મોજે પલસાણા        Dec 15, 2021                  Post Palsana 

Episode 2     December 15, 2021

For Gujarati text please scroll down to the end of English text ગુજરાતીમાં વાંચવા ઈંગ્લીશ ટેક્સ્ટ પૂરી થાય ત્યાં સુધી નીચે સ્ક્રોલ કરો

Which Palsana? Or Palisana?

Our Extra Innings senior resort proudly belongs to Palsana but , having been labelled as ‘Vruddhashram’, it is still a bit outcaste in the eyes of bonafide residents of the town. The omni present Google didn’t help either. As a matter of fact it led me to some other Palsana, a city located in the Sikar District region of Rajasthan state in the ‘Saarey Jahaan se achchha’ Hindustan. 

It is only about 84 km away from pink city of Jaipur, 350 km from Jodhpur, 245 km from Bikaner and 250 km from Delhi. Yes, check it out yourself.

Going around the by lanes of our Palsana, I sometimes give in to the urge of checking the antecedents of the local shop-keepers to discover that most of them are from a single district  called Pali district – a district with Ajmer, Jodhpur and Udaipur forming a triangle. Sikar district is just north of Pali district. 

The enterprising businessmen apparently  found it worthwhile to migrate to South all the way to our Palsana. 

They have taken over the taluka business in such a large numbers to justify a demand to change the name to Palisana. 

Carry on.

What happened to the original inhabitants of our Palsana? Legend has it that there was a king  who had two sons called Pal and Sana who attained martyrdom in some battle. That makes sense, doesn’t it? That’s why it is a legend. No proof needed. 

The oldies like us who are trying to settle down here do their best to become bonafide residents of Palsana, but guess what? The tag of being ‘Vruddha’ probably puts them off. 

‘You guys walk down everyday to Palsana all the way from your abode, but where are the Vruddhas, Kaka?’ – Vasantbhai, the moustache twirling proud owner of a fairly big shop once asked me. 

‘We leave them at home, you know’, I didn’t want to disappoint him at not finding the quintessential Vruddhas. Didn’t make any sense to Vasantbhai. Let it be. More about this adorable Vasantbhai later in the future episodes.

In the last mango season, some enterprising Haryanvi women, engaged in the lucrative mango business, set up  temporary shops just outside our resort, under a huge tree. She offered to deliver the local mangoes, from across our resort, at our door steps to have a glimpse of the real Vruddhas, moaning and groaning at home, looking for sympathy. I had to politely dissuade the enthusiastic ladies. Let the secret remain secret, that I am the same Vruddha they will see at my home. “I will just take the discount, don’t bother about home delivery” and managed to slip out.

So much about vruddhas and our Vruddhashram. Too much, isn’t it? Our abode, as they say, is a cosmopolitan as it can be. Almost all the states are represented. It has people interested in attending the first show of a newly released Hindi action move; the die-hard karaoke experts; people flaunting their agnostic (a euphemism here for pagan)  leanings at the drop of a hat; loners; pet owners; people reminding anyone with two ears that they have children ‘settled’ in the States doing ‘very well’; people ranting about their glorious past careers in insignificant companies that no one had heard about; people like ‘now you see them now you don’t; people masquerading as litterateur who can barely write an essay on cows of more than 5 sentences; people just able to strum an ektara, going around as accomplished musicians; people of all hues- a true microcosm  of humanity. No hard feeling, folks.

Breaking News!!

As I prepare to close this episode, presto, I found one more Palsana, right here in Gujarat! More about it in the next episode…

More hotchpotch about Palsana in my next blog soon…hold it till then

Epilogue:

Saint Goenka says something about nitpickers thus, 

“When one experiences truth, the madness of finding fault with others disappears.”

The nitpicker in me now waits for that piece of truth. Bye till then..

 Note: To go to the first episode of this series click on https://rajendranaik.com/2021/12/07/મોજે-પલસાણા-post-palsana/

——————    —————-    ——————

મોજે પલસાણા                                    Post Palsana  

મણકો ૨ –  ડિસેમ્બર ૧૫, ૨૦૨૧ 

કયું પલસાણા? કે પછી પાલીસાણા ?

આમ તો અમારો એક્સટ્રા ઇંનિંગ્ઝ રિસોર્ટ પલસાણામાં ગણાય પણ કેમ જાણે કેમ પલસાણાનાં લોકોએ અમને ‘પેલા વૃદ્ધાશ્રમ ના ‘ ઉંમરવાળા લોકો તરીકે ઓળખવાના સમ ખાધા છે. અમે નાત બહાર! ગૂગલમાં જોયું તો વળી નવી હકીકત સામે આવી. આપણા ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન’નાં રાજસ્થાન રાજ્યમાં ઉત્તર પૂર્વમાં સીકર જિલ્લામાં એક બીજું પલસાણા અસ્તિત્વમાં છે. હા હા છે, જોઈ લેજો. ગુલબી શહેર જયપુર થી ૮૪ કી. મી. દૂર, જોધપુર થી ૩૫૦ કી. મી., બિકાનેર થી ૨૪૫ કી. મી., દિલ્લીથી ૨૫૦ કી. મી…..બસ બસ બસ સમજી ગયા? 

પલસાણાના બજારમાં ટહેલતાં ઘણી વાર મને નાહક એવી પૂછવાની ચળ ઉપડે કે ‘ભાઈ તમે ક્યાંના ?’   

મૂછનો તાવ દઈને નાની મોટી હાટડી માંડીને બેઠેલા દુકાનદાર રૂઆબથી કહે ‘ પાલી, રાજસ્થાન’ 

અજમેર-જોધપુર -ઉદેપુર ના  ત્રિકોણની અંદર સમાયેલ એ પાલી જિલ્લો. 

પલસાણા વાળો  સીકર જિલ્લો તમને પાલી જિલ્લાની ઉત્તરે દેખાશે. પાલી જિલ્લાની  સાહસિક પ્રજા દક્ષિણ તરફ સ્થળાંતર કરવા લાગી  તે આપણું અડધું પલસાણા પાલીથી ઉભરાઈ ગયું. દુકાનો, અન્ય ધંધા પાલીના કબજામાં! પલસાણાનું નામ કાળક્રમે પાલીસાણા થઇ જાય તો નવાઈ નહિ. શાબાશ, લગે રહો ભાઈ લગે રહો. બધાનો હેતુ સરે છે.

સવાલ એ થાય કે મૂળ પલસાણાની પ્રજાનું થયું શું? કિંવદંતી એવી છે કે પલ અને સાના નામે એક રાજાના બે પરાક્રમી દીકરા હતા. કોઈ યુદ્ધમાં બેઉ શહીદ થઇ ગયા એ પરથી ગામનું નામ પલસાણા પડ્યું. વાત બંધ બેસતી વર્તાય; સાચી ખોટી વાત રામ જાણે પણ આવું સાંભળ્યું કે વાંચ્યું. ભૂલ ચૂક માફ.

હવે અમારા જેવા બહારથી આવેલો લોક- સમૂહ પલસાણાના લોકો સાથે મેળ-મિલાપ કરવા મથે  પણ પેલું ‘વૃદ્ધ’ નું લેબલ આડું આવે. કન્ફ્યુઝન કન્ફ્યુઝન! 

આ’તમે  લોકો છેક  વૃદ્ધાશ્રમથી ચાલતા ચાલતા આવો છો પણ  તે પેલા વૃદ્ધો તો દેખાય જ નહિ?’ – પૂછે મોટી દુકાનવાળા વસંતભાઈ. 

‘વસંતભાઈ, એ ડોહા લોકો ઘેરે જ હારા’ – મારો જવાબ સાંભળીને વસંતભાઈને સમાધાન થયું હોય એવું લાગ્યું નહિ પણ .. જવા દો એ વાત હવે. આ સાલસ વસંતભાઈ વિશે હવે પછીના મણકાઓમાં ક્યારેક.

વાત કેડો મૂકે એવી ન હતી. મૂળ હરિયાણાની કેટલીક સાહસિક મહિલાઓ ગઈ કેરીની સીઝનમાં આવીને અમારા રિસોર્ટની બહાર ટોપલા મૂકીને કેરી વેચવા માંડી. એ ખબર લાવી કે અહીં વૃદ્ધો રહે છે એટલે ઉદારતાથી મને કહે, ‘ અરે કાકા તમારા બાપુજીને માટે તો અમે તમારે ઘેર ડિલિવરી કરી આપશું. વૃદ્ધાશ્રમમાં અડિંગો જમાવીને રહેતા વૃદ્ધો ખરેખર કેવા દેખાતા હશે, કેવા પથારી પર સૂતા કણસતા હશે એ જોવાની જબરી ઇંતેજારી. સહાનુભૂતિ તો ખરી એની ના નહિ. 

‘હમણાં જવા દો ને બેન, ડીકાઉન્ટ આપો એટલે બસ’, કરીને હું છટકી ગયો ત્યાંથી. રહસ્ય અકબંધ રાખો ભાઈ, વળી ઘેર મારા જેવાને હટ્ટોકટ્ટો હરતો ફરતો જોઈ જાય તો ? ડિસ્કાઉન્ટ ડૂલ! ન પોષાય !

ચાલો હવે બહુ થયું – વૃદ્ધ, વૃદ્ધ.

અમારા એક્સટ્રા ઇંનિંગ્ઝમાં તમને હિન્દુસ્તાનના લગભગ બધા પ્રાંતના લોકો રહેતા જોવા મળે. કોસ્મોપોલિટન  કહો ને? જાણે એક સૂક્ષ્મ હિન્દુસ્તાન! જુઓ ભાઈ, અહીં તમને દરેક જાતના રસ ધરાવતા લોકો મળશે,( નીરસ પણ!) 

કોઈને ‘ફર્સ્ટ ડે ફસ્ર્ટ શો’ માં દરેક એક્શન હિન્દી કે અંગ્રેજી ફિલ્મ જોવામાં  અનહદ રસ, કોઈ વળી અઠંગ કરાઓકે નિષ્ણાત, કોઈ વળી પોતાની નિરીશ્વરવાદી ફિલસૂફી ડહોળયા કરે, (આવા લોકો ને અધર્મી કે નાસ્તિક કહેવું બહેતર), અમેરિકા, ઓસ્ટ્રેલિયા  કે અન્ય વિદેશમાં સેટલ થયેલાં પોતાનાં બચ્ચાંઓની     જાહોજલાલીની નિરંતર વાતો કરતા, કેનેડા વિગેરે દેશની અસહ્ય ઠંડીથી બચવા ભાગી છૂટેલો  એન આર.આઈ વર્ગ, પાલતુ જાનવર પર વહાલ વરસાવતા પ્રાણી પ્રેમીઓ, કોઈક કાળે ભૂતકાળમાં કોઈ અજાણી ક્ષુલ્લક કંપનીમાં ઉચ્ચ હોદ્દો શોભાવેલ ભણેલો વર્ગ જે ગઈ ગુજરી ભવ્ય કેરીઅરની વાતોમાંથી ઊંચા ન આવે, થોડુંઘણું અષ્ટમ પષ્ટમ સંગીત જાણતા, જમીનથી બે વેંત ઉપર ચાલતા બુદ્ધિજીવી, કલાવન્ત વર્ગના નમૂનાઓ, ક ખ ગ ને મચેડી કચેડીને લખતા, પોતાને અગ્રગણ્ય સાહિત્યકાર માનતા છીછરા  લોકો, – આ સર્વે તમને જોવા મળે. ખુશ કે નાખુશ ન થશો, ભાઈ. 

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

હવે વધુ ખણખોદ આવતા મણકા માં – ત્યાં સુધી શ્વાસ  રોકી ને બેસો 

તાજા ખબર!!

ઓહો આ શું? લખવાનું બંધ કરતો હતો ત્યાં તમારા આ સંશોધકને એક વધુ પલસાણા જડ્યું! તે પણ આપણા ગરવી ગુજરાતમાં! મશ્કરી નહિ, સાચું કહું છું. હે  સંશોધક, હવે જરા જંપો ને! શું આખી ભૂગોળ ઉખેળતાં જાઓ છો? તો એ વિશે આવતા મણકા માં … 

ઉપસંહાર: દલપત રામની કવિતા યાદ છે? ‘

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;

“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

આ લખનારનું પણ કાઇંક એવું જ છે, નહિ? 

નોંધ: આ સિરીઝ નો પહેલો મણકો વાંચવા અહીં ક્લિક કરો https://rajendranaik.com/2021/12/07/મોજે-પલસાણા-post-palsana/


5 thoughts on “મોજે પલસાણા        Dec 15, 2021                  Post Palsana 

  1. This article slowly, but surely, pulled me into reading about the subject …that I thought I wouldn’t care!
    Credit to your observations & writing style, Rajendra! e.g. “…અહીં તમને દરેક જાતના રસ ધરાવતા લોકો મળશે,( નીરસ પણ!)”

    P.S. Now I am curious to know more about your views on નિરીશ્વરવાદી ફિલસૂફી !!

    1. Thanks, Ashwin for your detailed comment. This is going to be a series about this place called Palsana where I have decided to settle down. As for my views on Atheism I would rather keep my thoughts to myself as I do not relish debates on any subject related to God/ religion. I believe that everyone is entitled to his / her views, views, faith and I don’t bother changing anyone’s perception as long as he / she does not become a nuisance for me , or someone trying to convert me to believe in any God , deity. In past such debates on social media platform have left me and the other person bitter so better to avoid it. All I know is that both music and creative writing give me immense joy, regardless of people liking my creation.

  2. પલસાણા સ્ટોરી વાંચવાની મજા આવી…. . They remind me of Malgudi days! Not comparing any just sharing my view.

    1. માલગુડી ડેઝ! ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? તમારી શુભ કામનાઓથી હું માલગુડી પહોંચીશ ખરો, એક દિવસ – બને એટલું જલ્દી.

  3. One of my very close friends, Shri R. G. Vyas, has sent the following comment on email: ‘મોજે પલસાણા, મણકો-૨ વાંચ્યો. સરસ ખણખોદ કરી છે. પલસાણા અને ડોહાઓને સરસ મચડી નાખ્યા.

    With best regards,

    Rajnikant Vyas’
    Thanks, Vyas Saheb. સંગીત અને સાહિત્યમાં મચડ, કચડ કરતાં કરતાં જિંદગી ક્યાં નીકળી ગઈ તે ખબર નથી પણ આપના જેવા માર્ગ દર્શક અને સહૃદયી મિત્રની શુભ કામનાઓથી જિંદગી જીવવી થોડી સરળ લાગે છે ખરી

Leave a Reply to Rajendra NaikCancel reply