પ્રથમ તરંગને અમેરિકામાં ઊંચકીને ભમવાની મઝા

Galivanting in the U.S. with my Pratham Tarang

For text in English please scroll down

સા રે ગ મ પ ધ ની – સંગીતના કાર્યક્રમોની લહાણ કરાવવા અમેરિકા આવ્યાને મને હજી ત્રણ અઠવાડિયા થયાં એમાં એક સત્ય છતું થઇ ગયું. એક એવી માન્યતા છે કે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં આપણને સમજ ન પડે ભાઈ. પરંતુ, અહીં વસી રહેલા આપણા દેશી ગૃહસ્થો અને સન્નારીઓના કાન આ સત્યથી કેટલાં વેગળાં છે એની વાત હું અહીં કરી રહ્યો છું. આ ગુપ્ત જ્ઞાન એમના સુધી પહોંચાડવા હિન્દી ફિલ્મોના કલાસિકલ આધારિત ગીતોનો સહારો લેવો રહ્યો.


આ મારો વિડિઓ જુઓ – ગીત છે મશહૂર હિન્દી ફિલ્મ અનુરાધા નું ‘सांवरे सांवरे …. – અટપટા લાગતા શાસ્ત્રિય તાન લેતું આ ગીત વગાડવા જયારે મેં ગભરાતાં ગભરાતાં લીધું ત્યારે ધાર્યું ન હતું એ થયું. ફ્લોરિડાના ટામ્પા નામના શહેરમાં ભૈરવી રાગ આધારિત આ ગીત પ્રથમ તરંગ પર વાગી રહ્યું છે ત્યારે એક મધુર અવાજ સાથે મઝાથી ગાઈ રહ્યો છે – અને એક બે લાઈન નહિ – સંપૂર્ણ ગીત! વળી એમાં થોડા તાનો મેં મનથી ઉમેર્યા ત્યારે ક્યાંક ક્યાંકથી વાહ કે આહ સુધ્ધાં સંભળાય છે! લ્યો કરો વાત. આપણા સંગીતનો ભવ્ય વારસો હજી અકબંધ છે ને?
અમેરિકામાં મારું વાદ્ય ઊંચકી ઊંચકીને ભમવાનું લેખે લાગ્યું એવી અનુભૂતિ અસ્થાને ન ગણાય. એરપોર્ટથી એરપોર્ટ દોડતાં, ઉંબરથી ઉંબર ઠલવાતાં, તેમજ રસ્તો ઓળંગતાં બેઉ બાજુએ આદરપૂર્વક ઉભેલી કારોને જોઈને તૃપ્ત થયાની અનહદ લાગણી પણ થઇ.
બેવડું સત્ય લાધ્યું.

Gallivanting in the U.S. with my Pratham Tarang

Sa Re Ga Ma Pa Dha Ni – my first seven Pratham Tarang concerts in aid of Pratham  USA in the very first three weeks of my concert tour proved to be a kind of epiphany for me.

How to play popular classical based old Hindi film songs to activate the auditory faculties of U.S. based Hindustani ears and reach the cochlea  embedded in the inner ear, cutting through the prejudicial resistance to classical music?

Their love for Indian melodies and rhythms, outpouring through Wahs, aahs; singing along with my rendition of complicated classical based film songs were enough to convince me that all is not lost. At Tampa. Florida I ventured into ‘सांवरे सांवरे …..from the classic film Anuradha, with a sense of trepidation.

Would someone recognise the song?

Whoa! Someone did! I didn’t realise it then but when I went back to the recording later, I heard a faint but distinct voice of a female singing along with me. My occasional, attempted departures, from the original song,  within the exalted boundaries of the raga, were greeted with Wahs. What more did I want?

Lugging around my instrument through the airports and Ubers, thankfully staring at the waiting cars on both sides of the sidewalk allowing me to cross the road, was worth it after all.

Double whammy of epiphany!


Leave a Reply