કવિઓની સભામાં કવિ બનવાની ધૃષ્ટતા

નવેમ્બર ૯, ૨૦૨૩ ની એ યાદગાર સાંજ!
સાહિત્યરસિકો અને મોટા ગજાના સાહિત્યકારોની વચ્ચોવચ હું બેઠો જ્યા બેસવાનું મારું ગજું નહિ. ઉત્તમ રચનાઓનો આસ્વાદ લેતાં મારા જીવ ને પણ રંગ ( કે પછી છંદ?) લાગ્યો. બીતા બીતા ત્યાં જ સ્ફૂરેલી ત્રણ પંક્તિઓ રજુ કરી:

કવિઓની સભામાં સંગીતકારનો સ્વાંગ ધારણ કરવો,
સહેલું છે
સંગીતકારોની સભામાં કવિ હોવાનો ડોળ કરવો એ
સહેલું છે, પણ
કવિઓની સભામાં કવિ બનવાની ધૃષ્ટતા કરવી એ
દોહ્યલું છે

જો કે સાહિત્ય પરિષદમાં વિક્રમી મતે ડંકો વગાડનાર પ્રાધ્યાપક સંધ્યાબેન વિનંતી કરે અને હું ના પાડું?
પ્રથમ તરંગ પર મેં ત્રણ ગીતો રજુ કર્યા:
વૈષ્ણવ જન તો – ચીલાચાલુ ઢાળ માં

વૈષ્ણવ જન તો – ભારત રત્ન એમ એસ સુબલક્ષમીએ ગાયેલ ઢાળ માં

યું હંસરાતો કે દાગ – લતાએ ગાયેલી મારી પ્રિય ગઝલ
સૂનું મેરે બોન્ધુ રે – સચિન દેવે બર્મનના પહાડી અવાજમાં ગવાયેલ ફિલ્મ સુજાતાનું બેનમૂન ગીત
તબલાના અભાવે મારે આ પ્રકારનાં હલકદાર ગીતો વગાડવાં પડ્યાં.

આભાર મિત્રો; તમે દિલોજાનથી દાદ આપી મને. એ બદલ.

——-o——–

મેં રજુ કરેલ કૃતિ આ પ્રમાણે છે:

એક હતું જંગલ

આવી ચઢે અચાનક જ્યારે સર્વ બાળ ત્યાં રમે
કમ્પાઉન્ડમાં, પશુ પક્ષીઓના અવાજ મોંથી કાઢે ,
ડઞનબંધી બિલ્લા લટકાવેલ કોટ પર, મંડે બાળકો
દોડવા જાદુગર પાછળ, મઝા જ મઝા, હૂકે બાળકો
‘એ ભરત,ચંદ્રિકા,આવો જલ્દી,જુઓ કોણ આવ્યું ?
એણે અદાથી સૌને,લળીને સલામ કરી ,સ્મિત કર્યું
આવી ઉભો વચ્ચો વચ, તાળી પાડે સૌ,કોક ખેંચે
કોટ,કોઈ એની ટોપી,પણ એ સદા હસતો સહેજે,
સલામ બચ્ચે લોગ, કદરદાન પ્રેક્ષકો સૌ તૈયાર?
થાય શરુ અદભૂત ખેલ,સૌ રાજી આફ્રીન થાય
અચંબો?પશુ પક્ષીઓના અવાજ ગળાથી કેમ કાઢે?
બાળકોએ તાળીથી ગજાવ્યું મકાન,મોટેરાં દાંત કાઢે

લે આ બહાર પોલીસ કેમ આવી છે?પડ્યો ધ્રાસ્કો
‘ચલો હટો’ કરતો આવ્યો જમાદાર સોટી હલાવતો,
જાદુગરની પીઠ પર સોટી,’યે હી હૈ સાબ,પકડો ઉસકો
જોડ્યા હાથ એણે,’મૈને ક્યા કિયા?’ ‘અરે ચલ,થાણેકો
બચ્ચોકો ઉઠાતા હૈ?’સૌ અવાચક,બિચારાનો શો વાંક?
રોકો પોલીસને કોઈ; જમાદાર પકડી ગયા જાદુગર રાંક,
મારતાં પડ્યો થેલો ભોંય, વેરાયા થોડા તૂટેલા
બિલ્લા, આર્મીનો કો’ નિવૃત્ત અધરિકારી ભલા?
ખણ્ણણ એક થાળી વાટકો અને એક જર્જરિત ફોટો
જાદુગરનો, નાનકડી દીકરી સાથે, કપાળે ચૂમી ભરતો

એક હતું જંગલ,
એક કોન્ક્રીટનું,
બીજું. થેલામાં

આ કૃતિ ને મેં મારી જ રચેલી એક કથા પરથી કાવ્યમાં રૂપાંતર કરી હતી
https://rajendranaik.com/2020/03/31/એક-હતું-જંગલ/


Leave a Reply