‘शिन शिनाकी बूबला बू’ હા જી આ એક જૂની હિન્દી ફિલ્મનું નામ છે.
આવું નામ? જી. ફિલ્મમાં એક કાલ્પનિક કથા છે જેમાં શિન શિનાકી બને છે એક રેહાના નામની કોઈ એક્ટ્રેસ. એવડી એ પોતાના પૂજ્ય માં-બાપના ખૂનનો બદલો લેવા કમર કસે છે – બદલા બદલા બસ બદલા ! ના જી મેં એ ફિલ્મ નથી જોઈ, નામ સાંભળીને કોઈ જુએ ખરું?
હવે મુદ્દાની વાત પર આવું.
આ ફિલ્મનું એક ગીત આપણા ચિતલકર સાહેબ એટલે કે સી. રામચંદ્રએ રચ્યું છે. તમને આશ્ચર્ય થશે પણ હું એમ માનું છું કે એમની આ સર્વશ્રેષ્ઠ રચના છે. એની મધુરતા જુઓ; લતા દીદીનો અવાજ કાન લગાવીને સાંભળો ! ઓહો જાણે મધ ટપકે! ગીત લખ્યું છે કે કોઈ પ્યારેલાલ સંતોષીએ જેણે બીજાં કોઈ ગીતો લખ્યા છે કે નહિ એ મને ખબર નથી. મને કાંઈ બધી જ ખબર થોડી હોય? જૂની ફિલ્મોના અઠંગ એન્સાયક્લોપેડીયા જેવા સજ્જનોને ખબર હોય તો મને જાણ કરે. આભાર.
જેણે મૂળ ગીત સાંભળ્યું ન હોય એણે આ લિંક પર ક્લિક કરવું: तुम क्या जानो चमहारी याद में हम कितना रोये
પ્રથમ તરંગ પર મેં થોડી શરૂઆતની લાઈનો વગાડી છે. પૂરું ગીત થોડા સમય પછી મૂકીશ.