
પેલી કવિતા યાદ છે ને ?
એક રજકણ……
સૂરજ થવાને શમણે
ઉગમણે જઈ ઉડે
પલકમાં ઢળી પડે
આથમણે
કેરાલાની સફળ સફર પશ્ચાત, મુંબઈથી પલસાણા પરત આવવા નીકળી પડ્યો – ગાડી લઈને. મનોર અને ચારોટીના ડુંગરીએ રસ્તે ટોલ નાકું આવે. ત્યાં નજરે ચડી આદિવાસી સ્ત્રી – ઈલાયચી કેળાં, લસલસતાં સફેદ જામ્બુ અને મધુરાં ચીકૂ થેલી માં લઈને વેચતી.
મન ઝાલ્યું રહે? મઝેદાર ફળોમાં મન એટલું પરોવાયેલું કે સ્ત્રી નો સ્મિત સભર ચહેરો કૅમેરામાં ક્લિક કરવાનું ભૂલી ગયો.
ચા….લો આવતે વખતે..આવી સમયસૂચકતા અને મારા જેવા ભોટ સંગીતકાર માં હોય ?
નીકળી પડ્યો ફોટોગ્રાફર થવા – પેલાં ‘એક રજકણ’ ની જેમ જ તો
ફળોમાં મન એટલું પરોવાયેલું કે…? How cruel is to be old!!!!
I bet this would never happen 50 yrs ago! 🙂 🙂
50 years ago I probably wouldn’t have afforded so many fruits, not to talk about a camera with me!