For the English version of the story please scroll down to the end of the Gujarati version below
મથામણ પા કિલો મેથીની
એક્સટ્રા ઇંનિંગ્ઝના રહીશો માટે આ અઠવાડિયું જરા ભારે રહ્યું , એટલેકે હાલ શિયાળાનું સૌથી ઠંડુ વીક.
નીકળી પડ્યા થોડા બહાદુર મારા મિત્રો, ભારી ભારી બ્રાન્ડના સ્વેટર, માથે મંકી કેપ વિગેરે બધું ચડાવીને.
હું પણ નીકળી પડ્યો, સજ્જ થઇને – મેથીના કડવા લાડુ વહોરવા. શિયાળામાં તબિયત માટે સારા. પણ આ નાના ગામમાં મળશે કે કેમ? જોઉં તો ખરો. આજે જરા મોડો નીકળ્યો એટલે વહેલી સવારમાં કાયમ બંધ દેખાતી દુકાનો આજે ખુલ્લી જોવાનો લહાવો મળે. પરિચિત દુકાન માલિકો વધારે જોવા મળે. સારું લાગે, નહિ?
મોટી મસ મૂછોવાળા વસંતભાઈએ દુકાનમાંથી બેઠાં બેઠાં આવકાર આપ્યો, ‘જય જિનેન્દ્ર કાકા, આવો’ બોણી તો થઇ જાય, ખરું ?
મેં હાથ ફરકાવીને પરખાવ્યું, ‘ના ભાઈ, જવા દો, તમે શાના રાખો? ‘, અને લીમડા ચોક તરફ મારી કૂચ ચાલુ, ત્યાં તો મળવું જ જોઈએ, એવા અટલ વિશ્વાસ સહ.
દુકાનો હજી ધીમે ધીમે ખુલતી હતી. હવે ક્યાં પૂછવું?

વાહનો આવવા જવાના અડધા રસ્તાને રોકીને પતંગની દુકાનવાળાઓએ અડ્ડો જમાવ્યો હતો. વાહનોએ ફરજીયાત સ્પીડ ઓછી કરીને સાઈડથી ગાડી કાઢવી પડે. અફલાતૂન માર્કેટિંગ કહેવાય આને. નજર પડે જ.
વિવિધ રંગોની પતંગની વખાર આગળથી પસાર થયો પણ નાનપણમાં પતંગને માંડ બે ફુટ હવામાં ચગાવવામાં પણ નિષ્ફળ એવો, હું વખાર દર્શનને વણદેખ્યું કરીને આગળ વધ્યો. દોસ્તોએ ભરપેટ મશ્કરી કરી એ હજુ યાદ હતી. પુરાણા જખમને શું કામ ખોતરવા ?

લીમડા ચોક! અમારું શોપિંગ મોલ આવી ગયું અને હું ત્યાં ઉભો રહી ગયો, એ આશાએ કે કોઈ જાણીતો દુકાનદાર પૂછે કે ‘હું જોઈએ કાકા?’
કોઈ બંદાએ એમ પૂછ્યું નહિ. ચારે બાજુથી ઢંકાયેલ મારી મૂર્તિને દોષ દઈએ? હશે.
મક્કમતાથી મેં આગળ ડગ માંડ્યા મારા ધ્યેય તરફ – મેથીના કડવા લાડુ.
અમારા જાણીતા ગીતાબેનવાળી મીઠાઈની દુકાન હજી બંધ! શું કરતા હશે ગીતાબેન? કદાચ એમને ઘેર મેથીના લાડુ તો નહિ બનાવતા હોય? દુકાનના પાછલા બારણેથી દાખલ થઈને (એ હક્ક એમણે જ મને આપ્યો હતો), મારા મીઠા અંદાજની પુષ્ટિ કરવાનું આજે કોણ જાણે કેમ બરાબર નહિ લાગ્યું. જવા દો. તુમ આગે બધો, કાકા, મંઝિલ ઔર દૂર નહિ.
રકાબી જેવડા લીમડા ચોક વિસ્તારમાં ક્યાંય મેથીના લાડુ તો શું કોઈ બિલાડું હો નજર ની આવે ભાય. આ બાજુ મારો લાડુનો ચસ્કો મચક આપતો ન હતો. વીલે મોઢે હું એક્સટ્રા ઇંનિંગ્ઝ તરફ પ્રયાણ કરતો હતો ત્યાં ! એક આશાનું કિરણ ઝબક્યું. એક નાની અમસ્તી દુકાનની બહાર બોર્ડ લાગ્યું હતું- ‘ મેથી ના લાડવા તેમ જ અડદિયા’ !

હવે જીવ રહે? પાસે જઈને જોયું તો દુકાન ખાસ્સી ઊંચી , ચઢવા હારુ ચચ્ચાર મોટા પગથિયાં ચઢવા પડે. હવે પાછા વળીએ તો હું મારી નજરમાંથી ઉતરી ન જાઉં? ચઢ જા બેટા – પગથિયાં પર.
ધીરે ધીરે હાંફતા ચઢતો જોઈને કેટલાંક લોકો મોઢું વકાસીને ઉભા રહ્યા, આપણે કોઈને ચાલુ બસમાં ચઢવા હેન્ડલ પકડીને દોડતો જોતાં હોઈએ અને જોતાંજ રહીએ, જ્યા સુધી એ બસ પકડી ન લે – એ વાળો ઘાટ હતો.
કોઈક કાઇંક અજુગતું બોલ્યું હો ખરું પણ બરી ગીયુ સંભળાયું નહિ. ઉપર ચઢીને જાણે ગિરનાર ચઢી ગયા હોય એવો ભાવ થયો.
જુવાન દુકાનદાર થડા પર જમા થયેલા અડધો ડઝન ઘરાકને ન્યાય આપી રહ્યો હતો.
“આ પેલા મેથીના લાડુ છે કે?’ બહાર ગોઠવેલા બોર્ડ તરફ આંગળી દર્શાવી મેં દૂર થી પૂછ્યું.
એ મારી સામે જુએ?
જરા ખમો, એમ હાથનો ઈશારો કરીને એ બીજા બધાની સરભરામાં અટવાયો. કોઈને સો ગ્રામ દહીં તો કોઈને દૂધ એમ કરતા મારો નંબર લાગ્યો ત્યારે મને પૂછે, ‘ બોલો કાકા’
‘મેં પૂછ્યું આ મેથીના લાડુ છે કે નહિ?’
‘૫૬૦ રૂપિયે કિલો, બોલો!’ પેલા ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને મુઘલે આઝમના પ્રોડ્યુસરને એક ગીત ગાવાના પચ્ચીસ હઝાર માગીને બીવડાવ્યા હતા તેમ જ તો. કે. આસિફની જેમ આ માયા ઓછી ન હતી. ‘મારે તો કડવા જોઈએ, પેલા ખાંડ ખાંડ વાળા નહિ’
આ વાક્ય એટલું તો ધારદાર હતું કે અંદરની રૂમમાંથી જુવાનની માં બહાર નીકળી આવી. “કાકા ખરા હેં તમે! કડવા હો છે, અમે તો બદ્ધુ ઘેરે જ બનાવીએ, હું કહેવ?’
‘ચાલ તો પા કિલો આપી દે’
જુવાન કહે ‘ એ પા બા માં મને હમજણ ની પડે.’
‘લે તને પા એટલે હું તે ની ખબર?’
પાસે ઉભેલી એક છોકરી હસવા લાગી. ‘કાકા એ એમ પૂછે કે તમે ગ્રામમાં કહેવ’
‘તું હો ખરો યાર, ૨૫૦ ગ્રામ, એટલું હો ની ખબર?’
‘હું તો કોન્વેન્ટમાં ભણેલો તે?’ એના મોં પર એક અજબ ખુશી છવાઈ ગઈ, આટલું કહેતાં
‘ઓત્તારીની, આ નવું!’
નાનપણમાં પતંગ ચગાવવામાં નાપાસ થવાના દુઃખ સાથે આ બીજું અસહ્ય દુઃખ આવી પડ્યું – કે હું કોન્વેન્ટમાં ભણવાનું રહી ગયો’ નહિ તો હું આજે એ જ નામ પર કહી શકતે ‘ હું પણ કોન્વેન્ટ માં ભણેલો’
‘કેમ કાકા ડાયાબિટીસ છે કે હું – ,મીઠું ની ખવાય?’ હવે પેલી છોકરી ચાંપલી થઇ.
‘જો, આ હામ્ભરી લેવ, આ કાકાને ડાયાબિટીસ ફાયાબિટીસ છેજ નહિ, મને કડવા લાડુ ભાવે એટલે લીધા,હમયજા હવે? ચાલ તો જલ્દી પેક કર મને ખોટી નો કર.’ કાકા તડૂક્યા
બબ્બે વસમી યાદ સાથે હું એક્સટ્રા ઇંનિંગ્ઝ ઘેરે પહોંચ્યો અને કડવા લાડુની એક કકડી મોઢામાં નાખી ત્યારે કળ વળી.
કથાબોધ: પુરાણા ઘાવ હંમેશ માટે રૂઝાતા નથી, જીવનમાં ક્યારેક અનાયાસે ઉખેળાઈને પરેશાની આપી જાય છે ખરા – આ વિધાન કાકા નું એટલે કે આજના ગાલિબનું છે.
મેથીના લાડવા માટે મારા હૃદયનો પોકાર સાંભળો અહીં https://www.youtube.com/watch?v=NFckCzAdhO0
————- —————- ——————
Kaka ‘s hunting expedition for methi laddu
The never-say-die senior citizens had their first taste of a real winter this week. I mean, the coldest week yet, this season. The brave hearts among us come out in their best warm clothing, in the early morning sun, complete with their monkey cap on.
I did likewise, and set out on a mission to Palsana town to hunt for some bitter methi laddus.
Vasantbhai, the moustached shopkeeper greeted me with his customary wave of hand, ‘Jay Jinendra, kaka’ come on in’, expecting to earn his boni.
‘No chance, Vasantbhai. You won’t have what I am looking for’
He had no inclination to engage in a friendly banter, so I moved on towards our mecca, The Limda Chowk.
The shops were in various stages of opening. There were a couple of shops with colourful, rhombus shaped kites on display on a temporary wooden platform, jutting out into the street. The two-wheelers, the cars had to slow down, make a small detour around the display. Brilliant marketing!

In my younger days, I had failed to make a mark as a good kite flyer, so, passing by a kite shop always reminds me of that misadventure. Old wounds die hard.
Onward ho to my mission.
I stopped in front of our Mecca – the iconic Limda Chowk.

Expecting the inevitable question from the friendly shopkeepers, ‘Kaka what are you looking for?’ Perhaps I was as good as invisible in my new avatar of a pullover and the monkey cap.
I carried on manfully, towards my hunting expedition.
Geetaben, the owner of my favourite sweet shop, was nowhere to be seen. Was she making some fresh Methi Laddus at home? I resisted the temptation to walk in through the backdoor of the sweet shop.
No methi laddos anywhere? An overwhelming sense of dejection was about to set in when I sighted a board outside a nondescript shop, ‘ Methi laddus and Adadiyas’
I leapt with joy. That was a sweet shop too. I literally laboured up the steep concrete steps, inviting sympathetic sighs from the onlookers, ‘Hey kaka, they must be too steep for you, be careful’
But the indomitable kaka managed to reach the counter to find a young shopkeeper busy with other customers huddled around there.
“Methi laddus?’ I tried to draw his attention, pointing to the sign on the black board outside the shop.
‘Hang on’, making a sign to keep me quiet while he dealt with his regular customer, filling in 100 gms of curd in little, black polybags, sharing with them some tidbits of the town.
All good things come to an end, they say. There was just one guy hanging around at the counter, apparently a sidekick, and the owner turned to me, ‘bolo kaka’
‘Methi laddu’, I repeated
‘Rs 520 a kilo’, expecting me to turn away, mumbling ‘too expensive’. Here I recalled the great Ustad Bade Ghulam Ali Khan, quoting some exorbitant fees to turn away K. Asif, the producer of Mughal e Azam. The young man here didn’t know that this kaka was one up on K. Asif.
‘Are they too sweet?’
‘They are good, for you’
‘Don’t you have the bitter ones?’
‘Oh, Diabetes,’ he concluded, ‘of course, we make the bitter ones as well, all homemade, Kaka
‘No diabetes, I just like the bitter ones’, I had to respond.
I brushed aside his astonished look that seemed to say, ‘A rare specimen of an oldy with no diabetes.’
‘How much?’, a lady, apparently his mother, walked out of the inner room, overhearing the word ‘bitter’ and smiled at me
‘Paa kilo, please, I will buy more next time, if I like the laddus’, I softly muttered to the young man.
‘Pa kilo? What does that mean?’,
‘Arey, paa kilo means paa kilo!’
‘How many grams?’
A young bespectacled girl materialized there suddenly. “Kaka, he says he doesn’t understand paa.”
‘250 gms’, exasperated, I finally gave in, adding, ‘don’t you know simple Gujarati measures, like Paa?’
‘I studied in a convent school,’ the pride on his face showed brilliantly as he weighed and packed the laddus.
The pain of being a failed kite flyer and now that of not having studied in a convent school made me realize how worthless my life had been.
I trudged back to my Extra innings resort to have a quick bite of the bitter laddu.
The moral of the story:
‘The failures of past life always catch up with you, no matter how hard one tries to put them behind’, says Kaka, the modern Ghalib
Listen to my anguish cry for my armaan of Metho Laddu here https://www.youtube.com/watch?v=NFckCzAdhO0
Interesting read and being within the vacinity can connect better. The actual or factual pictures add like a cheery on the cake!
Thanks for liking it. All this actually happened today at Palsana, leaving aside some dramatisation
Did you enjoy the methi laddus?
Yes, they turned out to be very close to what my wife used to make
Searching for methi na ladoo, and achieving goal very good story 👌
Thanks enjoy 😉 ladoos.
Thanks, Manubhai. I have some samples of Bitter methi laadu – do you want to taste some? Did you watch the video inserted at the end of the story?
The moral… ouch!
And now you have me desiring methi laddoo!
Come along, I have plenty of them
As for the ouch moral they are always so
True that, about morals.
For the methi laddoos, if I could, I certainly would! Some day, sir, some day.