
બીવડાવી નાખે એવી ફિલ્મો બનાવતા આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘ધ મેન હૂં ન્યુ ટૂ મચ’ નું આ જાણીતું ગીત છે જેને એ જમાનાની મશહૂર અભિનેત્રી – ગાયિકા ડોરિસ ડે ને ગાવા કહેવામાં આવ્યું ત્યારે તેણે ધરાર ના પાડી દીધી, ‘આની ફિલસુફી મને નથી ગમતી’. ખેર, ‘પાપી પેટ કા સવાલ’ હતો એટલે ક-મને ગાઈ નાખ્યું.
કે સેરા સેરા?
ના જી. જાણીતા અમેરિકન ફિલસૂફ- કવિ હેન્રી ડેવિડ થ્ર્રોએ કહ્યું કે ‘આગળ શું થવાનું છે કે આપણી આજુબાજુ શું થઇ રહ્યું છે એ ક્ષુલ્લક બાબત છે. વધુ મહત્વનું એ છે કે આપણી જિંદગીની અંદર કેવી જ્યોત પ્રજ્વલિત છે? આપણી પોતાની ખોજ આદરવાની છે કે પછી કાઇંકનવીન સર્જન કરવું છે? જેવી સર્જનાત્મક જિંદગી જીવવી છે એ નજર સામે રાખો, કલ્પના કરો અને એ કલ્પનાને જીવી બતાવો’

આમાંથી ધડો લઈને, પ્રારબ્ધ પર આધાર રાખવાને બદલે મારામાં પ્રજ્વલિત જ્યોત જે રાહ દેખાડે એ મુજબ આ વર્ષની કોન્સર્ટ ટૂર રહેશે. ‘કે સેરા સેરા’ તો હરગિજ નહિ!