સાવન કા મહિના પવન કરે શોર…શોર..અરે બાબા શોર નહિ સોર … સોર. Saavan ka mahima Pratham Tarang Baithak at Pune February 13, 2022

For the English version please scroll down My video link is right at the end

જૂ……ની  હિન્દી ફિલ્મ ‘મિલન’ નું આ જાણીતું ગીત એના લાક્ષણિક ઠેકાથી મેદાન મારી જાય છે. કેવી રીતે?

સમજાવું?

ગળામાં માદળિયું  પહેરેલ, ગરદનમાં  પેલો ગમછો, ફિલ્મનો હીરો આપણો સુનલ દત્ત? ભોળો ભાલો બિચારો હીરો,  રૂપાળી હિરોઈન નૂતનને એક મોટા કલાકારની અદાથી ખોંખારો ખાઈને ગીત શીખવે છે. લાંબા ઘાટાદાર કેશમાં ગુલાબ ખોસીને, સજ ધજકે , શરમાતી નૂતન. સૌ પ્રથમ તો ગીતના શબ્દો એની નોટમાં, એક આજ્ઞાંકિત શિષ્યની માફક લખી લે છે. સુનિલ ભાઈને નૂતનની કામણગારી કાયા, એના શૃંગારમાં કોઈ  રસ નથી. એ તો  બિચારીને પહેલાં જ તતડાવી નાખે છે, શોર નહિ બાબા  સોર, સોર, સમઝી? નૂતન આવું ગામઠી ઉચ્ચારણ કરી બતાવે  એટલે ગુરુજી ખુશ; હાં… કરીને ડોકી હલાવી ને આગળ વધે એટલે સ્વરકાર એલપીના મદનમસ્ત તબલા  અને ઢોલકવાદકો ફટાક કરીને ઠેકો જમાવી દે છે. કહેરવાના ચોથા અને  આઠમા બીટ પર જોરદાર ઠેકો એની ખાસિયત છે – પેલા બંગાળી ભજનોમાં આવે છે તેમ જ. એ પછી મૂળ અફઘાનિસ્તાનના  વાદ્ય રબાબનો ઠાઠ, વાહ ભાઈ, કહેવું પડે એલપી જી!

ત્યાર બાદ સોર શબ્દ પાછો આવે છે ત્યારે નૂતન સભાનપણે સુનિલ દત્તની પાસે નમીને ‘સોર’ એમ ગાય છે એટલે ગુરુજી અનહદ ખુશ, ‘હાં…..’ કહીને ડોકી હલાવીને આગળ વધે. 

પોતાના સિક્સ પેક બતાવવાનો સિલસિલો એ જમાનામાં પણ બરકરાર હતો! 

નદીમાં સઢ વાળી હોડીઓ દેખાય, એમાં હોડીમાં બિરાજમાન નૂતન દેખાય. એ પાછી સઢનું દોરડું પકડીને કંઈ એડજસ્ટ કરવા જાય ત્યાં હીરો દોડી આવીને દોરડું હાથમાં લઇ લે અને એક ખૂણે ઉભો ઉભો ગીત લલકારે  -વાચક જરા ધ્યાન થી જુઓ એના સિક્સ પેક દેખાયા?  

‘જો મારા સિક્સ પેક તું ‘ એમ નૂતનને જ બતાવેને? વળી બીજા કોને? જો કે આ બધું નિર્દોષ પણે બનતું હોય એવું બતાવ્યું છે કારણકે સ્ટોરીનો કથાવસ્તુ જરા ગંભીર પ્રકૃતિનો છે. સમજા કરો દોસ્તો!

‘કુરવૈયા  કે આગે ચલે ના કોઈ જોર’ એવી પંક્તિઓ ગાતાં ગાતાં ફિલ્મનો ડિરેક્ટર સ્ટોરીમાં આગળ શો વળાંક આવવાનો છે એનો  અણસાર આપી દે છે. પવનનું જોર જો કોઈ કારણસર વધી જાય તો કોઈનું જોર ન ચાલે – મારું પણ નહિ. હા પછી મને દોષ ન દેશો કોઈ – હીરો પરોક્ષ રીતે હિરોઈન ને કહે છે.

બીજા અંતરાનું મ્યુઝિક વાગે એટલે મનમાં શંકા કુશંકા થવા માંડે. નૌકા થોડી હાલક ડોલક થાય – બહુ નહિ;  જરા અમસ્તી.

હવે આવો ત્રીજા અને છેલ્લા અંતર તરફ. મોભાદાર ગુરુ સુનિલભાઈની  શિષ્યા એટલી વારમાં તો પાક્કી  તૈયાર થઇ જાય અને મંડે મોટા મસ હોલના સ્ટેજ પર ગાવા. ઓડિયન્સ પણ ખૂબ શિસ્ત બદ્ધ, (જોયું છે વાસ્તવમાં કદી?). નૂતનને ત્રીજી કડી શીખવી નથી; એતો પેલા શીઘ્ર કવિની જેમ ‘ઓન-ધ-સ્પોટ’ ઘડી કાઢે છે અને ગાવા માંડે છે – એ જોઈને ઓડિયન્સમાં બેઠેલા પેલા ધોળા વાળ વાળા મુરબ્બી મરક મરક હસતાં એની નોટમાં ટપકાવવી પણ લ્યે છે. અરે પહેલી હરોળમાં બિરાજમાન હિરોઈનનો ભાવિ પતિ પણ ખુશ – જુઓ એનો મિત્ર કેવી અદામાં નૂતનને બિરદાવે છે? 

હવે કોઈની મજાલ છે કે કહે ‘ઠહરો, યે  શાદી નહિ હો સકતી’! ……ના બાપા ના. 

એક અતિ ઉત્સાહી ફોટોગ્રાફર સ્ટેજ પર જઈને નૂતનનો  ફોટો પાડી લે છે એમાંય પેલા ભાવિ પતિને કોઈ વાંધો નથી! દિલદાર માણસ કહેવાય, નહિ ?

નૂતનને ગાતાં જુઓ એટલે આપણું દિલ ખુશ! રીઅલ લાઈફમાં પણ એ ગાઈ શકતી હતી એવું સાંભળ્યું છે.

‘જિનકે બલમ  બૈરી ગયે હૈ બિદેશવા. લાઈ હૈ જૈસે ઉનકે પ્યાર કા સંદેશવા’

મને કોઈ સમજાવે  કે બલમ કેમ કાયમ બૈરી (વેરી)  હોય? ખેર, છોડો એને

હવે જુઓ મારા કાઇંક શુષ્ક વિડિઓને. શુષ્ક એટલે મારા વિડિઓમાં ઉપર જણાવેલ જોઈ ઉતાર ચઢાવ નથી, નથી નૂતન કે સુનિલ.  અલબત્ત ઓડિયન્સને ગીતમાં સામેલ થવા  હું હાકલ કરૂં છું એ જોશો. થોડીક બહેનોનો અવાજ સંભળાય છે ખરો. હા, એક મિત્રએ જુસ્સામા સંભળાવ્યું  ખરું – ‘શોર નહિ બાબા સોર સોર ‘ હું કાયમ એનો ઋણી રહીશ. વિડિઓ ની શરૂઆતની ફ્રેમમાં આંખ ને થોડી અડચણ થશે – નભાવી લેજો, પલીઝ.

ગીત વગાડવામાં અને ઓડિયન્સને જોડાવાની હાકલ કરવાની પળોજણમાં મારા સુર થોડા આમ તેમ થઇ ગયા છે ખરા – પણ ચાલે હવે – લાઈવ પ્રોગ્રામ હતો ને? હંમેશ બને છે તેમ સમયનો અભાવ હતો એટલે એક બે અંતરા જ વગાડયા છે – ક્ષમા યાચું છું આપની. તબલા વાદક આદિત્ય ભાઈએ ઠેકાને સરસ ન્યાય આપ્યો છે.

ચાલો  ત્યારે  – જય રામજી કી , જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામી નારાયણ, રામ કબીર, જય જય જય જય

મળશું પુણે બેઠકના  બીજા એક ગીતમાં!  

———————————

Saavan ka mahima Pratham Tarang Baithak at Pune February 13, 2022

The popular duet from the older movie ‘Milan’ literally ‘beats’ other songs hollow. How? I will explain:It’s the beats man!

Sunil Dutt, the simpleton villager with the mandatory ‘gamchha’ and a lucky charm around his neck, clears his throat right at the outset, giving an air of being a seasoned vocalist.

All decked up Nootan , complete with a rose tucked in her hair, with a coy smile, looks so alluring, first takes down the lyrics , like an obedient disciple of the hero who pulls her up for mispronouncing a word. Nootan resumes scribbling in her note and the dholak / table combo takes over from there with a heavy slap, judiciously placed on the fourth beat of each of the two elements of keherva. Then there is no stopping of the LP extravaganza of the famed ensemble. 

She deliberately leans closer to her Guru when the word ‘Shor’ or “Sor” figures again and her Guru nods in confirmation and appreciation, with a look that seems to say ‘Shabaash’

Precisely when the sailing boats in the river appear on the screen, the hero rushes to snatch the rope that his lovely disciple is trying to fiddle with and takes up a position, stranding with the oar in his hand and showing off his six-pack.

He is a game to admit that ‘Kurvaiya ke aage chale naa koi jor’ – just in case something happens the sail boat bobbing up and down in high winds. Look don’t blame me if something goes wrong.

The interlude just ahead of the second antara, changes the ambience abruptly. The strokes of rabab infuse a sense of foreboding, preparing the viewers for the events to follow.

The third and final antara shows an auditorium, with an unusually disciplined audience, watching the freshly-groomed student, singing, “Jin ke balam bairee, gaye hai bideshvaa   , kaari andhiyaari ghataaen ghanaghor..’. He would-be husband, seated where else but in the front row, gets an appreciative wave by his friend next to him. To this day I have not been able to figure out why the balam is always bairee.

As an over-enthusiastic photographer walks up close to her and snaps her up, an aged gentleman in the audience, promptly notes down the words, ‘..aayee hai eke unake pyaar kaa sandeshva’. Looks like the third antara was improvised by her. Will have to check with her Guru.

Now, you will see nothing of the kind described above when you watch me play this song on my pet Pratham Tarang. You can ignore my feeble attempts to get the listeners to sing along, except one brave souls who yells, “are baba shore nahi soar, soar..’

Please also ignore some ungainly sight of someone retracting his foot, in the first couple of frames – obviously, the video hasn’t been edited. The table accompanist is at peace with himself and the ambience. 

Particularly note how I have played the forceful theka of the dholak and more so the flute piece – though no one showered a bagful of 100 rupee bills on my head. I just played the first and second antaras, being conscious of the time constraints for the baithak. Trying to cope with managing the responses of the audience and the rhythm, there are a few places I have goofed up on the surs –

—————x————–x————-x————x—————


Leave a Reply