
ત્રણ વર્ષમાં ત્રણ પુસ્તકો લખીને હું જાણે ધરાયો ન હોઉં તેમ નવી નવલકથા લખવા બેસી ગયો, અને વળી પૂરો જન્મ લે એ પહેલા નામ કારણ પણ થઇ ગયું – ‘બહુરૂપી – વેશપલટાનો કસબી’!
હવે મારો એક લંગોટિયો દોસ્ત સલાહ આપે – તે આપેજ ને?
‘ ભૈલા, શું લખ લખ કર્યે રાખેછ? ઘડપણમાં ઝીંદગીને જરા જીવીલે ને? શું આ લખું ને તે લખું, અરે હજી પૂરું ન થયું? નકામા લોઈ ઉકાળા ? પગ વાળીને બેસને હવે? મસ્તીથી ખા, પી, ફર, પિક્ચર જો, ડાહ્યા દોસ્તોને મળતો રહે!’
જિદ્દી એવો હું, નિરાશા, ઉત્તેજનાના તબક્કાઓમાંથી પસાર થઇ રહ્યો છું જેને માટે પ્રખ્યાત ઈંગ્લીશ નવલકથાકાર જ્યોર્જ ઓરવેલ એમ કહે છે કે:
‘પુસ્તક લખવું એ એક ભયાનક, થકવી નાખે એવો સંઘર્ષ છે, બરાબર એક લાંબી પીડાજનક માંદગી જેવો. આ એક એવી યાત્રા છે જેમાં અમુક પ્રકારના રાક્ષશો જોડાઈ જાય અને કોઈની મજાલ છે જે આ રાક્ષશોને નાથે કે સમજે? માંહી પડયા તે મહા સુખ પામે.’ હું કહીશ, ‘ આવવા દો બહાર બધા રાક્ષશોને અને પરશુરામ બનીને પૃથ્વી પરના સર્વ શંકાશીલ ક્ષત્રિયસ્વરૂપોનો સંહાર કરો”
તથાસ્તુઃ
I think you have a good undercurrent of sarcastic humour which reflects very well in your writings.
Do what you like or enjoy the most…
Weather it is music or writing, keeping yourself positively and creatively engaged is great!
Irrespective of what anyone says!
I hope one day I will be able to shake off the label being sarcastic to the hilt- by writing stories baed on Bhakti, weather etc. All writers love word play. When well-meaning people advise me there is, more often than not, an undercurrent of sarcasm there as well – ‘stick to your original profession – don’t waste time indulging in literature, music.’ I m simply narrating my experience so far, not complaining, nor defending. I have kept doing what my wave of creativity demands and that’s it. If I had bothered about such pontifications I would not even have come thus far. Thanks