Site icon Musings, Music & More

ગુલદસ્તા – ભાગ ૩

Guldasta

[English]

સ્કોડા માં બેઠેલા બંને જણના જીવ તાળવે ચોંટેલા હતા. ટ્રકવાળો કાંઈ ગડબડ નહિ કરે ને? ફ્લાઇટના ટાઈમે પહોંચી તો જવાશે ને? કેમે કરીને જો રાજેશ જલ્દીથી ખૂબ આગળ નીકળી જાય તો નહિ તો ભગવાન જાણે શું થશે?

બાજુ સ્કોડા અને પેલી બાજુ ટ્રક ધીમે ધીમે ટોલ નાકા તરફ આગળ વધ્યા..  બંને જણે ફફડતાં એક બીજા સામે જોયું. સ્કોડાની પાછળ રાહ જોતી ગાડીઓએ હંમેશા બને છે તેમ હોર્ન વગાડીને બૂમરાણ કરી મૂકી પણ રાજેશ પાસે વખતે લોકો પર ગુસ્સે થવાનો ટાઈમ હતો. “એલાઓ મારે તમારા કરતા વધારે ઉતાવળ છે.” એણે મનમાં કહયું.

ગાડી ટોલ નાકા ની બારી પાસે આવી ગઈ. બાજુ પેલી ટ્રક પણ.

સિંગલ કે રિટર્ન?” અંદર મોજથી બેઠેલા ક્લાર્કે પૂછયું.

રાજેશે પૈસા કાઢતાં કાઢતાં મનમાં એને ભાંડ્યોડોબા , ડિફોલ્ટથી સિંગલ હોય. જેને રિટર્ન જવું હશે તે ભસશે

અંદર કારભાર કરતો  ક્લાર્ક દરમ્યાન પોતાના સ્માર્ટ ફોન પર મેસેજ જોઈ લેતો હતો. કોઈનું  કામમાં ધ્યાન નથી, દેશમાં.

અરે પેલી ટ્રક પણ સાથે ને સાથે, હે ભગવાન

એટલામાં કેબીનનું અંદરનું બારણું ખુલ્યું  અને એક મસ મોટી ફાંદવાળા ટ્રાફિકના કોઈ ઊચ્ચ અધિકારી દાખલ થયા. વધારે મોડું થાય ખતરનાક હતું અને એવામાં વળી કોણ ટપકી પડ્યું?

ટ્રાંફિકના સાહેબે ક્લાર્કના કાનમાં કાઈંકહયું એટલે કલાર્કે  તરતજ રાજેશ તરફ ડોકું ફેરવ્યું અને કહેવા લાગ્યોઅમારા સાહેબને કોઈ પર્સનલ ઈમરજંસી આવી પડી છે અને તાત્કાલિત આગળના દહિસર ટોલ નાકા પહોંચી જવું ખૂબ અગત્યનું  છે. તમને જો વાંધો હોય તો એમને તમારી ગાડીમાં બેસાડી લઇ જશો, સાહેબ

રાજેશ મહાકાય સાહેબ ને  જોઈ રહ્યો હતો, એક સોલ્જરની અદાથી ટ્રિમ કરેલી એની મૂછ એના કરડાકી ભરેલા ચહેરાને એક અજબ રૂઆબ પ્રદાન કરતી હતી.

સામાન્ય સંજોગોમાં રાજેશ આવા નફરત ઉપજે એવા  સરકારી માણસને ગાડીમાં લિફ્ટ આપતો અને કોઈ બહાનું ધરીને છટકી જાત. પણ…… સામાન્ય સંજોગો હતા. ગાડીની આગળની સીટ પર આવો યુનિફોર્મ પહેરેલો સાહેબ જો બેઠો હોય તો પછી છે કોઈની મજાલ આપણને બીવડાવવાની? વાહ રે નસીબ!

યા, યા , સાહિબ, માય પ્રિવિલેજ.” રાજેશે થોડું ભાંગ્યું તૂટ્યું મરાઠી માં હાંક્યું. ગરજ હોય ત્યારે ..  ને પણ બાપ કહેવો પડે

થેન્ક યુ, સરકહીને સાહેબે આગલી સીટ પર આસન જમાવ્યું તે સાથે ગાડીની અંદર એક અજબ  પ્રકારની ગંધ પ્રસરી ગઈ.

બિચારા ટ્રક ચાલકે બદલાયેલી પરિસ્થિતિ જોઈ અને આગળ નીકળી ગયો.

આવજેકહીને રાજેશને મજાક કરવાનું મન થયું પણ પછી માંડી વાળ્યું.

સાહિબના ચમકતા બિલ્લા પર નામ હતું ગુલાબરાવ સાવંત.

મદત સાઠી આભારવળી પાછું કહીને   તો વાતે વળગ્યો.

ત્રણ દિવસ થી હું ડ્યુટી પર છું અને મને અચાનક યાદ આવ્યું કે આવતી કાલે તો અમારી શાદીની સાલગીરઃ છે.એટલે મને થયું કે ચાલ ઘરે પહોંચી જાઉં.” સાહેબ ના ખરબચડા ચહેરા ઉપર એક સ્મિત લહેરાઈ ઉઠ્યું.

તો બહુ સારી વાત છે. તમે બહુ વખાણવા લાયક વિચાર્યું.  શાદી કી સાલ ગિરહ બહુત બહુત મુબારક

અરે હવે ઉંમરે……!”

ના ના એમાં શું? તમે તમારી પત્ની માટે કોઈ ગિફ્ટ લેવાના કે નહિ?”

સાહેબની આંખો  હજી ટ્રાફિક પર નજર રાખતું હતું. એક ગમે એમ ચલાવતા વાહનને એમણે હાથથી ઈશારો કરીને તતડાવ્યો.

તમે પેલી ગિફ્ટ માટે કાઈં વિચાર્યું કે નહિ?” રાજેશે પ્રશ્ન દોહરાવ્યો

અરે કાય કરાયચા? કાઈં રસ્તે મળશે તો જોશું

ઘાત માંથી ઉગરી ગયેલી જેવી સ્કોડા હવે સડસડાટ દોડવા માંડી. મુંબઇના દૂર દૂર ફેલાયેલા પરાં પસાર થવા લાગ્યા. એક ફ્લાયઓવરનું કામ હજી ચાલતું હતું એટલે બધા વાહનો ફંટાઈને જતાં હતાં.

ભાઈ મને  તમારી આગળની સીટ એસી બહુ વધારે લાગે છે તો હું પાછલી સીટ પર જતો રહું?” ગુલાબરાવે પૂછયું

એક પાનના ગલ્લા  આગળ રાજેશે ગાડી ઉભી રાખી. નીરવ જેવા હેલ્થ પ્રત્યે  વધારે પડતા સભાન માણસને ઓફર કરવાનો અર્થ નહોતો પણ ગુલાબરાવે સહર્ષ સ્વીકારી લીધું અને સીટની અદલાબદલી પણ થઇ ગઈ.

નીરવ બાજુમાં ગોઠવાયો એટલે રાજેશ મનીષાની  સ્મૃતીમાં તણાવા લાગ્યો:

લોકોને ઈર્શા  આવે એવી એમની જોડી. રાજેશને સહેજે અમેરિકન રીતરસમોમાં સેટ કરવાનું લગભગ મનીષાએ ઉપાડી લીધું. જો કે રાજેશના વધુ પડતા વેદિયા અને  કૈંકઅંશે કંજૂશ સ્વભાવની ઠેકડી પણ ઉડાડતી. જેવો હતો તેવો પણ મૂરખાજી મનીષાને ખૂબ ગમતો. ગમે એટલા પ્રયત્ન છતાં તેનાથી મનીષા જેવા અલ્લડ નહોતું થવાતું. રાજેશે એના ઉપર  હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓ પર ઘણી મહેનત કરી તે ત્યાં સુધી કે મનીષા હવે પોતાના કલેક્શન કરતી થઇ ગઈ.

હ્યુસ્ટન માં  એક બંગાળીએ શાસ્ત્રીય સંગીત પ્રસારતું રેડીઓ પેસિફિકા કરીને  સ્ટેશન શરુ કર્યું હતું જે દર શનિવારે  રાત્રે કલાક સંગીત પ્રસારિત થતું. રાજેશમનીષા સમય અચૂક એક સાથે ગાળતા. પારંપરિક હિન્દૂ સંસ્કૃતિ માં ઉછરેલ રાજેશે કોઈ દિવસ પ્રેમની હદ પર કરવાની ઈચ્છા નહોતી બતાવીકદાચ મનીષા એવું ઇચ્છતી પણ હોય કે રાજેશ પહેલ કરે પણ તેવું એક્કે વાર બન્યું  નહિ. કેટલા સુંદર દિવસો હતા! જાણે કે ખતમ થવાના હોય!

રાજેશને તો માસ્ટર્સ ડિગ્રી લઈને પાછા ઇન્ડિયા જવુંજ હતું. મનીષાને વિષે થોડો અહેસાસ હતો પણ વિશ્વાસ પણ હતો કે એને પ્રેમથી મનાવી લેશે.

તો શું તું ખરેખર ઇન્ડિયા જઈને ત્યાં સેટલ થવા માગે છે? અહીં કેરીઅર બનાવીએ ને?” મનીષાએ ઉચાટ સાથે એક દિવસ પૂછીજ લીધું.

આઈ વીશ આઈ કુડ.” રાજેશનો આવો ઠંડો જવાબ એને જરા લાગણીશૂન્ય લાગ્યો

કેમ? અહીં શું તકલીફ છે તને? અને પછી મારું શું?”

તું પણ ચાલ મારી સાથે, આપણા દેશમાં, આપણા લોકો વચ્ચે. દેશ ની સાથે આગળ વધીએ

હું તો કદી નહિ આવી શકું.  તું જરા મારો તો વિચાર કર. ચાલ આપણે બે  મળીને અહીં સંસાર માંડીએ

આમ ને આમ ચર્ચા ચાલ્યા કરતી અને એનો કોઈ અંત ના હતો. નિરર્થક હતી ચર્ચા.

અને આખરે રાજેશનું જક્કી પણું જીત્યું, પ્રેમ સંબંધ તૂટ્યો. વર્ષો વીતતાં ગયાં. બેમાંથી એકેય ને એક બીજા ના ટચમાં રહેવાનું જરૂરી નહિ લાગ્યું. રાજેશે ચૈતાલી સાથે  એરેન્જ્ડ મેરેજ પણ કરી લીધા.

આટલા વર્ષો પછી નીરવ ક્યાંકથી આવી પૂગ્યો અને ર્હદયના તારને ઝણઝણાવી  ગયો.

અરે નીરવ, નિશા આટલા વર્ષોમાં કોઈ વાર ઇન્ડિયા આવી નહિ?” પ્રશ્ન હતો કે વિધાન?

કદી નહિ. એને ઇન્ડિયા આવવું ગમતું નથી

હા પણ, તું ઇન્ડિયા તારા માબાપ ને મળવા આવે ચાલે? વળી ઇન્ડિયાની વસ્તુઓ તો એને જોઈએ છે.”

હા, છે તમારી નિશાકોણ જાણે કેમ, રાજેશને એના જવાબમાં  તમારીનિશા સૂચક લાગી. જરા ખળભળી ગયો રાજેશ.

બાજુ ગુલાબરાવને લોકોની વાતમાં કાંઈ રસ હતો. આવતી કાલની મેરેજ એનિવર્સરીના વિચારમાં વ્યસ્ત હતો. રાજેશે ગિફ્ટ બાબત મમરો મુક્યો હતો તેની પણ ચિંતા હતી. દહિસર ટોલ નાકું પાસે આવ્યું એટલે ગાડી ધીમી પડી.

રાજેશને એક ફૂલવાળો દેખાયો એટલે  ગાડી એણે ત્યાં જઈને ઉભી રાખી. આજે તો ગુલાબરાવની મેરેજ એનિવર્સરી માટે એકાદ ગુલદસ્તો લઈને એને આપી દઉં.

થેન્ક યુ, સાબગુલાબરાવ ને થયું કે એને અહીં ઉતારી જવાનું છે.

સાહેબ ઉતાર્યા એટલામાં રાજેશે બહાર નીકળીને  એક તાજો ગુલદસ્તો લઇ લીધો.

હે ગ્યા, સાહિબ. આપલ્યા મેરેજ એનિવર્સરી બહુત બહુત મુબારક

  હો હો હો, મલા લિફ્ટ દિલી આણી હે ગિફ્ટ પણ ! વાહ.”  એમ આભાર માનીને જતાં જતાં ટોલ નાકાના ક્લાર્ક ને સાહેબપાસેથી ટોલ વસુલ નહિ કરવાની સૂચના આપી.

રાજેશના દિલમાં એક અનેરો આનંદ વ્યાપી ગયો.

નીરવ, ચાલો આપણે હવે ગાડીને ભગાવીએ, દસ તો અહીં વાગી ગયા.” હવે તો બસ થોડોક વખત નીરવ નો સાથ હતોઅને સાથે અદ્રશ્ય પણે મનીષાનો પણ.

સીડીના પેકેટમાં હાથ નાખીને જે સીડી હાથમાં આવી તે લઇને એને Music     સિસ્ટમ માં નાખી. સરોદનું આહલાદક સંગીત વહેવા માંડ્યું.

અરે વાહ, સીડી તમને ક્યાંથી મળી, રાજેશ?” નીરવની આંખો પહોળી થઇ ગઈ.

મેં ખરીદી નથી. અમજાદ અલીનું  એક અદ્વિતીય કલેક્શન છે અલગ અલગ રાગોનો જાણે ગુલદસ્તોમને બહુજ ગમે છે

ગુલદસ્તા, એજ નામ છે ને એનું? અમારી પાસે પણ કેસેટમાં હતી પણ ધીરે ધીરે ઘસાઈ ગઈ અને હવે તો વાગતી નથી.”

નીરવ, હા એજ છે. મારી પાસે પણ કેસેટ હતી પણ જાળવી રાખેલી અને પછીતો મેં એને સીડી માં કન્વર્ટ કરી નાખીજાતે. બજારમાં તો મળતી નથી

માય ગુડનેસ, નિશા તો અમજાદ અલીના ગુલદસ્તા પાછળ તો ગાંડી છે. અરે રે ! મને કેમ આવું સીડી બનાવવાનું નહિ સૂઝયું?” નીરવ બબડ્યો

તે મનીષાઅરે સોરી નિશાને આજ સીડી જોઈતી હતી?” રાજેશ થોથવાયો

અરે હા, આનીજ વાત કરતી હતી સ્કાઇપ પરનીરવ નો નિસાસો રાજેશ ને સ્પર્શી ગયો.

ગુલદસ્તાની એકની એક સીડી, જાતે રેકોર્ડ કરેલીશું મનીષા અને રાજેશની વચ્ચે એક સેતુ બની રહેશે?

ગાડી આંતર રાષ્ટ્રીય એરપોર્ટના છેલ્લા વળાંક પર આવી પહોંચી. રાજેશનું મન એકદમ  ક્ષુબ્ધ થઇ ગયું.  હવે એને મનીષા સાથે શું? એનો પહેલો પ્રેમ. ગુલાબરાવ, ફૂલનો ગુલદસ્તો, ગુલદસ્તા, મનીષાએના મન માં ચકરાવા લેવા માંડ્યું.

ગાડી ડિપાર્ચર ગેટ સામે આવી ને ઉભી રહી. નિરવે ફટાક દઈને બહાર નીકળી ડીકી માંથી સામાન કાઢ્યો અને ટ્રોલી લાવવા આગળ ગયો.

રાજેશે music સિસ્ટમ માંથી ગુલદસ્તા સીડી કાઢી અને બહાર નીકળ્યો ત્યાં તો નિરવ ટ્રોલી લઈને આવી ગયો.

ચાલ, રાજેશ, થેન્ક યુ.”

લે સીડી નિશા માટે લઇ જા મારા તરફથી ગિફ્ટ. એને ગમશે ને?” રાજેશે બોલ્યે રાખ્યું.

અરે પણ તારી પાસે બીજી કોપી ક્યાં છે, રાજેશ. એક છે. તું શું કરીશ?”

નિશા પણ એક છે ને. લઇ જા“.

નીરવના ચહેરા પર એક અજબનું સ્મિત હતું – બરાબર ગુલાબરાવના ચહેરા પર જોયું હતું એવું જ. કાશ, મનીષાના સુંદર ચહેરા પર પણ આવું સ્મિત ફરકે. સ્મિત તો ગુલદસ્તો જોશે.

નીરવ, હવે આગલી ટ્રીપ માં નિશાને લેતો આવજે. અહીંના માણસો એટલા ખરાબ પણ નથી!” 

હાથ મિલાવીને બેઉ છુટા પડયા. જીવ જેવી વહાલી સીડી લઈને નિરવને ગેટ તરફ જતાં જોઈ રહ્યો રાજેશ.
હૃદયમાં સરોદના તાર ઝણઝણાવતો એ ગાડીમાં બેઠો અને પ્રકાશથી ઝળાંહળાં મુંબઇ નગરી તરફ હંકારી ગયો.

સમાપ્ત

 

 

 

Exit mobile version