
અરે વાહ ! મારા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ દુનિયાના ભાયડાઓ મળીને ઉત્સવમનાવે ? કોઈ ફરિશતાના આવવાની રાહ જુએ કે શું ? ( ભાઈ મજાક છે આ). અડધે અડધું વિશ્વ થયું આ તો! હવે આનાથી વધુ આનંદ હોઈ શકે ખરો?
પણ ઉભા રહેજો. પેલા બાકીના અડધા વિશ્વનું શું ? ભાઈ, એ લોકોને એમનોઆંતર રાષ્ર્ટીય મહિલા દિવસ હોય કે નહિ ? રાજેન ભાઈ જરા સમજા કરો. એમનો શુભ દિવસ છે માર્ચ ૮. ભાયડાઓ કરતાં પૂરા ૨૫૬ દિવસ આગળ. સજોડે કદમ મિલાવી શકતા નથી તમે ભાયડાઓ – પછાતના પછાત રહી ગયા, ભોટ!
આ માર્ચ ૮ નો પણ રસપ્રદ ઇતિહાસ છે. ૧૯૧૪ ના માર્ચની ૮ તારીખેમહિલાઓએ, સિલિવિયા પૅકહર્સ્ટની આગેવાની હેઠળ લંડનમાં જબરજસ્ત કૂચઆયોજી હતી જેને કારણે સિલિવિયા બેનને જેલમાં પણ જવું પડ્યું હતું. રેલી આયોજાઇ હતી મહિલાઓના મતાધિકાર માટે. પુરુષોએ મતાધિકાર માટે આવુંઆંદોલન કરવું પડ્યું ન હતું. એમને તો લાડવો હાથમાં મળી ગયો. આપ્યોકોણે? પુરુષોએ , બીજા કોણે ?
તો હું હવે મારા આવતી કાલનો જન્મદિવસ ઉજવવાની તૈયારી કરૂં ?