
૬ વર્ષનાં વહાણાં વીતી ગયાં જયારે મેં લેપટોપને ખોલીને Music , Musings and more માં વિચારો, વાર્તાઓને ટપકાવવાનું શરુ કર્યું. આ અભિયાન માટે મારી બેટીઓને શ્રેય આપવું રહ્યું. સાડા છ વર્ષમાં ૨૩૦૦૦ થી વધુ બ્લોગદર્શકો મારા ૨૨૦ થી વધારે બ્લોગ્સ ખરેખર વાંચશે, એ કલ્પના ન હતી.
૧૫૧ જેટલા followers અને ૧૮૪ બીજા subscribers વફાદાર રહીને મક્કમતાનું એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે – કદાચ એમને એવી અંતરસૂઝ હોય કે આ માણસ એક દિવસ પોતાનાં લખાણથી વિશ્વને બદલી કાઢશે! હવે આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં કશું અશક્ય નથી પણ મારે હવે આયખાંના કેટલા વર્ષ રહયાં?
ઘણાએ ૯૨૨ જેટલા કૉમેન્ટ્સ મારીને ચોક્કસ ગર્ભિત ઈશારો કર્યો કે ભાઈ હવે બ્લોગપેજ જરી સુધારો કે પછી આમ ને આમ જ ચાલ્યા કરશો?
આનંદો!
બ્લોગપેજને નવો ઓપ આપવાનું કામ હાથમાં લઇ લીધું છે – બસ થોડા દિવસો આપો મને. એ ઉપરાંત બીજા ધરખમ ફેરફારો આવી રહયા છે, જેમ કે કેટલીક ટૂંકી વાર્તાઓનું ફિલ્મીકરણ, ઓડીઓ બ્લોગ્સ વિગેરે વિગેરે.
બીજી વધુ મહત્વની વાત. આયખાંનાં કેટલાં વર્ષ બાકી છે એ તો ભગવાન જાણે પણ દરેક વખતે નવો બ્લોગ/ વાર્તા લખીને વળી પાછું WhatsApp પર બધાને મેસેજ કરવામાં હવે થાકી જવાય છે. સમય પણ ઘણો જાય છે. તો એક સૂચન / વિનંતી કરૂં?
મારા બ્લોગપેજ http://www.rajendranaik.com પર ક્લિક કરો એટલે homepage દેખાય અને છેક નીચે સ્ક્રોલ કરતા જાઓ તો જમણી બાજુ follower બનવાનો નુસખો આપ્યો છે. તમારે ફક્ત તમારું email એડ્રેસ લખીને follower માં ટીક કરી હા પાડવાની છે. એટલે જ્યારે હું નવો બ્લોગ / વાર્તા પોસ્ટ કરું એટલે તમને સીધું ઇમેઇલ માં મેસેજ આવી જાય. છે ને સરળ?
તો હવે મારા નવા followers નો આગોતરા આભાર માની લઉં ? તમે એમાં છો ને?
લિ. આપનો જ
રાજેન્દ્ર નાયક