મોજે પલસાણા ડિસેમ્બર ૭, ૨૦૨૧ Post Palsana

For English version please scroll down

વહેલી સવારે નીકળ્યા કાકા ફરવા. ડિસેમ્બર ૭, ૨૦૨૧

‘પેલા ડોહા આવતા છે’ બહુ ગીચ નહિ એવા પલસાણા બજારમાં એક નાની કટલરીની દુકાન માંડીને બેઠેલાં બેન બબડ્યાં. મનમાં એમ કે આ ઉમરવાળા ડોહાને કાને ઓછું સંભળાતું હશે. એને થોડી ખબર કે આ ઠંડીની સીઝનમાં બધો અવાજ જરા મોટો જ સંભળાય.
હું વહેલી સવારે નીકળી પડ્યો દૂધ લેવા, સાથે સવારનો મોર્નિંગ વોક પણ થઇ જાય. પલસાણા અમારું શોપિંગનું મક્કા -કાંઈ જેવું તેવું નહિ- કચરાના ડબ્બાથી ફ્રિજ સુધી બધ્ધી વસ્તુ મળી રહે અહીં.
બેને મને બબડતાં બબડતાં ડોહો કહ્યો એ જાણે મેં સાંભળ્યું જ નથી એમ કરીને ઠાવકાઇથી એની દુકાને ઉભો રહી ગયો.
‘મોર્નિંગ વોકમાં નીકયરા કે કાકા? ચાલો એ બહાને તબિયત હચવાઇ જાય કેમ?’ બેને સનાતન સત્ય કહી દીધું મને.
‘ગુડ મોર્નિંગ પોરી, કેમ છે?’
‘તે કાકા તમે છે….ક પેલી અવધ રેસિડન્સીથી ચાલતા આયવા / કે પેલા વૃદ્ધાશ્રમથી?’
‘જો એ વૃદ્ધાશ્રમ નથી. એનું નામ પેલા ક્રિકેટમાં આવે ને તે ‘એક્સટ્રા ઇનીંગ્ઝ રિસોર્ટ ‘ છે, હમજી?’ પલસાણામાં અમારા રિસોર્ટનું નામ વૃદ્ધાશ્રમને નામે વગોવાઈ જાય એ પહેલાં ચોખવટ કરી લેવી સારી.
‘તે તેજ તો વળી.’ હવે બેને હથિયાર સજાવ્યાં. વૃદ્ધાશ્રમ નામ લેતા આંખ સામે પેલાં જેમ તેમ ચાલતા, બબડતા , આંખ પર હાથ રાખીને જોતા અને આંશિક રીતે સાંભળતા બુઢ્ઢાઓની જમાત તરવરવા લાગે. છટ્ટ….
બેનના નવા વાક-પ્રહાર પહેલાં અમુલની એક વાન બાજુમાંથી પસાર થઇ ગયી.
‘તે તમે દૂધ રાખો કે? અમુલ દૂધ?’
‘ની રે એ ધંધામાં કાંઈ પૈહા ની મલે’ બેને મોં મચકોડ્યું.
‘ચાલો ત્યારે’ કરીને મેં વાન પાર્ક થયેલી એ દુકાન તરફ નજર માંડી.
‘પણ કાકા…’, બેનના અવાજમાં હવે કાંઈ રોનક આવી, ‘જો મને રોજનો મોટો ઓર્ડર મલે તો હું ત્યાં બધ્ધા ડોહા .અરે ખરા, ઉંમરવાળા લોકોને દૂધ આપવા તૈયાર છું, હેં કે ‘
‘તે તું અમારા મેનેજરને આવીને વાત કરની?’ આટલી મોરી બિઝનેસ ટીપ આપીને હું એકદમ ખુશ, અને ઉઠ્યો.
‘અરે કાકા, આ તમારા ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ પડી ગયેલી તે દેખાય કે ની?” એણે દુકાન આગળ પવનમાં આમ તેમ ફરતી નોટ બતાવી.
‘અરે ત્તારી, મારા પેન્ટના ફાટેલા ખિસ્સામાંથી પડી ગઈ લાગે’, કહીને હું આભારવશ હસ્યો અને ચાલતી પકડી ત્યાંથી.
‘અંકલ, તમારું નામ??” કાકા માંથી અંકલનું પ્રમોશન મળી ગયું મને.
‘હું પેલા વૃદ્ધાશ્રમ … અરે એક્સટ્રા ઇનીંગ્ઝમાં સૌથી ઘરડામાં ઘરડો ડોહો,’ અને પાછળ નજર મારી તો બેનનું મોઢું જોવા જેવું, ‘અને બીજું, મને બદ્ધે બદ્ધુ બરાબર સંભળાય હેં કે, આવજે ત્યારે, જેશ્રીક્રષ્ણ ‘

ઉપસંહાર :હું કરગર્યો ‘હે ક્રષ્ણ ભગવાન, સર્વેને બે ટંકનું ભોજન આપજો’ તો ક્રષ્ણ ભગવાન પ્રગટ થયા અને કહે’ જે મારી ઉપાસના શ્રધ્ધાથી કરશે એને ભોજન મળી રહેશે અને એ તરસ્યો પણ નહિ રહે. તથાસ્તુઃ’

————– ————- ————– ————— —————

Post Palsana 

Morning Walk December 7, 2021

‘Here cometh the old man ’, mumbled the young woman minding the cutlery store in the not so busy Palsana bazar. She was sure an old man like me must have lost the auditory perception of normal mortals. Besides, the dense air made it easy for the sound to be heard loud enough. 

It was a cool winter morning that saw me ambling across to Palsana, our Mecca for assorted shopping, ranging from dustbin bags all the way to refrigerators. 

I pretended not to have heard her remark and halted my march at her little shop. 

‘Morning walk? Good for you, Kaka’, she welcomed me with the oft heard homily. 

‘Good morning, pori’

“You walked all the way from Avadh residency? or from the ‘Vruddhaashram’?”

‘It is not called Vruddhashram, beta. It has a beautiful sporty name- Extra Innings’ resort’, Before the resort’s  beautiful name got labelled as Vruddhashram I had to set the records straight.

“Aha, it’s the same, Kaka,’ she added, ready for further battle. Her description of our abode conjured up images of teeming oldies barely able to walk, see and hear.

The Amul milk van sped by.

‘Do you have milk, Amul milk?’

‘Nope. No money in that dhandha’

‘All right then,’ I set my next destination to the shop where the van was parked

‘But Kaka, ….’

‘What is it now?’

‘I can deliver milk to all the oldies in your Extra Innings if I am assured of bulk orders’, her eyes twinkled in anticipation of a windfall from the new dhandha.

‘Well, you will have to meet our manager for that’, I got up, happy to have parted with an invaluable tip to the business savvy lady.

‘Hey kaka, look you dropped your 100 Rupee bill’, she pointed to the bill flying about at the entrance of the tiny shop. 

‘Thank you, beta, it must have fallen off the torn pocket of my shorts’, I managed a smile.

As I laboured to resume my walk, she yelled out, “ Kaka your name?’

‘The senior-most old man from the Vruddhashram’, and…’ I turned and saw the befuddled expression on her face…’and

my auditory perceptions are still as good as yours. No need to yell, Jay Shree Krishna’ 

Epilogue: They ask: ” Lord, ever more give us this bread,” and he answers: ” I am the bread of life: he that cometh to me shall not hunger, and he that believeth on me shall never thirsty.”


4 thoughts on “મોજે પલસાણા ડિસેમ્બર ૭, ૨૦૨૧ Post Palsana

  1. Interesting epilogue and love the gujarati version more as it catches the actual essence, words and flavours of the native language.👍🏽👍🏼👍🏻

Leave a Reply