoy a lively description of many gems from the Hindi Film Music world based on this Raag  in this link by Parrikar jee.

Anyway, let us not worry about such digressions that at best can be called ‘embellishments’

Evidently, it is always a challenge to play this song, particularly on the Pratham Tarang,  and incredible though it may sound I learn something new everytime I attepmt this song

Music, my God, has been kind to me all these years. I conclude by saying “Muze sanmati de bhagawaan”

This is a part of the full concert at Vadodar on Feb 20, 2021, courtesy of my friend Shree Bharat Shah and his wife Madhu; The baithak was attended by, among other friends and well wishers , Shri Rajesh Kelkar jee, the Dean of Department of Performing Arts M. S. Univeristy Vadodara

—————————————————-

અલ્લાહ તેરો નામ – અટપટી મુરકીઓ પ્રથમતરંગ ઉપર

મારા માનનીય તબલા સંગતિકર્તા શ્રી વિદ્યાધર જોગલેકરજી મને હમેશાં કહે કે કાર્યક્રમનો શુભારંભ તો આ ગૌડ સારંગ પર આધારિત પ્રાર્થનાથી જ થાય. મારા એક બીજા વિદ્વાન સાથી તબલા વાદક શ્રી ઉદય કાનગુટકારજી નું પણ એવું માનવું છે. શ્રોતાગણને પહેલેથી તાનમાં લાવી દેવા મારું મન ધમાકેદાર ગીતથી શરુ કરવા લલચાઈ જાય ખરું પણ..પલળી ને ઝૂકી જાઉં. ભલું થજો આવા સંગતિ મિત્રોને.
નિરીશ્વરવાદના નાદે ચડેલો હું મારા ખચકાટને ન ગણકારતાં સંગીતને ઈશ્વર માની આ ગીત શરુ કરી દઉં. જેમ હું એમાં ઝબોળાતો જાઉં તેમ કોઈ અદ્રશ્ય શક્તિ મારી આંગળીઓ પ્રથમ તરંગ પર અદભૂત રીતે ફેરવતી હોય એવું પ્રતીત થવા લાગે. ગીતની શક્તિ એટલી સબળ છે કે થોડીક ક્ષણોમાં કેટલાક શ્રોતાઓની આંખો છલકાતી જોઈ શકું.અટપટી મીન્ડ, મુરકીઓ અને મુશ્કેલ લાગતા સુર સમૂહો કેવી રીતે વાગી રહયા છે એ મારી સમઝની પણ બહાર છે. આ ગીત નો પ્રભાવ કે પછી માં સરસ્વતી ની કૃપા કહો ; જાણે માં સ્વયં એની આંગળીઓ ફેરવી રહી હોય.

ખરું પૂછો તો ભજન કે કવાલી માં સાંભળવવામાં આવતો આ દેશી બેન્જો – જેને મેં થોડા ફેરફાર કરી ને નામ આપ્યું છે ‘પ્રથમ તરંગ” આવા ગીત વગાડવા બિલકુલ અસમર્થ છે. ધ્યાન ન રાખો તો ગીત સાદા ભજન જેવું લાગે. મારા એક બીજા સહૃદયી મિત્ર, શ્રી ઉપેન્દ્ર રાવલે (પ્રખ્યાત સંગીતકાર અને ગાયક શ્રી જનાર્દન રાવલ ના ભાઈ) મને હલાવી નાખે એવી ટકોર કરેલી. મેં વગાડેલું ગીત – એક ગઝલ ‘યું હસરતો કે દાગ – એમણે યુટ્યુબ પર સાંભળ્યું ત્યાં તો ઉકળી ગયા. શરૂઆતનું પ્રીલ્યુડ સાંભળી ને કહે “અરે ભાઈ, આ તમે માર્ચિન્ગ મ્યુઝિક વગાડ્યું છે કે કેમ?”
મને ત્યારે ભાન થયું કે જમણા હાથથી વધારે પડતા સ્ટ્રોક મારવાથી આવા ભાવવાહી ગીતનો સત્યાનાશ થઇ જાય.
“આ કાંઈ તમારા સિતારના તાન વગાડવાનો ઉતસવ નથી કે જમણા હાથે હલાવ્યે રાખો છો” મુનીભાઈએ (ઉપેન્દ્ર ભાઈ નું હુલામણું નામ) મને જાણે સીધો કરી નાખ્યો. એ પછી તો મેં મારી વગાડવાની રીત બદલી કાઢી.

વિખ્યાત બાંસુરી વાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની વાત પણ કાંઈ આવી છે. માં અન્નપૂર્ણા દેવી પાસે હિમ્મત કરી ને આગળ શીખવા ગયા તો માંએ અમને વાંસળી પકડવાની રીત જ બદલાવી કાઢી!

આ ગીતમાં મને વગાડતો ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે મુનીભાઈએ કાઢેલી ઝાટકણી કેટલી કામ આવી ગયી. મોટા ભાગના મીંડ, મુરકી અને દ્રુત લય માં લેવાયેલ અવરોહ સુધ્ધાં જમણા હાથના એક સ્ટ્રોકથી; બાકી બદ્ધુ ફક્ત ડાબા હાથની આંગળીઓથી લીધું છે. મારામાં છૂપાયેલ સીતારીઆને આમ જમણા હાથથી કમાલ બતાવવાનો મોકો ગુમાવવાનો કેટલો અફસોસ થયો હશે! ઘણી ખમ્મા એ સિતારીયા જીવને!
જમણા હાથથી કંટાળા જનક ઝર્ઝરાટી ને બદલે ફક્ત ડાબા હાથ વડે એક સુર નો શ્વાસ લંબાવવા ની કલા ઘણી મહેનત પછી કાઇંક હસ્તગત કરી છે,

જુઓ :
ગીત માં આવતા ‘નામ “શબ્દ વગાડતાં ‘ગ’ ના સુર પર શ્વાસ લંબાવ્યો છે
પહેલા અંતરાના ઇન્ટરલ્યુડમાં સૌથી પહેલો તાર સપ્તક નો ‘સા’ કેવો લંબાવ્યો છે જ્યા લતા દીદી આલાપ કરે છે.
જો કે જયાં સરોદ વાગે છે ત્યાં જમણા હાથના સ્ટ્રોક નો ભરપૂર ઉપયોગ કર્યો છે , જેમ કે ,
સ્વર સમૂહ મ ગ પ મ રે સા ની ધ – અહીં ‘ની’ કોમળ અને મંદ્ર સપ્તક નો છે.

મુશ્કેલ સ્વર સમૂહો ને કેવી રીતે વગાડયા છે એ જુઓ: જેમ કે :
ધ સા ની ………….ની (‘ની’ કોમળ છે )
નાઆ …………….ટૂ (ગીતમાં “માં બહનો કી આસ” “નાઆ ……ટૂ” ટે )
(એક સ્ટ્રોક) (એક સ્ટ્રોક)

કોમલ ‘ની’ ની કમાલ:

શુદ્ધતાના આગ્રહી ગુણીજનોને આંચકો આપે એવી વાત છે આ. ગીતમાં દેખાતા / સંભળાતા સુર કોમલ ‘નિષાદ’ ને ગૌડ સારંગ રાગ માં અવકાશ જ નથી! તો પછી એ કેવી રીતે આવ્યો? શુદ્ધ ‘ની’ આવે. હવે સિનેમા ના સીન માં આવતા ભાવ ને અનુરૂપ સંગીત કાર આમ કરી શકે.
અહીં જાણીતા સંગીતજ્ઞ શ્રી રાજેન પારિકરના વિચારો વાંચવા જેવા છે https://www.parrikar.org/hindustani/gaudsarang/ રાગ ના સ્વરૂપ, એના બંધારણ વિષે વિવિધ જાતના માટે પ્રવર્તે છે. કોમલ ‘ની’ માટે એઓ લખે છે કે ” Finally, the komal nishad may occasionally make a cameo appearance as a vivadi swara in phrases such as S”, D n D P “
આ જ રાગ પર આધારિત બીજા કેટલાક ગીત નો પરિચય એમણે આપ્યો છે એ વાંચવા જેવો છે.

આ ગીતને વગાડવાની ધૃષ્ટતા કરવી એ એક મોટા સાહસની વાત છે અને એ પણ પ્રથમ તરંગ પર! નવાઈ એ વાત ની છે કે મેં જેટલી વાર આ ગીત વગાડ્યું છે કઈ નવું અચૂક શીખ્યો છું.

એ નિર્વિવાદ છે કે મારા ઉપર માં સરસ્વતીનો આશીર્વાદ રહ્યો હશે ; તો એઓ મને “સન્મતિ” આપે’ એ જ અભ્યર્થના
————
આ બેઠક મારા પ્રિય મિત્ર ભારત શાહ અને એમની પત્ની શ્રીમતી મધુ ભાભી ના સૌજન્ય હેઠળ વડોદરા માં ફેબ્રુઆરી ૨૦, ૨૦૨૧ યોજાઈ શકી. મિત્રો અને હિતેચ્છુઓમા વડોદરા એમ એસ યુનિવર્સીટી ના ‘ Performing Arts ” ડિપાર્ટમેન્ટ ના ડિન શ્રી રાજેશ કેલકર ની હાજરી બદલ એમનો આભારી છું.


4 thoughts on “‘Allah Tero Naam’ Deciphered on Pratham Tarang – અલ્લાહ તેરો નામ – અટપટી મુરકીઓ પ્રથમ તરંગ ઉપર

  1. Thanks, Ashvin. The lyrics of the bhajan are not mine! I have merely tried to reproduce the melody along with its intonations on an instrument really not suited for such compositions

Leave a Reply to Rajesh DesaiCancel reply