આઈ હેવ આ ડ્રીમ – ABBA નું યાદગાર પોપ્યુલર ગીત

ABBA નું નવું આલબમ બહાર પડી રહ્યું છે – ૪૦ વર્ષ ના વહાણા બાદ! એક નવા જ અવતાર માં. આલબમ નું નામ છે voyage . હવે આ નવતર ડિજિટલ અવતાર તો જેવો હોય એવો (સારો જ હશે) પણ જરા યાદ કરો – મેં એમનો એક નવતર અવતાર આ વર્ષના મે મહિના માં તમારી સમક્ષ રજુ કરી દીધો જતો જેને નામ આપ્યું હતું ‘બજાઓકે’ અવતાર! કદાચ ABBA ના કલાકારોને પણ ખબર નહિ હોય. તમે એ અવતાર જો ન જોયો હોય તો જુઓ અહીં https://rajendranaik.com/2021/05/09/આઈ-હેવ-આ-ડ્રીમ-abba-નું-યાદગાર/ કારણકે નવું આલબમ તો છે….ક નવેમ્બર માં આવશે!

કરાઓકે નું એક નવતર સ્વરૂપ – ‘બજાઓકે’ કારણકે મેં સાથે ગાવા ને બદલે પ્રથમ તરંગ પર વગાડ્યું છે.  કેટલાય વર્ષો થી તમે મને ગીત ને સંપૂર્ણ રીતે એટલે કે આગળનું મ્યુઝિક, ગીત, વચ્ચે નું મ્યુઝિક – બધું  વગાડતા જોયો / સાંભળ્યો  છે. અહીં ગીત વગર બધા વાજિંત્રો એમ ને આમ રહેવા દીધાં છે.  ગીત એકદમ ભવ્ય સ્વરૂપ માં વાગતું હોય એમ લાગશે.

ABBA એ સ્વીડન નું ગ્રુપ  ૧૯૭૦ ના દાયકા માં ખૂબ  પોપ્યુલર  થઇ ગયું હતું – ઇન્ડિયા માં પણ! ગીતો એમના ખૂબ મેલોડિયસ હોય છે જેથી મારા અતિશય પ્રિય  છે.એમના     voulez – vous  આલબમ માં નું એક આઈ હેવ આ ડ્રીમ” અહીં પેશ કરૂં છું. થોડા સમય પહેલા એમનું બીજું એક ગીત “ચીકીતીટા ” મેં યુટ્યુબ પર મૂક્યું હતું  જે જાણકાર શ્રોતાઓને પસંદ પડ્યું હતું. 

જુઓ તમને  ગમે છે કે નહિ? 


Leave a Reply