ડાયરી ટવીકી નામે ચકલીની – ઉપસંહાર 

ટવીકીનું પુનરાગમન – નિર્વાણ રાત્રી 

તે પૂનમની રાત્રી, ટવીકીનો અધખુલી બારીમાંથી રાજના ભેંકાર રૂમમાં ગભરાતા  મને પ્રવેશ – જુએ છે રાજ અને સુંદર સ્ત્રીના ફોટાને આવરી લેતો, સૂકાઈ ગયેલાં ફૂલોનો હાર,થોડાં  ફૂલો તો ખેર સુકાઈને ખરી પડયા હતા, પેલા ધૂપની રાખ સાથે ઘોળાઇને, અને જેને ટવીકી જોતાં ધરાતી ન હતી એ રાજ હવે સપાટ ફોટામાં! પણ કપાળ પર ચાંદલો કેમ? બરાબર સ્ત્રીના કપાળ જેવો?

‘બસ, બહુ  થયું હવે, રાજ’ ટવીકીથી ચીસ પડાઈ ગયી – પડઘા આખા રૂમમાં પથરાઇ ગયા.

કોઈ ભેદી તારનો ઝણઝણાટ – કોણે કર્યો એ ? અરે કેટલું અંધારું છે અહીં. જલ્દી, જલ્દી – આ બધું શું ચાલી રહ્યું છે?

અધખુલી બારી હવાના સપાટા સાથે પૂરી ખુલી ગયી. ટવીકીની નજર હવે એ તરફ.

“અરે પણ , આ ઝેપ ભમરાની  જેમ હવામાં  ઝડપથી પાંખો ફફડાવતો અધ્ધર  કેમ? અને પાંખ ફફડાવવાનો બિલકુલ અવાજ નહિ?’ ભયાનક! ટવીકીનું હૃદય જાણે બેસી ગયું.  ઝેપ મસ્તીમાં પાંખો ફફડાવતો ત્યાંનો ત્યાં જ! બિલકુલ સ્થિર, નહોતો અંદર આવતો કે ન બહાર દૂર ઉડી જતો.

તારની ઝણઝણાટી હવે વધવા માંડી  – અવાજ રૂમના એક ખૂણામાંથી  આવતો હતો – કે ભેદી ગૂફામાંથી?

‘અંદર આવીજા  ઝેપ, મારાથી આ સહન નહિ થતું હવે.’ ટવીકીને લાગ્યું કે એ પેલા ટેબલની અંદર ખૂંપતી  જતી હતી. 

અરીસો ન હતો પણ એણે પોતાનું ધૂંધળું  પ્રતિબિંબ ખૂંપતાં  ખૂંપતાં  નીચે જોયું. ઝેપને તો એની કાંઈ પડી જ નહતી , બસ એની ધૂનમાં મસ્ત, પાંખો ફરફરાવતો.

ટવીકી ખૂંપતિ ગઈ, ફૉઆમાંથી  બંને ચાંદલા ખરી પડયા, સુકાઈ ગયેલો ફૂલોનો હાર અચાનક ત્યાંથી ઉડ્યો, બારી બહાર જઈને ઝેપને ધક્કો મારી આઘો કરી દીધો, દૂર, દૂર. તારનો  ભેદી ઝણઝણાટ કાન ફાડી નાખે એવો મોટો થઇ  ગયો. ટવીકીએ આંખ બંધ કરી દીધી – આ રહસ્યમયી ઘટના એની સમજની બહાર હતી.

દીવાલ પર ઘડિયાળમાં રાત્રીના ૧૨ વાગ્યાના ટકોરા થયા, રહસ્ય ઉકેલવા ત્યાં હવે કોઈ બચ્યું ન હતું, ન કોઈ ફોટા, ન કોઈ અરીસો કે ન  કોઈ ટવીકી, ન કોઈ ઝેપ! બધાં ગાયબ. નીરવ શાંતિ,એ રાત નિર્વાણ સમ બની.

                        ——————


Leave a Reply