Scroll down for the English Text

૧૭૩ પાનામાં લખાયેલી આ નવલકથા મારો એક વધુ નવતર પ્રયોગ છે. ૨૦૧૬ થી લઈને આજ સુધીની મારી वाङ्मय ની નિરંતર યાત્રા અલગ અલગ શૈલીમાં ખેડી છે. એનો અફસોસ કરવો કે જસ્ન મનાવવો? સાહિત્ય જગતના પ્રતિષ્ઠિત મહાનુભાવો મારી સાથે એક વાતમાં સંમત છે કે પોતાના અસ્તિત્વમાંથી બહાર નીકળવાને ઉછળી રહેલી એક સુપેરે રજુ થયેલી ઘેલછા એ જ સાહિત્ય! આ વાક્ય મેં જ બાંધ્યું છે – માફ કરશો.
સંગીત અને સાહિત્ય વચ્ચે એક અનેરો સંબંધ છે. બંનેને આ લાગુ પડે છે. જીવનમાં વિવિધ પ્રકારના અનુભવો થયા હોય એમાં થોડી કલ્પના, થોડા રંગો, થોડા સુર સિંચીને કોશિશ કર્યે રાખી તો મારી ઘેલછા અવતરી – લખાણના રૂપમાં કે સંગીતના રૂપમાં.
મારી પહેલી English નોવેલ ( Hazards Inc.) માં સ્વાનુભવની માત્ર વધુ.
તો ‘Secret Strings’ માં રંગો અને સુર વધુ માત્રામાં!
સ્કૂલમાં હતો ત્યારે તે યુગની લગભગ બધી જ ગુજરાતી કૃતિઓ વાંચી લીધી. એ પછી Perry Mason જેવી ભેદ ભ્રમ પૂર્ણ ડિટેક્ટિવ વાર્તાઓ વાંચવાનો નાદ લાગ્યો.
એન્જીનીઅરની બેચલર ડિગ્રીથી સજ્જ એવો આપણો હીરો રામ શર્મા – જે એક આછો સિતાર વાદક પણ છે – અમેરિકા વધુ અભ્યાસાર્થે જવા નીકળે છે. જીનિયસ રામ શર્મા પાસે આધુનિક રેડાર ટેક્નોલોજીનું ભરપૂર જ્ઞાન છે.આ જ્ઞાન અને સિતારમાં નિપુણતા એના દુશ્મન બને છે. અમેરિકા પહોંચતા રામ શર્મા બે અલગ જૂથો – પાકિસ્તાની લોબી એન્ડ મ્યુઝિક ગ્રુપ – વચ્ચે ફસાઈ જાય છે. નવલકથાનાની પૃષ્ઠભૂમિ પર ૧૯૭૧ ના બાંગ્લાદેશના મુક્તિ જંગની વાત આવે છે. આખરે રામ શર્મા અને એની મૈત્રિણી અદિતિ કેવી રીતે છૂટે છે કે પછી નથી છૂટી શકતા એ દિલધડક કથા આ પુસ્તકમાં રજુ કરી છે.
વાચક મિત્રો, હવે આગળ શું?
૬ વર્ષ સર્જન કર્યા બાદ મને જે પ્રતિભાવો મળ્યા તેનો નિચોડ કાઇંક આ પ્રમાણે છે:
આજના યુગ માં કોઈને લંબાણયુક્ત વાંચવામાં રસ નથી , સમય નથી
દ્રશ્ય – શ્રાવ્ય રૂપમાં રજુ થયું હોય તો વધુ રસ પડે
સાથે સુસંગત સંગીત હોય તો સોનામાં સુગંધ, ખરું?
લેખક પોતાની વાર્તા, પોતાના અવાજમાં (લહેકામાં), વિડિઓ/ફોટા, અને પોતે રચેલા સંગીત સાથે શક્ય હોય એટલા ટૂંકાણમાં રજુ કરે તો ઉત્તમ
મારો આ નિસ્કર્ષ (conclusion ) યોગ્ય છે? અમલ કરવા જેવો છે?
આપના પ્રતિભાવ ની રાહ જોઇશ.
——— ——— ———– ——–
My latest novel, ‘Secret Strings’ is spread over as many as 173 pages. My literary journey, in various genres, that started in 2016 in the right earnest continues unabated. Should I be apologetic or celebrate? I do not know!
I had the privilege of interacting with a number of giant literary figures to learn that literature is nothing but passion oozing out of the my existence in an organised form. I apologise if it sounds crude.
This is true both for music and literature. When I write, I merely added some colour, some melody and some imagination to my own life experiences and out comes the passion !
My first novel, ‘Hazards Inc.’ had a bit more of life experiences
My second one, ‘Secret Strings’, has more of imagination and music!
I virtually devoured all Gujarati books available at that time when in school in the Fifties. Then came courtroom drama type Perry Mason series.
In the new novel, Secret Strings, a freshly minted genius Engineer, who is also an accomplished Sitarist – sets on a course to the U.S. for higher studies but gets embroiled in espionage, kidnapping drama between a Pakistani Lobby and a maverick music group in New York.
Towards the end of the novel Ram and his girl friend, Aditi, fight out all odds in the backdrop of liberation of Bangladesh – do they succeed? That’s what this novel all about!
Now what? Way forward?
- After 6 long years, here is a conclusion I have reached, based on the feedback / responses received:
- No one has time to read lengthy stuff, no time! No inclination!
- Audio visual presentation of a story will be more interesting.
- Music in the background will add to the effect.
- The best would be for the writer to present his work in his own emotion-filled voice, with ohotos /videos to spice it up, in as short manner as possible, and juxtaposing it with his own signature music – WAY TO GO!
MY DEAR READERS, DO YOU AGREE?
Will anxiously await your response
I guess the age of the reader decides the preference of presentation. For me, die hard voracious reader of the old school, the transition from physical book to Kindle was tough. But the transition from book to movie/serial?? Not going to happen in this lifetime! I like to form my own impressions of characters.
You are right about readers preferring short books. But who can forget the excitement of picking up a 500 page novel?!
Thanks, Jaya for your insight
Thanks. I did try the audio visual presentation in my own voice, along with my own music as an experiment. It achieved a moderate success.
No Rajendra, reading a novel is far more satisfying than listening to an audio-visual presentation
Thanks for your invaluable suggestion