હેલ્લારો

કુટુંબ આખું ગુજરાતી ફિલ્મ હેલ્લારો જોવા ઊપડ્યું. 

‘કે’છે કે બહુ ફાઈન પિક્ચર બનાવ્યું છે. પેલા સતિષભાઈ તો ખૂબ વખાણ કરતા હતા. પેલ્લાં ક્યાં આવા ગુજરાતી પિક્ચર બનતાં હતાં ” 

કુટુંબ બે ગાડીમાં ભરાઈને ‘પિક્ચર’ જોવા હાલ્યું.

વાહ, શી સ્ટોરી? શું ડાયરેક્શન? ‘બૈરાં ની કફોડી હાલત જોઈને ભાઈશાબ આપણેને તો રડવું આવી ગયું’ – કુટુંબના મોભી બોલ્યા. મહિલાઓ ચૂપ. ઘેર પહોંચીને બધાને માટે નાસ્તા પાણી બનાવવા પડશે. હે ભગવાન!

ઘેર પહોંચતાં જ ઓર્ડર છૂટવા લાગ્યા.’ તમને લોકોને કાંઈ અક્કલ છે કે નહિ? અમે બધાં  થાક્યા પાક્યા છીએ – જાવ જલ્દી જઈને ચાપાણીની વ્યવસ્થા કરો જોઈએ? સાલી બૈરાની જાત!’

મહિલા મંડળે ઉતાવળમાં ચપ્પલ કાઢ્યાં ન કાઢ્યાં ને ઉપડી કિચન તરફ.


2 thoughts on “હેલ્લારો

  1. I read through painstakingly, though I had to skip a few words and a few meanings. I understood the end, however. Sigh. You have put your finger on the sad pulse of real life.

    1. Jaya, you are an extremely sensitive soul. The ‘ sigh’ at the end of your comment aptly describes that. I have been travelling non stop for the past month, will reply to your blogs soon

Leave a Reply