ડાયરી એક ટવીકી નામે ચકલીની

પ્રકરણ ૧: ઊંચી ઊંચી શેરડીઓથી ભરપૂર ખેતરને છેવાડે એ ….રહ્યુંચંપાનું સોહામણું ઝાડ. ખેતરમાં પરસેવો પાડતા બે-પગાં માણસોનાં, નાનાં-નાનાંમઝા ….નાં છોકરાંઓ ચંપાના ઝાડ નીચે છાંયડામાં કદીકરમવા આવતાં ખરાં. હાથમાં દાતરડું લઈને એક ઝાટકાથીશેરડી કાપતા એ માણસોના છોકરાં કેટલાં નિર્દોષ લાગતાં? હવે આ ચંપાનું ઝાડ કોણે રોપ્યું એ કોને ખબર? પણ મારા ઘરડા આજા ઘણી વાર મારા જેવા બચુકલાંચકલાંને ભેગાં કરીને ધીરે ધીરે ટૂચકો મૂકતા કે ” છેને તે, ટવીકી, પે’લ્લા  તો અહીં આ દેખાય તે શેરડીનું ખેતર જ હતું, ને આ ચંપો; પછી…. છે તે….. કોણ જાણે ક્યાંથી શહેરથીલુચ્ચા માણસ આવ્યા, ને ખડી કરી દીધી એમની ઇમારત, બિલકુલ આપણા ચંપાની લગોલગ!”. એમની વાતમાં કેટલો દમ હતો તે ભગવાન જાણે પણ, સાંજનાં ત્રાંસા સૂર્યકિરણથી આંખ બચાવતા, મને ધારીધારીને જોતાં જોતાં જ્યારે વાત નાખતા ત્યારે તેમની શિકલજોવાની મઝા એવી આવતી! આટલાં બધાં બચુકલાંચકલાંની જમાતમાં હું પાછી વધુ ઝીણકી, તે મને શોધવાતેમની આંખ ઝીણી થઇને ખેંચાય! મઝા જ મઝા! બધા ટોળાંમાં મારી માં બહુ હોશિયાર, તે કાંઈ આવી વાતમાંભરમાય? તે સમજાવે, “જો ટવીકી, આખી દુનિયા કાંઈએકલાં આપણા જેવા ચકલાંની જાગીર થોડી છે? બે-પગાંમાણસ આવે….., સમજી? આપણે હળીમળીને સાચવીનેરહેવાનું” એ તો સારું  છે કે આજાને ઓછું  સંભળાય બાકી આવું  ડાહ્યું ડાહ્યું બોલવા માટે એમની દીકરીને- એટલે કે મારીમાંને- ખખડાવી ન નાખે?” શું બધા લોકો ઉમર વધતાં વધતાંડાહ્યા થતા હશે? કે પછી સણકી? ભગવાન કરે ને મારી માં કદી ઘરડી થાય જ નહિ, બસ આવીને આવી જુવાન,સ્વસ્થ રહે અને ચીં ચીં કરતી રહે. મોટાંથઇને બધાં લોકો મારા જેવી નાજુક ચકલીઓને સલાહ- સૂચન આપ્યાં કરે એ કોને ગમે? મને તો નહિ જ. સાચું કહું તો વહાલા આજાની ગોદમાં ભરાઈને આવીગાંડીઘેલી વાત કરવાની એક ઓર મઝા છે! ‘હેં આજા, તે આ ચંપાના ઝાડ પર બધા ખરેખર ક્યારે રહેવાઆવ્યા એ વાત તો કરો?’, આજા વળી મારી આ અનોખી પજવણી સમઝે? હું તો મરકમરક હસું પણ  તે આજાની ધૂંધળી નજર કેવી રીતે જુએ! તેમને આ સવાલ હજારો વાર પૂછ્યો હોય પણ એવું યાદરહે? અને યાદ હોય તો પણ કોઈ વાત કરવાવાળું મળી જાયએટલે  બસ! માથું  ખંજવાળીને એ.. નો એ મને જવાબ આપે, જરા ત્રૂટક ત્રૂટક ધ્રૂજતા અવાજે, જાણી કરીને મને સમજાયએવી કાલીઘેલી ભાષામાં, ‘ બેટી ટવીકી, ઘણી વસંત પહેલાંની વાત છે. તારી માં છે તે  તાજું તાજું ઉડતાં શીખી હતી તે બધાં ચકલાંઓની જમાતમાંવાત પ્રસરી ગયી. એક પછી એક એમ બધા અહીં આવીગયા, શું સમજી ? અરે તને કેવી રીતે કહું, અહીં બધું સરસહતું. ખાવાને દાણા,નાનાં જીવડાં અને બાજુની નદીમાં રોજનહાવાની એટલી મઝા! ‘ હે હે, આજા બોલતાં બોલતાં જાણે નહાવા ન બેઠા હોય! “પછી?” મેં ઠાવકું મોં કરીને પૂછ્યું “પછી તો શું? આ માણસો આવી લાગ્યા અને મોટી ઇમારતખડી કરી દીધી બરાબર અહીંયા; ઇલેક્ટ્રિક વાયર સુધ્ધાંલાગી ગયા…’ હું ઠાવકાઇથી હસ્યે રાખું. કોણ જાણે કેટલી ય વાર આ વાતમને કીધી હશે. પણ ભાઈ, એમને મોઢે મારી કાલાઘેલીભાષામાં આ વાત સાંભળવાની ખૂબ મઝા. બિચારા આજા. એમને એમ કે હું હંમેશા આવી ને આવી નાનકી રહીશ અનેએ મને કાલીઘેલી ભાષામાં વાત કર્યે જશે – જાણે સમયસ્થિર થઇ ગયો ! એમની ઘસાઈ ગયેલી, ચીમળાઈ ગયેલી કાયાને એ હળવાપવનમાં ઝૂલતી ડાળી પર જેમતેમ સંભાળે. માં કહેતી કે ટવીકી તું જ્યારે જન્મી ને.. ત્યારે અત્યારે છેએવી બિલકુલ દેખાતી ન હતી. હું ચકલી જેવી લાગતી જ ન હતી, બોલો. હું તો એક નાનકડાલંબગોળ સફેદ ઈંડામાં ભરાઈ પડી હતી, માનશો? મને કંઈદેખાય નહિ, ફક્ત શરીરને વીંટળાયેલ મારા નાજુક અંગથીલાગતું હતું  કે હું છું ! જો કે મારી માં પાસે જ છે એવી લાગણી કાયમ રહેતી, ઈંડાપર બેસીને મને સેવતી એની ફક્ત  કલ્પના કરી શક્તી હતી.  પણ માં કહેતી કે માળામાં હું એકલી ન હતી, સાથે બીજાત્રણ ત્રણ ભાઈ ભાંડુઓ હતાં. એ કેવાં દેખાતાં હશે તે મને કેવી રીતે ખબર? પણ માં નેપાક્કી ખબર. મારી કાયા ક્યારે ધીમે ધીમે વધવા માંડી એખ્યાલ નથી પણ અંદર હવે બહુ સંકડાશ થવા લાગી હતી. હવે વખત આવ્યો કે મારે મારી નાજુક ચાંચથી કોચલું તોડવુંપડ્યું. આખરે હું બહાર આવી તો કોચલાનાં ઝીણકાઝીણકા ટૂકડા જોઈને ખૂબ રમૂજ થઇ. હું આમાં હતી? માં નેપહેલી વહેલી જોઈ! શું મારી માં દેખાતી હતી ? સુંદર, રાણીજેવી અદા, શું છટા? હું તો આફ્રીન થઇ ગયી એના પર. ચંપાનાં ઝાડનાં પાંદડાઓ વચ્ચે માંએ બાંધેલો માળો હતો. કદાચ મારા પાપાએ બાંધવામાં મદદ કરી હોય પણ પાપાવિષે પછી કહીશ, હમણાં નહિ. છાજલી જેવા ગોળ માળામાંઅમે ચાર ભાઈ ભાંડુ આરામથી રહેતા. અંદર માળાને માંએ એવી સરસ રીતે નાની નાની ડાળખી, ઘાસનાં તણખલાં, પેપર, રેશા વિગેરેથી સજાવ્યો હતો. વળીએથીય અંદર સુંવાળા પીછાં અને કુમાશયુક્ત પાંદડાં! ક્યાંથી લાવી હશે માં આ બધું?  મારે શું? માં રોજ અમ ચાર ભાઈ ભાંડુ વાસ્તે ખાવાનું આણીઆપે એટલે બસ! અમે ચારેવ નિરંતર ચીં ચીં કીધે રાખીએઅને માંનું ધ્યાન દોરવા લાગી રહીએ. મારી નજર હજી કાચી પણ એટલું તો જોઈ શક્તી કે માં કૈં કખાવાનું લાવીને મારી ખુલ્લી ચાચમાં ઠોસી દે છે. હજી એકકોળિયો મોમાં ગયો એટલામાં હું પાછી તૈયાર. ચીં ચીં ચીં. માં કહે,’ ભાઈ સાબ, ટવીકી તું  અધીરી ભારે છું. અરે સારું  થયું  યાદ આવ્યું. એક બીજો જરા મોટો ચકલોહતો જેને   ગળામાં એક કાળી પટ્ટી હતો. એ કાયમ આવ જાકર્યા કરે. માંને એ બહુ ગમતો – એટલે અમને પણ. મારી આંખ હવે વધારે સારી રીતે જોતી થયી ત્યારે ખ્યાલઆવ્યો કે અમારો માળો ચંપાનાં ઝાડ પર એક અજ્ઞાત ખૂણામાં હતો – વળી ચંપાનાઝાડને બિલકુલ અડીને માણસોએ ઘર બાંધી દીધું હતું. જેમ જેમ મારી દ્રષ્ટિ ખુલતીગઈ તેમ મને દેખાયું કે માળાની લગભગ લગોલગ જે  મકાન હતું તે  ખાસ્સું મોટું  હતું.  માં એ કહ્યું કે એ મકાનમાં ધોળા વાળ વાળો એક પુરુષરહે છે. બાકીનાં મારા ત્રણ ભાઈ ભાંડુ તો સમજ્યા પણ હું અતિજીજ્ઞાશુ અને ચાંપલી હતી. વારે વારે ડોકું બને એટલું  ઊંચું  કરીને સામેની બારીમાં જોવા પ્રયત્ન કરતી. કોણ રહે છેઅંદર? કેવો દેખાતો હશો એ પુરુષ? મારા પાપાને મારી આ વર્તણુક ન ગમી. ચાંચથી હલકી થપ્પીમારી મને ટોકી, ‘ એમ બીજાનાં ઘરમાં તાકીને જોવું એ સારાલક્ષણ નથી, સમજી?” મને થયું, ‘કેમ વળી? એમાં શું સારું નહિ?” પણ એ મારાપાપા એટલે  હું કઈ બોલી નહિ. શુ કામ એમની નારાજગીવહોરવી? જેમ જેમ હું સ્પષ્ટ જોતી થયી તેમ તેમ મેં પેલી બારીને ટીકીટીકીને જોવાનું ચાલુ જ રાખ્યું – પાપા ન જુએ એમ. વળગણથઇ ગયું હતું મને. એ પુરુષનું, સવારના પહોરમાં હાથમાંચાનો કપ લઈને ઉભો ઉભો બારી સામે ઇલેક્ટ્રિક વાયર પરઝૂલતાં પક્ષીઓનું ગાન સાંભળવા કાન માંડતો. કોણ જાણેપણ મને એમ થયા કરે કે ક્યારે હું ઉડીને એની બારી પરબેસીને મારું ચીં ચીં એને સંભળાવું પણ એ તો પેલાં પક્ષીઓનું સુમધુર ગાન સાંભળવા આતુર હતો. હું ક્યારેએવું ગાઈ શકીશ? નિરાશ થઇ ગઈ હું. અરે એક વાર એણે મારી સામે જોયું. હું તો ગભરાઈ ગઈ. હુંકઈ કરું એ પહેલા એણે એક દૂરબીન કાઢ્યું, આંખ પરગોઠવ્યું અને મંડ્યો મને જોવા- ધારી ધારીને. હવે હું શરમાઈગઈ.  આમ કોઈ મને ધારી ધારી ને જુવે તો કેવું લાગે? અંદરમાળામાં ભરાઈ ગઈ હું. પુરુષનાં આ સારાં લક્ષણ કહેવાય? એ હું માંને પૂછીશ કોણ જાણે મને આ પુરુષ ગમવા લાગ્યો.  મારે હવે સરસ મઝાનું ગાતાં શીખવું પડશે, એનું ધ્યાનખેંચવા. પણ મને શીખવશે કોણ? માં સ્તો વળી!  “ટવીકી, ગાતાં એમ ન શીખાય, મૂર્ખી. મને જોયા કર – હુંકેવી રીતે  ગાઉં છું . એમ જ આવડી જશે. તે  હુ કઈં એટલી બધી મૂર્ખી છું  ? મને એના ચાળા પાડવાનુંમન થયું પણ છેવટે એ મારી માં હતી. એને બધી ખબર હોય. હું કંઈ એના ગળામાં ઘૂસીને થોડું જોવાની હતી? થોડા દિવસહું તોબરો ચઢાવીને બેસી રહી. માળામાં મારી સાથે રહેતા ચારમાંથી બે તો જલ્દી જલ્દીઉડવાનું જાતે જ શીખીને ક્યાંય ફરાર થઇ ગયા. એકગળામાં કાળી પટ્ટીવાળો નાનો ચકલો રહી ગયો – મારોભાઈ, … More ડાયરી એક ટવીકી નામે ચકલીની