પ્રથમ તરંગ ઉપર -तू प्यार करें या ठुकराएँ 

મારૂં ખોવાયેલું બચ્ચું મળી ગયું! આનંદો

છોકરું ખોવાયું હોય ત્યારે માં કેવી રઘવાઈ થઇ ને દોડતી દોડતી શોધવા લાગે અને બચ્ચું મળી જાય ત્યારે? વડોદરા પ્રોગ્રામના ત્રણ વિડિઓ યૂટ્યૂબમાં પોસ્ટ કર્યા પછી અચાનક બાકીના બધા ગીતો ખોવાઈ ગયાં. છેક ગઈ કાલે એમાંના થોડાં મળ્યાં. કેટલો આનંદ થયો હશે મને?

એટલે હવે એમાંના બાકીના થોડાં સારા ગીતો પોસ્ટ કરવાનું શરુ કરું છું.

ગઝલ, લતા અને મદન મોહન-  આ ત્રિવેણી સંગમ અદભૂત જ હોય. ‘તૂ પ્યાર કરે યા ઠુકરાયે..” રજુ કરું છું, ફક્ત મુખડું અને એક અંતરો. 

એક વિશિષ્ટ ઠેકા વાળા કેહેરવા તાલમાં બાંધેલી આ ગઝલ વગાડવી એ એક પડકાર છે જે ઝીલી લેવો  એ મારો અભિગમ રહ્યો છે. મુખડાની શરૂઆત તમે જુઓ.

तू प्यार करें या ठुकराएँ 

हम तो है तेरे दीवानो में 

સા થી શરુ કરીને ગઝલ છેક તાર સપ્તકના કોમળ રે સુધી  ‘હૂં તૂ તૂ તૂ’ કરીને  વળી પાછી મધ્ય  સપ્તકને રમાડતી આખરે ‘સા’ ના ઘર માં ભરાઈ જાય છે. 

અંતરામાં તો અજબ  કમાલ કરી છે. મધ્ય સપ્તકના ‘પ’ થી લઈને તાર સપ્તક ના શુદ્ધ ‘રે’ ને છેડતી, ઉત્તરાંગને રમાડી ‘પ’ માં શ્વાસ લે છે. બસ, આ ચાર જ લાઈનો – બે મુખડાની અને બે અંતરાની ! ગઝલ સમાપ્ત!

હવે થોડી  ખૂબીઓની વાત કરું:

મુખડામાં ઠુકરાયેંમાં’ ‘યેં વગાડવાની એક અનોખી ચેલેન્જ છે. એક સહજ રીતે લીધેલો ગમક પણ એકદમ નઝાકત થી લેવો પડે ! બંને હાથનું બેલેન્સ પડકાર જનક છે. એ જ પ્રમાણે અંતરામાં ‘જીતેં’ નું ‘તેં’ નો ગમક એથી પણ વધારે પડકાર જનક છે. 

मरने से हमें इंकार नहीं

जीतें हैं मगर एक हसरत में 

ધ્યાનથી  જોશો તો મારી ત્રિકોણી  પત્રીની એક બાજુ હલ્કે જમણે હાથે તાર ઉપર નઝાકતથી પીંછાની જેમ ફેરવીને આ ગમક કાઢું છું.  સાહેબ, પીકઅપ માઈક તો એક નિષ્ઠુર, નિર્જિવ  વસ્તુ છે જે તાર પર કરેલા કોઈ પણ આઘાતને એમ્પ્લીફાય કરી નાખે.પણ પડકાર એ છે કે પત્રીની ત્રિકોણની સાઈડથી આઘાત કરવો અને એનું વોલ્યુમ કંટ્રોલમાં રાખવું જેથી જરૂર કરતાં વધારે એમ્પ્લીફાય ન થઇ જાય. લતાની કારીગરી ત્યારે જ પ્રથમ તરંગ માં ઢળે. 

આખરે, અંતરો વગાડીને હું મુખડા પર આવું છું ત્યારે આપણા તુષાર ભાઈ મારા ઈશારાને માં આપીને ‘લગ્ગી’ સુંદર રીતે વગાડે છે. ક્યાં બાત હૈ, તુષાર ભાઈ!  

છેલ્લે, જતાં જતાં, એક ટીખળ સૂઝે છે મને! ૧૯૫૫ નું પેલું એક ગીત યાદ આવે છે? ફિલ્મ યાસ્મિન – “મુઝપે ઇલ્ઝામ બેવફાઈ હૈ’ ,સંગીત આપણા સૌના ચાહિતા સી. રામચંદ્ર! ‘તૂ પ્યાર કરે…’ અને’ મુઝપે ઇલ્ઝામ…’ – બને ગીત ની પહેલી પંક્તિ જાણે એક જેવી નથી લાગતી? હેં ને? 

કોઈ મને કહેશે ભાઈ આવી મઝાક ન કરો તો ન ચાલે? જવા દો તો, ફરી કોઈ એક વાર એ વિષે વાત માંડશું. 

તમે સમજ્યા હો તો કોમેન્ટ માં જરૂર ઠપકાવો. 

હવે વધુ કઈ લખું તો ગીતની સુંદરતાને અન્યાય થશે. 


3 thoughts on “પ્રથમ તરંગ ઉપર -तू प्यार करें या ठुकराएँ 

  1. Sometimes, there is no need to comment, because the entire article reads like you are speaking on my behalf 😊 😊 (…barring, of course, those specific comments arising from classical-music-knowledge.) Keep it up, Rajendra!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s