અન્યની ખુશીને વધાવીએ?

તમારા દીકરાને મોટી કંપનીમાં નોકરી મળી – તમે ખુશી મનાવો અને બીજા પણ વાહવાહી કરે એમ ઈચ્છો.
તમારી દીકરી સ્થાનિક ગરબા હરીફાઈમાં ઇનામ લઇ આવી – તમે ખુશી મનાવો અને આશા રાખો કે આજુબાજુ બધાં ખુશીથી નાચે
તમારા પૂજ્ય પિતાશ્રી નેવું વર્ષે જાતે પથારીમાંથી ઉભા થાય છે – તમે ખુશી મનાવો અને જુઓ સઘળા લોકોના મુખ પર સ્મિત!

આ બધું દેખીતું છે એમ નથી લાગતું?

હવે-
તમારા પાડોશી દોડતા આવીને કહે ‘ મારો દીકરો એન્જીનીઅરીંગમાં પાસ થઇ ગયો – તમે શું કહેશો ‘ ઓહો, સરસ, મારા દીકરાને તો નોકરી પણ મળી ગઈ’?
પાડોશથી ભાભી આવીને ઊંધિયાની પ્લેટ ધરે, ‘ અરે મારા મહેમાનો તો આ ઊંધિયું ચાખીને ખુશખુશાલ!” તમે શું કહેશો? ” ભાભી તમારે જો સરસ ઊંધિયું ખાવું હોય તો હું તમને સુરતની પેલી દુકાને લઇ જઈશ’
કે પછી પેલા નેવું વર્ષના કાકાવાળી બાબતમાં એમ કહો કે ‘ અરે આ તો કાંઈ નથી, મારા પરદાદા નવાણું વર્ષ જીવ્યા અને છેલ્લે ઘડી સુધી ચશ્મા વગર રામાયણ વાંચતા હતા”!
બીજાની ખુશીને જરીક વાર શાંતિથી માણીએ, એમને માણવા દઈએ, અને પોરસાવીએ કે પછી…… વાતને હાઇજેક કરીને પાણી ફેરવી દઈએ?
વિચારવા જેવું ખરું?


Leave a Reply