Excerpts from my new fantasy novel in Gujarati ‘ડાયરી એક ટવીકી નામે ચકલીની – મારી આગામી ફેન્ટસી નવલકથા માંથી  કેટલાંક અવતરણો

બરાબર એજ ક્ષણે પેલી જાદુઈ બારી ખુલી, મારા માણીંગારે ડોકું કાઢ્યું અને હસ્યો. હું તો પાણી પાણી થઇ ગઈ. ઓ માં! હવે મારે પાછું ઝંપલાવવુંરહ્યું. મનનો માણીગર સામે  હસતો ઉભો હતો. એ મને કોયલની જેમ ગાતાં શીખવશે. મારું બદન થનગની ઉઠ્યું

એ પાસે આવ્યો તે ખૂબ ગમ્યું. એનો પૌરુષપૂર્ણ હાથ મારા માથા પર હળવે હળવે ફરે એ લાલસામાં મેં આંખ બંધ કરી દીધી.

સવાર પડતાં મને જવું હતું રાજની બારીએ. રોજ રાતે સપનામાં એમ જ દેખાયા કરે કે હું રાજ સાથે દૂર દૂર ડુંગરાઓ તરફ ઉડી જઈ રહી છું મને તો બસ એને દુઃખી જોવો નથી. કેટલો ગમે છે એ મને? મને જોતાં એ દુઃખી થવાનો હોય તો હું પાસે ન જાઉં  મારી દશા જુઓ – એક બાજુ ચકલીની જિંદગી અને બીજી બાજુ માણસની કાલ્પનિક જિંદગી  હા પણ હું નક્કી પાછી આવીશ, આવીને રાજના ચહેરા પર પ્રતિભાવ જોવો છે, શું એ ગૂંચવાશે અને મારી પરવા ન કરવા બદલ માફી માગશે? એને એક જબરજસ્ત શિક્ષા મળશે પરંતુ  માફી જેમ  તેમ નહિ! બરાબર ઘૂંટણીએ  પડીને. એને માફ કરી દેવો કે નહિ? ઊં હું , એને શાની માફી?

બસ કાલ સવાર પડે, વસંતના ફૂલની વર્ષા થાય એટલે હું ત્યાં ! ગાંડી રે ગાંડી. 

દૈવી સંગીત મને બેચેન બનાવી મૂકતું હતું. મને એ બાહુપાશમાં ક્યારે લઇ લે? 

આખરે ભવ્ય સૂર્યદેવના દર્શન થયાં.કૂકડે કૂક, બોલ્યો કૂકડો. ધડાક કરીને સામેની બારી ખુલી. એ રાજ બોલાવે તને, જા ટવીકી જા.હું ઝટ કરતી ઉડી 

અમે હવામાં ઝુકાવ્યું એટલે  શેરડીના ઝુંડ  નૃત્ય કરવા લાગ્યાં, વસંત ઋતએુ વાસ્તવમાં વધામણાં આપ્યાં. 


Leave a Reply