Zindagi Dene Waale Sun – the immortal song by Talat Mehmood – ઝિન્દગી દેને વાલે સુન, તેરી દુનિયા સે દિલ ભર ગયા. -LIVE

(For the English Version please scroll down the blog)

વર્ષો પહેલાં  રિલીઝ થયેલી ‘દિલ એ નાદાન’ નામની ફિલ્મમાં હીરો તલત મહેમૂદ માલીકને આવી કાકલુદી કરતો જોવા મળે છે. ફિલ્મ તો મેં જોઈ નથી એટલે એનું દિલ કેમ ભરાઈ ગયું એ રામ જાણે પણ તલતના મખમલી અવાજમાં ગવાયેલું આ ગીત કાઇંક અંશે આજની કોવિદની વિકટ પરિસ્થિતિથી કંટાળીને ગવાયું  હોય એમ નથી લાગતું? શાયર શકીલ બદાયુની કદાચ ભવિષ્ય વેત્તા હશે. હું તો બસ ગીતના સુરને પ્રથમતરંગના બે તારો પાર આંગળીઓ નચાવીને શ્રોતાઓનું મનોરંજન કરવા મથી રહ્યો  છું.

ભૂતકાળની કોઈ વિષાદયુક્ત ઘટના ને યાદ કરીને ગીત ગણગણવું એ એક જાતનો વિચિત્ર આનંદ છે. એમાં પણ મારા જેવો કોઈ યાદ અપાવે તો ? મારી સામે બિરાજમાન શ્રોતાઓનો પ્રતિભાવ તમે જોઈ શકો  છો. કેટલાક ગુણીજનો તાળી પાડીને તાલ આપે છે જયારે કોઈ ખુરશીના હાથા પાર તબલાનો કસાબ અજમાવે છે. જોયું? હું તો ફક્ત સુર છેડું છું પણ પૂરાણી યાદો એમને શબ્દો યાદ અપાવી દે છે! મેં તો બેકસૂર હું ના? તો વળી અન્ય ગુણીજનો પોતાની આગવી રીતે સાથ પૂરાવે છે. પછી ભલેને વાતાવરણ  કોવિદ યુક્ત કેમ ના હોય ? અદભૂત! 

હવે એક બીજો અનન્ય નજારો જુઓ! વિષાદયુક્ત ગીતના શબ્દો કે સુર કેટલીક વાર કે પછી  કેટલાક વિશિષ્ટ પ્રકારના ગુણીજનો પર કોઈ જાતની અસર કરી શકવાને અસમર્થ ! બિલકુલ અસમર્થ! 

જરા stej ની જમણી બાજુએ બિરાજમાન બે  વ્યક્તિઓ પર દ્રષ્ટિપાત કરો. મારા જેવા નાચીઝ બજૈયાથી કંટાળીને જરા નજર જમણી તરફ ઘૂમાવો. (નાચીઝ શબ્દ સારા કે નબળા સંગીતકારો પોતાને વર્ણવા માટે છૂટ થી વાપરે છે!  આ તો જરા ગમ્મત!) 

અમે તો ભાઈલા અમારી રોજ બરોજની જિંદગીમાં થઇ રહેલી ઘટનાઓ વિષે એક બીજાને જણાવીને સંતોષ લઇ રહયા છીએ. વળી બીજા શ્રોતાઓની માફક ભરપૂર આનંદ લઇ રહયા છીએ – આનંદનાં કારણને  ગીત સાથે કોઈ નિસ્બત નથી !

હોય હવે એવું. ફિલ્મનું નામ ‘દિલ એ નાદાન’ સાર્થક હોય એમ નથી લાગતું? મારે માટે તો સર્વે શ્રોતાઓ  ઈશ્વરનાં  પ્રતિક છે – શાંતિ થી બેસી રહે, ધ્યાન આપે કે ન આપે, અતિશય ઉલ્લાસિત થાય તો ગાઈ ઉઠે, બસ!

આખરે- 

તલત ના ગીતમાં મહેરબાં, નાદાં, સામાં  જેવા ટૂંકા અનુસ્વાર વાળા અલફાઝ ન આવે એ બને જ નહિ. એ ગાય છે કે, ” ગમ કા સામાં હૈ, જૈસે જાદુ કોઈ કર દિયા”. બોલો, ગમમાં પણ જાદુ. વિરોધાભાસ તે આને કહેવાય, ભાઈલા! 

—————-x——————-x—————-x——————

Zindagi Dene Waale Sun – the immortal song by Talat Mehmood

“Listen oh Lord, I am tired of the life you have given. Going through the motions of the life I am as good as dead”, cries the hero, Talat Mehmood in the movie, “Dil e Nadan”.

The velvety voice of Talat does full justice to the pathos that the lyricist Shakeel Badayuni had in mind. 

In the video, I try not to appear as pensive as my face usually does, strumming away at the two strings of my Pratham Tarang.

In the dreadful times of the pandemic, the song perhaps rhymes with the hopelessness that the people at large seem to gradually slip in. 

The nostalgia works wonders here as well. Some of the members of the audience bravely sing along while my fingers play out the melody minus the verses. They are happy, oblivious of the Covid lurking around, reassured and smug with their masks on and a semblance of social distancing as per the diktat of the authorities. Some of them are even carried away, marking the simple beat pattern by clapping their hands or tapping at the arm-rests of the chair. 

If you think this is contradictory- enjoying a song full of pathos, just look to the right of the performing artistes! You may miss it despite the fact that what I am playing on my Pratham Tarang is not at all spell bounding. (Wow! Here I am trying my best to be self-effacing, you got me!) 

The duo to the right of the stage is performing as well, away from the gaze of the audience – absorbed in their own little mundane world. They have nothing to do with the ruminating lyrics and the beseeching voice of the master crooner. They are the ‘Dil e Nadaan” of the show, get me?

Finally, any song by Talat is never complete without his pet words meherbaan, gam, saamaan, etc.

He sings ‘Gam kaa saamaan hai, jaise jaadu koi kar diyaa’. Absolutely! In spite of the pensive mood that he succeeds in creating, he calls it ‘Jadu koi kar diyaa’ 

After all, there is some jadu (magic) in Gam (pain)


2 thoughts on “Zindagi Dene Waale Sun – the immortal song by Talat Mehmood – ઝિન્દગી દેને વાલે સુન, તેરી દુનિયા સે દિલ ભર ગયા. -LIVE

 1. As usual, enjoyed.

  On Mon, 12 Apr 2021 at 17:06, Musings, Music & More wrote:

  > Rajendra Naik posted: ” (For the English Version please scroll down the
  > blog) વર્ષો પહેલાં રિલીઝ થયેલી ‘દિલ એ નાદાન’ નામની ફિલ્મમાં હીરો તલત
  > મહેમૂદ માલીકને આવી કાકલુદી કરતો જોવા મળે છે. ફિલ્મ તો મેં જોઈ નથી એટલે એનું
  > દિલ કેમ ભરાઈ ગયું એ રામ જાણે પણ તલતના મખમલી અવાજમાં ”
  >

Leave a Reply