‘મને ભીંજવે તું – મને વગાડે તું’ 

રમેશ  પારેખની પેલી અમર પંક્તિઓ યાદ આવે કે,  ‘મને ભીંજવે તું વરસાદ તને ભીંજવે’ 

યાદ આવવાનું કારણ કહું?

એપ્રિલ ૨૭ મી એ કોચી પહોંચ્યો અને ત્યાં મારા યજમાન ઉલ્લાસજીએ  એમનું  તાજું  ખરીદેલું  પ્રથમ તરંગ મને મોકલી આપ્યું –  કે ‘ગુરુજી’ એને એમના હાથે બરાબર ટયૂન કરી આપે. નવા સવા જુવાન વાછરડાને પહેલી વાર ગાડાંને જોતરીયે ત્યારે થોડાં નખરાં કરે ને ? તેમ માળું આ નવું પ્રથમ તરંગ પણ નખરાં કરવા લાગી ગયું! હું તેને આમ ફેરવું અને તેમ ફેરવું પણ મચક નહિ આપી એણે.

નકરી છોકરમત ! બીજું શું ?

એકાએક, એને શું સૂઝ્યું ( હા પ્રથમ તરંગને પણ સૂઝે, હોં!) તે એક બાજુ પગ ઉપરથી સરક્યું અને પડ્યું મારા પગની નાજુક આંગળી  પર.  હવે એ તો અણસમજુ બાળ-તરંગ, પણ મને બરાબર વગાડી ગયું, એક સૂજેલી આંગળી –  એ નફામાં!

પારેખ સાહેબની અનહદ  ક્ષમા માંગતા કહું ? – ‘પ્રથમ તરંગ – મને વગાડે તું, રાજન તને વગાડે’

શું કરીએ , જ્યારે આપણા પોતાનાં જ …


2 thoughts on “‘મને ભીંજવે તું – મને વગાડે તું’ 

Leave a Reply