મોજે પલસાણા મણકો ૫  ફેબ્રુઆરી ૨૪, ૨૦૨૨ Post Palsana

The English version is just after the Gujarati version

સહજ આત્મ અનુભૂતિનો ચમત્કાર ભાગ ૧ 

ચાલો મને પૂછીજ લેવા દો. તમે કદી તમારી જાત ને એટલે કે ખુદ ને તદ્દન વાહિયાત  સવાલ કર્યો છે?

 ‘હું કોણ છું? મારા જીવનનો શો અર્થ છે? હાલ હુ  શું કરી રહ્યો છે? હું  ક્યાં જઈ રહ્યો છે? ‘

પરકાયા પ્રવેશનો આ ઉત્તેમ નમૂનો! પોતાની જ કાયામાં પ્રવેશ ફરી કરીને આવા બેહૂદા સવાલ કરવા! એ કરતાં પોતાની અર્ધાંગના કે પૂર્ણ પુરુષ ને પૂછવાનું વધુ સહેલું છે જેમ કે ‘સાંભળે છે? કે પછી અરે સાંભળો છો?

હવે મારે  તમને અમારા એક્સટ્રા ઇંનિંગ્ઝના એક વડીલ રમણીકભાઇનો પરિચય આપવો જરૂરી છે.  

વાત જાણે  એમ છે કે:

અમારા એક્સટ્રા ઇનીંગ્ઝથી  સુરત એરપોર્ટ ફક્ત ૩૦ કી.મી. દૂર – સુરત બારડોલી હાઇવે પર તમે આવો એટલે ૩૦ જ મિનિટમાં તમને ત્યાં ફેંકી દે, હૂં કેવ? હવે તો એને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનું નક્કી થયું છે એટલે એટલું  વિશાળ થવાનું કે અમારા પાંચમા માળની બાલ્કનીમાંથી સીધા વિમાનમાં કૂદકો મારીને બેસી જવાય. 

મશ્કરી જવા દઈએ. 

અમારા સીધા સાદા ઉંમરલાયક રમણીકભાઇ તે દિવસે દિલ્લીથી આવવાના હતા એટલે સુરેશ ડરાઇવર સમયસર હાજર. રમણીકકાકાને ઉમરને હિસાબે નીકળતાં વાર લાગી એટલે સુરેશને થોડી ચિંતા થાય એ સ્વાભાવિક હતું. સુરેશ એક કપ ચા ગબડાવતો હતો ત્યાં કાકા દેખાય, બહાર એક બેગ પર આસાન જમાવીને  કાઇંક બબડતા. ત્યાં એકાએક પેલી રિટર્ન ફલાઇટ ટેકઓફના જોરદાર અવાજ સાથે ઉપડી. 

કાકા વધુ બબડવા લાગ્યા, ‘શું તને ખબર છે તું ક્યાંથી આવ્યો છે/ ક્યાં જવાનો છે? તારું ધ્યેય શું? ‘

જાણે  કે ફલાઇટ ઉપડવાના  ઝંઝાવાતમાં અચાનક આત્મ જ્ઞાન ન થઇ ગયું હોય? દૂર ક્ષિતિજ પર ડૂબતા સૂર્યના છેલ્લા કિરણ એમના ચહેરા ને એક એનરો ઓપ આપી રહયાં હતાં. હવે આવા કિસ્સા કઈ પહેલાં નથી બન્યા  એવું ય નથી. કેમ? વર્ષો પહેલા એક ગૃહસ્થને રેલવેના પ્લેટફોર્મ પર ઉભા હતા ત્યાં  તૂફાની એક્સપ્રેસ પસાર થઇ એમાં તો એમને આત્મજ્ઞાન થઇ ગયું હતું. બોલો?

ખેર,. સુરેશ તરત  દોડ્યો. “ચાલો રમણીક કાકા, તમારી બેગ ક્યાં છે?’

“ક્યાં જવાનું છે તારે વત્સ? તને ભાન છે કે કે તું  શેની પાછળ દોડી રહ્યો છે?  જીવન મહામૂલું છે- તારે કરવું છે શું?”

સુરેશ ગૂંચવાયો. ‘કાકા તમારી બેગ આપો એટલે આપણે જઈએ’

‘મેં સર્વ  બંધન ત્યજી દીધાં છે.”

કાકા ઉભા થયા એટલે જે બેગ પર બેસીને તત્વજ્ઞાનની લ્હાણી કરતા હતા એ બેગ એમની હશે એમ ધારીને સુરેશે બેગ લઈને ચાલવા માંડ્યું. બ્રહ્મજ્ઞાન ઓચિંતું પ્રાપ્ત થઇ ગયું હોય એવા એ રામાણિક કાકા કાઇંક બબડતા બબડતા પાછળ હાલ્યા. લોકો જ્ઞાનીની પાછળ ચાલે જ્યારે અહીં આ જ્ઞાની પુરુષ પામર મનુષ્યની પાછળ! ઘોર કળિયુગ આવી ગયો સમજો!

ચકિત થઇ ગયેલા સુરેશે પોતાનો મોબાઈલ ઝટ કાઢી ને આખા ગામ, એટલે કે સંપૂર્ણ એક્સટ્રા ઇનીંગ્ઝને વાકેફ કરી દીધું. 

‘આજે ડિનર માં શું છે’ એવી પૃચ્છા કરતા એક્સટ્રા ઇંનિંગ્ઝના રહીશો આવા શુભ સમાચાર સાંભળીને  એકદમ  ગેલમાં? હવે તો જ્ઞાની રમણીક કાકાનું વ્યવસ્થિત સામૈયું, આરતી સાથે  કરવું જ રહ્યું. 

મહેશ પટેલ, રિસોર્ટના મેનેજરને આ નિહાળી ને રમૂજ થઇ, ‘ રમણીક કાકા? જ્ઞાની?’

એરપોર્ટથી રિસોર્ટની યાત્રા દરમ્યાન ડ્રાયવર સુરેશ પોતે અડધો આત્મજ્ઞાની બની ગયો હતો એવું લાગ્યું.

રિસોર્ટના ગેટ પર માનવ મેદની જમા, સૌ કોઈ અતિ ઉત્સાહમાં. 

ગાડી  નજીક આવી એટલે મેદનીએ ચિત્કાર કર્યો ‘ મોટા ભગવાન  રામણીક કાકાની જય!’

ધીર ગંભીરતાથી મોટા  ભગવાને રિસોર્ટની ધરા પર ડગ માંડ્યા. લોકો ભાવ વિભોર! મંજીરાં વાગવાં મંડ્યા. 

સોંથી વડીલ એવા ડાહ્યહાઈએ હવે આગેવાની લીધી. ‘દીકરા, સુરેશ તું તો ધન્ય થઇ ગયો આજે, આ ચમત્કાર જોવાનું બધાંનાં  નસીબમાં નથી હોતું  ભાઈ’. ભોંઠો પડી ગયેલ સુરેશ બિચારો શું બોલે? 

મેનેજરનો નાનકડો દીકરો એની મમ્મીને કહે ‘કેમ આ રમણીક દાદા જરા જૂદા લાગે છે?’

‘એ તને ની હમજણ પડે, તું જ્યારે મોટો થઈશ ને ત્યારે ..’ દીકરાએ પાછા મોટા થવાના સપનાં જોવા માંડ્યા.

ઓફિસના ખૂણે બેસીને તાલ જોતા મેનેજરને કોઈએ ગાડી પાસે આવવા ન દીધા.  એ  બિલકુલ લાચાર. કાકાની આકૃતિને દૂરથી નિહાળીને મેનેજરને પાવન થયે  છૂટકો.’ સાલું દાળ માં કાઇંક કાળું છે’

૨૦૨  નંબરના બંધ બારણા આગળ સંત આવી પૂગ્યા અને યોગીની અદા થી ઉભા રહી ગયા, જાણે એમની શક્તિ થી બારણું એની મેળે ખૂલી જવાનું ન હોય! પેલા હિન્દી પિક્ચર ‘વો કૌન થી માં આવે તેવું.

‘અરે કોઈ જઈને ઓફિસ માંથી ચાવી લઇ આવો’ , પ્રથમ શિષ્ય થવાની આશામાં ડાહ્યાભાઈ એ ફરમાન છોડ્યું.

ચાવી આવી ત્યાં તો ભક્તો એ ભજન ઉપાડ્યું ‘ મંગલ મંદિર ખોલો દયામય’. વાતાવરણ બિલકુલ પવિત્ર!

ક્રમશઃ 

વધુ રસિક  ભાગ આવતા મણકામાં …

તા ક. અખાનો પેલો થપ્પો યાદ છે ‘ વા વાવાથી નળીયું ખસ્યું તે દેખી ને કૂતરું ભસ્યું..

                   —————-     ——————  ————

સહજ આત્મ અનુભૂતિનો ચમત્કાર  ભાગ ૨ અને છેલ્લો -March 10, 2022

ફ્લેટ નંબર  ૨૦૪ માં શો ખેલ ચાલી રહ્યો હતો તે તમે આગળના મણકામાં વાંચ્યું. સર્વે ઇન્સ્ટન્ટ ભક્તજનોને લાગતું હતું કે હવે તેમને એક મહાન જ્ઞાની પુરુષનો સાક્ષાત્કાર થઇ ગયો 

મેનેજર મહેશ પટેલ માટે એક પડકાર ભર્યો પ્રસંગ હતો. આજે વળી એમના નાનકા દીકરાએ એમનો મોબાઈલ ફોન  રમતાં રમતાં પાણીમાં ફેંકી દીધો હતો તેને સૂકવીને સિમ કાર્ડ પાછો ફિટ કરતા ખાસ્સો સમય થઇ ગયો હતો. એટલામાં મોબાઈલ ફોન સ્પેસીઅલ રિંગ ટોન રણક્યો ‘ યહાં કૌન હૈ તેરા, મુસાફિર, જાયેગા કહાં.’

સિમ કાર્ડ નાખતાની સાથે કોઈનો ફોન આવ્યો તેનો આનંદ, પણ આ શું? રમણીક કાકાનો ફોન? કઈ સમજાયું નહિ.

આજુબાજુ આટલા બધા ભક્તગણથી વીંટળાયેલ હોવા છતાં સંતે  મને ફોન કરવાની તસ્દી લીધી? કદાચ કોઈ અકળ કારણસર એમ કરે પણ ખરા. સંતોની રીત-રસમ ન્યારી ભાઈ, ન્યારી.

ફોન કાને માંડતા, ‘ એલાવ, કોણ, મેનેજર મહેશ ભાઈ કે?’

અવાજ તો જાણીતો – રમણીક કાકા નો 

‘હલ્લો, હા હું મહેશભાઈ  પટેલ પોતે. પણ….’

‘જુઓ સાંભળો હું ક્યારનો તમારો ફોન લગાડતો હતો પણ માળો લાગે જ ની, કંટાળી ગયો છું’

‘પણ….’

‘જુઓ મામલો  જરા  ગૂંચવાયેલો છે, હમઈજા?’

‘પણ… શું  હમજું  તે બોલોની’

‘જરા શાંતિ રાખે તો કહેવમ  ને? જુઓ, અમે બેઉ સુરત હાથે આવવાના ઊતા.’

‘બેઉ એટલે કોણ?’

‘જો તે પાછા, વચ્ચે જ  હું કામ ટપકી પડો  તમે? બેઉ એટલે હું ને મારા જોડિઆ ભાઈ રણછોડ ભાઈ, તમને આ વાતની ખબર ની હોય, બરાબર મારા જેવા જ દેખાય, હું કેહ્વ ?’

‘હવે એ મારા જોડીએ ભાઈ ખરા પણ મગજનું ઠેકાણું ની મળે, હમઈજા? જનમથી એવા, ધૂની, અમથા અમથા હસ્યા કરે, દુનિયા દોરીનું કઈ ભાન ની. તે અમે બેઉ હાથે ત્યાં આવવાના હતા પણ અચાનક  મારે કામ આવી પયડું. રણછોડભાઈએ તો રઢ પકડી – હું તો જવાનો. એને હું જાતે એરપોર્ટ પર મૂકી આયવો અને તમને ફોન કરવા લાયગો પણ મારો હારો ફોન લાગે જ ની’

મેનેજરના જીવમાં હવે જીવ આવ્યો, ‘ અરે તમે વાત જવા દેવ. મારો ફોન બાબલાએ પાણી માં લાયખો — ચાલો એ વાત જવા દેવ. બોલો હવે શું  કરું?’ એક્સટ્રા ઇનીંગ્ઝના રહીશોની જેમ મેનેજરને પણ છેવટે આત્મજ્ઞાન થયું.

‘ કઈ ની, આજનો દા’ડો સંભાળી   લે ભાય.  કાલે તો હું ત્યાં આવી પહોંચા.’

જ્ઞાની મહેશ પટેલ મૂછમાં હસ્યા અને ખુરશી પરથી ફ્લેટ નંબર ૨૦૪ તરફ પ્રયાણ કર્યું. સૌથી ભગીરથ કામ હતું ભીડને સમજાવવાનું! એમેય અહીં રહેતા બધા સીનીઅર સીટીઝનો  ઉમરને હિસાબે ઓછા વત્તા અંશે કોઈ ને કોઈ વિચિત્ર વર્તણુક કરતા હોય જ છે એમાં આ એક વધારે,  એમ મન મનાવી ઓફિસની બહાર નીકળ્યા ત્યાં પેલો ડ્રાયવર સુરેશ બધી વાત સાંભળતો હતો, તે ગણગણી ઉઠ્યો, ‘ જ્યોત સે જ્યો જલા તે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, સબકો ગલેસે લગાતે ચલો’ 

નોંધ: આખી વાર્તા કાલ્પનિક છે, એને કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી 

               —————     ——————    ————-

Post Palsana – Episode 5 Close encounters of as liberated soul

Have you ever tried asking your inner self a non-sensical, stupid question? Question such as ‘Hey what are you thinking this very moment?’, or ‘What are you up to anyway?’, What are you looking for in life?’

That’s a perfect setting for an out-of-body experience, isn’t it? Your persona is you and you treat it as someone else!  It’s different from asking your better half, ‘are you listening to me, dear?’ 

Let me introduce Ramnikbhai, a respectable resident of our Extra Innings at Palsana.

The Surat airport is barely 30-minute drive from our Extra Innings resort. Rumour has it that it is being expanded to become an international airport with all the world class facilities. That will make it even closer – I think, if the expansion is in the direction of our Extra Innings Resort. Ramanikbhai, a venerable soul in our resort, had a unique chilling experience of realisation of his soul when he saw an aircraft taking off while waiting for the car to take him back to his abode, well, almost like that renowned saint who accomplished this feat standing at the edge of an unpretentious, humble railway station when a toofani double express train sped by, close to where he was.

When Suresh, the perplexed driver of the resort approached Ramnikbhai, he was mumbling to himself, ‘‘Hey what are you thinking this very moment?’, ‘What are you up to anyway?’, What are you looking for in your life?’, ‘what is the purpose of your life?’. 

‘Kaka, where is your bag? Let us go’

‘What bag? I am a liberated soul. I don’t carry any baggage.’

‘But I am here to receive you, I am Suresh’!

Ramnikbhai smiled like a great Saint, a know-it-all smile, ‘Arey vats, do you know where you are headed to in the first place?’ and shifted his gaze to the horizon, far far away.

Startled and confused, Suresh tried to grab Kaka’s arm to lead him to the waiting resort car.

Ramnikbhai didn’t mind being led to the car, walked along, shaking his head. The 30-minute drive might even turn Suresh into a realized soul.

During the epic journey of half an hour, Suresh, the dutiful driver, called up the manager to be ready to face the liberated soul of Ramnikbhai, adding his bit of spice to the story.

The eventful journey finally ended at the gate of Extra Innings resort where a large motley crowd of the residents had gathered, anxiously waiting to have the first darshan of the gnaani Ramnik Maharaj.

The figure of the venerated Maharaj slowly alighted from the car, one foot at a time. The residents rushed to touch his feet, as he raised his hands to bless them.

The befuddled manager, Mahesh Patel, thought something was amiss. The residents crowding around blocked his view of the exalted personality.

Dahyabhai, the senior most resident, ‘Arey, this is a great honour for us. We missed the miracle our Mota Bhagvan,’, turning to Suresh, ‘Bhai, you are so lucky to have witnessed it’

The flustered Suresh merely nodded his head, exchanging glances with the manager behind the crowd.

The little son of the manager, asked his mummy innocently, ‘why is Ramnik dada looking different today? Whereupon his mummy lovingly explained, ‘ Beta, you are too young to understand, you will when you grow up one day’. The tiny tot went back to day dreaming about his turning into a mature man.

Mota bhagwan was guided to his modest apartment on the second floor of the building.

At the apartment number 204, the Mota Bhagvaan just stood there waiting for another miracle – that of the door of the apartment opening up – a la ‘Who Kaun Thee’ scene, the newly crowned Saint’s eyes transfixed on the lock of the door.

‘Arey, someone please go to the office and get his keys. Mota bhagvan will not engage in the mundane activities like looking for his keys in his jhola.’ 

Kanu, the resort handy man rushed to get the keys. The manager was speechless as he saw Kanu bring the keys.  Someone started the bhajan ‘Mangal Mandir kholo dayaamay’ and the crowd joined in unison, clapping their hands rhythmically.

… to be continued in the next episode

P.S. No offence meant to anyone who has gone through similar experience. All characters here are fictitious, any resemblance is purely coincidental 

        —————-         ———————        ——————

Continuation of Episode 5 Close encounters of as liberated soul

Ramnik kaka, standing outside the door of his own apartment 204, lapping up the devotion of the excited residents, was finally ushered in by Dahyabhai, gently clearing a non-existent clutter ahead.

Precisely at that very moment, the befuddled manager’s mobile phone woke up with the caller tune, ‘ Yahaan kaun hai tera, musaafir, jaayega kahaan’

He checked the name of the caller – ‘Ramnik kaka!’

‘Allaav? Is this the manager Maheshbhai?’ – the voice was certainly that of Ramanik kaka

‘What on earth was going on? Why would the newly crowned Saint take the trouble of calling me?’

Perhaps the caller, had shed the pretension of sainthood temporarily.

“Haan, hullo, this is Maheshbhai, the manager”

“Oh good, I have been trying your number for quite some time”

‘Look, I am still stuck here, could not make it to Surat today’

‘But…..’

‘I know, I know. Just listen to me first’

‘Oh, but then who is this……’

‘God damn it. Actually both of us had planned to come there…but..’

‘What do you mean both. You are already here in your apartment!’

‘Arey bhai,’ the exasperated voice the other end exclaimed, ‘He is my twin brother – identical twin, you know’

‘This is certainly too fast for me, kaka. Please explain to me the mix up’

“Oh, I never talked about my identical twin brother, Ranchhodbhai. Right from the second both of us came into this world, he has been a weird character, you know. He behaves as if he is lost in something. Something came up here and I had to stay back. Ranchhodbhai insisted that he would go anyway. I tried my best to deter him but finally had to cave in, managed to drop him at the airport. I have been trying to call you all this while…’

“I am sorry, my young son playfully dropped my mobile phone in water and it took a long time to dry it and retrieve the sim card. Now what?’, it was realization time for the manager now.

‘Just try to look after him till I reach there tomorrow, will you?’

For the manager of old residents of a wide-ranging age group posed varying degrees of senility – day in and day out. 

He smiled, rose and made his way to apartment 204. The most difficult part of his impending task was to convince the flood of instant bhaktas hovering around Saint Ranchhodbhai.

The driver, Suresh, listening to the tele conversation burst into the popular bhajan:

ज्योत से ज्योत जलाते चलो, प्रेम की गंगा बहाते चलो, सबको गले से लगाते चलो 

Disclaimer: The entire story is imaginary. Any resemblance to a person or persons is purely coincidental.


4 thoughts on “મોજે પલસાણા મણકો ૫  ફેબ્રુઆરી ૨૪, ૨૦૨૨ Post Palsana

Leave a Reply