For the English Version please scroll down


બે ખાન કલાકારો- એકબીજાના પૂરક!
કોહિનૂર ફિલ્મમાં આપણા યુસુફ ખાન સાહેબ પેલા ગીત – મધુબન મેં રાધિકા નાચે રે – માં અફલાતૂન સિતાર વગાડે છે એ સૌને ખબર છે. જુઓ કેવી સરસ, સાચુકલી રીતે એ સિતાર પર આંગળીઓ ફેરવે છે? આ પરફેક્શન માટે એમણે મારા ગુરુ ઉસ્તાદ હલીમ જાફર ખાન પાસે મહિનાઓ સુધી સઘન તાલીમ લીધી હતી તેથીજ તો એમની ચીવટાઈની દાદ દેવી પડે! કોઈ કિલ્મમાં હીરો કે હિરોઈન હોઠ ફફડાવતાં ગીત ગાતાં નજરે ચડે ત્યારે સૌને ખબર છે કે પરદા પાછળ કોઈ બીજાએ પ્લેબેક આપ્યું છે. અહીં યુસુફ ખાન સાહેબ સિતાર પર આંગળાઇઓ બરાબર સિફતથી ચલાવે છે અને એનું રહસ્ય એમની ટ્રેઇનિંગ અને પરદા પાછળ ગુરુજી ઉસ્તાદ હલીમ જાફર ખાનનો જાદુ!
આ પદ્મભૂષણ સિતાર નવાઝના સુપુત્ર ઉસ્તાદ ઝુનેઇન ખાન સાથે ૨૦૧૭ માં નવસારીના પ્રખ્યાત ટાટા હોલમાં જુગલબંદી પેશ કરવાનું સાહસ મેં કર્યું હતું. એની તૈયારીના ભાગ રૂપે અમે ઘેર કેવો જોરદાર રિયાઝ કર્યો હતો એ જુઓ. તબલાની બેનમૂન સંગતિ શ્રી વિદ્યાધર જોગલેકર સાહેબ કરી રહયા છે.
Video clip of the riyaz :
What can you say about Dilip Kumar sliding his fingers nearly perfectly across the difficult instrument called the Sitar? One Yusuf Khan shown as playing the sitar in the song sequence and the other Khan (Ustad Halim Jaffer Khan) actually playing the sitar – a real ‘playback’ for the other Khan.
At the end of the song ‘Madhuban Mein Raadhika Naache Re’ in the movie ‘kohinorr’ the thespian Dilip Kumar (Yusuf Khan) is seen playing the sitar. Just marvel at his sincerity in learning the basics of playing the sitar from Ustad Halim Jaffer Khan, his fgering technique is near perfect!
Along with Zunain Khan – the illustrious son of Ustad Halim Jaffer Khan- I had dared to present a jugal bandi at the famed Tata Hall, Navsari in 2017. The piece I am referring to above required very rigorous riyaz. Just watch the short clip on the riyaz I did at home for the event. My friend Shri Vidyadhar Joglekar is seen here, providing deft tabla support to us.