વિશ્વ કવિતા દિવસ માર્ચ ૨૧, ૨૦૨૩ Always be a poet, even in prose

વિશ્વ કવિતા દિવસની પહેલાં છે ‘વિશ્વ ચકલી દિવસ’! એટલે માર્ચ ૨૦

શેરડી વાડી છેડે જ્યાં ચંપો ઝૂલે
એક ટ્વિકી નામે નાની ચકલી ખેલે
અડોઅડ સામે ખડી એક ઇમારત
વસે એક પુરુષ ધોળા જેના વાળ
બારીએ ઉભો સાંભળે ગાન મધુર
પક્ષીઓના તહીં ઝૂલતા વાયર પર
જુએ કદી દૂરબીન લઇ મારી સમક્ષ
ગમે મને એ, શું જોયા કરૂં અનિમેષ
પાપા કહે એમ ટીકી ને નં જોવાય,
લક્ષણ ન શોભે સંસ્કાર અભડાય….

March ૨૧ આજે વિશ્વ કવિતા દિવસે મારી ‘ડાયરી ટ્વિકી નામે ચકલી ની ‘ અનોખી વાર્તા કવિતા રૂપે રજુ કરૂં છું.

https://rajendranaik.com/2022/10/12/ડાયરી-ટ્વિકી-નામે-ચકલીની/
World Poetry Day 2023 theme is “Always be a poet, even in prose.” અર્થાત ગદ્ય રૂપે પણ કવિ થઈને રહેવું. એટલેજ તો કાવ્ય ને અછાંદસ રહેવા દીધું છે – ફક્ત પ્રાસ મેળવવાની જહેમત લીધી છે!
આજ વાર્તા મારા બ્લોગ પેજ પર અહીં https://rajendranaik.com/2022/09/20/ડાયરી-એક-ટવીકી-નામે-ચકલ/ વાંચી શકાશે. તેમજ ઓડીઓ વિઝ્યુઅલ નો પ્રયોગ કર્યો હતો એ લિંક એમાં રહેલા ફોટા ને ક્લિક કરવાથી મળી જશે


Leave a Reply