Site icon Musings, Music & More

ગાંધીજીનું  સ્તવન  : કર્મ  લક્ષિત  સંગીત

ચાલો  આપણે  પાછા  મારા  પહેલા  બ્લોગ  “ હુંજ  મારા  ભાગ્યનો  સ્વામી ” તરફ  નજર  કરીએ .

 

ભક્ત  કવિ  નરસિંહ  મહેતા   રચિત  ગાંધીજીનું  પ્રિયા  સ્તવન  “વૈષ્ણવ  જન  તો ..” સૌને  વિદિત  હશે .

 

સ્તવનમાં  સાત્વિક  અને  સંપૂર્ણ  મનુષ્યની  વ્યાખ્યા  સમાયેલી  છે .

 

સાત્વિક  અને  સંપૂર્ણ  મનુષ્ય  વર્ણવતાં  નરસિંહ  મહેતા  જવલ્લેજ  કોઈ  સ્થાપિત  ધર્મ નો  ઉલ્લેખ  કરે  છે

 

મને  બરાબર  યાદ  છે  મારા  એ  સ્કૂલના  દિવસો  જયારે  દર  રોજ  સવારે, સ્કૂલ  શરુ  થતાં  પહેલાં, એ  પ્રાર્થના   સમૂહમાં   ગવાતી. હું  બસ  આંખો  બંધ  કરીને  એ  સુરાવલીઓ  માં  ધ્યાન  પરોવાતો.

 

ઘણી  વાર  આંખ  ના  ખૂણેથી   મારાથી  મારા  મિત્રો  તરફ  જોવાઈ   જતું તો  એ  લોકો  માટે  મારુ  એવું  આદર્શ  વિદ્યાર્થી  જેવું  વર્તન  તો  મજાકનું  સાધન  બની  જતું!

 

એ  લોકોને  જરા  પણ અણસાર  નહોતો કે  મારો  મુખ્ય  ઉદ્દેશ  એ  હતો  કે   ભજનની  સુરાવલીઓ   મારા  ચૈતન્ય  નો  એક  ભાગ  બની  જાય. એમના  માટે  એ  મસ્તી  મજાકની  વાત  હતી  જયારે  મારે  માટે  એક  દિવ્ય  અનુભૂતિ  હતી.

 

લગભગ  સ્તવન ની  પ્રત્યેક  કડી  કર્મનું  આવ્હાન કરે  છે  અને  સાથ એ  ઈશારો  કરે  છે  કે  સાત્વિક  સંપૂર્ણ  મનુષ્યની  સાત્વિકતા  સમાજના  આસપાસસના  બીજા  લોકો  સાથેના  એના  વર્તનમાંથી  ઉદ્ભવે  છે

 

મારા  આસપાસના  સાથીઓને  ધ્યાનમાં  રાખ્યા   વગર  હું  મારા  જીવનને  કેવી  રીતે  ઘડી  શકું  કે  મારા  ભાગ્યનો  સ્વામી  કેવી  રીતે  બની  શકું ?

 

ભાગ્ય  ઘડવાની  મારી  તપસ્યા  આજુબાજુ  ના  માધ્યમ  સાથે  ગ્રંથિત  હોવાની  જ.

 

મારા  આગલા  એક  બ્લોગ  (Rain, Sun and Rainbow) માં  એક  ગઝલનો  ઉલ્લેખ  કર્યો  છે  કે

“સફર  મેં  ધૂપ  તો  હોગી  અગર  ચાલ  શકો  તો  ચલો  “ અને  પછી  “      “મુઝે   ગિરાકે  અગર  તુમ  સંભાલ  સકો   તો  ચલો ”

બીજા   ને  કચડી  ને  તમે  કદી  તમારું  ભાગ્ય  નહીં  ઘડી  શકો

 

એક  સાત્વિક  અને  સંપૂર્ણ  મનુષ્ય  વનમાં  જઈને  રહેવા  કરતાં  કર્મની  જિંદગીનો  આગ્રહ   રાખશે

 

કવિ  નમ્રતા  પૂર્વક  ઉમેરે  છે

“ભણે   નરસૈયેયો  તેનું  દર્શન  કરતા

કુલ  એકોતેર  તાર્યાં  રે ”

 

આવા  સત્પુરુષનું  દરશન  થતાં   મારા  એકોતેર  કુળનો  ઉદ્ધાર  થયી  જાય

 

બેશક, આવા  સર્વ  ગુણ  સંપન્ન  સત્પુરુષને  શોધવો  બહુ  દુર્લભ  છે  પણ  કવિ  આપણને  આ  ધ્યેય  ધ્યાનમાં  રાખીને  સર્વના  કલ્યાણ  અર્થે  પ્રયત્ન  શીલ   રહેવા  આવ્હાન  કરે  છે

 

વિચાર  શુદ્ધિ , હેતુ  શુદ્ધિ  અને  કાર્ય  શુદ્ધિ  એક  એવા  સ્વયંસિદ્ધ  ભાગ્ય  તરફ  આપણને  દોરી   જશે   જે  સ્વ  કેન્દ્રિત  ન  હોઈ,  સર્વના  કલ્યાણ  તરફ  લઇ  જશે .

 

ગાંધીજીએ  ક્યાંક  કહયું  છે  કે  ઘણા  લોકો  એવું  માને  છે  કે  એઓ  સંગીતના  વિરોધી  હતા .

 

“સંગીત  નો  વિરોધી   – હું ? ”  ગાંધીજી  વિસ્મય  પામી  ગયા , જાણે   કે  કોઈ એ  ડંખ  ન  માર્યો  હોય ?

“હું  જાણું  છું , મારે  માટે  એટલી  બધી   ખોટી  માન્યતાઓ  ભરાઈ  પડી  છે  કે  ન  પૂછો   વાત . હવે  જ્યારે  હું   કહું  છું  કે  હું  પોતે  એક  કલાકાર  જ  છું  એ  લોકો  ને  હસવું  આવે  છે !”

કદાચ  સંગીત  એમનું  એક  પ્રેરણા  સ્ત્રોત્ર  હતું.

 

આ  સાથે  હવે  સાંભળો  મહાન  શાસ્ત્રીય  ગાયિકા  શ્રીમતી  એમ . એસ .  સુબલક્ષ્મીએ  એમની  આગવી  શૈલી માં  રજુ  કરેલું  એજ    ભજન  – સહ  ગાયિકા  છે  રાધા  વિશ્વનાથન.

સાથે  મેં  વગાડેલું  એજ  ભજન,  એમની  જેમ  રજુ  કરવા  કોશિશ  કરી  છે  એ પણ  સાંભળજો,  જેને  મેં  સ્કૂલમાં  કંઠસ્થ કર્યું:

Exit mobile version