આજકાલના ટેક્નોલોજીના જમાનામાં સંગીતની zoom સભામાં શરૂઆતના તબક્કામાં સૂરીલી મૂંઝવણ સામાન્ય છે. અહીં ઓસ્ટીન નામના શહેર થી zoom સભામાં કાઇંક આવુંજ જોવા/ સાંબળવા મળ્યું.
ચાલ્યા કરે….આવું બધું
ઓકે તો હવે આપણે બધા live છીએ
પણ સ્ટેજની પાછળ આ બધું clutter કેમ છે??
બની બેઠેલા કલાકાર સ્વગત બોલતા સંભળાયા,’ ચહેરા પર જરાક વ્હાઇટનિંગ ક્રીમ લગાવ્યું હોત તો ઠીક થાત, ચાલો કઈ નહિ – મારું સંગીત બોલશે – નહિ કે મારો ચહેરો
સાઉન્ડ બરાબર છે? જરા કેમેરાને સ્ટેજ થી નજીક મૂકો ને મારા ભાઈ
હા, અને રાજનભાઈ તમે માઈકને જરા મોં થી નજીક ધરો ને બાપલા , હજી જરા, હજી — હાં હવે બરાબર
અરે આ પાછળથી આટલો બધો અવાજ કેમ આવે છે? જરા જુઓ તો કોઈ?
કોઈ હાજરજવાબી ગણગણ્યો ‘ એ તો આ પ્રોગ્રામમાં સામેલ બીજા લોકોના ઘેરથી આવે છે’
‘તો એ બધાને ફરમાન છોડો કે પોતપોતાનું માઈક્રોફોન mute કરી નાખે, સમજ્યા ?’
રાજેનભાઈ કાઇંક વગાડો ને – સાઉન્ડ ચેક કરી લઈએ
અબુધ કલાકાર રાજેનભાઈને શી ચળ ઉપાડી તે મંડ્યા કોઈ બોરિંગ રાગનો આલાપ કરવા. પણ તબલાં કયાં?
સુરેન્દ્રભાઇ તમે પણ કોઈ ઠેકા મારોને ? બંને સાઉન્ડ ભેગા ભેગા ચેક થઇ જાય, બીજું કઈ નહિ
એટલે હવે સુરેન્દ્રભાઈએ તબલા પર થાપ મારવાનું શરુ કર્યું
કલાકાર બેલડી પરીક્ષામાં પાસ !
હે ભગવાન, પેલી લોખંડની ફોલ્ડિંગ ખુરશી હજી ત્યાં શું કરી રહી છે- યોગીભાઈનું વચનામૃત ક્યારનું સમાપ્ત થઇ ગયું – હટાવો એને! એટલે કે ખુરશી ને!
અચાનક કોઈ ગણગણ્યું ” આ રાજેનભાઈ એ જરા બ્રાઇટ કલરનો કુર્તો ન પહેરવો જોઈએ? જવા દો, બધા કલાકારો થોડા સનકી હોય , માને તો ને?
પ્રોગ્રામના સૂત્રધાર હજી નાખુશ, ‘ અરે આ ચીટચેટનો અવાજ કેમ બંધ નહિ થયો?’
પરિસ્થિતિને કથળતી જોઈ યોગીભાઈ ખુરશી પર ફરી એક વાર બિરાજમાન અને વિવેકથી ફરમાન છોડે, ‘ મહેરબાની કરીને સૌ જયાં જયાં હોય ત્યાં પોતપોતાનું માઈક્રોફોન મ્યુટ કરી દે પલીઝ’
તો હવે આપણે આરંભ કરીએ ? ચાલો બોલો ….શ્રી ટેક્નોલોજીની જય… ઝૂમ બરાબર ઝૂમ .