Post Palsana Episode number 4 મોજે પલસાણા- મણકો નંબર ૪, જાન્યુઆરી ૩૦, ૨૦૨૨

પ્રેમાલાપ બુલબુલા અને બુલબુલીનો – શિશિરની એક અપરાન્હ ઘડીએ અને કબાબમાં હડ્ડી એવો હું
Eavesdropping on the sweet nothings between a Bulbulaa and his Bulbulee


For English version please scroll down to the end of Gujarati version

અમારા જેવા ‘એક્સટ્રા ઇનીંગ્ઝ’ નિવાસી સુપર સીનીઅર સીટીઝનો માટે શિશિર ઋતુની શનિવારની બપોર એક આશીર્વાદ સમાન, જો કે અમે વીતેલ પૂરા અઠવાડીઆમાં એવું કોઈ તબલા તોડ કામ કરી નાખીને ઊંધા નથી વળી જતા તો પણ, ભાઈ શનિવાર બપોર એટલે અપરાધમુક્ત વામકુક્ષીનો સમય! એક જમાનો હતો, અમારા બધાનો કામ કરીને ડૂચો નીકળી જતો, શનિ-રવિ બે દિવસની અઠવાડિક રજા હોઈ શકે એ વિચારી શકાતું નહિ.અમેરિકા, ઇંગ્લેન્ડ થી મોરાત, મોસીયાત, ફૂયાત અમેરિકાથી પધરામણી કરતા ત્યારે એમ થતું કે કેટલા સુખી છે આ લોકો – શનિ રવિ રજા !
જો કે ગઈ કાલે જ છાપામાં વાંચ્યું કે છત્તીસગઢ જેવા પા પા પગલી માંડતા નવાં રાજ્યોએ પણ એલાન કરી દીધું કે સરકારી બાબુઓ હવે અઠવાડિયામાં ૫ દિવસ કામ કરશે – ભાઈસાબ, અઠવાડીઆમાં પાંચ પાંચ દિવસ કોઈ બાબુએ કામ કર્યું હોય એવું મને તો યાદ નથી. છત્તીસગઢની મૂક જનતા ખુશ કે ચાલો હવે, મુખ્ય પ્રધાને એલાન કર્યું છે એટલે, હવે બાબુઓ કમ સે કમ પાંચ દિવસ તો કામ કરશે!

જય હો! જય બાબુડોમ !
આપણે પેલા પ્રેમાલાપ તરફ પાછા વળીએ?
આ શિશિરની શનિવારની બપોરે – ગયે અઠવાડીએ તો એક મજાનો બ્લોગ લખી નાખીને મેં ભરપૂર કામ કરી નાખ્યું – એમ પાનો ચડાવીને હું પડ્યો પથારીમાં- વામકુક્ષી હેતુ. હવે આવતે અઠવાડીએ બેથી વધુ બ્લોગ લખીને મેદાન મારી જઈશ એમ મગજમાં ઠસાવીને મંડ્યો ઘોરવા. ત્યાં તો મને ગમતા પક્ષીઓમાંના એક, એવા બુલબુલનું ગાન સાંભળતા સફાળો જાગી ગયો. એમ તો મારા ફેવરિટ પક્ષીઓની યાદીઓમાં ચકલી પહેલી આવે છે તે તમને વિદિત છે જ. નથી ખબર? તો વાંચો
https://rajendranaik.com/2021/12/21/ડાયરી-ટવીકી-નામની-ચકલીન/ અને https://rajendranaik.com/2021/06/08/the-diary-of-tweaky-the-sparrow/

શાંતિ અને સંતોષના પ્રતિક સમી મારી બારીમાંથી જોયું તો એક સુંદર બુલબુલ, ખુલ્લા અવાજે કોઈને બોલાવતું હતું – કદાચ એની શર્મીલી પ્રેમિકા હશે જે બાજુના ચંપાના ઝાડમાં છુપાઈને સાંભળતી હશે અને બહાર આવતાં શરમાતી હશે.
પેલું ગાય ‘ તું કહાં , તું કહાં’? ઈસ નશીલી બપોરમેં?”
થોડી વારે શરમને નેવે મૂકીને પેલીએ જવાબ આપવાનું શરુ કર્યું,’મેં યહાં ,મેં યહાં”
આ પ્રેમાલાપ સાંભળતા હું કૂદ્યો
મહાન સંસ્કૃતિના રખેવાળો, જરા ધીરજ રાખો, આ તો બુલબુલોની દુનિયા છે, ઉઘાડે છોગે પણ પ્રેમાલાપ કરી શકાય.
પેલા હિન્દી ફિલ્મમાં આવતા ચોકલેટ હીરોની જેમ એ બુલબુલો ઢળતી સાંજની રાહ ન જુએ,કે ‘વો શામ કુછ અજીબ થી’, મનમાં કુદરતી ઉમળકો જાગે એટલે મંડે પોકાર કરવા – એ એમની સંસ્કૃતિ, સભ્યતા! બોલો કાંઈ કહેવુંછ?
મારા મોંમાંથી ગીત અનાયાસે સરી પડ્યું, ‘દેખા હૈ પહેલી બાર, બુલબુલકી આંખોંમેં પ્યાર’ – સાથે પેલું અણમોલ મ્યુઝિક પણ ગણગણ્યો ‘ તત્ત તારાતર, તત્ત તારાતર, તત્ત તારાતર, તત્ત તારાતર’ અને હાથમાં પકડ્યો મારો સાથી મોબાઈલ ફોન, અને મંડ્યો રેકોર્ડ કરવા.
એકાદ મિનિટ થઇ ત્યાં ઇલેક્ટ્રિક વાયર પર બેઠેલું બુલબુલ ફરર કરીને ઉડી ગયું. કદાચ પેલી બુલબુલીએ જોઈ પાડ્યું કે આ માળો ધોળા માથાનો માનવી કબાબમાં હડ્ડી છે એટલે બુલબુલી કહે ‘ બેદર્દ જમાના ક્યાં જાને હમારા પ્યાર’ આ તે કાંઈ માનવીની સંસ્કૃતિ કહેવાય? બે પ્રેમી પ્યાર કરતાં હોય એને ચોરની જેમ જોવું અને પાછું રેકોર્ડ કરીને સબૂત ભેગા કરવા? ધિક્કાર છે સમગ્ર માનવીની જાત ને’
એ સુંદર બુલબુલીને નહિ જોયાનો વસવસો રહી ગયો મને.
હવે મને ઊંઘ આવે?
લો તમે પણ સાંભળો અને જુઓ આ પ્રેમાલાપ.

—————- —————- ———————-

Eavesdropping on the sweet nothings between a Red Whiskered Bulbulaa and his Bulbulee

Saturday afternoons are ideal for long siestas, particularly for super senior citizens like me at our grand ‘Extra Innings’ resort at Palsana. Super senior citizens are blessed with a devil-may-care, total unconcern for the piling work  waiting to be cleared in the week ahead. Accountability is a virtue we have gleefully relinquished long ago. In our working life we could be pardoned for a wistful 5 days a week routine. But now, I understand the Government Servants of a fledgling state like Chhatisgarh can officially work for 5 days in a week. Sounds too unreal? Arey bhai, the Chief Minister just announced it on the eve of the Republic Day this year. The announcement was greeted by the exalted subjects of the modern state with enthusiasm never seen before. Government bosses (euphemistically referred to as servants) would now at least be accountable to put in 5 days of work in a week, they reckon. 

Nevertheless, returning to the sweet nothings, here I was, enjoying the siesta, looking back with the satisfaction of having uploaded one blog last week, a persistent call by a familiar bird woke me up. No, no, I am talking about the Red Whiskered Bulubul, not my perennial favourite, the sparrow, the central character of some of my blog write ups. https://rajendranaik.com/2021/12/21/ડાયરી-ટવીકી-નામની-ચકલીન/   and https://rajendranaik.com/2021/06/08/the-diary-of-tweaky-the-sparrow/ 

On this laid-back sun-bathed languid afternoon, the Bulbul, comfortably settled on the omnipresent electric wire across my window of peace and contentment, was merrily belting out sweet nothings, ‘तू कहाँ इस नशीली दुपहर में’, to his coy paramour, hidden somewhere in the Champa tree. The coy one was actually giving him back, line by line. ‘में यहां, में यहां’.

Custodians of our heritage, relax, it is a very acceptable behavior in the society of Bulbuls, to call his lady love out on a date, no moral policing here! Unlike the chocolate hero of a Bollywood movie who would wait for the evening to set in, to sing, ’वो शाम कुछ अजीब थी, he was giving in to the primordial urge in the warm sunshine of the afternoon.

देखा है पहली बार बुलबुल्की आँखों में प्यार’ – तात तरातर, तात तरातर, तात तरातर, I grabbed my mobile phone and began recording the amorous dialogue. After a minute or so, I think his lady love, seeing me, the old man, hell bent on collecting some evidence of their full-throated PDA, alerted her macho bulbul who promptly flew away…away…away from the prying eyes of my mobile phone. 

‘बेदर्द ज़माना क्या जाने हमारा प्यार ?’

I wish I could have a glimpse of the lovely Bulbulee before she eloped with the Bulbulaa. 

Not going back to the siesta, I would rather let you listen to the …. what did I say? – the ‘Sweet Nothings’ 


4 thoughts on “Post Palsana Episode number 4 મોજે પલસાણા- મણકો નંબર ૪, જાન્યુઆરી ૩૦, ૨૦૨૨

Leave a Reply