મોજે પલસાણા મણકો-Post Palsana Episode dated November 30

For the English version please scroll down

આવો ફરી પાછા એક્સટ્રા ઇનીંગ્ઝ સીનીઅર રિસોર્ટ તરફ:

નવા રેસ્ટોરન્ટ નો ખળભળાટ  

પોતાના જોડિયા ભાઈ રણછોડભાઈના પરાક્રમ પછી એને જેમ તેમ દિલ્હી રવાના કર્યા પણ હજી બેચેની કેડો છોડતી ન હતી. એ તો સારું થયું કે વાત વણસે એ પહેલાં બધું સમેટાઈ ગયું. એક્સટ્રા ઇનીંગ્ઝ માં રહેતા મોટા ભાગના રહીશોને તો પાક્કી ખાતરી થઇ ગઈ હતી કે રણછોડ કાકા જ એમના મોટા ભગવાન હતા. એક્સટ્રા ઇનીંગ્ઝના માહિતી ભંડાર સમા ડાહ્યાકાકાને અફસોસ રહી ગયો કે મોટા ભગવાનના પ્રથમ અનુયાયી થવાનો મોકો હાથથી ગુમાવ્યો. 

પણ ડાહ્યાભાઈ એટલે ડાહ્યાભાઈ. અચાનક એક નવો મોકો મળી ગયો. ક્યાંકથી ખબર લઇ આવ્યા કે રિસોર્ટની બહાર આવેલી દુકાનોમાંથી સૌથી છેવટની દુકાનમાં એક નવો રેસ્ટોરન્ટ લાવવાની પેરવી ચાલી રહી છે. સાંજે આખી મંડળી    બેસે તેમાં  ધડાકો કર્યો, ‘ અરે હામભર્યું તમે? મેનેજમેન્ટ પેલા ગાળામાં એક નવી રેસ્ટોરન્ટ ખોલે છે’

ઉમર થતા શ્રવણેન્દ્રિય કમજોર  થઇ ગઈ એવા વડીલ કાકા બબડયા, ‘એ હૂં કેહેય, પેલો?’

“તું બેસ, તને બો ખબર કેમ?’ કાકી એ સાથ પૂરાવ્યો

એને ન ગણકારતા ડાહયાભાઇ ઉવાચઃ , ‘હું જાણું ને, તદ્દન હાચી ખબર’

રિસોર્ટમાં રહેતા બચ્ચા બચ્ચાને ખબર કે ડાહ્યાભાઈ કાંઈ ને કાઈં નવી વાત કોણ જાણે ક્યાંથી લઇ આવતા. 

“કેમ તે આપણે રોજ ડાઇનિંગ હોલમાં ખાઇએ છીએ તેમાં હૂં વાંધો છે જે?” – પ્રમાણમાં જુવાન લાગતા રમેશભાઈ બોલ્યા

અરે વાત જવા દેવ. એ લોકો તો માંસ મચ્છી પીરસવાની વાત કરતા છે. આ જુગુપ્સાએ પ્રેરે એવી વાત કરતાં કરતાં ડાહયાભાઇના મોં પર એક સ્મિત, ‘ ને પાછા મેનેજમેન્ટનો આ ભ્રષ્ટ ધંધામાં ભાગ હો!’

ગિરીજાશંકર પટ કરતાં ઉભા થઇ ગયા,’  શું સમાજે છે એ લોકો? આપણા સંસ્કારને નરકમાં ધકેલી દો, વટલાવી દો સૌને”, ધ્રૂજતા ગિરિજા શંકર દાદાને બધાએ જેમ તેમ શાંત પાડ્યા.

‘અરે ભૂદેવ, હજુ તો ભેંસ ભાગોળે ને ..”

‘તે હૂં બદ્ધુ જાણું. માંસ મચ્છીનો પગપેસારો થાય  એ પહેલાં એનો ઘડો લાડવો કરી દેવો – સમજતા નથી પણ’

બાજુમાં રમતો મેનેજરનો નાનકો આવીને પૂછી ગયો, ‘દાદા, દાદા,ચોકલેટ, બિસ્કિટ તો વેચશે ને ?’

‘ને આ બદ્ધુ મારી ગેલેરી ની બરોબર નીચે, શિવ શિવ. હૂં માંડ્યું છે?, મારે ઘરડે ઘડપણ આવા દિવસો જોવાના આવ્યા. 

‘તમે ગેલેરીના બારણા કે દા’ડે ખોલતા છે વળી’ – કોઈએ ગબડાવ્યું.

“ચાલો આપણે ઓફીસીઅલી નારાજગી જાહેર કરીએ, બોલો કોણ છે મારી સાથે?” સેનાપતિ ગિરિજાશંકર હવે રણે ચડયા 

લોકશાહીનો અદભૂત તમાશો વધુ આગળ ચાલે ત્યાં કોઈએ ડહાપણનું કામ કર્યું, ‘ અરે પણ મેનેજમેન્ટ કાંઈ પગલું લેવાની વાત કરે પછીની વાત પછી, શાંતિ રાખો ને જપવા  દો હવે.’

તાલ જોઈને મેનેજરે ઓફિસ માંથી કોઈ ને ફોન જોડ્યો. 

આ મણકાનો બીજો અને છેલ્લો ભાગ આવતે અઠવાડીએ …

——————–x—————-x————–x—————

Back at the Extra Innings Senior Resort:

A new restaurant causes consternation 

Ramaniklal, flummoxed by the antics of his twin brother, Ranchhod, had quietly packed him off back to Delhi before the frenzy of his over-excited followers could gather the momentum. Dahyabhai, in particular, was in no mood to reconcile to the reality.  Lost forever -a golden chance to become the right-hand man to the newly anointed Mota Bhagwan.

The euphoria caused by the comet like appearance of Ramaniik kaka took its own time to fade away. For many, the poor Ramanik kaka was a villain of the piece, standing between their boring, mundane existence and the ultimate spiritual bliss they would have attained.

Dahyabhai, the repository of everything that happened around the ‘Extra Innings’, broke a super exciting news to the residents one grey evening at the chit-chat session.

‘Get set for a new culinary experience now!’

‘What the heck is he saying?’ the oldest among the residents, blessed with ‘bura mat suno’ syndrome raised the first query.

Dahyabhai brushed aside the old man’s query, ‘, guess what? A new restaurant catering to the perverted tastes of some of us like coming up soon, right at our doorstep!’

Girija shankar, the epitome of the purest race on earth, took this as a personal affront.  

“Why? Who the hell told you that?’

‘I should know’,  Dahyabhai responded with a sense of pride. Everyone knew Dahyabhai had secret access to some juicy developments ahead of others.

‘But what is wrong with our food served in the dining room?’ Vanalata ben, the grand old lady, looked around to mobilize support.

“Nothing.’, Dahyabhai, straightened his bulky frame in the Neelkamal brand plastic chair with blackened backrest.  ‘The owners have a stake in the new business – that of ripping us off our rich heritage of sticking to divine, satvik vegetarian food’

The frolicking little boy of the manager stopped and asked ‘Dada, dada, will they serve candies?’ 

‘This is ridiculous, if true’, Girijashankar fumed, ‘How on earth the management be a part of such nefarious design to convert us? And they will cook chicken, lamb, fish… everything here, right here under balcony of my first-floor apartment?’

‘You can keep your doors shut permanently, Kaka, less noise from the vehicles driving past!” 

“That’s enough, Dikra, we are not going to tolerate this non-sense. Oh, come on, who is with me?’

The instant democratic exercise had few takers. 

“But Bhoodev, wait till we get this information from the horse’s mouth’

‘Nip in the bud, shiva shiva. Lord Krishna has said, act before it is too late. Have you forgotten how our Bharat varsh was run over by marauding yavanas? ‘ 

Maheshbhai, the manager, watching the drama from the open window of his office, quietly placed a call to someone in the main office.

The concluding part of this exciting episode …. Next week


Leave a Reply