અતિ સરળ છે!
મારા આધુનિક યુગના વાચક મિત્રો, પુસ્તક હાથમાં લઈને પાનાં ફેરવીને વાંચવાનો જમાનો ધીરે ધીરે અદ્રશ્ય થઇ રહ્યો છે!
સૌથી પહેલા મારી વેબસાઈટ http://www.rajendranaik.com ખોલો. આ પછી અહીં દર્શાવેલ વિધિ થી આખું પુસ્તક ડાઉનલોડ કરો – બિલકુલ ફ્રી!
મારી વેબસાઈટ આમ દેખાશે. એમાં એરો થી બતાવ્યું છે તેમ ‘જમના વાર્તા સંગ્રહ ‘ પર ક્લિક કરો

હવે તમારી સામે એવું પેજ દેખાશે. એમાં બતાવ્યા પ્રમાણે પેજ ની છેક નીચે સુધી જાવ

હવે જ્યારે આ પેજ ખુલે એટલે એરો થી બતાવ્યા પ્રમાણે ‘ download ‘ નું બટન ક્લિક કરો.

નીચે બતાવ્યા મુજબ આખું પુસ્તક તમારા મોબાઈલ ફોન કે લેપટોપ કે આઈ પેડ માં આવી જશે – થોડો સમય લાગશે પણ જરા ધીરજ ધરો

હવે પુસ્તક તમારા મોબાઈલ ફોને/ લેપટોપ કે આઈ પેડ પર ખુલી ગયું. બસ હવે વાંચતા જાવ અને નીચે નીચે સ્ક્રોલ કરતા જાવ.
છેને સરળ? ? હવે તમને પુસ્તક વાંચવા ઇન્ટરનેટ ની જરૂર નહિ પડે.
તે છતાં જો પુસ્તકને હાથમાં પકડીને પાના ફેરવવાની અદમ્ય ઈચ્છા હોય તો મારો સંપર્ક કરો rbnaik46@gmail.com પર. હું તમને પુસ્તક મોકલવાની કોશિશ કરીશ