મોજે પલસાણા : એક્સટ્રા ઇંનિંગ્ઝમાં મોર્નિંગ વોકનો મહિમા 

આ ઉનાળે તો બો તાપ પયડો હેં? હજતો આખો મે…. ને પછી જૂન મહિનો તો બાકી. માલ્લાખવાનાં ભાય! હવારના  પહોરમાં ચાલી આવીને પગ છૂટા કરી આવીએ…. ને પછી ઘરમાં ભરાઈ જીયે તે….. વહેલી આવે રાત. બીજૂં થાય હો હૂં આપળાથી?

હારું… કાલે રાતના   આઈ પી એલની મેચ જોતાં ઘાટ પડી ગીયો તે હૂવાનો ટાઈમ ચૂકી ગીયો એટલે ઉયથો મોડો. અમેરિકા વારી પોરીએ લેઇ આપેલા ચાલવાના જોડા પગમાં ઘાલી મોડો મોડો હો નિકરી પયડો- ચાલવા. ગેઇટની જીરીક બા’ર નિકાયરો તે પેલા પલસાણા વારા હરીશભાઈ એ ઝડપી લીધો. 

“ચાલવા નિકાયરા, રાજનભાઈ?’  જાણે મને શોખ થતો હોય!

‘હા જુઓની, પણ તમે કોઈ દા’ડો ની ને આજે  કઈં ?”        હારી…. હામા ભટકાઈ ગિયા તે કાઇંક તો વાત કરવી પડે ને?

”અરે ટમેં વાત જવા દેવ. હારા આ ડોક્ટરડાઓ હો દવા આપીને છોડે ની… ને કહેય કે જરા હવારના પહોરમાં ચાલવાનું રાખો. 

ટે મિસિસ મંડી પડી – વહેલો ઉઠાડીને ઢકેલી મૂયકો મને.” 

બોલકા  હરીશ ભાયની વાણીથી છૂટકારો મળે એમ વિચારી હું ઉંધી દિશામાં વળ્યો.

‘અરે એ ફા કઈં ચાયલા, આ બાજુ આવો ની- પલસાણા શોપિંગ સેન્ટર તરફ;  નાસ્તો કરીએ ‘જય અંબે ફરસાણ’ માં – ખુલી ગીયો ઓહે એ તો’ 

હૂં અવાચક! ડોક્ટરે કહયું તે ચાલવા નીકળી પડ્યા અને હવે તેલ માં તરતું  ફરસાણ… અને પાછી મીઠ્ઠી ચા તો લાખવાની !

“ની ની , મને તો તેલ વારુ બો ની ફાવે ને પાછો શુગર વારો પ્રોબ્લેમ તે?” છટકવાની વ્યર્થ કોશિશ – રાજનભાઈની 

‘ચાલો ની હવે…. તમે હો વેદિયા જ રિયા હજુ. એકાદ દા’ડો ચાલે બધું.” મારો હાથ પકડીને એ લેઇ ગિયા જય અંબે ફરસાણ પર.

મારી શુગર કી ઐસી કે તૈસી. હરિ…શ ઈચ્છા બળવાન છે..


4 thoughts on “મોજે પલસાણા : એક્સટ્રા ઇંનિંગ્ઝમાં મોર્નિંગ વોકનો મહિમા 

    1. હૂં તો હૂરતી લખું, અંગ્રેજી લખું, હિન્દી લખું ને ભલી ભલી ભાષામાં લખું- જે જેવી ભાષામાં સમઝે; સંગીતના સુરમાં પણ વ્યક્ત કરૂં; સમઝનાર હોવો જોઈએ

Leave a Reply